જિંદગી ની શાળા class-2 ઋત્વિક દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જિંદગી ની શાળા class-2

માંડ માંડ આખું વર્ષ ભણવાની મજા આવી હોય ત્યાં પરીક્ષા આવી જાય. પરીક્ષા શબ્દ સાંભળતા જ એ પેપરની યાદ આવવા માંડે છે અને ઘરેથી પણ પરીક્ષા આવે તે પહેલા સૂચનો આપવામાં આવવા લાગે છે. "હવે રમવાનું ઓછું કરી દે પરીક્ષા માંથે છે ઘડીક ચોપડી લઈને બેસ તો તારી માટે સારું રહેશે." આવા શબ્દો તમે સાંભળ્યા જ હશે નેે?? પણ હજુ માંડ પાંચ-સાત વર્ષના થઈ ત્યાંથી પરીક્ષા આપવાનું શરૂ થઈ જાય છે. પછી થી પરીક્ષા ચાલ્યા જ કરે છે. જ્યારે છેલ્લેેે સ્મશાનમાં હોવી ત્યારે બધી પરીક્ષાનું પરિણામ યાદ આવે છે પછી ભલે આ કાગળ ઉપર લખેલી હોય કે પછી સંબંધોની હોય કે જિંદગીની હોય
પરીક્ષાા પૂરી થાય પછી પાસ થવાની હરિફાઈ થાય છે શરૂ. જેમાં આપણે તો પહેલા નંબરે આવું હોય છે. આવા વિચાર ક્લાસરૂમમાં લગભગ બધા બાળકો કરતા જ હોય છે અને કદાચ તમે પણ કર્યો જ હશે??પણ વિચાર કરીને વાંચવાનું ઓછું કરી નાખે અને રમતગમતમાં વધારે ધ્યાન આપવા લાગે તો તેવા વિચારો તો એક બાજુ જ પડ્યા રહેેેે
છે.
આ હરીફાઈ પણ જિંદગી શરૂઆતમાં જ શીખવી દીધું છે જેથી ભવિષ્યમાં હરીફાઈ હોય તો પાછા ન પડવી.
જિંદગી શીખવે એટલું ઓછું પડે હોં દોસ્ત
શાળામાંથી તમે કોલેજમાં આવો કોલેજમાંથી તમે ઊંચી ઊંચી ડીગ્રી લો પછી નોકરી લો એટલે તમે જે ભણવાનુંં શીખ્યા એ બધુ નોકરી સુધી અને નોકરી પછી પેન્શન સુધીજ સુમિત છે. પણ જિંદગીની આ શાળામાં કંઈ સીમિત નથી. મરતા મરતા પણ શીખવેે છે કેે તે ઓછી ઉપાધિ અને વધુ વર્તમાનમાં જીવ્યા હોત તો અત્યારે બધું યાદ નો કરવું પડે. જિંદગી હરેક ક્ષણમાં જીવતા અને મોજ કરો પણ આપણે તો આજની ક્ષણમાં નહીં પણ આવતી કાલનું શું થશે એ જ વિચારમાં ને વિચારમાં અત્યારની ક્ષણ ને માણવાનુંં ભૂલી જઈએ છીએ
ધીરે ધીરે આ શાળામાંથી કોલેજમાંં આવી જઈએ છીએ જિંદગીનો સુનેહરો સમય કહેવાય તો આ શાળા અને કોલેજ બસ. જ્યારે ઉંમર જ એવી હોય છે કે મોજ મસ્તી જ શુંજે છે બધા. ને પણ એ સમય પણ આપણા ભવિષ્ય સારુંં બનાવવાનો હોય છે હા મોજ મસ્તીની જિંદગીમાંથી બાર આવી એટલે જવાબદારીની જિંદગી શરૂ થાય છેે
ઘરની જવાબદારી , સંબંધો ની જવાબદારી, આ પૈસા ની જવાબદારી. આ પૈસા પણ ગજબની વસ્તુ છેે હો ના પગ ના હાથ ના એની પાસે મોં તોપણ બધાની બોલતી બંધ કરી દે છે અને કેટલાયને તો દોડતાા કરી બે છે પણ છેલ્લે એ પણ એક મનુષ્ય જ બનાવી છે ને તો પછી એમાંં કાંઈ ઘટે......
જવાબદારી તો નાનપણમાં જ ખંભે દફતર લઈને જતા ત્યારે શીખવાની આદત શરૂ કરી દીધી હતી એ જવાબદારી ખંભે દફ્તર કે દફતર ની અંદર પહેલા પુસ્તકોની નહોતી. પણ પુસ્તકોની અંદર રહેલા શબ્દને શબ્દ ની અંદર રહેલું જ્ઞાનની હતી .જે આપનું ભવિષ્ય સારું બનાવી દેતી હતી .પણ ત્યારે તો બસ આ ભાર લઈને શાળાએ જતાં ત્યારે એટલું જ હતું પણ સમય જતા સમજાવવા લાગ્યું કે જવાબદારી ત્યારે પણ હતી અને અત્યારે પણ છે. ત્યારે એક વજનની હતી અને અત્યારે ઘરની, સંબંધોની... જવાબદારી છે.
અંતે જિંદગીની શાળામાં જિંદગી પણ સ્મશાન માં પણ એ જ કહે છે કે જો તારા પોતાના તને બાળવા આવ્યા અને એ ત્યારે તને અડતાં પણ નથી કેમકે હવે તું કાળ નાં મુખમાં હોમાઇ ગયો છે. આ કાયા માંથી જીવ ચાલ્યો ગયો છે. એટલે તે તારી આત્માને જ્ઞાની ,ધાર્મિક, નિષ્ઠાવાન, પ્રામાણિક બનાવ્યી હોત તો સારું હતું ના કે આ કાયા ને સ્વાર્થી, મોહવાળી બનાવી હોત. કાયા તો માટીની જ હતી અને અંતે માટીમાં જ મળી ગઈ
-Raval Rutvik
************