રહસ્યમય - 1 Desai Jilu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રહસ્યમય - 1

પ્રકરણ - ૧.
(સવારનાં 5 વાગ્યે એલાર્મ વાગતાં)
હું આળસ મરોળતો અર્ધનિદ્રામાં ઉઠીને રોજીંદી ક્રિયા પતાવીને બેઠકરૂમમાં આવી ચાની રાહ જોતો આજના દિવસના કામનું મનોમન ટાઈમ ટેબલ બનાવતો હતો એટલામાં બા ચા લઈને આવી અને હું મારા આયોજનમાં ખલેલ પાડીને બાની ચા પીવામાં રસ વધારે લીધો.
હું - શું કવ બા તારી આ ચા માટે તો હું આવી કેટલીય સવારોનું બલિદાન આપી દઉં. તારી આ ચાથી જ જાણે મારા દિવસની સફળતા હોય એવું લાગે છે.
મારા આવા વખાણ સાંભળીને બાએ માત્ર હાસ્ય રેળ્યું અને હું ચા પીને ફાટકથી ઊભો થઈ ગયો અને મારા રૂમમાં મારી બેગ લીધી અને હું પાછો બેઠક રૂમમાં આવી બાને પગે લાગી દરવાજા તરફ નીકળ્યો ત્યાં અચાનક બાએ મારો હાથ પકડ્યો અને મે પાછું વળીને જોયું.
બા- કઈ ભૂલતો નથીને?
હું- તરત બાની સામે જોઈને એને ભેટ્યો અને વ્હાલ ભાર્યું કપાળમાં ચુંબન કરીને મેં એના કાનમાં કહ્યું 'આ કેમ ભુલાય' અને હું તરત બાર નીકળી ગયો.
બહાર મારા સાથી મિત્રો મારી રાહ જોઈને ગાડીમાં બેઠા હતા. હું તેમને મારી રાહ જોવા બદલ માફી માંગતા ગાડીમાં બેઠો. ગાડી ઉપડતાં જ મારાથી પાછળ જોવાઈ ગયું અને જાણે બહાર જવા પર અફસોસ થતો જણાયો. અંદરો અંદર જાણે મનખો ચીરતો હોય, કંઇક પાછળ છૂટી જશે તેવી અંદર ક્યાંક મનના ખૂણામાં બીક જણાઈ. જાણે ફરી ઘર જોવા નહિ મળે કે જાણે આ જીવનની છેલ્લી સફર હોય તેવો આભાસ મનમાં થતો હતો અને તેની જ સાથે જાણે હૃદય હવે પછીની ઘટના જાણવા આતુર બનતું હોય તેમ તેની સાથે પેટની પીળા પણ વધતી જણાઈ. આવા અનેક મનોવલણો ચાલુ હતા ત્યાં તો સન્નીનાં ખડખડાટ હાસ્યએ મારા મનોવલણને સ્થિર કરી દીધા અને મેં એમની રમુજી વાતોમાં રસ લીધો છતાં ક્યાંકને ક્યાંક આ આજે થયેલ અહેસાસની મનમાં કુતુહલતા તો હતી જ.
સન્ની- અરે રાહુલ યાર તે કીધું કેમ નઈ કે કિંજલ તારી પેલા ફ્રેન્ડ હતી?
રાહુલ- અરે જાની અમુક સંબંધમાં કેવાનું ના હોય.
સન્ની- ઑય ના કેવા વાડી આપણા વચ્ચે કેવા ના કેવાનું હોય છે પાછું?
રાહુલ- અરે જાની મજાક હતો, એમ મોં કેમ ચડાવે છે ? બોલ શું જાણવું છે તારે કિંજલ વિશે?
સન્ની- રેવાદે જાણી લીધું.
રાહુલ- અરે અરે ખોટું લાગ્યું મારી જાનીને? અલેલેલેલે....આમ આવ આમ આવ કાનમાં કઉ તને... હાં હાં હાં હાં...આવ...આવ....અરે આવ.
રાહુલ અને સન્નીની રમૂજી વાતોથી બધાના મોં પર હાસ્ય રેલાયું અને આવી વાતો અને મજાક મસ્તી સાથે અમે ઘણી સફર પર નીકળ્યા હતા. કોઈને ખ્યાલ ન હતો કે હવે આ સફરમાં શું થવાનું હતું. સફર સરળ રહેવાની હતી કે પછી ભયજનક, રહસ્યમય કે થ્રીલર.
