Dashing Superstar - 49 books and stories free download online pdf in Gujarati

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-49


(વિન્સેન્ટે એલ્વિસને કિઆરા સાથે લગ્ન કરવા કહ્યું જેના માટે એલ્વિસે ના કહેતા કહ્યું કે તે કિઆરાના ખભે લગ્નજીવનની જવાબદારી નાખવા નથી માંગતો.એલ્વિસ કિઆરાને સેટ પર લઇ ગયો જ્યાં સિક્યુરિટી ગાર્ડે માફી માંગી.એલ્વિસે કિઆરાને લોકો સમક્ષ પ્રસ્તુત કરી.અકીરા શાંત હતી.તેના મનમાં કઇંક ચાલતું હતું.અહીં શ્રીરામ શેખાવતે કિઆરા અને એલ્વિસ વિશે જાનકીદેવીને કહ્યું જે સાંભળી તે ભડકયાં.શિનાએ ફોન કરીને જણાવ્યું કે તેના માતાશ્રી શાંતિપ્રિયાબહેન જે નામ વિરુદ્ધ ગુણો ધરાવે છે તે આવવાના છે.)

કિઆરાને જોઇને લોકોના મનમાં અનેક વાતો આવવા લાગી.ગુસપુસ પણ થવા લાગ્યું કે કિઆરા કોલેજ ગર્લ લાગે છે.

કિઆરા બધાંના ચહેરા જોઇને સમજી ગઇ કે તેમના મનમાં શું ચાલી રહ્યું હશે?
તે એલ્વિસ પાસે ગઇ જે બધાંને મળીને તેમની સાથે હસીને વાત કરી રહ્યો હતો.બધાં એલ્વિસને કિઆરા વિશે વધુ જણાવવા વિનંતી કરી રહ્યા હતાં.
એલ્વિસ કઇ બોલવા જાય તે પહેલા કિઆરાએ તેને એકતરફ લઇ જઇને કહ્યું,"એલ,તમને વાંધો ના હોય તો મારા વિશે હું જ કહું?ચિંતા ના કરો હું તમારું આ ઇન્ડસ્ટ્રીમાં જે માન છે તેના પર આંચ નહીં આવવા દઉં."

એલ્વિસે હકારમાં માથું હલાવ્યું.કિઆરા અને એલ્વિસ બધાંની વચ્ચે ગયાં.

બધાંએ એક જ સ્વરમાં કહ્યું કે તે બધાં કિઆરા વિશે વધુ જાણવા માંગે છે.
"હેલો,મારું નામ કિઆરા લવ શેખાવત છે.શેખાવત ફેમિલી,તમે મારા ફેમિલીને સારી રીતે ઓળખો છો.કિનારા કુશ શેખાવત એટલે કે એ.સી.પી કિનારા ધ લેડી દબંગ પોલીસ ઓફિસર.શી ઇઝ માય છોટી મોમ.તે મારા પ્રેરણાસ્ત્રોત છે.

હા,તમારા બધાના મનમાં જે સવાલ છે તેનો જવાબ આપી દઉં કે હું કોઇ ફિલ્મી બેકગ્રાઉન્ડ ધરાવતા ફેમિલીમાંથી નથી આવતી કે ના હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેરિયર બનાવવા માંગુ છું.મારા અને એલ્વિસ વચ્ચે બાર વર્ષનો એજગેપ છે.હું કોલેજના સેકન્ડ યરમાં ભણું છું.ક્રિમિનોલોજીની સ્ટુડન્ટ છું.હું આઇ.પી.એસ બનવા માંગુ છું અને મારા કિનુમોમની જેમ ગુનેગારોનો સફાયો કરવા માંગુ છું.

