Homeless books and stories free download online pdf in Gujarati

બેઘર

ઝરમર-ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. જુનેદાના ઉન્નત ઉર પર તે જાણે રીઝી ગયો હોય એમ લાગી રહ્યું છે. જુનેદાએ પોતાના પલળી ગયેલા વસ્ત્રો ઠીક ક્યાં હજુ ઝરમર ઝરમર વરસાદ વરસવાનો ચાલું હતો. આવા સમયે જુનેદાની મદદે જાદવ આવે છે ને કહે છે

જુનેદા તને એતરાજ ન હોય તો તું મારી જોડે મારી બાઈક આવી જા. જુનેદાએ પોતાના પર નજર કરી તેના અંગો તેની જુવાનીના દર્શન કરાવતાં હતાં. જાદવ શું વિચારમાં પડી છે હુ તને તારાં ઘર સુધી પહોંચાડી દઈશ. જુનેદાએ હા ! મા માથું હલાવીને જાદવ પાછળ બેસી ગઈ.

જુનેદાએ જાદવને પોતાના ઘરથી થોડે દૂર બાઈક ઊભી રાખવા કીધી. જાદવે કારણ પુછ્યું જુનેદાએ કહ્યું મારા અબ્બુ અમ્મીને મારુ કોઈ ગેર કોમના વ્યક્તિ જોડે ફરવું ગમતું નથી. જાદવ જુનેદા ને મુકીને પોતાના ઘરે આવ્યો.

જમી પરવારીને તે પોતાના રુમમા ગયો તેને જુનેદા એ કહેલાં શબ્દો યાંદ આવવા લાગ્યા. મારા અબ્બુ અમ્મીને મારુ ગેર કોમના વ્યક્તિ જોડે ફરવું ગમતું નથી. તે વિચારમાં પડી ગયો જમાનો કેટલો બદલાઈ ગયો છે.

જે મુસલમાન પહેલા પોતાની પત્નીનું ઓપરેશન ન હોતા કરાવતાં તે આજે હોસે હોસે ઓપરેશન કરાવે છે. હવે મુસલમાનો ને પણ બે જ બાળકો હોય છે. જેનું જીવતું જાગતું ઉદાહરણ જુનેદા છે. જુનેદાના અબ્બુ જાફરભાઈને જુનેદા અને જાવેદ એમ બે જ સંતાનો છે.

જાફરભાઈની પત્ની સાયરાબાનુ પોતે બુરખો પહેરીને બજારમાં નીકળતા સાથે સાથે જુનેદા ને પણ પહેરાવી દેતાં. જુનેદા મોટી થઈ દસમાં ધોરણમાં આવી હવે તેણે બુરખો પહેરવાનું છોડી દીધું હતું. બારમાં ધોરણ સુધી તે સલવાર કુર્તી પહેરતી હતી.

કોલેજમાં આવીને તેણે મજહબના દરેક બંધન તોડવાની શરૂઆત કરી. તે હવે જિન્સ પેન્ટ અને ટી-શર્ટ પહેરવા લાગી હતી. મા બાપ પહેલા પહેલાં તેને લડતાં પણ પછી જમાના પ્રમાણે છોકરી પહેરે એમાં વળી વાધો શું છે ? અને પછી તેણે બુરખા ને તિલાંજલી આપી દીધી. હવે તેને છોકરાઓ જોડે પણ દોસ્તી કરી લીધી હતી. જાદવ પણ તેમાનો એક હતો.

કોલેજમાં જુનેદા અને જાદવ ની દોસ્તી ની વાતો થતી હતી. જાદવ જુનેદાનો ખાસ મિત્ર હતો. ધિરે ધિરે તે જુનેદા ને ચાહવા લાગ્યો હતો. આજે જુનેદાએ જે કહ્યું તેના પછી તેની જુનેદા આગળ પોતાના પ્રેમનો એકરાર કરવાની હિમ્મત રહી નહોતી. હવે તે જુનેદાથી દૂર દૂર રહેવા લાગ્યો. જુનેદાને પણ આશ્ચર્ય થયું કે જાદવ આમ કેમ કરે છે.

જાદવ જુનેદાથી થોડી વાર વાત કરી કામ છે એમ કહી જતો રહેતો.આમને આમ પંદર દિવસ વિતી ગયા. જુનેદા પણ બેચેન રહેવા લાગી તેને કશું ગમતું નથી બસ જાદવના વિચારો આવ્યા કરે છે. જાદવની મીઠી મીઠી વાતોને સાંભરી સાંભરી તેની આંખોમાં નમી આવી ગઈ. તેણે નક્કી કર્યું કે કાલે જાદવ ને કેન્ટીનમાં બોલાવી બધી વાતની ચોખવટ કરી લેવી છે.બીજા દિવસે જુનેદાએ જાદવને કેન્ટીનમાં બોલાવ્યો.

જાદવ આવ્યો બોલ જુનેદા શું કામ છે જુનેદા બોલી તું મારી જોડે કેમ આમ કરે છે. મારી જોડે સરખી વાત પણ નથી કરતો. આટલું બોલતાં બોલતાં તો જુનેદાની આંખ ભીની થઈ ગઈ.

