રેડ વાઇન - ભાગ ૨ સ્પર્શ... દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રેડ વાઇન - ભાગ ૨

રેડ વાઇન :- ભાગ ૨



પ્રિયા ડાંસ ફિનિશ થતાંજ એ યુવાનને લઈ રિયા પાસે આવી અને એ યુવાનનો ઇન્ટ્રો કરાવ્યો "રિયા આ અંશ છે મારો ભાઈ એટલે કે ફોઈનો દીકરો, કેનેડામાં જોબ કરે છે અને ત્યાંજ સેટલ થયો છે અહીંયા એક મહિના માટે આવ્યો છે એટલે મહિનો મારી સાથે રહેશે અને અહીં હું એને અલગ અલગ જગ્યાએ ફરવા લઈ જઈશ. તારે પણ સાથે રહેવાનું જ છે."


રિયા એ અંશ સાથે હાથ મિલાવ્યો અને એના શરીરમાં જાણે એક વિજળી દોડી ગઈ હોય એવો અહેસાસ થયો. કેટલીયે સેકંડો સુધી હાથ પકડી રાખ્યો. જાણે હાથ છોડવો જ નહોતો એવું જ રિયાને લાગ્યું હતું, ગમ્યું હતું.


આ પછી તો કેટલાએ દિવસો સુધી પ્રિયા, રિયા, અંશ અલગ અલગ જગ્યાએ સાથે ફરવા જવા લાગ્યા. રિયાને અંશમાં પોતે દેખાવા લાગી હતી. ફોન નંબરની આપલે પણ થઈ. ફોનમાં, મેસેજમાં કલાકો સુધી વાતો કરતા હતા. ખુબજ સારા મિત્ર બની ગયા હતા.


રિયાને પણ હવે અંશને છોડવો નહોતો. જીવનમાં આવેલા બધા પાત્રો એકતરફ અને અંશ એકતરફ એવું લાગ્યું હતું. માત્ર વીસ દિવસમાં રિયા અંશ તરફ એટલી બધી પ્રભાવિત થઈ હતી કે એના જીવનમાં જોયેલું એક સપનું એને અંશ સાથેજ પૂરું કરવું છે નક્કી કરી લીધું હતું. અંશ અને રિયા વચ્ચે જે લાગણીઓની આપલે થતી એમાં પણ રિયા એ કહ્યું હતું મારું સપનું છે એક વખત રેડ વાઈન પીવું એ પણ એણે જોયેલા સપના મુજબ.


અંશને હવે કેનેડા જવા માત્ર ત્રણ દિવસ બચ્યા હતા. મુંબઈથી કેનેડા જવાની ફ્લાઇટ નું બુકિંગ હતું. અંશ, રિયા અને પ્રિયા ગોવા બીચ રિસોર્ટ માં રોકાયા હતા. અંશ ત્યાંથી મુંબઈ આવવાનો હતો અને ત્યારબાદ કેનેડા માટે નીકળી જવાનો હતો. રિયાને દરિયો ખુબજ ગમતો હોવાથી પ્રિયા અને રિયા ત્યારબાદ પણ બે દિવસ ત્યાં રોકવાના હતા.


પ્રિયા ની તબિયત સારી ના હોવાથી આજે રાત્રે વહેલી સૂઈ ગઈ હતી. રિયા અને અંશ બીચ રિસોર્ટ ના બાંકડા પર બેઠા હતા. દરિયો મંદમંદ ઘુંઘવાટ કરી રહ્યો હતો. રિયાએ અંશ ને કહ્યું "અંશ તને યાદ છે મેં કહ્યું હતું મારે જીવનમાં રેડ વાઇન પીવું છે?"


અંશ પણ બોલ્યો "હા રિયા એકદમ. તેં એ પણ કહ્યું હતું મારે એ મારા જીવનના મહત્વપૂર્ણ પુરુષ સાથે એ પીવું છે."


રિયા બોલી ઉઠી "હા અંશ, મેં તને પહેલીવાર જોયો ત્યારથી મારી ઈચ્છા છે કે એ ઈચ્છા પૂરી હું તારી સાથે કરું, મેં તારામાં મારો એ પુરુષ જોયો છે."


અંશ ફક્ત સાંભળી રહ્યો હતો, અંશને સમજાયું હતું કે રિયા એની તરફ ખેંચાઈ છે અને અંશને પણ એનો સાથ ગમતો હતો પણ આવું નહોતું વિચાર્યું કે રિયા એને જીવનમાં આ સ્થાન આપશે.


રિયા આટલે ના અટકતાં આગળ બોલી, "અંશ તને યાદ છે મેં તને એક બ્લેક શુટ ગિફ્ટમાં આપ્યો છે! બસ મારી આ જ ઈચ્છા હતી તું એ પહેરે, મારી સાથે મારા સપનાના પળ વિતાવે આમપણ પરમ દિવસે તું જતો રહેવાનો છે, આવતીકાલની રાત છેલ્લી છે એ રાત પ્લીઝ તું મારી સાથે મારા સપના જેવી વિતાવને." આજીજી, હક બધાજ મિશ્ર ભાવ સાથે રિયા આ બોલી હતી.


અંશને પણ રિયાનો સાથ ગમતો હતો પણ રિયા આવી માંગણી કરશે એ અંશને ક્યારેય લાગ્યું નહોતું. અંશ માત્ર એટલું જ બોલી ઉઠ્યો "પ્રિયાને શું કહીશું ?"


રિયાએ તરત જ અંશને કહ્યું "પ્રિયાને મેં આ વાત કરી છે અને પ્રિયા મારા સપના વિશે જાણે છે માત્ર મારી હિંમત નહોતી તને કહેવાની. પણ મને ખબર છે કે આજે નહીં કહું તો ક્યારેય મારું આ સપનું પૂરું નહિ થાય એટલે હું આજે મન બનાવીને આવી હતી અને હા અંશ હું જીવનમાં ક્યારેય તને આગળ વધતા નહીં રોકું."


******


આવતા ભાગમાં મળીએ ફરી આગળની સ્ટોરી સાથે. તમે પણ આવું ક્યાંક અનુભવ્યું હશે. વ્યક્તિ, સંબંધ કોઈપણ હોય લાગણીઓ સ્થિર છે. તોય અવિરત વહેવું, વરસવું લાગણીઓને ગમે છે. તમે આ વાર્તા માટે પ્રતિભાવ, સૂચન આપી શકો છો. જો તમારા જીવનમાં આવી કોઈ ઘટના, પ્રસંગ બન્યો હોય તો તમે Email :- feelingsacademy@gmail.com અને https://www.instagram.com/feelings.academy/ પર એ ઘટના, પ્રસંગ મોકલી શકો છો. હું તમારા નામ સાથે એ લાગણીઓ મારા શબ્દોમાં કંડારી અહી મૂકીશ જે તમને પણ વાંચવી, અનુભવવી ગમશે. આવી જ ટૂંકી વાર્તાઓ વાંચવા જોડાયેલા રહો.


જય ભોળાનાથ...


Feelings Academy...