નરેન્દ્ર મોદી
‘સોગંદ મુજે ઇઝ ઇસ મિટ્ટી કી મે દેશ નહિ મિટને દુંગા..
મે દેશ નહિ જુકને દુંગા..
મેને વચન દિયા ભારત માં કો તેરા શીશ નહિ જુકને દુંગા’
ઉપર્યુક્ત પંક્તિ ને સાબિત કરતા મારા પ્રિય નેતા એટલેકે પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી. પોતાના જીવન ને દેશ ની સેવા માં વ્યતીત કરતા આવા લોકલાડીલા નેતાની જીવન સંઘર્ષ ની વાત મારે આપની સમક્ષ રજુ કરવી છે.. તો ચાલો…!
માનનીય પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી નો જન્મ વડનગર માં 17 સપ્ટેમ્બર 1950 ના રોજ થયો હતો.તેમના પિતા શ્રી નું નામ દામોદરદાસ મૂળચંદ મોદી હતું. તેવો ની માતૃશ્રી નું નામ હીરાબેન દામોદરદાસ મોદી છે.મોદીજી એમના ભાઈ - ભાંડું માં ત્રીજા હતા.આતો થતો એમના પરિવાર નો પરિચય.
‘ ગરીબ ઘર માં જન્મવવું એ આપણા આભગ્ય નથી,પણ ગરીબ મરવું એ સૌથી મોટું આભગ્ય છે’
આ પંક્તિ નું નરેન્દ્ર મોદીજી ના જીવન માં ખૂબ ઊંડું સંકલન છે.પોતાની બાળપણ ની ગરીબી થી પર થઈ ને આજ તેવો દેશ ના પ્રધાન મંત્રી છે. તેઓ એ વડનગર ના રેલ્વે સ્ટેશન પર પોતાના પિતા અને ભાઈઓ સાથે રહીને ચા પણ વેચી છે.નરેન્દ્ર મોદીના પિતા જેણે પોતાના પરિવાર ના પાલન પોષણ માટે ખૂબજ સંઘર્ષ કર્યો હતો. તેવો ની માતા એક ગૃહિણી હતા.પોતાના પિતા અને ભાઈઓ સાથે ચા વેચી ને કેટલીય કઠિનતા અને બાધાઓ નો સામનો કર્યો,છતાં પોતાના આત્મબળ અને અદમ્ય સાહસ ખેડી એમણે આફત ને અવસર માં બદલી દીધી.આ રીતે એમનું બાળપણ નું જીવન ખુબજ સંઘર્ષ પૂર્ણ રહ્યું હતું.
સમાજ ની પરંપરા ને અનુબદ્ધ રહીને પરિવારે મોદીજીના લગન 18 વર્ષ ની નાની ઉંમરે 1968 માં જશોદાબેન સાથે થયા.પણ એ મોદીજીને પસંદ નહતું એટલે બંને એક બીજા થી અલગ થઈ ગયા.તેવો એ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ 1967 માં વડનગર ની સ્કૂલ માં પૂરું કર્યું. પછી ઘર ની આર્થિક સ્થિતિ સારી નહતી એટલે તો ઘર છોડી ને ભારત ભ્રમણ માટે નીકળી પડ્યા. ઋષિકેશ અને હિમાલય જેવા સ્થાન ની મુલાકાત કરી. ફરીથી 1978 માં એમણે દિલ્લી યુનિવર્સિટી અને પછી ગુજરાત યુિવર્સિટીમાં ક્રમશઃ રાજનીતિ માં ભણ્યા.
ભણવાનું સમાપ્ત કરીને તેવો ABVP એટલે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભળી ગયા.પછી તેવો RSS ( રાષ્ટ્રીય સ્વયસેવક સંઘ ) માં સત્તાવાર રીતે જોડાવા અમદાવાદ ગયાં અને 1985 માં તેવો ભારતીય જનતા પાર્ટી ( B.J.P.) માં શામેલ થયા.અમદાવાદ માં નગરપાલિકા ની ચુંટણી માં તેવો જીત્યા.1987 થી ભારત માં ભારતીય જનતા પાર્ટી ( BJP ) નો રેન્ક વધ્યો. 1990 માં પૂર્વ વિવાદિત સ્થળ રામ જન્મ ભૂમિ એટલે કે અયોધ્યામાં નીડરતા થી રથ યાત્રા કરી. પોતાની બુદ્ધિ માતાથી 1995 માં 180 સીટો માંથી 121 સીટો જીતવી ને ગુજરાત માં ભારતીય જનતા પાર્ટી ( BJP) નો ધ્વજ લહેરાવ્યો.પછી તેઓ 2001 માં ભારતીય જનતા પાર્ટી ને ફરી વિજય બનાવી ને મુખ્યમંત્રી બન્યા.ચાર વખત ગુજરાતી પ્રજાનો વિશ્વાસ જીતી 2014 માં ભવ્ય ભારત ની સુકાન સંભાળી.
અનોખી વાત એ છે કે તેવી ખૂબ જ પ્રખર વક્તા પણ છે.પોતાના રાજ નીતિક જીવન માં એવો ક્યારેય તેવો ચૂંટણી હાર્યા નથી.2001 થી મોદીજી એ એક પણ રજા લીધા વગર ભારત દેશ ની સેવા કરી રહ્યા છે.દિવસ ની 24 કલાક માંથી તેવો 18 કલાક જાગ્રત રહી દેશ ને ચલાવી રહ્યા છે. આ બધાય થી એક વાત તો ચોક્કસ થી કહી શકાય કે, ‘ વાહ! હીરા બા ના હીરા ! ’
………………………………………………
નોંધ :
રાજનીતિ થી પર થઈ ને આ ચારિત્ર્ય નીબંધ ને પ્રકાશિત કર્યો છે. આંકડાઓ ની ભૂલ હોય શકે છે..તો એને અવગણજો..! આ નીબંધ ને માત્ર 5 માં ધોરણ ના બાળક ના નીબંધ ની જેમ ગણવો.