જન સંખ્યા નિયંત્રણ કાયદો: આવશ્યકતા કે જરૂરિયાત Yash Patwardhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જન સંખ્યા નિયંત્રણ કાયદો: આવશ્યકતા કે જરૂરિયાત

સમગ્ર વિશ્વમાં લગભગ ૨૦૦ જેટલા નાના-મોટા દેશ છે. જેમાં ૭.૮ બિલિયન જેટલી વસ્તી વસે છે. એવું કહેવાય છે કે આખા વિશ્વની અડધી વસ્તી એશિયામાં વસે છે. જેની સંખ્યા ૪.૬૯ બિલિયન છે. નોંધનીય વાત એ છે કે એશિયામાં પણ ભારત અને ચીન આ બે દેશની વસ્તી મહત્તમ યોગદાન આપે છે. તે અનુક્રમે ૧.૩૮ બિલિયન અને ૧.૪૧૨ બિલિયન. હવે ભારત જેવા દેશ માટે મોટા પ્રમાણમાં જન વિસ્ફોટ એ સમસ્યા છે કે મિલ્કત આ વિષય પર ભારતીય વિચાર મંચ,ગુજરાત દ્વારા આયોજિત કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ. ડૉ. રાકેશ સિંહાજીએ ઉદ્બોધન આપ્યું જેમાં એમણે વિવિધ મુદ્દાઓ પર વિસ્તારથી ચર્ચા કરી.
રાકેશ સિંહાજી એ સાંસદમાં જન સંખ્યા નિયંત્રણ માટે એક બિલ લાવ્યા છે જેનાથી દેશની વસ્તી નિયંત્રણમાં રહે. તેમણે જણાવ્યું કે ઈ.સ ૧૯૪૦ માં જવાહરલાલ નહેરુએ નેશનલ પ્લાનિંગ કમિટીની રચના કરી. ત્યારબાદ ૧૯૪૬ માં જ્યારે ભારતની આંતરિમ સરકાર બની ગઈ હતી ત્યારે હેલ્થ સર્વે ડેવલોપમેન્ટ કમિટીએ એક અહેવાલ છાપ્યો જેમાં કહેવામાં આવ્યું કે જન સંખ્યાએ ખૂબ મોટી સમસ્યા છે. આઝાદી બાદ પહેલી પંચવર્ષીય યોજનામાં જન સંખ્યા નિયંત્રણ માટે ૧૫ લાખ રૂપિયા ત્યારબાદ ક્રમશ: ૨ કરોડ,૨૪ કરોડ અને પાંચમી પંચવર્ષીય યોજનામાં ૩૬૬ કરોડ ખર્ચ કરવામાં આવ્યો. એવું કહેવાય છે કે ૧૯૭૪ થી ૨૦૧૪ સુધી જન સંખ્યા નિયંત્રણ માટે ૨ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે પરંતુ તેનું પરિણામ દેખાતું નથી કારણકે તેમાં નિયત,ગંભીરતા અને તર્ક ની કમી જોવા મળે છે.
