Featured Books
શ્રેણી
શેયર કરો

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-48


(એલ્વિસે કિઆરા સાથેના સંબંધને ઓફિશ્યલ કરવા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી લાઇવ થઇને તેની જાહેરાત કરી.આ માટે તેણે શિના સાથે વાત કરીને તેની પરવાનગી પણ લીધી.તેણે કિઆરાનો ચહેરો અને તેની ઓળખ છુપાવ્યું.એલ્વિસે કિઆરાને ઇન્ડસ્ટ્રીની બેસ્ટ ડિઝાઇનર સાથે તૈયાર થવા મોકલી.તે તેને પોતાની સાથે સેટ પર લઇ જવા માંગતો હતો.અહીં વિન્સેન્ટે એલ્વિસને કિઆરા સાથે લગ્ન કરવાની સલાહ આપી.)

વિન્સેન્ટે પોતાની વાત ફરીથી કહી,"એલ્વિસ,તું અને કિઆરા લગ્ન કરી લો.જો આ વિશે મે ઘણું વિચાર્યું પણ આ એક જ ઉપાય છે.આઇ નો થોડું જલ્દી થઇ જશે પણ આ જ બરાબર છે."

એલ્વિસે બ્લુ કલરના જીન્સ અને તેની ઉપર વ્હાઇટ શર્ટ પહેર્યો હતો.તેની ઉપર આજે હુડીની જગ્યાએ બ્લેઝર પહેર્યું,વાળને જેલથી પ્રોપર સેટ કર્ય‍ા.વધી ગયેલી પણ પ્રોપર ટ્રિમ કરેલી દાઢીને બિયર્ડજેલ લગાવી ચમકાવી.પાંચ લાખની કિંમતનું બ્રાન્ડેડ અને મોંઘુ પરફ્યુમ લગાવીને તે તૈયાર થઇ ગયો.આજનો દિવસ ખૂબજ ખાસ હતો.પોતાના ઇન્ડસ્ટ્રીના મિત્રો સામે આજે તે એક કમિટેડ મેન તરીકે જવાનો હતો.પોતાની પ્રેયસીની ઓળખ કરાવવાનો હતો.વિન્સેન્ટની વાત પર એલ્વિસે કોઇ પ્રતિક્રિયા ના આપી.

"એલ્વિસ,તારી સાથે વાત કરું છું.તું બત્રીસ વર્ષનો થયો.ત્રણ મહિના પહેલા જ બર્થ ડે ગઇ તારી.હવે લગ્ન કરીને સેટલ થઇ જા.ક્ય‍‍ાં સુધી આમ એકલો ફરીશ?"વિન્સેન્ટ થોડો અકળાઇને બોલ્યો.

"હા ખબર છે મને કે મને તેત્રીસમું વર્ષ ચાલે છે પણ કિઆરાનું શું?તે વિસ વર્ષની છે.એટલિસ્ટ તેને ગ્રેજ્યુએટ તો થવા દે.આ ઉંમર તેના સપના પુરા કરવાની છે ના કે લગ્નજીવન સંભાળવાની.હું તેને પ્રેમ કરું છું પણ તેનો અર્થ એવો નથી કે તેને બંધનમાં બાંધીને રાખું.મારો પ્રેમ મારી કિઆરાને ઉડવા માટે તે પાંખો આપશે જેનાથી તે તેના સપનાની ઉડાન ભરશે.તેનું સપનું હવે મારું પણ સપનું છે.તેને આઇ.પી.એસ ઓફિસર બનતા જોવી.તે હવે મારું સપનું છે જેના માટે તેણે હવે ઘણીબધી મહેનત કરવાની છે.લગ્ન કરીને તેનું ધ્યાન નથી ભટકાવવું મારે.સમજ્યો?"એલ્વિસે વિન્સેન્ટના ખભે હાથ મુકીને કહ્યું.

વિન્સેન્ટને એલ્વિસની વાત સાચી તો લાગી પણ તે એલ્વિસને ખૂબજ પ્રેમ કરતો હોવાના કારણે તેને એલ્વિસની વાત ના ગમી.

"હા તો?તું તેના પર લગ્નજીવનની કોઇ જવાબદારી ના નાખતો.મતબલ લગ્ન પછી પણ તે પહેલાની જેમ જ મુક્તપણે ફરી શકે,પોતાનું જીવન જીવી શકે પણ એકવાર મારા ભાઈના લગ્ન થઇ જાય પછી મને શાંતિ, તમને બંનેને કોઇ અલગ ના કરી શકે."વિન્સેન્ટે કહ્યું.તે હજીપણ પોતાની વાત પર અડગ હતો.