સફરનો રસ્તો ખૂબ સરળ હતો. પાણીના રેલાની માફક ગાડી પોતાની ગતિ માપતી હતી અને આમ ગાડીની ગતિની સાથે સાથે સૂરજ પણ પોતાની દિશામાં ગતિ કરતો તેના કિરણો ધરતી પર પાથરતો હતો. અમારી કોઈ પણ સફર પર નીકળતા પેલા ઘરેથી ચા પાણી કરીને નીકળવાનું એ અમારી ટીમનો પહેલો નિયમ હતો. જેથી અમારી આ સફરમાં ઘણો ખરો રસ્તો કપાઈ ગયો હતો અને સાથે સાથે રસ્તો પણ સરળ હોવાથી ટીમને થોડો આરામ પણ મળી ગયો હતો. આમ થોડા સમયમાં ટીમ મેમ્બર પણ એક એક ઊંઘ લઈને ઊંઠયા હતા અને બધાને ૫ કલાકથી ગાડીની બેઠકમાં હવે પોતાની આળસ ઉડાળવા થોડા ફ્રેશ થવાની અને ચા-નાસ્તાની જરૂર હતી. જેથી બધાના નક્કી કર્યા પ્રમાણે હવે આગળ આવતી હોટેલમાં ચા નાસ્તા માટે રોકાવાનું નક્કી કર્યું અને ૧૦.૦૦ વાગ્યાની આસપાસ હોટેલમાં બધાએ ચા નાસ્તો કર્યો. તે દરમ્યાન હું મયુરભાઈ પાસે જાઈને.
હું- મયુરભાઈ તમને થાક લાગ્યો હોય તો હવે આગળના રસ્તે હું ગાડી ચલાઉ?
મયૂર- હાં..હાં.. કેમ વીરા મારું ડ્રાયવિંગ ના ગમ્યું કે?
હું- હાં..હાં... અરે ના ના તમારા ડ્રાયવિંગથી તો અમે બધાં જીવીએ છીએ. બાકી આમ દૂર દૂર સુધીની ગાડીમાં સફર કરવી અને એ પણ સમય અને સેફ્ટી સાથે એ કા તમારા જ પ્રતાપેને! (હાસ્ય રેલતા) આ સાથે મારા બોલેલા વાક્યોથી જાણે મયુરભાઈમાં અલગ સ્પૂર્તી પરોવાઈ હોય અને સૂરજના તેજ સમાન એમનો ચહેરો ખીલી ઊઠ્યો અને અમે પાછા ટીમ સાથે જઈને બેઠા. જ્યાં તેઓની વાતો કઈક અલગ જ હતી. ટીમ ? આ શબ્દ સાંભળીને આશ્ચર્ય તો થતું હશે તો ટીમ વિશે વાત કરીએ. તે પહેલાં આપણે ટીમના કામ વિશે જાણવું જરૂરી છે.
ભારત સરકાર દ્વારા ભારતના અનેક રાજ્યમાં ચાલતા અનેક સરકારી પ્રોજેક્ટમાનો એક આ પ્રોજેક્ટ હતો. જેનું નામ હતું અંતેવાસી. જેમાં ભારતના એવા રાજ્યો, પ્રદેશો કે જ્યાં સરકાર કે સરકારી લાભો પહોંચી શકતા નથી. તેવા પ્રદેશનો સર્વે કરીને એવા વિરાન પ્રદેશની માહિતી સરકારને આપીને સાથે ત્યાંના લોકોને સરકારી લાભ તથા અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોચાળવા તથા તેમને આધુનિકતા સાથે જોડવાનો પ્રયત્ન આ પ્રોજેક્ટ દ્વારા કરવામાં આવતો હતો. જેમાં સરકાર દ્વારા સ્પેશિયલ સોશીયલ ફિલ્ડ ઓફિસરની ૫ ટીમ બનાવવામાં આવી હતી. જેમાં એક ટીમમાં ૧૦ ફિલ્ડ ઓફિસર હતા. જેમાં અમારી ટીમનો પરિચય આપતાં - ૧. પ્રોજેક્ટ મેનેજર તરીકે અશોકભાઈ મોરી હતા. જેઓએ સ્નાતક પદવી સમાજશાસ્ત્ર અને અનુસ્નાતક પદવી સોશીયલ વર્કમાં મેળવેલ હતી . ૨. મારા ખાસ મિત્ર મયુર જા હતા. જેમણે અંગ્રેજીમાં સ્નાતક અને અનુસ્નાતક પદવી