મારા અને એલ્વિસની લવસ્ટોરી ખૂબજ રસપ્રદ છે.તે મારી મોટીબહેન કાયનાદીદીના બોસ છે અને અમારી પ્રથમ મુલાકાત મારા ઘરે જ થઇ હતી તે કાયનાદીને મળવા આવ્યા હતા.બસ ત્યારથી જ શરૂ થઇ અમારી કહાની તમારા બોલીવુડની ફિલ્મી કહાની જેવી જ છે.એક એવી કહાની જેમા એકશન છે ,ઇમોશન છે,રોમાન્સ છે,જેલેસી છે,ચાલબાજી છે,લવ ટ્રાયેંગલ પણ છે.

આજે હું અકીરાનો ખાસ આભાર માનવા ઇચ્છીશ કે તેણે એલ્વિસને પામવા માટે હલ્કી કક્ષાની ચાલ ના ચાલી હોત તો અમે એકબીજાની વધુ નજીક ના આવી શક્યા હોત.તેણે એલ્વિસના વ્યક્તિત્વ પર સવાલ ઉઠાવ્યો,મને અને એલ્વિસને અલગ કરવાની કોશિશ કરી પણ સાચો પ્રેમ દુર રહીને વધે છે.જ્યાં સાચો પ્રેમ હોયને ત્યાં ઊંમરને કોઇ લેવા દેવા નથી.

તે એકદમ શાંત ઝરણા જેવા છે એકદમ મેચ્યોર અને હું તોફાની દરિયા જેવી,એકદમ શોર્ટ ટેમ્પર કઈ ખોટું થતાં જોઉંને તો સહન ના કરી શકું.શું હું ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી નથી કે થોડીક તોફાની છું કે નાની છું એટલે હું એલ્વિસને લાયક નથી?

તમારા બોલીવુડના ઘણાબધા ફેમસ કપલની વચ્ચે પણ ખૂબજ મોટો એજ ડિફરન્સ છે.આજે મને નમિતાજીએ તૈયાર કરી તેમને પણ લાગ્યું કે હું એલ્વિસ કરતા ઘણી નાની છું.તેમણે એલ્વિસને પુછ્યું પણ ખરા કે આર યુ શ્યોર?

કેમ નમિતાજી?તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને અાટલી સુંદર રીતે તૈયાર કરી પણ તમે મને કેટલું ઓળખો છો કે જેના પરથી તમે મને કહી શકો કે હું એલ્વિસને લાયક નથી.

એનીવે,હું તમારો બહુ સમય નહીં લઉં.આઇનો તમારો સમય ખૂબજ કિમંતી છે.થેંક યુ મને સાંભળવા માટે."કિઆરાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું.તેની વાત સાંભળી બધાં જ ખૂબજ પ્રભાવિત થયા.તેમણે તેના આ શબ્દોને તાળીઓના ગળગળાટથી વધાવી લીધાં.

જ્યારે અકીરા અને નમિતા ગુસ્સામાં સળગી ઉઠ્યાં.બધાં તેમને જોઇને હસી રહ્યા હતાં.એલ્વિસને કિઆરા પર ગર્વ થયો.કિઆરા માનભેર એલ્વિસ સાથે તેના વેનીટીવેનમાં જતી રહી.
"વાઉ,માય સ્વિટહાર્ટ તે તો કમાલ કરી દીધી.બધા તારાથી ખૂબજ ઇમ્પ્રેસ થઇ ગયા.એકવાત તો છે તું અકીરાને લપેટામાં લેવાનું નથી ભુલતી." એલ્વિસે કહ્યું.

"હા,તેને તો હું ક્યારેય માફ નહીં કરી શકું."કિઆરાએ કહ્યું.

"કિઆરા,મારે આજે એક ખૂબજ મહત્વના ડાન્સ નંબરની કોરીયોગ્રાફી કરવાની છે.તો હું લગભગ આખો દિવસ વ્યસ્ત રહીશ પણ વચ્ચે વચ્ચે તને મળવા આવતો રહીશ.આમપણ તારું રીડીંગ વેકેશન પડ્યું છે તો તું શાંતિથી અહીં વાંચી શકીશ."એલ્વિસે તેને ગળે લાગતા કહ્યું.

