આ બધા વિચારોની મથામણમાં મે લગભગ બે કલાક કાઢી નાખ્યા હસે અને એ દરમ્યાન મારી આસ પાસ ગાડીમાં શું શું થયું એનો પણ મને ખ્યાલ ન હતો. જેમાં જો હાલની પરસ્થિતિ જોતા હું કહું તો બધા મસ્તીમાં જ હતા એટલે બે કલાકમાં કઈ ખાસ તો બન્યું ન હતું. સાથે સાથે ગણા ખરા તો ગૌર નિંદ્રામાં હતા અને ગાડી પણ જપાટા ભેર ચાલી રહી હતી. હું હાલ જાગ્રત અવસ્થામાં હોવાથી ગાડીની અંદર અને બહાર બંન્નેની શાંતિ મહેસૂસ કરી રહ્યો હતો. સાથે સાથે છેલ્લાં બે કલાકના વિચારોના ચકડોળે ચળેલું મન પણ આ શાંતિથી પ્રફુલ્લિત હતું. મનને થોડી રાહત હતી અને આ શાંતિથી મારી આંખ ક્યારે મળી ગઈ એનો મને ખ્યાલ ન રહ્યો (અચાનક ગાડીની બ્રેક વાગતાં ગાડીના તમામ લોકો જાગ્રત તથા અને બધાની નજર મયુરભાઈની શીટ પર ગઈ હું પણ ઊંઘમાં અચાનક ખલેલ પડતાં જાગી ગયો. મે મયુરભાઈને ગાડીમાંથી ઊતરતાં જોયા એટલાંમાં અમારા રોનીભાઈ બોલ્યા
રોની- કેમ મયુરભાઈ શું થયું?
મયુરભાઈ - અરે કઈ નઈ ખાડો હતો કદાચ આતો જોવા ઉતર્યો કે ગાડીના ટાયરને કઈ થયું નથીને. મયુરભાઈએ પાછું એમનું સ્થાન લીધુ અને ગાડી ઉપાડી. થોડો સમય થયો હશે અને અર્ચના બોલી કે હવે જમવું પડશે હવે કેટલું દૂર છે ? ક્યાં જમવાનું છે? હજુ પણ દૂર હોય તો હવે પછી નજીકની હોટેલમાં જમી લઈએ.
ચિરાગ- હવે શું જમવાનું? અત્યારે જમવાનું રાખીશું તો પાછું હતું એનું એજ.
સમય વગર આયોજન કરો એટલે આવું જ થાય, ન જમ્યા ના, ને ન પોક્યા ના.
ચિરાગશાહ ભાગ્યે જ બોલતો માણસ એટલે એના બોલવાં પર બોલવાં કરતા બધાંને એની વાતો કટાક્ષ વધારે લાગે અને આથી અર્ચના અને ચિરાગ વચ્ચે થોડો જઘડા જેવો માહોલ થઈ ગયો. જેમાં અશોકભાઈ દ્વારા બંને વચ્ચે સમાધાન કરાયું અને જમવાના વિષયનો સસ્તો રસ્તો શોધી કાઢયો. જેમાં બધાની ઈચ્છા વેલી તકે ઠેકાણે પહોંચવાની હોવાથી જમવાની કોઈને ઈચ્છા ન હતી અને આથી જે તે બે ચારને ભૂખ લાગી હતી તેમની માટે રસ્તામાંથી નાસ્તો લઈ લીધો અને ગાડીએ હવે માત્ર લક્ષ્મીપુરનું લક્ષ સાધ્યું હતું.
આમ કલાકોના સફર પછી અમે લક્ષ્મીપુર આવી પહોંચ્યા, ગામમાં એક દમ સન્નાટો હતો. જેમ ગાડી આગળ ગતિ કરતી હતી તેમ ગામના સન્નાટાનો અવાજ તીવ્ર બનતો હતો સાથે સાથે તમરા અને ક્યાંક શેરીના કૂતરાં ભસવાનો અવાજ પણ હતો. માત્ર આ બે પ્રકારના અવાજ સિવાય અન્ય કોઈનો અવાજ કાને ન પડતાં સન્નીની મસ્તી ક્યાંય પાછી પડે ખરી? (સન્ની રોનીની ઉડાવતા તેની સાથે અમારા હાસ્ય કલાકારો પણ જોડાયા)
સન્ની - અરે લાગે છે આપડે ભૂલા પડ્યા મયુરભાઈ. આ રોનીભાઈએ ખોટો રસ્તો બતાવ્યો લાગે છે. (રાહુલ અને રાજુ સામે જોઈ આંખ મારતા)
સન્ની - શું! મયુરભાઈ રોનીભાઈ પર એટલો પણ વિશ્વાસ ના કરો. આ જોવો આપણને ક્યાં લઇ જાય છે. કોઈ ચકલું પણ ફરકતું નથી. ખરેખર અહી માણસ વસાહત છે કે પછી કુતરાઓની મહેમાન ગતિએ જવાનુ છે(ખડખડાટ હસતાં)
એટલામાં રાજુ - હાં એટલો સન્નાટો જોઈને તો સ્મશાન યાત્રાની યાદ આવે છે હાં હાં હાં હાં...
