મને ગમતો સાથી - 37 - ગુલાબ જાંબુ Writer Shuchi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મને ગમતો સાથી - 37 - ગુલાબ જાંબુ

ધારા : હાય....
ધ્વનિ : મને બહુ જ ભૂખ લાગી છે.
આજે ટિફિન પણ ભૂલી આવી છું.
ધારા : મે ઓર્ડર આપી દીધો છે.
ધ્વનિ : થેન્કયુ.
તે ઉંડો શ્વાસ લેતા કહે છે.
વેઇટર ધ્વનિ ને આવેલી જોઈ ફરી બંને ના ગ્લાસમાં પાણી ભરી જાય છે.
ધ્વનિ : મારા મમ્મી અને કાકી તારા ઘરે મળવા આવવા તૈયાર નથી.
કારણ કે હવે તેમને પણ લાગે છે કે મારા માટે સારું અને બધા માટે બરાબર એ જ રહેશે કે હું મારા પપ્પા અને કાકા કહે તેમ કરી લઉં.
ધારા : એટલે લગ્ન??
ધ્વનિ : હમણાં તો મારા સુધી લગ્નની કોઈ વાત આવી નથી પણ મને લાગી રહ્યુ છે કે જલ્દી આવશે.
અને ખબર નહી, પપ્પા અને કાકા એ મમ્મી અને કાકી ને શું એવું સમજાવી દીધું છે જેને લીધે એમણે મને ના કહી.
બાકી મારા કાકી તો....
તેમનું જમવાનું આવી જાય છે.
ધ્વનિ : દમ બિરયાની!!
ધ્વનિ ના ઉદાસી છુપાવી રહેલા ચહેરા પર મુસ્કાન આવી જાય છે.
ધારા : યસ.
વેઇટર બંને ને સર્વ કરે છે.
ધ્વનિ : બહુ સરસ સુગંધ આવી રહી છે યાર.
તે આંખો બંધ કરીને સુગંધ લેતા કહે છે.
ધારા : સ્વાદ એનાથી પણ વધારે સરસ છે.
ધ્વનિ : હું પહેલા રાઈતું મિક્સ કરીશ.
એની સાથે બિરયાની ખાવાની વધારે મજા આવે.
લિજ્જત પડી જાય.
ધ્વનિ ના ચહેરા પર ખુશી જોઈને ધારા ને પણ ખુશી થાય છે.

ધારા : મજા આવી ગઈ.
વધારે ખવાય ગયુ આજે તો.
ધ્વનિ : હા.
પણ કઈ મીઠું તો ખાવું જ પડશે.
ધારા : હું નહી ખાઈ શકું.
ધ્વનિ : અરે....1 તો ખવાય જશે.
હું ગુલાબ જાંબુ મંગાવું છું.
ધારા : નહી હવે નહી.
ધ્વનિ : સારું.
તો હું ખાઈશ ને તું મને જોતી રહીશ??
તે હલકું હસતાં પૂછે છે.
ધારા : હા.
ધ્વનિ : હા??
ધારા : નથી.
જરાય જગ્યા નથી મારા પેટમાં.
ધ્વનિ : સારું.
તે એક ગુલાબ જાંબુ મંગાવે છે જે તરત આવી જાય છે.
ધ્વનિ : ઓ....આ તો લાંબુ આવ્યું.
ધારા : લાંબુ??
ધ્વનિ : મને એમ કે નોર્મલ સાઈઝ નું ગોળ ગુલાબ જાંબુ આવશે.
પણ આ તો મોટું લંબગોળ આવ્યું.
હવે તારે મને ખાવામાં મદદ કરવી જ પડશે.
ધારા : યાર....
ધ્વનિ : પ્લીઝ....
ધારા : હું 2 બાઈટ જ લઈશ.
ધ્વનિ : ઓકે.
બંને ગુલાબ જાંબુ ખાવા લાગે છે.

ધ્વનિ : જો હું તને કહું કે....
તે ધારા સામે જોઈ છે.
ધારા : કે....??
ધ્વનિ : તું મારી સાથે રહીશ??
આપણે એક જ ઘરમાં....
ધારા : લીવ ઈન??
ધ્વનિ : હા.
ધારા : મતલબ કે તું તારું ઘર છોડી રહી છે??
ધ્વનિ : એમ ના પણ એમ હા.
હું અમારા સંબંધો પર પ્રશ્નચિહ્ન નથી મૂકી રહી પણ ખોટું - સાચું ગમે તે કહીને પપ્પા અને કાકા છોકરા સાથે મારા લગ્ન નહી કરાવી શકે.
તેમણે પણ પૂરી રીતે સ્વીકારવી પડશે મારી વાસ્તવિકતા ને.
હું એમની દીકરી છું.
હું તેમને જોઈએ એટલો સમય આપીશ.
અને ઘરની જે મારી ઉપર પૈસાની અને દીકરી તરીકેની જવાબદારીઓ છે એ પૂરી નિભાવીશ.
પણ હવે મને લાગે છે કે હું તેમની સાથે રહીશ તો....
ધારા : પણ હું મારા મમ્મી પપ્પાને છોડીને....
યાર, એ મારાથી નહી થાય.
ધ્વનિ : તને કોઈ ફોર્સ નથી.
તારે પણ વિચારવાનો સમય જોઈતો હોય તો લે.
પોણા 3 થઈ ગયા!!
તેનું સમય પર ધ્યાન જાય છે.
ધ્વનિ : મારે જવું પડશે.
તે ઉભી થતા કહે છે.
ધારા : મારે પણ.
તે પણ ઉભી થાય છે.
ધ્વનિ : બિલ પે કરવાનું બાકી છે.
તેને યાદ આવે છે.
ધારા : હું પે કરી દઉં છું.
તું જા.
ધ્વનિ : ઓકે.
કહી તે ધારા ને ભેટે છે.
ધ્વનિ : લવ યુ.
બાય.
ધારા : લવ યુ ટુ.
બાય.

* * * *

ધ્વનિ સાથે થયેલી વાત આખો દિવસ ધારા ના મનમાં ચાલ્યા કરે છે.
તે ઓફિસમાં બધા કામ કરી રહી હોય છે પણ તેનું મન આજે બીજી વિચારોની દુનિયામાં ફરી રહ્યુ હોય છે.
કેટકેટલાં અને કેટલી જાતના વિચારો આવી જાય છે તેને.
કોઈ સારા તો કોઈ નહી સારા.
કોઈ તેને જરા ગભરાવી જાય તો કોઈ તેને હજી બીજા વિચારો કરવા માટે વિવશ કરી જાય.

પાયલ કેબિનમાં આવે છે.
પાયલ : ચાલો, તમે બંને શું કામ કરી રહી છો??
કોયલ : હજી ઘરે જવાને વાર છે.
પાયલ : ના જી.
ભૂલી ગઈ....આજે માસા એ જલ્દી બોલાવ્યા છે બહાર જવા??
કોયલ : ઓહ હા.
પાયલ : હજી આપણે ઘરે જઈને તૈયાર થવાનું છે.
ધારા : ચાલો....ચાલો....
પાયલ : સ્ટાફ ને પણ મે આજે 2 કલાક વહેલી રજા આપી દીધી.
ધારા : લે ગાડીની ચાવી.
તું ગાડી સ્ટાર્ટ કરી પાર્કિંગ ની બહાર આવ.
અમે આવ્યા.
તે ગાડીની પાયલ તરફ થ્રો કરતા કહે છે.
જેને પાયલ કેચ નથી કરી શકતી અને ચાવી નીચે પડી જાય છે.
ધારા : સોરી.
પાયલ : જલ્દી આવજો.
કહી તે વાંકી વળી ચાવી લઈ જતી રહે છે.

* * * *

પપ્પા તેમની ફેવરિટ રેસ્ટોરન્ટમાં બધાને લઈને આવે છે.
જ્યાં બધુ મળતું હોય છે અને ખાસ કરીને સિઝલર બહુ સરસ મળતા હોય છે જે મમ્મી પપ્પા બંને ને ખાવા બહુ ગમે છે.
પપ્પા આજે દરરોજ કરતા વધારે ખુશ જણાય રહ્યા હોય છે.
અને તેમને ધારા એ ગીફ્ટમાં આપેલું પરફ્યુમ પણ કર્યું હોય છે જે ધારા ને ખૂબ ગમી જાય છે.
હસી - મજાક ની વાતો કરતા કરતા બધા સાથે સરસ સ્વાદિષ્ટ ડિનર લે છે.

* * * *

12:00am

ધારા : પરંપરા ને કોલ કરું કે નહી કરું??
તેનું અને સ્મિત નું શું રિએક્શન આવશે લીવ ઈન વાળી વાત સાંભળીને??

* * * *


~ By Writer_shuchi_



.