"મિ.વિન્સેન્ટ ડિસોઝા,માય વેરી હેન્ડસમ ફ્રેન્ડ કમ બ્રધર.મને યાદ છે ત્યાંસુધી તું પણ મારી જેટલી જ ઉંમરનો છે કદાચ મારાથી એકાદ બે વર્ષ નાનો હોઇશ.તો તું પણ સિંગલ જ છેને?તે તો હજી છોકરી પણ નથી શોધી?કોઇ છે ધ્યાનમાં કે પછી કિઆરાને કહીને તેની કોઇ સહેલી સાથે તારું સેટિંગ કરાવું?"એલ્વિસની ટીખળ કરતા કહ્યું.

અચાનક વિન્સેન્ટને અહાનાની યાદ આવી ગઇ અને તેના ચહેરા પર સ્માઇલ હતી.
"એલ,તું કિઆરાને લઇને જા.હું સીધો સેટ પર મળીશ."વિન્સેન્ટ આટલું કહીને નીકળી ગયો.

કિઆરા તૈયાર થઇને આવી ગઇ હતી.પીંક કલરના સિલ્ક અને નેટવાળા ગોઠણ સુધીના ગાઉનમાં કિઆરા ખૂબજ સુંદર લાગી રહી હતી.તેના વાળને કર્લ કરીને ખુલ્લા રાખવામાં આવ્યાં હતાં.આંખોમાં કાજલ અને હોઠ પર ગુલાબી લિપ્સ્ટિક સિવાય કોઇ જ મેકઅપ નહીં પણ તે ખૂબજ સુંદર લાગી રહી હતી.ડાયમંડ ઇયરરીંગ અને નેકલેસ તેના પીંક ગાઉનની શોભા વધારી રહ્યા હતાં.

કિઅારાએ એલ્વિસને જોઇને સ્માઇલ કર્યું.તેના મોહક સ્મિતમાં એલ્વિસ ઘાયલ થઇ ગયો.

"વાઉ,થેંકસ નમિતા.યુ આર સચ અ સ્વિટહાર્ટ.આટલી શોર્ટ નોટિસ પર આવી."આટલું કહીને એલ્વિસ નમિતાને ગળે લાગ્યો.નમિતાએ તેના ગાલ પર કિસ કરી અને બોલી,"એનીથીંગ ફોર યુ,ડાર્લિંગ." આટલું કહીને જતી રહી.
કિઆરાને આ બધા પર આશ્ચર્ય થયું.જે તેની આંખોમાં એલ્વિસને દેખાઇ ગયું.
તે કિઆરા પાસે ગયો અને તેના ગળે લાગી ગયો.તેના ગાલ પર કિસ કરી.
"કિઆરા,આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે અહીં બધાં આવી જ રીતે એકબીજાને ગળે મળે,કિસ કરે.તને શરૂઆતમાં થોડુંક અજીબ લાગશે પણ ધીમેધીમે તું ટેવાઇ જઇશ.આજે હું તને મારા ઇન્ડસ્ટ્રીના મિત્રો સામે ઇન્ટ્રોડ્યુસ કરીશ.તું જેમ છે એમ જ રહેજે મારા માટે બદલાવવાની જરૂર નથી."એલ્વિસે કહ્યું.

*********

એલ્વિસના ઘરેથી નીકળીને શ્રીરામ શેખાવત જાનકીવીલા તો પહોંચ્યાં પણ તે જાનકીદેવીના સવાલો માટે તૈયાર હતાં.

"ક્ય‍ાં હતા,પૂરી રાત?કિઆરા ક્યાં છે?"જાનકીદેવીએ શ્રીરામ શેખાવતને પુછ્યું.

"જાનકીદેવી,બે ઘડી શ્વાસ તો લેવા દો.કિઆરા અને હું એલ્વિસના ઘરે હતા પૂરી રાત અને અત્યારે પણ કિઆરા એલ્વિસ સાથે જ છે."શ્રીરામ શેખાવતે કહ્યું.તે હવે જાનકીદેવીને બધું જ જણાવી દેવા માંગતા હતાં.

"જોવો,તમે દાદા પૌત્રી મારાથી જે છુપાવવાની કોશિશ કરો છો તે મને સમજાય છે.તમે દાદા થઇને તમારી પૌત્રી સાથે આવું કેવી રીતે કરી શકો?તે છોકરો..છોકરો નહીં પુરુષ મારી કિઆરા કરતા બાર વર્ષ મોટો છે.તેનો ધર્મ અલગ છે.તે બોલીવુડ જેવી બદનામ ઇન્ડસ્ટ્રીમાંથી આવે છે.કિઆરાને તેની તરફ ઢળતા અટકાવવાની જગ્યાએ તમે તેને પ્રોત્સાહન આપો છો?"જાનકીદેવીએ તેમને પાણી આપતા કહ્યું.