(રાજુના આવા વાક્યો સાંભળીને મને બહુ ગુસ્સો આવ્યો અને હું મનોમન બબળ્યો કયા સમય શું બોલવું, શું નઈ તેનું ભાન જ નથી. આખો સમય બસ બકવાસ મસ્તી)
આવા વાક્યોથી માત્ર રાહુલ અને સન્ની સિવાય બધા રાજુની બુધ્ધિને મનોમન કોષતા હતા કેમ કે સ્વાભાવિક છે કે મોટે ભાગે આપણે આવી અશુભ વાતો બોલવાનું ટાળતા હોઈએ અને આ માણસ હજુ ચાલુ સફરે આવી વાતો કરે તેની સમજદારી પર ગાડીમાં બેઠેલા ગણા લોકોને મારી જેમ મારવાનું મન થયું પણ હવે બધા બેઠા બેઠા કંટાળ્યા હતા અને બેઠાબેઠ લાગેલ થાક અને ભૂખના કારણે કોઈ વધારાની માથાકૂટમાં પડવા માંગતું ન હતું. બધાનું હાલમાં માત્ર ઠેકાણે પહોંચીને જમીને આરામ બસ એજ લક્ષ હતું.
આમ મહામહેનતે બધા કન્ટ્રોલ કરીને બેસી રહ્યા એટલામાં ગાડી એક ચોકમા આવીને ઊભી રહી અને રોની દ્વારા કરાયેલા કૉલથી થોડે દૂર સામે એક ઘરની લાઈટ થઈ અને એક મારા પિતાની ઉંમરના એક કાકા અને જોડે એક અન્ય માણસ ફાનસ લઈને આવતા જણાયા. તેઓ અમારી ગાડી નજીક આવ્યાં એટલે રોની નીચે ઉતરીને તેમને સાથે ગયો અને થોડી માહિતી લઈને રોનીએ આવેલ કાકાની પાછળ બેસીને ત્યાંથી મયુરભાઈને તેની પાછળ આવવા ઈશારો કાર્યો અને મયુરભાઈ ગાડી તેમની પાછળ પાછળ લીધી. મોટરસાયકલ બે ત્રણ ગલીઓ પાર કરીને એક વરંડામાં પેઠી અને સાથો સાથ મયુરભાઈએ પણ ગાડી વરંડામાં લીધી. ગાડી એક યોગ્ય જગ્યાએ પાર્ક કરી એટલે બધા નીચે ઉતર્યા. એટલામાં સામે એક પછી એક પાંચ રૂમોમાં લાઈટો થઈ જેથી અમારી જાણકારી પ્રમાણે અમે સૌ અમારા આજના રહેઠાણ પર હતા. એટલામાં તે રૂમની પાછળની બાજુએથી એક મોટી ઉંમરના વડીલ, બે ભાઈઓ અને બે બહેનો અને તેમના ચાર- પાંચ સંતાનો આવ્યા. દાદાની ઉંમરના એ વડીલ અને એક મોટા પુરૂષનાં કહેવાથી બાજુમા ઊભેલ પુરુષ, બાળકો અને મહિલાઓ અમારી પાસે આવીને આગતા સ્વાગતા કરવા લાગ્યાં. મહિલાઓ શરમાતી ખચકાતી અર્ચના અને મધુ પાસે જઈને સામાન લીધો અને એમને સૂચવેલ એક રૂમમાં લઈ ગઈ. ત્યારબાદ અમને સૌને અમારા આજના રહેઠાણમાં લઇ ગયા ત્યાં અમારી રહેવાની વ્યવસ્થા બતાવી. હું અને ચિરાગ(અમે કુલ ૧૦ જણા હતા અને અમારી રહેવાની વ્યવસ્થા એક રૂમમાં બેની કરી હતી જેથી ચિરાગ આજના દિવસ પૂરતો મારો પાર્ટનર હતો અને એક અન્ય કારણ જોતા ચિરાગને મારા સાથે રહેવું પણ યોગ્ય લાગતું હતું)અમે થોડા ફ્રેશ થઈને આડા પડ્યાં એટલામાં એક બાળક આવીને અમને જમવા માટે સૂચન કર્યું. એટલે હું ને ચિરાગ જમવા માટે નીકળ્યા, ત્યાં અમે અમારાં સાથી મિત્રોને સાથે લેતા રહેઠાણની પાછળના ભાગમાં પહોંચ્યા. જ્યાં એ બે મહિલા બે પુરૂષ દ્વારા જમવાનું બનાવવાંમાં આવ્યું હતું અને વડીલ, સરપંચ અને બાળકો દ્વારા બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જમવાની બેઠક અને બનાવેલ ભોજનની સુગંધથી હવે વધારે રાહ ન જોવાનું સમજદારી સમજીને મે સીધું મારું આસન લઇ લીધું એ જોઇને એક પછી એક બધાએ પોત-પોતાની બેઠક લીધી અને ત્યારબાદ જમવાનું પીરસવામાં આવ્યું.