પ્રાપ્ત કરી હતી. સાથે સાથે સારા ડ્રાયવર પણ હતા. આમ તો ટીમના બાકી મેમ્બર પણ ડ્રાયવરની ભૂમિકામાં સારા હતા જેમાં બે મહિલા ડ્રાયવરનો પણ હું સમાવેશ કરું છું. હવે બે મહિલાની વાત કરી જ છે તો ચાલો તેમના વિશે થોડું પરિચયમાં કહી દઉં અમારા ટીમની બે મહિલા કે જે હાલના આધુનિક યુગની રાની લક્ષ્મીબાઈ હતી. ટુંકમાં કહું તો નીડર અને સાહસી કોઈ પણ પરિસ્થિતિમાં આંખ જબકાવ્યા વગર લડી શકે તેવી અને અમારા પ્રોજેક્ટની કામગીરી પ્રમાણે રાણી બનવું પણ જરૂરી હતું. વાત કરું તેમના પરિચયની તો અર્ચના દિવાન અને મધુ રોની બંન્નેએ સોશીયલ વર્કમાં સ્નાતક અને અનુસ્નાતક પદવી પ્રાપ્ત કરેલી હતી. હવે પછી આવ્યા અમારા ટીમના ચાર્લી ચેપ્લિન એટલે કે રાહુલ યાદવ અને રાજુ યાદવ બે જુડવા ભાઈઓ ન હોવા છતાં તેમની એક કાસ્ટથી તેઓ જુડવા ભાઈ હતા. જય-વીરુ કે પછી કરણ-અર્જુન કહી શકાય સાથે તેઓ અમારી ટીમમાં આજના યુગના હાસ્ય કલાકાર હતા. તેઓએ સોશિયલ વર્કમા સ્નાતક પદવી મેળવેલ હતી. ત્યારબાદ વાત કરું સન્ની પટેલ ખૂબ જ સરળ અને સહજ સ્વભાવ. અર્થશાસ્ત્ર વિષયમાં સ્નાતક થયો હતો ત્યારબાદ સોશીયલ વર્કમાં અનુસ્નાતક થયો હતો સાથે સાથે સન્નીએ અમારી ટીમનો સ્માર્ટ અને આકર્ષિત વ્યક્તિત્વ ધરાવનાર માણસ હતો પણ મારા જેટલો નઈ..... હાં..હાં.. હાં..હાં
હવે આવીએ ચિરાગ શાહ જે દેખાવમાં ખલી જેવો અને સ્વભાવમાં હીટલર જેવો જે માત્ર કામથી કામ અને ઓછું બોલતો માણસ હતો. જે સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાનમાં સ્નાતક અને અનુસ્નાતક થયેલ હતો. સાથે સાથે સારો કાઉન્સેલ પણ હતો અને સારો લીડર પણ. ત્યારબાદ વાત કરું રોની મલિકની ગરમ ખૂન અને ટૂંકી વિચારશક્તિ કોઈ પણ પરસ્થિતિમાં સૌથી ઉતાવળા નિર્ણય લેનાર માણસ સાથે સાથે ભૂગોળશાસ્ત્રનો 'ભ' પણ ભણ્યો ન હોવા છતાંય દરેક પ્રદેશની માહિતી મેળવવામાં માહિર જેમાં અમારી આ કામગીરીમાં સૌથી મહત્વની ભૂમિકા ભજવનાર માણસ તેને કહી શકાય.
પણ કહેવાય છે ને કે સમય કરે એવું કોઈના કરે. જે સમય જે થવાનું છે એ થઈને જ રહે. જેમાં અમારા આવનાર સમયમાં અમને પણ ક્યાં ખ્યાલ હતો કે અમારા આ ભૂગોળશાસ્ત્રી ભૂલા પડશે અને અમારા બધાનું જીવ જોખમાશે. પણ કેવાય છે ને સામા કાળને કોણ રોકી શકે જે થવાનું છે એ થઈને જ રેશે અને અમને કોઈને ખ્યાલ ન હતો કે હવે પછીના સમયે શું લખ્યું છે અને શું શું થવાનું છે અમારી સાથે........ ક્રમશ...
શું થશે અને કેવી રીતે તે જાણવા તેનું પ્રકરણ ૨ ની રાહ જો જો જરૂર અને હાં પ્રકરણ ૧ ના રિવ્યૂ જરૂર આપજો. આભાર 🙏