જાદવ જુનેદાની નજીક જઈ ને તેની આંખો લૂછતાં લૂછતાં કહ્યું હું તારી જોડે ક્યાં નથી વાત કરતો. જુનેદા ના તું ખોટું બોલે છે તે દિવસ પછી તું મારાથી દૂર દૂર રહેવા લાગ્યો હોય એવું મને લાગે છે. તું સાચું સાચું જ મને કહે. જાદવ તું તે દિવસે વરસાદમાં ભીંજાય ગઈ હતી ને હું તને તારાં ઘરે મુકવા આવતો હતો પણ તે કહ્યું કે તારા અબ્બુ અમ્મીને તારું ગેર કોમના વ્યક્તિ જોડે ફરવું ગમતું નથી એમ કહીને તું તારા ઘરથી થોડે દૂર ઉતરી ગઈ.

જો તારા અબ્બુ અમ્મીને તારું ફરવું ગમતું નથી તો પછી મારું તારાથી દૂર રહેવું જ યોગ્ય છે એવું મને લાગ્યું. જુનેદા તું ખોટું બોલે છે આ સાચી વાત નથી તને મારી કસમ છે સાચી વાત કર. જાદવ તને મુકીને હુ ઘરે ગયો પછી તારા વિચારોમાં આખી રાત ઉંઘ આવી નહીં. મને એમ થયું કે જુનેદાના અબ્બુ અમ્મીને તારું ગેર કોમના વ્યક્તિ જોડે ફરવું ગમતું નથી તો પછી હું તો તને પ્રેમ કરવા લાગ્યો હતો અને કદાચ તું તારા અબ્બુની જેમ વિચારવા લાગી હોય અને તારા નજીક રહી હુ મારાં પ્રેમને છુપાવી પણ ના શકતો આટલું બોલતાં બોલતાં તેની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી.

જુનેદાને જાદવ બન્ને એક બીજાને બાથમાં ભરી ખૂબ રડ્યા. જુનેદા અને જાદવે એક બીજાને વચન આપ્યું કે આપણે ભવ ભવ સુધી સાથે રહીશું.

જુનેદા ને જાદવ હવે કાયમ સાથે જ મળતાં કેન્ટીનમાં હોય કે કોલેજમાં. રવિવારે તો બન્ને ફિલ્મ જોવા જતા હવે તેમની પ્રેમ કહાની કોલેજનાં દરેક વ્યક્તિ ને ખબર હતી. જુનેદાના ભાઈ જાવેદ ને જુનેદા અને જાદવ ના પ્રેમની
ખબર પડી ગઈ. જાવેદે તેના અબ્બુ અમ્મીને કહી દીધુ જુનેદા કોલેજમાંથી આવી એટલે અબ્બુ અમ્મી તેને કહેવા લાગ્યા જાવેદ કહે છે તે વાત સાચી છે.
જુનેદા જાવેદે કઈ વાત કરી છે. તારા અને જાદવ ના પ્રેમની. જુનેદા હા !હું અને જાદવ એકબીજાને ખૂબ પ્રેમ કર્યે છે અને એક બીજા વગર રહી ન શકીએ. જુનેદાના અબ્બુએ જુનેદા ને ઘરમાં બંધ કરી દીધી. જુનેદાએ ખાવાનું બંધ કરી દીધું. જુનેદાએ જીદ પકડી કે પોતે જાદવ સાથે જ લગ્ન કરશે. તેના માતા-પિતા માન્યાં નહીં. જુનેદા ને પિતાએ કહ્યું તેની અને આપણી કોમ અલગ-અલગ છે મારી કોમમાં શું આબરૂ રહેશે.

જુનેદા જ્યારે આપણી કોમના છોકરોઓ ફરી -ફરી લગ્ન કરે છે ત્યારે કોમની આબરૂ નથી જતી. હું તો એક પત્ની વ્રત રાખવામાં માગતાં અને મને પ્રેમ કરતા જાદવ જોડે જ લગ્ન કરીશ.

જુનેદાના અબ્બુ અમ્મીને પણ એમ થયું કે અપણી કોમ કરતા તો આપણે જેને કાફિર કહીએ છીએ તેમની કોમ સારી છે જે સ્રીને અર્ધાંગિની માને છે અને પુરુષ સમોવડી ગણવામાં આવે છે. જ્યારે આપણી કોમમાં તલ્લાક તલ્લાક કરીને બે-ચાર બીવી કરવામાં આવે છે. હું મારી લાડલીને તે કહે ત્યાં પરણાવીશ. અબ્બુ જુનેદા જા જાદવને કહેજે કે તેના માતા પિતાને મોકલે.

જુનેદાએ જાદવને કહ્યું. જાદવે પહેલાથી જ તેના માતા-પિતા ને જણાવી દીધું હતું કે તે જુનેદાથી લગ્ન કરવા માગે છે. જાદવ ના માં બાપ થોડા વિરોધ પછી માની ગયા હતા. જાદવ માતા-પિતા જુનેદાના ઘરે આવ્યા ને જુનેદા અને જાદવ ના લગ્ન નક્કી થયા. પાર્ટી પ્લોટમાં બન્નેનાં હિન્દુ તેમજ ઇસ્લામના રીત રીવાજ પ્રમાણે ધામધૂમથી લગ્ન થયા અને બન્ને આજે ખૂબ ખુશ છે અને બન્નેના માતા પિતા પણ !


બીજા રસપ્રદ વિકલ્પો