૨૯ જાન્યુઆરી ૨૦૦૫ માં ઇકોનોમિક & પોલિટિકલ વીકલી નામનું મેગેઝીન જે વામપંથ પ્રેરિત મેગેઝીન છે તેમને એવું દર્શાવ્યું કે જન સંખ્યા નિયંત્રણ કાનૂનના નામે 'Saffron Demographic' ની વ્યાખ્યા આપી. તેમણે એવું કહ્યું કે આ મુદ્દો ફક્ત એક સંગઠનની જ યોજના છે. આઝાદી પહેલા ૧૯૧૨ મા કોંગ્રેસના નેતાના જમાઈ યુ.એન.મુખર્જીએ 'ડાઇવિંગ રેસ' નામક એક પુસ્તકમાં લખ્યું કે "At the End of the year they count their gains and we calculate our loss"
આનો અર્થ છે કે વર્ષ સમાપ્ત થતા તે લોકો તેમનો લાભ ગણે છે અને આપણે આપણું નુકસાન ગણીએ છીએ." આવી જ રીતે ૧૯૦૧ માં એક.એસ.રીસલી જે જનગણના ના અધિક્ષક હતા તેમણે કહ્યું કે મુસ્લિમ અને ઈસાઈ જ્યારે સમાજમાં પુન: જાગરણ તરફ જઈ રહ્યું છે. શું હિન્દુ સમાજ પોતાનું દુર્ગ બચાવી શકશે? બંગાળમાં હિન્દુઓ ની સંખ્યા મુસ્લિમો કરતા બમણી હતી છતાં બંને વસ્તી વૃદ્ધિમા સરખું યોગદાન આપે છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતે પણ કહ્યું છે કે આપણી જોડે કેટલા પ્રમાણમાં સંસાધન લોકોના પેટ ભરવા માટે હશે અને આપણે કેટલા શિશુઓને જન્મ આપીશું આ બંને વસ્તુનું સંતુલન થવું જરૂરી છે. આ કોઈ 'Saffron Demographic' નહીં પરંતુ'National Demographic' છે.રાકેશજી એ કહ્યું કે TFR(Total Fertility Rate) એટલે કુલ પ્રજનન દર. તેની ગણતરી આ પ્રકારે થાય છે કે એક સ્ત્રી પોતાની પ્રજનન આયુમાં(૧૪ વર્ષ થી ૪૯ વર્ષ સુધી)માં જેટલા બાળકોને જન્મ આપે છે તેની સરેરાશ ને TFR કહેવાય છે. ઈંગ્લેન્ડમાં ૨૦૧૯ મા ૩,૨૯,૦૦૦ બાળકોનો જન્મ વિવાહિત સ્ત્રીથી થયો જ્યારે ૨,૭૭,૦૦૦ બાળકોનો જન્મ
અવિવાહિત સ્ત્રીથી થયો. કેટલાક આંકડા જોઇએ તો યુકેમાં ૪૦% બાળકો લગ્ન પહેલાં જન્મ લે છે જ્યારે યુ.એસ મા ૪૭%,ફ્રાંસમાં ૬૦.૪% વગેરે. ભારતમાં આનો કોઈ રેકોર્ડ જ નથી. તેથી ભારત માટે TFR લાગુ ના થઈ શકે. ભારતમાં એક મોટો સર્વે થયો જેમાં ૧.૭ મિલિયન ઘર અને ૬.૫ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો અને તેનાથી TMFR(Total Marital Fertility Rate) વિવાહ બાદ એક સ્ત્રી કેટલા બાળકો ને જન્મ આપે છે તે. ભારતમાં TFR ૨.૧ છે જ્યારે TMFR ૪.૯ છે.
બિલમાં દંપતી દીઠ બે-બાળકની નીતિ રજૂ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે અને તેનો હેતુ શૈક્ષણિક લાભો, કરવેરામાં કાપ, હોમ લોન, મફત આરોગ્યસંભાળ અને વધુ સારી રોજગારીની તકો જેવા વિવિધ પગલાં દ્વારા તેને દત્તક લેવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
૭ જુલાઈ ૨૦૨૧ ના ​​રોજ,ઉત્તર પ્રદેશની સરકારે વસ્તી નિયંત્રણ અંગેનો ડ્રાફ્ટ બિલ બહાર પાડ્યો. ઉત્તર પ્રદેશ વસ્તી (નિયંત્રણ, સ્થિરીકરણ અને કલ્યાણ) બિલ, ૨૦૨૧, રાજ્યમાં ૨૦૨૨ની ચૂંટણીઓને અનુલક્ષીને, રાજ્યની વસ્તીને નિયંત્રિત કરવા માટે એક કઠોર ડ્રાફ્ટ હોવાનું માનવામાં આવે છે. બિલ આશ્ચર્યજનક ન હતું કારણ કે ઘણા લોકો માને છે કે તે લાંબા સમયથી મુદત વીતી હતી કે ઝડપથી વિકસતી વસ્તીને નિયંત્રિત કરવા માટે કેટલાક પગલાં જરૂરી છે. ઉત્તર પ્રદેશ સરકારે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આગેવાની હેઠળ, વસ્તીને નિયંત્રિત કરવાના આ ઉદ્દેશ્યને હાંસલ કરવા માટે બિન-જબરદસ્તી પગલાંને બદલે મજબૂત હાથની રણનીતિ અપનાવી. ખરાબ રીતે તૈયાર કરાયેલા બિલની ભેદભાવપૂર્ણ, ગેરબંધારણીય, ખતરનાક અને ઘણા લોકો માટે ધમકીઓનું બંડલ હોવા માટે પણ ટીકા કરવામાં આવી રહી છે.