"ઓહ પણ હું એકલી એકલી બોર થઇ જઇશ.વાંચવા માટે પણ કંપની જોઇએ જેમ કે અદ્વિકા,અહાના ,અર્ચિત કે આયાન." કિઆરા ભુલથી આયાનનું નામ બોલી ગઇ.એલ્વિસ ગંભીર થઇ ગયો.

"સોરી,મે આયાનનું નામ લીધું."કિઆરા પોતાની ભુલ સુધારતા બોલી.બરાબર તે જ સમયે દરવાજો ખખડ્યો અને વિન્સેન્ટ તથાં અહાના અંદર આવ્યાં.

"અહાના,તું અહીંયા ?"કિઆરા અહાનાને જોઇને ખુશ થઇ ગઇ અને તેને ગળે લાગી ગઇ.

"વાઉ,કિઆરા તું ખૂબજ સુંદર લાગી રહી છે.હું તો ઘરે બોર થતી હતી અને વિચારતી જ હતી કે તારા ઘરે આવુ વાંચવા માટે અને મસ્તી કરવા તેટલાંમાં વિન્સેન્ટજીનો ....સોરી વિન્સેન્ટનો ફોન આવ્યો.તેમણે મને ગઇકાલથી આજસુધી બનેલી બધી જ વાત કહી અને કહ્યું કે હું પણ સેટ પર આવું.તો હું આવી ગઇ બાય ધ વે કોન્ગ્રેચ્યુલેશન્સ કિઆરા અને એલ્વિસ સર."અહાનાએ કિઅારાના ગાલ પર કિસ કરતા કહ્યું.

"તમે બંને સહેલીઓ વાતો કરો.કિઆરા તારી બુકસ થોડીક વારમાં આવી જશે,હું જઉં."આટલું કહીને એલ્વિસ જતો રહ્યો.

"વિન્સેન્ટ ,ચલ."એલ્વિસે જતા જતા કહ્યું.

વિન્સેન્ટ અહાનાને જ ચોરી ચોરી જોઇ રહ્યો હતો.તેને યાદ આવ્યું.
એલ્વિસની વાત સાંભળીને વિન્સેન્ટને અહાનાની યાદ આવી અને તે તુરંત જ ત્યાંથી નીકળી ગયો.અહાના તરફ એક અદમ્ય આકર્ષણ તેને અનુભવાતું હતું.તેણે અહાનાને ફોન કર્યો.
"હાય અહાના વિન્સેન્ટ બોલું."
"હાય વિન્સેન્ટજી કેમ છો?"
વિન્સેન્ટે અહાનાને ગઇકાલથી અત્યાર સુધી બનેલી વાત કહી.
"વાઉ,ધેટ્સ ગ્રેટ.હું મારા પાપુ (પપ્પા) બહાર ગઇ હતી તો મને કશુંજ ખબર નથી.આમપણ હું કિઅારાને મળવા જવાની છું.આજથી અમારું રીડીંગ વેકેશન છે.અમે સાથે વાંચીશુ અને મસ્તી કરીશું."

"આ બધું તું કરીશ પણ સેટ પર.હું તને લેવા આવું છું.તું તૈયાર થઇને નીચે આવ."વિન્સેન્ટે કહ્યું.

થોડીક વારમાં અહાના વિન્સેન્ટની ગાડીમાં બેસેલી હતી.અનાયાસે આજે અહાના અને વિન્સેન્ટે બ્લુ કલરના કપડાં પહેર્યા હતાં.ડાર્ક બ્લુ કલરનું લોંગ ગાઉન ,ખુલ્લા વાળ,કાનમાં સ્ટાઇલીશ ઇયરરીંગ્સ અને હાથમાં ઘડિયાળ,તે ક્યુટ લાગી રહી હતી.

