DIARY - 9 Zala Yagniksinh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

DIARY - 9








¶ 𝕊𝕙𝕠𝕡𝕡𝕚𝕟𝕘 𝕥𝕚𝕞𝕖 2 ¶

નેહલ અંશ ને કોલ કરે છે,

"" Hi અંશ હું નેહલ વાત કરું છું, યાદ કે ભૂલી ગયો" નેહલ

" હા યાદ છો તું , કેમ ભૂલી જાવ તને" અંશ

( આ શુ આ અંશ આટલી મસ્ત જવાબ તો એજ સુધી મને ક્યારેય નહોતો આપ્યો, મને શુ આખી કોલેજ માં પણ કોઈ ને નહિ અપીયો હોય ) નેહલ

" શું કરે છે તું અત્યારે? કાઈ કામ માં નહી ને? મે ડિસ્ટર્બ તો નથી કરીયો ને તને " નેહલ

" ના ના હવે હું, free જ હતો "અંશ

અંશ પોતાની ડાયરી સાઇડ માં મૂકી ને બાલ્કની માં જાય છે.

" તારી તબિયત તો સારી ને" નેહલ

" મને શુ થાય , હું તો ફીટ એન્ડ ફાઈન જ છું" અંશ

" અરે ના મે તો જસ્ટ એમજ કીધું" નેહલ

" ઓક , બોલ કઈ કામ હતું મારુ" અંશ

" હા, બટ તું પેલા મને એ કહે કે તું ના નહિ પાડીશ " નેહલ

" પણ હું કઈ સંભળાય વગર એમ કઈ રીતે હા પાડી દવ" અંશ

" એ મારે જોવાનું નહી થતું, બસ મારે હા સાંભળી છે" નેહલ

" ......પણ.." અંશ

" અરે તને પ્રપોઝ નહી કરતી એટલું કેમ વિચારે છે" નેહલ

" ઓક બસ હા બોલ હવે" અંશ

" કાલે તારે મારી જોડે આવવાનું છે" નેહલ

" પણ.." અંશ

" તે પેલા હા કહી દીધી છે, હવે તું ફરી નાં શકે, તારે મારી જોડે કાલે સવારે શોપિંગ પર આવવાનું છે " આરવી

" હા બટ મારે રાત્રે કામ છે તો વેલા શોપીંગ કરી લેજે તું " અંશ

"ઓક તું કે તેમ બસ કાલે પહોંચી જ જે ૧૧ વાગે તે પહેલા" નેહલ

" હા પણ ક્યાં? " અંશ

" મને પિકઅપ કરવા બીજે કયાં" નેહલ

" પણ.." અંશ

"પણ કઈ નહી તારે મને મારા હોમ થી પીકઅપ કરી લેવાની છે મને હા એન્ડ હવે પણ .. કાઈ નહિ હું address તને ટેક્સ્ટ કરું છું" નેહલ

" ઓક, કાલે મળીયે" અંશ

" ઓક ચાલ by" નેહલ

( અરે આ અંશ કઈક અલગ જ દુનિયા નો જીવ લાગે મને કોઈ વાર. ગમે તેટલા પ્રયત્નો કરી તો ભી તમને તે શુ વિચારે છે, તે ખબર જ નાં પડે પણ મને તેની એજ વાત તો ગમે યારર તે કેટલો ઈનોસન્ટ છે યાર કોઈ ને ભી ગમી જાય)નેહલ
વિચાર કરતા-કરતા નેહલ સૂઈ જાય છે.

💫કેમ છો તમે બધા મઝામાં માં ને, નહોય તો ભી મઝા મા જ રેવાનું, લાઈફ છે ક્યારેક સુખ તો ક્યારેક દુઃખતો આવતુજ રહે છે, એન્ડ વાત રહી ટેન્શન ની તો વાતજ નાં કરો બધા ને ટેન્શન હોય જ કોઈ ને કેરિર નું તો કોઈ ને લવ નું કોઈ ને ફેમિલી નું તો કોઈ ને મેરેજ નું બધા ને ટેન્શન હોય, પણ આ ટેન્શન ને સાઇડ માં મૂકી ને થોડું વાર લાઈફ એન્જોય ભી કરી લેવાય.