આપણે જોઈ રહ્યા છે કે યુ.એસ.એ અને યુરોપના દેશોમાં જનસંખ્યા ઓછી થઈ રહી છે તો કેટલાક લોકો એ વિચારે છે કે આપણી જનસંખ્યા એ મિલ્કત છે આપણે ત્યાં જઈને કામ કરીશું. પરંતુ કોઈ પણ બીજા દેશમાં મજૂરી કરવાથી આપણા દેશની સંપત્તિનું સર્જન ના થાય. મજૂરી કરવી હશે તો આપણા દેશમાં કરીશું પણ બહાર જઈને ભીખ નહીં માંગીએ. આપણે બીજા દેશમાં જઈશુ તો માલિક બનીને જઈશુ નહીં કે મજૂર બનીને.૧૯૫૧ થી ૨૦૧૧ સુધી વસ્તી ગણતરીમાં જોવામાં આવ્યું છે કે ૧૯૫૧ માં હિન્દુઓ ૮૪.૦૭૨% હતા અને ૨૦૧૧ માં તે ઘટીને ૭૯.૦૬% રહી ગયા છે અને બીજી તરફ મુસ્લિમો ૧૯૫૧ માં ૯.૮% હતા જે વધીને ૧૪.૭૮% થઇ ગયા છે. ૨૦૧૧ માં એ પણ જોવા મળ્યું કે આસામમાં અને અન્ય રાજ્યોમાં હિન્દુઓ ની વસ્તી ૧૦.૫% વધી અને મુસ્લિમોની વસ્તી ૨૯.૬% વધી. આના પરથી ખબર પડે છે કે આવો વર્ગ છે જે જન સંખ્યા વધારીને દેશની ડેમોગ્રાફિ બદલવા માંગે છે.
રાજ્યસભા સાંસદ રાકેશ સિંહ એ જન સંખ્યા નિયંત્રણ માટે એક બિલ રજૂ કર્યું છે જેમાં વિવિધ જોગવાઈ,નિયમો છે. જેમાં કાનૂન સાંસદમાંથી પસાર થયા બાદ ૧૮ મહિના સુધી દમનકારી સ્વરૂપે લાગુ નહીં થાય. પરંતુ ૧૮ મહિના પછી જો કોઈ કાયદો તોડશે તો તેની જોડે અપરાધી જેવો વ્યવહાર થશે,તેના મતદાન પણ નહીં કરી શકે. જો કોઈ વ્યક્તિ કહે કે મારે મતદાન નથી આપવું હું તો વધારે બાળકોને જન્મ આપીશું જ.તેવી સ્થિતિમાં તેવા લોકોને Detention Center એટલે કે અટકાયત કેન્દ્ર મા નાખવામાં આવશે. ૧૧ વર્ષ બાદ આ કાયદો આપોઆપ રદ્દ થઈ જશે. ૧૧ વર્ષ બાદ સમાજમાં કાયદાની સમીક્ષા થશે જો કાયદો અસરકારક રહેશે તો ફરીથી ૧૧ વર્ષ લાગુ થશે. આ કાયદામાં સંશોધન પણ કરી શકાશે.
રાકેશજી એ કહ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે સુનહરા ભારતની વાત કરે છે એમાં કોઈ પણ સમુદાયને સમાપ્ત કરવાની વાત નથી કરતું પણ બધા જ લોકોના પેટ ભરવાની વાત કરે છે. જેમ દૂધમાં ખાંડ ભળી જવાથી મધુર સ્વાદ આવે છે તેવી જ રીતે હિન્દુ સંસ્કૃતિ રૂપી દૂધમાં દરેકે સમુદાય ખાંડની જેમ ભળી જાય તો ભારતને વિશ્વગુરુ બનવાથી કોઈ રોકી નહીં શકે.