"કિઆરા તેની તરફ ઢળી નથી રહી.કિઆરા અને એલ્વિસ એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છે.મે જ તેમને તેમની લાગણી સમજવા રસ્તો બતાવ્યો હતો.જાનકીદેવી,જે છોકરી પ્રેમ અને લગ્ન પર અવિશ્વાસ ધરાવતી હતી તે છોકરી પ્રેમમાં છે.આજે તેણે મારી અને તેની મા સમક્ષ તેનો પ્રેમ સ્વીકાર્યો.આજે તો ખૂબજ શુભ દિવસ છે."શ્રીરામ શેખાવતની વાત સાંભળીને જાનકીદેવી આઘાત પામ્યાં.

"હે ભગવાન,તે અલગ ધર્મનો છે.તે કિઅારા કરતા મોટો છે.આ શું કર્યું તમે?કિઆરાની જિંદગી બરબાદ થઇ જશે."જાનકીદેવી આંખમાં આંસુ સાથે બોલ્યા.

"જાનકી,તું આ બોલે છે? જે જમાનામાં છોકરા છોકરી એકબીજાને જોયા વગર માતાપિતાની મરજી પ્રમાણે પરણી જતા તે જમાનામાં તું મારા પ્રેમમાં પડી હતી.તે પ્રેમલગ્ન કર્યા હતાં.ધર્મ તો આપણો પણ થોડો અલગ હતો.જાનકી,આપણા માટે શું વધારે છે? આપણા બાળકોની ખુશી કે નિયમો,રીતીરિવાજો?
લવ અને શિનાના અસફળ લગ્નજીવનની ખરાબ અસર કિઅારામા મન પરથી દુર થઇ રહી છે.તે ખુશીની વાત નથી.આમપણ તમને ગમે કે ના ગમે આ મારો નિર્ણય છે જે બધાએ માનવો જ પડશે."શ્રીરામ શેખાવતે કહ્યું.

બરાબર તે જ સમયે જાનકીદેવીના મોબાઇલમાં શિનાનો ફોન આવ્યો તેણે કઇંક જણાવ્યું જે સાંભળીને તે ચિંતામાં આવી ગયાં.

"શું થયું?એવું તો શું કહ્યું શિનાએ?"શ્રીરામ શેખાવતે પુછ્યું.

"શિનાના મમ્મી શાંતિપ્રિયાબેન આવે છે.મને તો સમજાવીને ચુપ કરી દીધી પણ તેમને કેવીરીતે સમજાવશો?હા,પણ તેમને શું વાંધો હોય.અંતે તેમની દિકરી માટે તેમના ઘર્મનો છોકરો ના મળ્યો તો શું પૌત્રી માટે તેમની ધર્મનો છોકરો મળી જશે."

શાંતિપ્રિયા ગોમ્સ,શિનાના મમ્મી.શિના ગોમ્સ,શિનાના મમ્મી અને પપ્પાના લવમેરેજ હતાં.શિનાના પિતા રોમી ગોમ્સ અને શાંતિપ્રિયા પંડ્યા સંગીતના ક્લાસમાં એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં.શાંતિપ્રિયાબેન તેમના નામ વિરુદ્ધ ગુણો ધરાવતા હતાં.તેમને શાંતિ બિલકુલ પ્રિય નહતી.

શ્રીરામ શેખાવતે માથું કુટ્યું અને બોલ્યો,"જાનકીદેવી,જ્યાંસુધી હું શાંતિપ્રિયાબેનને ઓળખું છું તે કઇંક તોફાન તો જરૂર લાવશે.આ વખતે હું મારી કિઅારાના જીવનમાં હવે કોઇને હસ્તક્ષેપ નહીં કરવા દઉં."

**************
કિઆરા અને એલ્વિસ એલ્વિસની મોંઘી ગાડીમાં એલ્વિસના સેટ પર પહોંચ્યા.એલ્વિસે તેના લેડીલવ માટે દરવાજો ખોલ્યો.જે સિક્યુરિટી ગાર્ડે તેને ધક્કો માર્યો હતો તે સિક્યુરિટી ગાર્ડ મોટા બુકે સાથે ગેટ પર ઊભો હતો.એલ્વિસ કિઆરાનો હાથ પકડીને તેને અંદર લઈ ગયો.

