મારી નજરે - બુક રિવ્યૂ
'કહાનીમેં ટવીસ્ટ'
તમે આમ તો ઘણી બધી રહસ્યમયી વાર્તાઓ તો વાંચી જ હશે, પણ ‘કહાનીમેં ટવીસ્ટ’ પુસ્તક વાંચ્યા પછી તમને રહસ્યમયી ફિલ્મો પણ તમને ફિક્કી લાગવા માંડશે.
હા મિત્રો, શ્રી પ્રફુલ્લ કાનાબાર નું કહાનીમેં ટવીસ્ટ પુસ્તક રહસ્ય અને રોમાંચ થી ભરપૂર છે.
આ પુસ્તક ની વાર્તાઓ વિશે વાત કરીયે તો પ્રફુલ્લ ભાઈ એ આ પુસ્તકને પાંચ અલગ અલગ લઘુવાર્તાઓમાં વિભાજીત કરેલ છે. પાંચેય વાર્તાઓમાં ભરપૂર રોમાંચ, રહસ્ય, થ્રિલર છે. એક સામાન્ય લાગતી વાર્તા માંથી અલગ જ પ્રકારનો વણાંક આપીને પ્રફુલભાઈએ આ વાર્તાને શોભા આપી છે. હા અમુક વાર્તા ને થોડી લાંબી ખેંચીને થોડી એવી કંટાળા જનક બનાવી છે. પણ રસપ્રદ એટલી જ છે.
એક વાર્તા કુળદીપક જે થોડી લાંબી છે પણ કંટાળા જનક નથી. તમે જેમ જેમ આગળ વાંચશો તેમ તેમ તમને વધારે વાંચવાનું મન થશે. ‘આગળ શું થશે ?’ એ જાણવાની જિજ્ઞાસા જ તમને આ પુસ્તક આગળ વાંચવાનો શોખ જગાવશે.
ખરેખર જોવા જઈએ તો શ્વાસ થંભાવી દે તેવું સસ્પેન્સ આ વાર્તાઓમાં રેડ્યું છે. એક દંપતીના ઘરે સંતાન નથી હોતું જેથી તેઓ અનાથાશ્રમમાંથી બાળક ને દત્તક લઇ ને તેનું ભારણ પોષણ કરે છે, પણ થોડા વર્ષોબાદ એ દંપતીને ત્યાં બીજા બાળકનો જન્મ થાય છે. ટ્વીસ્ટ એવો આવે છે કે દત્તક લીધેલું બાળક પણ પોતાનું જ નીકળે છે. એ કઈ રીતે એ જાણવા માટે તમારે પુસ્તક વાંચવું પડશે.
બીજી વાર્તા એક એવા લેખક પર છે જેની નવલકથા પર થી મુંબઇનો મશહૂર એક્ટર બોલિવૂડની બ્લોકબસ્ટર ફિલ્મ બનાવવા જઈ રહ્યો છે. એ કહાનીમાં પણ એક એવો ટવીસ્ટ આવે છે જે તામ્ર શ્વાસ પણ થંભાવી દેશે.
બાકીની બધી વાર્તાઓ તમારે જાતે જ વાંચવી પડશે. આ પુસ્તક ખુબ મહેનત થી લખેલ છે પ્રફુલભાઇ એ. તો આપણે એમના આ પુસ્તકને 5 માંથી 4 સ્ટાર આપી શકીયે.
બાકી ઓલઓવર કોન્ટેન્ટ ખુબજ જબર દસ્ત છે. વાંચવાની ખુબ મજા આવશે. એક સ્થાને વાંચવા બેસો તો 2 કલાક સુધી તમને ઉભા ના થવાદે એ રીતે પ્રફુલભાઇ એ આ વાર્તામાં રસ પૂર્યા છે.
બાકી પ્રફુલભાઇ અત્યારે ઘણા અખબારોમાં પણ લઘુ વાર્તાઓ લખે છે. પણ અખબાર અને પુસ્તકમાં જે રીતે આપણે સરખામણી કરીયે છીએ તે રીતે જોવા જઈએ તો બંને થોડું થોડું સમાંતર લાગે છે. પુસ્તકોના સંદર્ભે આ વાર્તાઓ જે રીતે અખબારોમાં હોય છે તે જ રીતે લાગે છે. હા નવું ઈમ્પ્રુવમેન્ટ છે ખરું.. પણ આ જ વાર્તાઓ આપણે અખબારોની પૂર્તિમાં પણ વાંચીયે જ છીએ.
મૃત્યુંજય ની સરખામણી તો આ પુસ્તક સાથે કરી જ ના શકાય કારણ કે મૃત્યન્જાય એ નવા કોન્ટેન્ટ નો સાગર છે તેની પાસે આ પુસ્તક તળાવ સમાન તો કહી જ શકાય.
જો કે હું આ પુસ્તક ની સરખામણી મૃત્યુંજય સાથે કરીશ તો લોકો મારી ગણતરી મૂરખમાં તો કરશે જ… પણ ગાળો આપશે એ અલગ… પણ મારો કોઈ ઈરાદો સરખામણીનો નથી જેથી કોઈ પણ પ્રશ્ન હોય તો મને ઈમેલ દ્વારા જાણ કરવા વિનંતી.
એક સ્ટાર કાપવાનો ખાસ કોઈ અર્થ નથી કારણકે વાર્તામાં હજુ ઈમ્પ્રુવમેન્ટ થઇ શકતું હતું. પણ આ કઈ કમ નથી… સ્વાદિષ્ટ તો છે જ પણ પેટ ભરીને જમી શકો એવો કોન્ટેન્ટ કહી ન શકાય.
કોઈ નેગેટિવ રિવ્યૂ તો નથી પણ છતાંય તમને લાગ્યો હોય તો તમારી માફી માંગુ છું.
મળીશું નવા પુસ્તકના રીવ્યુ સાથે.
ત્યાં સુધી હસતા રહો, વાંચતા રહો….
જય ભારત…….