જિંદગી ની શાળા class-1 ઋત્વિક દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જિંદગી ની શાળા class-1

દોસ્તો શાળા તો ઘણી પ્રકારની હોય છે. શાળા એટલે જ્યાં આપણને શિક્ષા મળે વિદ્યા મળે તે સ્થાનને શાળા કહેવાય છે. શાળા તો ભણવા માટે હોય છે જેમાં આર્મી ની શાળા , મંદબુદ્ધિ બાળકો ની શાળા, વગેરે શાળા હોય છે કે આપણને વિદ્યા મળે પણ હું એ બધી શાળા વિશે વાત નથી કરતો પણ જિંદગીની શાળા વિશે વાત કરવાનો છ
આપણે શાળામાં ભણી એટલે આપણી પરીક્ષા પણ લેવાય છે એ વાત ખરી!! એની જેમ જ દોસ્તો આ જિંદગીમાં પણ આપણી પરીક્ષા અખિલ બ્રહ્માંડ નો માલિક લે છે.
શાળામાં લેવાતી પરીક્ષા તો લખીને પાસ થવાય છે પણ જ્યારે જિંદગીની કોઈ પરીક્ષા લેવાય ને તો દોસ્ત એમાં કંઈ લખીને નહીં પણ કંઈ ગુમાવીને, કંઈક મેળવી ને, ક્યારેક રડી ને, તો ક્યારેક હસી ને પાસ કરવી પડે છે.
ચાલો શરુ કરીએ.જિંદગીની આ શાળામાં ઘણાં પાઠ છે .દોસ્તો જિંદગી ઘણાં પાઠ ભણાવે છે આ નાની અને મસ્ત જિંદગી .જેમ કે જવાબદારી નો પાઠ, સંબંધ નિભાવવાનો પાઠ, તો પછી આવાજ નાના-નાના પાઠથી શરૂઆત કરીએ.
જન્મની સાથે જ આપણને ઘણા બધા સંબંધ મળી જાય છે. બસ જેમ-જેમ ઉંમર વધતી જાય તેમ તેમ સંબંધ સાચવતા થઈ જઈએ છીએ.
જન્મની સાથે આપણને કંઈ પણ ન આવડે ધીમે ધીમે બધું જિંદગી આપણને શીખવે આપે છે. નાના હોય ત્યારે ચાલતાં ન આવડે દિવસમાં 10-15 વાર પડીએ પણ ચાલવાનું ના બંધ કરીએ. બસ ત્યારથી જ તમારી સફળતા મળવાનું શરૂ થઈ જાય છે. માંડ-માંડ ચાલતા શીખેએ ત્યાં પાછુ બોલતા પણ શીખવું પડે બાકી આ દુનિયામાં "બોલે એના જ બોર વેચાય"એટલે એમાં પણ બોલતા પણ માં જ શીખવે. મમ્મી બોલ બેટા. જો તારા મામા છે મામા બોલ બેટા .ધીરે ધીરે બધું સાંભળતા સાંભળતા બોલતાં પણ શીખી જઈએ પછી માં જે આપનો દુનિયા સાથે સંબંધ કરાવે.
જો આ તારા મામા છે આ તારા માસી છે જો પહેલા તારા નાના છે. બધા સંબંધ માં જ કરાવે છે. આ દુનિયામાં બાકી આપણે તો કંઈ પણ સાથે લાવ્યા વગર જ જન્મ્યા હતા પણ માં છે જે બધું જ શીખવાડી દે છે.
આ જિંદગી એક ટેકા થી ચાલવા થી માંડીને ચાર જણાનો છેલ્લે ટેકો મળે ત્યાં સુધી બધું જ શીખવી આપે છે.
ચાલતા, બોલતા, સંબંધ ની જાણકારી આ બધું શીખી લઈએ પછી આવે શાળાએ જવાનો સમય. પહેલા પહેલા તો બહુ મજા આવે કે દફતર લઈને શાળાએ જઈશ. પણ પછી ધીરે ધીરે રડતાં રડતાં શાળાએ જવાનો સમય આવી જાય છે .આ જિંદગી પણ બહુ અટપટી છે ખબર નહી ક્યારે કયો વળાંક લઈ લે ત્યાં શાળામાં નવા નવા દોસ્ત બને ..દોસ્ત પણ બનાવવાની મજા અલગ હતી.
શાળામાં પણ દરરોજ ભણવા જવાનું પણ આખા અઠવાડિયામાં એક રવિવારની રાહ જોઇને બેઠા હોય ક્યારે રવિવારે આવે અને ક્યારે આખો દિવસ રમવા જઈએ. ધીરે ધીરે વર્ગ પણ વધતા જાય પહેલા વર્ગમાંથી બીજા વર્ગમાથી ત્રીજા વર્ગમાં નવા વર્ગ સાથે નવા દોસ્ત પણ મળે. પણ મજા તો જૂના દોસ્ત સાથે જ આવે.રિસેસ પડે એટલે તરત જ દોસ્ત હોય તેના રૂમમાં જઈને ટિફિન ખાવા માટે રાહ જોતો દોસ્ત પણ સામે જ હોય આ રાહ જોવાનું જિંદગી બસ બાળપણમાંથી ને શીખવાડી દે છે
લેસન કર્યું છે??..હા પણ ચોપડી ઘરે ભૂલી ગયો છું કાલે લેતો આવીશ પાકું.. ખોટું બોલવાનું પણ શરૂ તો આ બે પેજ ના લેસન થી શરૂ થયું હતું દોસ્ત...