"યુ લુક બ્યુટીફુલ."વિન્સેન્ટે કહ્યું.

"થેંક યુ.આમ તો મને તૈયાર થવું નથી ગમતું પણ આખરે મારી કિઆરાની ઇજ્જતનો સવાલ છે તો થઇ ગઇ તૈયાર.હું ખૂબજ ખુશ છું કિઆરા માટે અને થોડીક જેલેસ પણ."અહાના બારીની બહાર જોતા બોલી.

"એવું કેમ?"વિન્સેન્ટે આશ્ચર્યથી પુછ્યું.

"શી ઇઝ લકી કે તેને એલ્વિસ સર મળ્યા. તેને કેટલો પ્રેમ કરવાવાળા મળ્યા છે.ભલે તે એલ્વિસ સર હોય કે આયાન હોય બાકી અમુક લોકોના નસિબમાં તો બસના ધક્કા અને કિસ્નતના મુક્કા જ લખેલા હોય."અહાના ફિક્કુ હસતા બોલી.

"હેય,તું તારી બેસ્ટ ફ્રેન્ડ માટે ખુશ નથી?"

"ખુશ છું પણ મારા માટે થોડીક સેડ છું.કેમ મારી કિસ્મતમાં આવી ફેરી ટેલ જેવી લવસ્ટોરી કે આયાન અને એલ્વિસ સર જેવા પ્રિન્સચાર્મિંગ નથી?ખેર મારી પાસે તે બધું ભલે ના હોય પણ મારી મારા પપ્પાનું સપનું છે.મારા પાપુ સિક્યુરિટી કંપનીમાં હેડ સિક્યુરિટી ઓફિસર છે.તેમનું સપનું હતું કે તે પોલીસ ઓફિસર બને પણ તે ના બની શક્યા તો તેમણે નક્કી કર્યું કે તેમનો દિકરો અને દિકરી જે પણ આવશે તેને પોલીસ ઓફિસર બનાવશે.મારા પાપુનું સપનું પુરું કરવું તે જ મારું સપનું છે.આઇ એમ સોરી વિન્સેન્ટજી પણ મને સ્પષ્ટ વાત કહી દેવાની આદત છે."અહાના વિન્સેન્ટ આગળ પોતાનું હૈયું ખોલી બેઠી.

વિન્સેન્ટે અહાનાના હાથ પર હાથ મુકતા કહ્યું,"હેય અહાના,ઇટ્સ ઓ.કે.મને તારી પ્રામાણિકતા ગમી.શું ખબર તારા જીવનમાં પણ પ્રેમ ગમે ત્યારે દસ્તક દે?કોઇ પ્રિન્સ ચાર્મિંગ તારા હ્રદયના દરવાજે ઊભો હોય.બીજી વાત તું મને ખાલી વિન્સેન્ટ કહે આ જીનો ભાર ખૂબજ ભારે છે."વિન્સેન્ટે કહ્યું.

"ચોક્કસ."અહાનાએ કહ્યું.

"અહાના,એક વાત પુછુ?શું તું કોઇને પ્રેમ કરે છે?"વિન્સેન્ટે પુછ્યું.

વિન્સેન્ટના આ પ્રશ્ન પર અહાના ગંભીર થઇ ગઇ.તેના ચહેરાની સામે આયાનનો ચહેરો આવી ગયો.તે નીચું જોઇ ગઇ અને તેની આંખના ખૂણે રહેલા આંસુ વિન્સેન્ટને દેખાયા.
"હા,પણ મારો પ્રેમ એકતરફી છે અને તે અધુરો રહેવા માટે જ બન્યો છે.હું જેને પ્રેમ કરું છું તે કોઇ બીજાને પ્રેમ કરે છે."અહાના નિસાસો નાખીને બોલી.