" જિંદગી મિલેગી નાં દુબારા" આ મુવી ની નામ છે પણ હું અહીંયા મુવી ની વાત નહી કરી રહ્યો, હું જસ્ટ અપડી જીંદગી ની વાત કરી રહ્યો છું , થોડી વાર બધી ટેન્શન બધી જવાબદારી ઓ સાઇડ મા મુકી ને પોતાના માટે થોડો ટાઈમ કાઢી લેવાય એન્ડ નાની નાની વાત માં હપ્પીનશ શોધાય. હા હું થોડો ભટકી ગયો છું મને ખબર છે બટ શું કરું ફ્રી માં અડવાઇસ આપવાની ટેવ છે તો દઈ દીધી.

હા હું સ્ટોરી ની વાત નહી કરી રહ્યો અહીંયા આ તો જસ્ટ ફ્રી એડવિસ આપી રહ્યો હતો.

💫હવે વાત સ્ટોરી ની તો નેહલ અંશ ને કોલ કરી ને તેની જોડે શોપિંગ કરવા માટે આવવાનું કહે છે, હવે આગળ

આજે નેહલ પણ અંશ જોડે ડેટ પર જઈ રહી હોય આટલી ખુશ હતી, ઉપરથી તે તેને તેના હોમ થી pick-up કરવા આવવાનો હતો, નેહલ તો એલાર્મ પેલા જ ઉથી ગઈ, એમ કહી યે તો ભી ચાલે કે નેહલ સુવા ખાતર સુતી હતી. મન તો તેની અંશ ની વાતો માજ હતું એન્ડ આજનો દિવસ તેને special બનાવો હતો.

નેહલ જલ્દી થી તૈયાર થઈ ગઈ અંશ નાં આવવા નાં ટાઈમ પેલાજ, નોર્મલ ગર્લ્સ ને તૈયાર થતાં ૨-૩ કલાક તો લાગતાં જ હોય છે એન્ડ એક અમે બોયઝ છીએ જેને કોઈ ન મેરેજ માં જવાનું હોય તો પણ જસ્ટ ૧૫-૨૦ મિનિટ માં તો તૈયાર થઈ જઈએ.

નેહલ અંશ નાં આવવાની રાહ જોતી હતી.

" નેહલ આજે ક્યાં જવાની છે તું ? આટલી જલ્દી તૈયાર થઈ ગઈ " નેહલ નાં મમ્મી

" અરે મમ્મી જસ્ટ શોપિંગ કરવા માટે" નેહલ

આટલી વાત માં નેહલ નો ફોન વાગે છે,

" હા, અંશ " નેહલ

" તારા ઘર ની બહાર છું, આવીજા ચાલ" અંશ

" નાં તું મને અંદર આવી ને લાઇજા" નેહલ

અંશ તેના હોમ અવિયો હોય એન્ડ નેહલ એવો મોકો કેમ જતો કરે .

" નહી તારે મને લેવા હોમ અંદર આવુજ પડ છે" નેહલ જીદ કરતા કહે છે

" યાર ચાલને મારે લેટ ભી થાય છે, પપ્લીઝ સમજ ને" અંશ

બસ અંશ પ્લઝ સાંભળી ને નેહલ તો પીગળી ગઈ .

" ઓક ચાલ હું આવી ગઈ બટ મને ડ્રોપ કરવા આવ ત્યારે તો આવવું પડશે" નેહલ

" ઓક બાબા ચાલ ફાસ્ટ આવ" અંશ

નેહલ ઘર માંથી બહાર આવે છે ત્યાં અંશ તેની રાહ જોતો હોય છે,

" તું અહીંયા આવિયો પણ ઘરની અંદર આવવા માં શુ વાંધો આવી ગયો આટલી શરમ આવે તને" નેહલ

આજે નેહલ કઈક અલગ મૂડ મા હતી તેનો સ્વભાવ પેલા જેવો નાં હતો તે આજે વધારે ઉત્સુતાપૂર્વક વાત કરી રહી હતી .

