મહર્ષિ વાલ્મિકી Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મહર્ષિ વાલ્મિકી

ધારાવાહિક:- આપણાં મહાનુભાવો
ભાગ:- 24 મહર્ષિ વાલ્મિકી
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની

મહાન ભારતીય મહાકાવ્ય રામાયણના લેખક, મહર્ષિ વાલ્મિકી, એક હિંદુ ઋષિ હતા, જે પ્રથમ સહસ્ત્રાબ્દીની શરૂઆતની આસપાસ જીવતા હતા. તેમને 'હિંદુ' શ્લોકના મૂળ નિર્માતા 'આદિકવિ' તરીકે ઓળખવામાં આવે છે. એમને કારણે જ શ્લોક સ્વરૂપ રામાયણ, મહાભારત , પુરાણો અને અન્ય કૃતિઓ જેવા મહાન મહાકાવ્યો બનેલા છે.

આદ્યકવિ, રામાયણના રચયિતા, મહર્ષિ વાલ્મીકિ અથવા પ્રાચેતસ એક બ્રાહ્મણને ત્યાં જન્મ્યા હતા. પ્રાચેતસ નામ એટલાં માટે કે તેમના પિતાનું નામ પ્રચેતા હતું. તેમનું સાચું નામ રત્નાકર હતું. એક વખત તેમના માતાપિતા તપ કરવા જંગલમાં ગયા હતા તેમણે તેમને જંગલમાં જ મૂકી દીધા. પછીથી કોઈ ભીલ દંપતિએ તેમને જોયા અને પોતાની સાથે લઈ ગયા. તેમણે આ બાળકનું નામ વાલિયો રાખ્યું. આ દંપતીએ તેને ઉછેર્યો. તે મોટો થયો એટલે તેને ધનુર્વિદ્યામાં નિપુણ બનાવી ભીલ તેની પાસે ચોરીનું કામ કરાવવા લાગ્યો.

બીજી લોકવાયકા મુજબ જોઈએ તો તેઓ તેમના માતા પિતા સાથે હતા અને માતા પિતા જ્યારે ભક્તિ ભાવમાં તલ્લીન હતા ત્યારે એક ભીલ દંપતિ તેમનુ અપહરણ કરીને લઈ ગયું. આ બાળકને તેમણે ધનુર્વિદ્યામાં નિપુણ બનાવ્યું કે જેથી કરીને તે ચોરી કરે અને તેમનું ઘર ચલાવે. આ બાળક વાલિયા લૂંટારા તરીકે ખ્યાતિ પામ્યો હતો.

એ એમ જ સમજતો હતો કે એનાં ઘરનાં લોકો એની આ કળાથી ખૂબ જ ખુશ છે. પોતે ચોરી કરીને ઘર ચલાવે છે એનાથી કોઈને વાંધો નથી. એનો આ વહેમ ત્યારે દૂર થયો જ્યારે એક વખત તે અરણ્યમાં લૂંટને માટે ફરતો હતો ત્યાં એક મહર્ષિને જોઈને લૂંટનાં ઈરાદે તેની પાસે જઈ તેની પાસે જે હોય તે આપી દેવા જણાવ્યું. ઋષિએ તેને કહ્યું કે, "એક જ શરત પર તને હું મારી પાસે જે છે તે આપીશ. જેને માટે તુ પાપ કરે છે તે તારાં સગાંઓને પૂછી આવ કે, તેઓ તારા પાપમાં ભાગીદાર થશે? જો તેઓ હા પાડશે તો તુ મને લૂંટે એનાં કરતાં હું જ તને બધું આપી દઈશ."

વાલિયો કહે, "પણ હું પૂછવા જાઉં અને તમે અહીંથી ભાગી જાઓ તો?" ત્યારે ઋષિએ કહ્યું કે, "હું અહીં જ રહીશ. વચન આપું છું." વાલિયો તો ગયો ઘરે અને બધાને ઋષિએ કહ્યું હતું એ મુજબ પૂછ્યું. કુટુંબીઓને પૂછતાં તેઓએ ના કહી. આથી તેને બહુ ખોટું લાગ્યું અને ઋષિને શરણે ગયા. તેથી તે મહર્ષિ તેને રામનામનો જપ કરવાનું કહી અંતર્ધાન પામ્યા.