"શું ખબર તે પ્રેમ નહીં પણ આકર્ષણ હોય?બાકી તું પ્રેમમાં પડી જ ના હોય."વિન્સેન્ટે કહ્યું.તેને અહાના સાથે સહાનુભૂતિ થઇ.વાતોવાતોમાં તે બંને સેટ પર આવી ગયાં.

અત્યારે વિન્સેન્ટ વેનીટીમાંથી બહાર નીકળ્યો.તેને ખોવાયેલો જોઇને એલ્વિસે પુછ્યું,"સારું કર્યું કે તું અહાનાને લઇ અાવ્યો.હવે કિઆરાને કંપની મળી ગઇ."વિન્સેન્ટ આ બધું કશુંજ નહતો રહ્યો.તેની સામે અહાનાનો ઉદાસ ચહેરો હતો.જેના પર તે સ્માઇલ લાવવા માંગતો હતો.

થોડાક સમય પછી એલ્વિસ,કિઆરા ,અહાના અને વિન્સેન્ટ લંચ કરી રહ્યા હતા.બરાબર તે સમયે નમિતા આવી.
"હાય એલ હાય કિઆરા.ધિસ લવલી ડ્રેસ સ્પેશિયલ ફોર કિઆરા.આઇ એમ સોરી કિઆરા મારે સવારે આવું નહતું બોલવું જોઇતું.તમારી પર્સનલ લાઇફમાં મારે દખલ ના દેવી જોઇએ."નમિતાએ કહ્યું.

"હેય નમિતાજી,મારો કહેવાનો અર્થ એ નહતો.હું તો બસ એમજ કહી રહી હતી.મને તમારી વાતનું ખરાબ નથી લ‍ાગ્યું.થેંક યુ ફોર ધિસ લવલી ગિફ્ટ."કિઆરાએ નમિતાને ગળે લાગીને કહ્યું.

"વાઉ એલ શી ઇઝ કુલ.ઘણીબધી વાતો કરવી છે કિઆરા સાથે પણ અહીં સેટ પર બહુ મજા ના આવે.એલ,ખાલી હું નહીં બાકી બધાને તેની સાથે વાતો કરવી છે.હેય એલ,આ ખુશીના અવસર પર એક પાર્ટી થઇ જાય.શું કહે છે?"નમિતાએ કહ્યું.

"અમ્મ,નોટ અ બેડ આઇડિયા."એલ્વિસે કહ્યું.

"બેસ્ટ આઇડિયા."વિન્સેન્ટે ખુશીથી કહ્યું.

"ઓ.કે.આ સેટરડે નાઇટ પાર્ટી ઇઝ ઓન એટ માય પ્લેસ."એલ્વિસે ખુશીથી કહ્યું.નમિતા બહાર ગઇ અને તેણે કોઇને ફોન કર્યો.
"હા,તે પાર્ટી આપવા માટે માની ગયો."

**********

સાંજની સુંદર વેળા હતી.સૂરજ આથમવાની તૈયારીમાં હતો.જાનકીદેવી સંધ્યા આરતીની તૈયારીમાં લાગેલા હતાં.સાથે સાથે તે નોકરોને રાતની રસોઇ માટે પણ સુચના આપી રહ્યા હતાં.

બરાબર તે જ સમયે બેલ વાગ્યો.નોકરે દરવાજો ખોલ્યો.મંદિરમાં આરતીની તૈયારી કરતા જાનકીદેવીએ પાછળ ફરીને જોયું અને તેમના હાથમાં રહેલી તૈયાર થઇ ગયેલી આરતીની થાળી પડવા જેવી થઇ ગઇ.

કોના આગમને જાનકીદેવીને આઘાત આપ્યો?
નમિતા કોની સાથે મળીને શું પ્લાન કરી રહી છે?
એલ્વિસ આપી રહ્યો છે પાર્ટી,શું થશે આ પાર્ટીમાં?
વિન્સેન્ટ અહાનાના ચહેરા પર સ્માઇલ લાવવા શું કરશે?

જ‍ાણવા વાંચતા રહો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED