one sided love books and stories free download online pdf in Gujarati

એક તરફી પ્રેમ

આ છેલ્લું વર્ષ છે કોલેજ નું અને પછી બધા અલગ.સંબંધ અને ઓળખાણ કદાચ રહેશે પણ એમાં અંતર આવી જશે.હું અહી થી કઈ મનમાં રાખીને નથી જવા માંગતો..આ છેલ્લા વર્ષ નો છેલ્લો વેલેન્ટાઇન ડે છે.વિચાર્યું કે આ ૩ વર્ષથી દિલ માં છુપાયેલી લાગણી એને કહી દઉ. પણ દોસ્ત અત્યાર સુધી ના કહી શક્યો તો આ હિંમત હવે કેવી રીતે લાવું? પણ મનમાં જિંદગીભર નો અફસોસ રાખ્યા વગર હિંમત કરીને એને કહી જ દઉં. શું કેવું દોસ્તો?શું એ સ્વીકાર કરશે કે ઇનકાર? અરે દોસ્ત, સ્વીકાર કરશે તો તું ખુશ અને ના કરે તો એમ પણ તું પોતાની લાગણીઓ સાથે ખુશ છે જ ને? ડરીશ નહિ હિંમત કરીને કહી દે નહિ તો બધું અહી જ છુટી જશે કે એક અફસોસ હંમેશા રહી જશે.દર્પણમાં મારા જેવા દેખાતા એ માણસે મને હિંમત આપી.હવે તો કાલે કહી જ દઉં એવા વિચાર સાથે હું સુઈ ગયો.

ગુલાબી સવાર સાથે ચહેરા પર એક અલગ ચમક હતી મારા અને ક્યાંક એક ખૂણામાં ડર. પણ આ વખત મે મન બનાવી જ લીધું હતું કે કહી જ દઈશ... વેલેન્ટાઇન ડે એને પ્રેમનો પ્રેમનો દિવસ એવું કહેવાય છે..પણ પ્રેમ એ કોઈ એક દિવસ નો મહોતાજ નથી હો તો.અનેક સુંદર ચમકતા ચહેરા દેખાતાં હતાં કોલેજમાં, પણ મારી આંખો એને જ શોધતી હતી.જોવો દોસ્તો, એ દેખાઇ..મારા ગમતા કલર ના ડ્રેસ માં જ આવી આજે..બહુ સુંદર લાગે છે યાર મારા દિલ ને જ મે કહી દીધું...એની સુંદર આંખો અને એમાં કાજલ... સિમ્પલ ડ્રેસ અને એમાં એ રંગીન દુપટ્ટો, કાન એ લટકતા ઝૂમકા અને હાથમાં એક બ્રેસ્લેટ...એની સાદગીમાં એની સુંદરતા ની જેમ કહેર હતી.આંખો એના પરથી હટતી જ નહતી..પગથિયાં પરથી એનો પગ લથડતા મારો હાથ અચાનક એની આગળ લંબાઈ ગયો.એનું એ આંખો ઉઠાવીને એટલા નજીક થી મારી સામે જોવું મારા દિલના ધબકારાની ગતિ વધારી રહ્યું હતું.મારા હાથમાં પડેલા એના હાથ નો એ સ્પર્શ મારી લાગણીને રોકી નહતો શકતો.વિચાર મનમાં એક જ ચાલતો આ સમયે અહીં જ થંભી જાય અને આ હાથ મારા હાથમાં હમેશા માટે આમ જ રહી જાય...હાથ પકડી વિચારો માં ગુમ હું એને છોડવા નહતો માંગતો. મારી આંખો સામે ચપટી વગાડીને એને કહ્યું, હેલ્લો મિસ્ટર, ભાન માં છો કે? એક ઝાટકા સાથે એનો હાથ છુટી ગયો મારાથી. નજર મિલાવી નાં શક્યો ને એ જ પળે હું ત્યાંથી નીકળી ગયો. દિલમાંથી ફરી અવાજ આવ્યો આ શું દોસ્ત, તારે તારી દિલની વાત કહી દેવી જોઈતી હતી આ સારો મોકો પણ હતો અને દસ્તુર પણ. પણ યાર મારા માં હિંમત નથી, એની સામે એક નજર મિલાવી હું જોઈ નથી શકતો તો કહું કઈ રીતે ?, મે પણ પ્રત્યુતર આપ્યો.

અનેક સવાલો અને જવાબો પછી હિંમત કરી કે કદાચ આ છેલ્લો ચાન્સ છે આના પછી કદાચ હું ક્યારેય કહી નહિ શકું. મારા એ પ્રેમ ને એના સિવાય બધા જ જાણતા હતા. દોસ્તો એ માહોલ બનાવ્યો એને મે હિંમત કરી..એની દોસ્ત જોડે એ ઉભી હતી એની પાછળ ફૂલ લઈને ગયો..હાથ એના ખભે અડાડી એને બોલાવી, એના પાછળ ફરતા ની સાથે જ દિલ ૧૨૦ ની સ્પીડ પર ધડકવા લાગ્યું ને હાથ ઠરથરવા. ગુંટણ પર બેસી ને ફૂલ આગળ કર્યું . હું એને કંઇ કહું એના પેલા જ મારા ગાલ પર એને ગસીને એક થપ્પડ મારી દીધો. હું ભરાઈ ગયો ને ફૂલ ફેકી ત્યાંથી નીકળી ગયો. બધા વચ્ચે થયેલું મારી લાગણી નું અપમાન મારા દિલ થી સહન નહતું થતું. એક રૂમ માં બેસી એકલો મન ભરીને રડ્યો.

મને થયું કદાચ ભૂલ મારી જ હતી.કોઈના મનમાં મારા વિશેની લાગણી ને જાણ્યા સિવાય મારે આમ બધા સામે નહતું કહેવું જોઈતું.આ દિવસ ને હું યાદગાર બનાવવા માંગતો હતો અને સાચે જ આ દિવસ એને બહુ યાદગાર બનાવી દિધો.ક્યાંક એને પણ હર્ટ થયું હશે એમ વિચારી હું એની પાસે માફી માંગવા જ જતો હતો કે, મમ્મી એ એક થપ્પડ માર્યો અને હું ઊંઘમાંથી ઉઠી ગયો. આજુ બાજુ જોયું તો હળવાશ થઈ કે દોસ્ત આ તો એક સ્વપ્ન હતું. ખુશ થયો હું ,પણ આ સ્વપ્ન દ્વારા મને એ હકીકત સમજાવી ગયું. એના માટેનો પ્રેમ મારા દિલમાં જીવતો રહેશે પણ એને કહી હું મારી કે એની લાગણી નું અપમાન નહિ કરું , એવું વિચારી લીધું. આ એકતરફી પ્રેમ માં પણ એક અલગ જ મજા છે દોસ્તો. ના ઉમ્મીદ , નાં પ્રેમ પામવાની અપેક્ષા. બસ દિલ સાથે એના માટેનો પ્રેમ રોજ વ્યક્ત કરવો અને એ લાગણી સાથે રોજ જીવવું.રોજ એને પ્રેમ કરવો અને ખુશ રહેવું.

બીજા રસપ્રદ વિકલ્પો