વાલ્મિકી કેવી રીતે તેનું નામ મેળવ્યું

મહર્ષિ જ્યાં બેસીને તપ કરતા હતા વાલિયો પણ ત્યાં જ બેસીને તપ કરવા માંડ્યો. ત્યાં જ જપ કરતા કરતા એટલા કાળ નીકળી ગયા કે બેઠા બેઠા તેનાં શરીર ઉપર ઉધઈના રાફડા થઈ ગયા. પછી એ જ ઋષિએ આવી તેને એ રાફડામાંથી બહાર કાઢયા. રાફડાને સંસ્કૃતમાં વલ્મીક કહે છે તે ઉપરથી તેનું વાલ્મીકિ એવું નામ પડયું. તે પછી તેની ગણના ઋષિઓમાં થવા લાગી.

બીજી એક લોકવાયકા મુજબ, ભૃગુ વંશના જન્મથી તે જન્મથી બ્રાહ્મણ હતા. નસીબ તેને ભાંગફોડિયાઓને એક પરિવારમાં લઈ ગયા, જે તેને લાવ્યા. સપ્તસિસ સાથેના આકસ્મિક સંપર્ક - સાત ઋષિઓ અને ઋષિ નરેડાએ તેમના જીવનનો માર્ગ બદલ્યો. રામાયણની પુનરાવર્તન અથવા રામના નામ દ્વારા, તેમણે 'મહર્ષિ' અથવા મહાન ઋષિની સર્વોચ્ચ અવસ્થા પ્રાપ્ત કરી હતી. ત્યારથી 'વલ્મિકા' અથવા એક એન્થિલ તેના લાંબા સમયના ચુસ્તતા અને લાંબા સમયના તપશ્ચર્યાના દરજ્જામાં ઉગાડવામાં આવ્યા હતા, ત્યારથી તેમને વાલ્મિકી તરીકે ઓળખવામાં આવે છે.

તેણે તમસા નદીને કિનારે પોતાનો આશ્રમ બનાવ્યો અને પોતાનાં શિષ્યો સાથે ત્યાં જ રહેવા લાગ્યા. તેમના શિષ્યોમાં ભારદ્વાજ ઋષિ મુખ્ય હતા. એક વખત તે નદીએ સ્નાન કરવા ગયેલા. સ્નાન કરતાં કરતાં સામેના વૃક્ષ પર કૌંચ(સારસ) પક્ષીનાં જોડાં ઉપર તેની નજર પડી. એ જોડાંમાંનો નર જે કામાસક્ત બન્યો હતો તેને એક શિકારીએ બાણ વડે વીંધી નાખ્યો. તેથી પાછળ રહેલા પક્ષીને અતિશય શોક થયો અને એણે પોતે પણ પ્રાણ ત્યજી દીધાં. આથી વાલ્મીકિનાં હૃદયમાં એટલી બધી દયા ઊપજી કે તેમના મુખમાંથી અનુષ્ટુપ છંદોબદ્ધ વાણી નીકળી.

मा निषाद प्रतिष्ठां त्वमगमः शाश्वतीः समाः।
यत्क्रौंचमिथुनादेकम् अवधीः काममोहितम्॥

"હે નિષાદ ! તને પ્રતિષ્ઠા, આદર-સત્કાર, માન, મર્યાદા, ગૌરવ, પ્રસિદ્ધિ, ખ્યાતિ, યશ, કીર્તિ, સ્થિતિ, સ્થાન, સ્થાપના, રહેવાનું, આશ્રય ઈત્યાદિ નિત્ય-નિરંતર કદી પણ ન મળે, કારણ કે તે આ કામક્રીડ઼ા માં મગ્ન ક્રૌંચ પક્ષીઓમાંથી એકની, વિના કોઈ અપરાધ હત્યા કરી દીધી છે."