"ઓહ તારી પાસે કાર પણ છે " નેહલ

" હા " અંશ

" તો કૉલેજ કેમ બસ માં આવે છે " નેહલ

" ચાલ ને અંદર આવી ને બેસી જા , પછી તારા જેટલા ભી questions હોય તે બધા ના જવાબ હું આપીશ." અંશ

" ઓકે " નેહલ

નેહલ એન્ડ અંશ મોલ તરફ જવા નીકળે છે, આખા રસ્તે નેહલ અંશ તરફ જોતી રહે છે, આજે અંશ કઈક અલગ લાગતો હતો, ડેઇલી ની લાઈફ કરતા. એન્ડ તે વાત તેને વધારે આકર્ષક બનાવતી હતી, બ્લેક-શર્ટ માં તે કઈક અલગજ લાગ્યો હતો.

( અંશ એટલો અમીર છે, મને તો તે એટલો અમીર નોતો લાગતો, તેની સ્ટાઇલ તેના કપડા, તેની કાર કોઈ અમીર બાપ ના છોકરા જેવું લાગે, પણ તેને કોલેજ માં ક્યારેક એવું show-off કરિયું નહિ અંડ એમ ને તો એમ હતું k અંશ અમારી જેમ નોર્મલ family માથી આવતો હસે) નેહલ

" ક્યાં ખોવાઈ ગઈ" અંશ

" અરે કઈ નહિ હું એમ કહેતી હતી k તારી પાસે કાર છે, તો ભી તું કૉલેજ બસ માં કેમ આવે છે?" નેહલ

" અરે જસ્ટ એમજ " અંશ

" આતો કઈ જવાબ ના થયો અંશ" નેહલ

" તું આટલી તૈયાર કમ થઈ ને આવી છો" અંશ

અંશ વાત બદલાવવાની try કરે છે.

" ઓહ તે ફિલાનલી નોટિસ તો કરિયું, કોઈ ગર્લ્સ તૈયાર થઈ ને આવે તો તેની તારીફ કરવાની હોય છે, તને એટલી ભી ની ખાબેર પડતી" નેહલ અંશ ને ચિડવતા કહે છે.

" અરે તું તો દરરોજ ની જેમ સારી જ લાગે છે" અંશ

( અંશ મને દરરોજ નોટિસ કરે છે, મને તો ખબરજ નહોતી)નેહલ

બને વાત ને આગળ વધારે છે, ત્યાં નેહલ પોતાના વિચારો માં ખોલાઈ જાય છે.

( આજે અંશ નોર્મલ કરતા વધારે વાતો કરી રહ્યો હતો, ક્યારેક તો એવું લાગતું હતું કે અમે અંશ ને ઓળખી જ શક્યા નહિ ખાબેર નહિ પણ તેની વાત કરતા ની સ્ટાઇલ આજે અલગ છે તે આજે આત્મવિશ્વાસ થી ભારેલો હોય તેવું લાગે છે,પણ એટલા કમ સમય માં તે એટલો બદલાઈ ગયો તેમ પણ હોઈ સ કે અથવા તો તે પેલેથીજ આવતો હતો એન્ડ કઈક કારણો થી બદલાઈ ગયો સ્ટોપ હું કંઇક વધારે જ વિચારી રહી છું.) આરવી

" ક્યાં ખોવાઈ ગઈ, આપડે પહોંચી ગયા" અંશ

" ક્યાંક નહિ ચાલ હું અહીંયા wait કરું છું, તું કાર પાર્ક કરી ને આવ" નેહલ

અંશ કાર પાર્ક કરવા જાય છે......