જેમાં પ્રથમ રાજગરાનો શિરો, ત્યારબાદ વાલોર- બટેકાનું શાક, મોગરદાળ અને લીલીભજીનું શાક, દૂધની કઢી- ચિખડી અને જુવાર બાજરીના રોટલા (આટલું ભાણું થાળીમાં જોઇને એક હદ સુધી તો જેટલું શરીરમાં પાણી હતું એ બધું મોંમાં આવી ગયું હતું) એટલે હું કોને જમવાનું શુરૂ કર્યું એનો વિચાર કર્યા વગર મે જમવાનું શરૂ કરી નાખ્યું અને એમ પણ મારાથી વધારે ભૂખ સહન થાય નઈ અને એમાંય આજ તો સવારથી જે જે પણ ચાલ્યું એ જોતા, એમાંય સવારના નાસ્તા પર જ હતા અને સાંજના ભોજનમાં પણ રાત પડી ગયેલ હોવાના કારણે આવા ભોજનની આશા ન હતી પણ આજ કઈક ભગવાન મહેબાન હતો જેથી એવા છપ્પન ભોગને પણ ફિકા પાડે તેવું ભોજન નસીબ એ લખાયું હતું એટલે મારી જેમ બીજાનુ પણ જમવામા જ ધ્યાન વધારે હતું.
થોડી વારમાં અમે સૌ જમી અમારાં રહેવા અને જમવાની આટલી સરસ વ્યવસ્થા કરી આપવા બદલ અમે સરપંચ અને અન્ય સભ્યોનો આભાર માન્યો. ત્યારબાદ અમે સૌ પોત પોતાના રૂમમાં ગયા અને આડા પડ્યા એટલામાં સવાર ક્યારે થઇ ગઈ એનો કઈ ખ્યાલ ન રહ્યો અને જો બહારથી દરવાજો ખખડાવવામાં ન આવ્યો હોત તો થાકના માર્યા ઊંઘમાં હજુ પણ સવારનું ભાન ન હોત.
હું ઊઠ્યો અને નિત્યક્રમ પતાવી અમે બેય રૂમની બહાર નીકળ્યા ત્યારે બાર જોતા મને કાલ રાત અને આજ દિવસનો તફાવત ભર્યો નજારો અમે જોયો. આ નજારો જોઇને મને વિચાર આવ્યો કે કાલ રાત્રે જ્યાં માનવ વસાહત પર પ્રશ્ન હતા આજ એજ જગ્યાએ સવાર પડતા હસતું રમતું ગામડું હતું. કાલ રાતની સ્થિતિ જોઇને કોઇ ન કહે આવું હસતું રમતું ગામડું પણ રાતના અંધકારમાં અંજાય જાય છે અને એમાં રહેતા જીવો પણ સાંજ પડતા પોતપોતાના ઘરોમાં લિન થઇ જાય છે આ એક અલગ જ અહેસાસ હતો અને તે અમે બેય શહેરીબાબૂએ મહેસૂસ કર્યો હતો(શહેરની ભાગદોડ અને ભીડભાડ વાળા જીવન થી આ એક અલગ પડતો નજારો હતો જે જીવનની સાચી રહેણી કરણી નો યોગ્ય દાખલો હતો) મેં આ બધી કલ્પનાઓમાં ચારેકોર નજર ફેરવી ત્યાતો બાકી ના ટીમ મેમ્બર પણ આવી જતાં અમે સૌ ચા નાસ્તા માટે જ્યાં રાતના ભોજનની બેઠક હતી ત્યાં એકત્ર થયા. ચા-નાસ્તો કરીને તરત આગળના લક્ષ માટે અમારે રવાના થવાનું હતું. તેથી અમે ચા નાસ્તો પતાવીને અમારી આગતા સ્વાગતા કરવા બદલ અમે સૌનો આભાર માની ગાડીમાં બેઠા અને ગાડી વરંડામાંથી બહાર નીકળીને ગામના ગાંદરે થઈને પોતાનો રસ્તો લીધો હતો. હવે પછીનો રસ્તો અમારી કલ્પના પ્રમાણે સરળ હતો પણ ખ્યાલ ન હતો આટલો સરળ!........ ક્રમશ.
રહસ્યમય ભાગ ૧ અને ૨ ના આપના રિવ્યૂ આપવા બદલ આભાર....🙏 આગળની વાર્તા જાણવા માટે જોતા રહો રહસ્યમય....અને રહસ્યમય ૩ ના રિવ્યૂ આપવાનુ
ભૂલતા નઈ...... ધન્યવાદ.