આ પ્રસંગ બતાવે છે એક લૂંટારામાંથી ઋષિ થયેલા વાલ્મિકીનું હ્રદય પરિવર્તન. આ પ્રસંગે વાલ્મિકીને એ વાતનો ખેદ થયો કે પોતે ઋષિ હોવા છતા એક પારધીને શાપ આપ્યો અને એક નવા શ્લોકની રચના અનુષ્ટુપ છંદમાં કરી.
પાછળથી બ્રહ્મદેવની આજ્ઞા પ્રમાણે પરમેશ્વરના જે નામ વડે પોતે પાવન થયા હતા તેના જ નામ ઉપર શતકોટિ કાવ્ય તેણે રચ્યું. આ પહેલાં કોઈ પણ નિયમિત કાવ્ય હતું જ નહિ. આ કાવ્ય પ્રથમ જ રચાયેલું અને કવિ પણ પહેલા જ હોઈ ને વાલ્મીકિ આદ્યકવિ કહેવાય છે.

આ પ્રસંગ પછી નારદ મુનિ વાલ્મિકીને મળવા આવ્યા ત્યારે વાલ્મિકીએ શ્લોકની અને પોતાના ખેદની વાત નારદજી ને કરી. એ પણ ઈચ્છા વ્યક્ત કરી કે આ અનુષ્ટુપ છંદનો ઉપયોગ કરીને તે કોઈ એવી રચના કરવા માંગે છે જે સમગ્ર માનવ જાતિને માર્ગદર્શક બને. તેમણે નારદજીને પુછ્યુ કે શું એવી કોઈ વ્યક્તિ છે કે જે બધા જ ગુણોનો આદર્શ હોય? જેનામાં બધાજ ગુણો આત્મસાત્ થયા હોય?

આ જ સમયે નારદજીએ વાલ્મિકીને શ્રીરામના જીવન વિષે લખવા માટે પ્રેરણા આપી. આમ, રામાયણની રચના થઈ. આ જ અરસામાં સીતા વાલ્મિકીના આશ્રમમાં રહેવા આવ્યા અને લવ કુશનો જન્મ થયો. લવ કુશ મોટા થતા રામાયણને કેવી રીતે ગાવું તે આશ્રમમાં શીખ્યા અને તેમણે તેને અયોધ્યામાં પ્રચલિત કર્યુ. તેમની ખ્યાતિ સાંભળી શ્રી રામે પણ લવ-કુશને રામાયણ ગાવા રાજસભામાં બોલાવ્યા હતા.

સંસ્કૃતના આદિ કવિ વાલ્મીકિએ રામાવતારની સાઠ હજાર વર્ષ પહેલાં જ દિવ્યદ્રષ્ટિથી રામાયણની રચના કરી હતી. તેમણે રચેલો ગ્રંથ વાલ્મીકિ રામાયણ આજે પણ સુપ્રસિદ્ધ છે. તે કાવ્યમાંથી મળતાં બોધમાંથી લાખો મનુષ્યો સુબુદ્ધિ તથા સુનીતિ શીખ્યા છે અને હજુ પણ એ ગ્રંથનો લાભ લેવાય છે. આ કવિ જેવા સંસ્કૃત ભાષામાં નવ રસમય વર્ણન કરવામાં બીજા થોડા જ કવિ થયા હશે. આ મહર્ષિની પવિત્રતા રામચંદ્રજી પણ જાણતા હતા. વનવાસ દરમિયાન રામ ચિત્રકૂટ ઉપર વાલ્મીકિનાં આશ્રમમાં આવી ઘણા દિવસ રહ્યા હતા. વળી ધોબીના વચનથી રામે સીતાને વનમાં મોકલ્યાં ત્યારે ગંગા કિનારે આવેલાં ઋષિ વાલ્મિકીનાં આશ્રમમાં જ સીતાજી રહ્યાં હતાં. વાલ્મિકી ઋષિએ જ લવ અને કુશને વેદ, ધનુર્વિદ્યા વગેરે શાસ્ત્રનું શિક્ષણ આપ્યું હતું. રામચંદ્રજીનો વાલ્મીકિ ઉપર પૂર્ણ ભાવ હતો તેથી તેમણે તેમની સલાહ લઈ પ્રજાહિતનાં કાર્યો કરેલાં છે.

તેમનું રચેલું "વાલ્મીકી રામાયણ" અને "આધ્યાત્મ રામાયણ" એટલે કે "યોગ વશિષ્ઠ" સંસ્કૃત ભાષાનાં સૌથી પ્રાચીન ગ્રંથ માનવામાં આવે છે.

આવા મહાન ઋષિને કોટિ કોટિ નમન🙏

- શ્રીમતી સ્નેહલ રાજન જાની