તે સિક્યુરિટી ગાર્ડ થરથર કાંપી રહ્યો હતો.તેણે કિઆરાને બુકે આપ્યું અને સોરી કીધું.
"સોરી મેડમ.પ્લીઝ મને નોકરીમાંથી ના કઢાવતા."તે બોલ્યો.

"યુ નો વોટ.તમારા કરતા વધારે તાકાત છે મારામાં.માર્શલ આર્ટસમાં ચેમ્પીયન છું.ઇચ્છ્યું હોત તો તમને તેનો જવાબ તે જ વખતે એવી રીતે આપ્યો હોત કે બીજા કોઇને ક્યારેય હાથ ના લગાવી શકત.માન આપતા શીખો.તમે તમારી ડ્યુટી ઇમાનદારીથી કરી પણ થોડીક ઇજ્જત આપતા શીખો."કિઆરાએ તે ફુલોનો બુકે તે વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડને આપ્યો અને તેમની સામે સ્માઇલ આપી.

કિઆરાની વાત પર એલ્વિસને માન થયું.તેણે કિઆરાનો હાથ પકડ્યો અને અંદર ગયો.સેટ પર ડાયરેક્ટર,પ્રોડ્યુસર,હિરો,હિરોઇન,અન્ય કલાકાર અને આ ઇન્ડસ્ટ્રીના ઘણાબધા નામી લોકો હાજર હતાં.સેટ પર અકીરા અને અજયકુમાર પણ હાજર હતાં.એલ્વિસ કિઆરાનો હાથ પકડીને અંદર આવ્યો.કિઆતાનું હૃદય જોરજોરથી ધડકતું હતું.

"લેડિઝ એન્ડ જેન્ટલમેન,એક્સક્યુઝ મી."એલ્વિસે આટલું કહીને માઇક પોતાના હાથમાં લીધું.બધાંનું ધ્યાન એલ્વિસ તરફ ગયું.
એલ્વિસ કઇ બોલે તે પહેલા પ્રોડ્યુસર હર્ષવદન અને ડાયરેક્ટર ફુલોનો બુકે અને કેક લઇને આવ્યાં.

"કોન્ગ્રેચ્યુલેશન્સ એન્ડ સેલિબ્રેશન્સ..."બધા એકસાથે બોલવા લાગ્યાં.બધાં ચિચિયારી પાડવા લાગ્ય‍ાં.તે બધાએ એલ્વિસનું લાઇવ સેશન જોઇ લીધું હતું.

"એલ,હું કેટલો ખુશ છું તારા માટે.તે શબ્દોમાં નહીં જણાવી શકું.બાય ધ વે અમને તો જણાવી જ શકે કે તે કોણ છે?અમને મળાવ તો ખરા?"તેમણે કહ્યું.

"બસ,તેના માટે જ હું અહીં આવ્યો છું.હા હું પ્રેમમાં છું.જે પ્રેમ નામની લાગણીથી ભાગતો હતો તે પ્રેમ આજે મને એવો થયો છે કે બીજું કશુંજ સુઝતું નથી.બધી તરફ બસ તે જ દેખાય છે.તે સાથે હોય તો હસવું આવે નહીંતર કશુંજ ના ગમે.તેના હોવાના અહેસાસથી દુનિયા સુંદર લાગે છે.મળો મારા પ્રેમ,મારા જીવન,મારી લાઈફ અને ફ્યુચર વાઇફ કિઆરા શેખાવત..એટલે ફ્યુચર કિઆરા એલ્વિસ બેન્જામિન."એલ્વિસે આટલું કહીને કિઆરાનો હાથ ચુમ્યો.કિઆરા ખૂબજ શરમ અને સંકોચ અનુભવી રહી હતી.બધાની નજર તેને જ ધુરી રહી હતી.પુરુષો તેની સુંદરતાને સ્કેન કરી એલ્વિસથી બળી રહ્યા હતા જ્યારે સ્ત્રીઓ ઇગો અને જેલેસીવાળી સ્માઇલ આપી રહી હતી.

આ બધાંથી અલગ અકીરાના ચહેરા પર ના હાસ્ય હતું કે ના દુઃખ.તેના મનમાં કઇંક ચાલી રહ્યું હતું અને તે વિચાર તેને શાંતિ આપી રહ્યો હતો.

વિન્સેન્ટના મનમાં શું ચાલી રહ્યું હશે? શું કરશે તે?
શું કિઆરા ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વિચિત્ર રીતભાતથી ટેવાશે?
શું શાંતિપ્રિયાનાની કિઅારાના પ્રેમને સપોર્ટ કરશે ?
બધાંના શું પ્રતિભાવ હશે કિઅારાને જોઇને?
જાણવા વાંચતા રહો.