પ્રકરણ : 14 યાદો
રવિ પંડયા મિત્રો , આજે ફરી આપની સમક્ષ પ્રકરણ 14 લઇને આવ્યો છો.13 પ્રકરણ સુધી સહયોગ આપ્યો છે.તેમ આ પ્રકરણમાં પણ આપશો.આ સિરીઝ માં થોડો બ્રેક પડી ગયો તે માટે ક્ષમા યાચના માંગું છું .સમય ના કારણે વિલંબ થયો .
આજનો શબ્દ : યાદો
આજે ખુબ સરસ મજાનો શબ્દ યાદો પર થી વિલંબ પછી શરુઆત કરવા જઈ રહ્યો છું.મને પણ આજે મારા વાંચક મિત્રો ની યાદ આવી ગઈ તો તે પર થી નક્કી કર્યું કે આજે યાદો શબ્દ પરથી લખવું છે.
આપણા જીવનમાં અમુક લોકો ની યાદો ક્યારેક પણ વિસરી શકાય તેમ નથી . જેમ કે મમ્મી , પપ્પા , પતિ , પત્ની , બાળકો વગેરે નું જોડાણ એક બીજા સાથે છે.આ લોકો આપણા ખુબ જ નજીક ના છે તો તેમને કઇ રીતે ભુલી શકાય .
યાદો કો કભી ભુલ નહીં સકતે
મારા જીવનમાં કોઈ નજીક નું હોય જેમની સાથે મોટો થયો હોય. અને તેમની સાથે રમત રમ્યા હોય .બાળપણ વિતાવ્યું હોય.તે લોકો સાથે અમુક યાદો જોડાયેલી હોય છે.કદાચ કોઈ કારણોસર તેમના થી દુર જવાનું થાય . દુર પણ થઈ જાય ત્યાં સેટ પણ થઈ જાવ .પણ તેમની સાથે જોડાયેલી યાદો ભુલાવી ના જ શકું . કોશિશ કરું તો પણ થોડી યાદો વિસરાઈ શકે . પરંતુ કોઈ યાદો તો એવી હોય જ વારંવાર જુની વાત મનમાં આવી જાય.
માની લો કે તમારા જીવનમાં કોઈ પ્રિય પાત્ર હોય.તમે તેની સાથે દરરોજ વાત કરતાં હોય.વાતો કરતા સમય નો પણ ખ્યાલ ના રહેતો હોય.અઢળક વાત કરતાં હોય મસ્તી મજાક કરતાં હોવ.કયારેક તમારા પ્રિય પાત્ર ને કોઈ કામ થી જવાનું થયું હોય તમારી સાથે વાત થવાની જ નથી . તમે પણ માની લીધું કે એક દિવસ નું છે તો ચલાવી લેશું. પણ જ્યારે તે સમય થાય એટલે તમારા મગજમાં તમારા પ્રિય પાત્ર ની વાતો મગજમાં ધુમવા લાગશે.તેની સાથે ની જોડાયેલી યાદો ધીમે ધીમે તાજી થઈ જાશે.
એક પંક્તિ અહીં પ્રસ્તુત કરી છે
હું શબ્દ હોવું છું તારી યાદો સાથે,
અને એ યાદોં વગર નિઃશબ્દ....
યાદો નું લિસ્ટ કરવા જાય તો લિસ્ટ પણ લાંબું થ્ઇ જાય , તો પણ અમુક નાની યાદો તો મગજ માં ના આવે એવું પણ બની શકે.
મિત્રો એક નાની એવી યાદો પરની વાત કરવા જઈ રહ્યો છું.
. કોલેજ માં અભ્યાસ કરીને આગળ અભ્યાસ માટે બીજી જગ્યાએ જવું પડ્યું. ત્યાં પણ નવા લોકો સાથે નવા વાતાવરણમાં અભ્યાસ કરવાનો.જુના લોકો સાથે ના હોય પણ તેમની સાથે કરેલી મસ્તી મજાક, એ વાતો મગજમાં ધુમરો માર્યા જ કરે.
ત્યાં જઈને નવા મિત્રો નો પરિચય. નવા મિત્રો સાથે ધીમે ધીમે નજીક આવવા લાગ્યા .નવા સંબંધ માં બંને તરફ નમતું મુકવું પડે.સરસ મજા ની મિત્રતા થઈ.એક બીજા સાથે લાંબી લાંબી વાતો .ફી સમય માં ફરવા જવું. હરવું ફરવું આને મોજ કરવી.એમને એમ લાગતું હતું કે જીવનમાં બીજી કાંઈ છે જ નહીં.
અચાનક મિત્ર ને હાર્દ એટેક આવી ગયો.હોસ્પિટલ માં લઇ ગયા.સારવાર કરવામાં આવી.પણ તે બચી શકે તેવી સ્થિતિમાં નહોતો.ધણી બધી કોશિશો કરી પણ આખરે તે બચી શક્યો નહીં.અને ભગવાન ને પ્યારો થઇ ગયો.તેના મિત્રની જીવનમાં તેની સાથે યાદો ક્યારેય પણ વિસરાઈ શકે તેમ નથી.એ તેના મિત્ર ની યાદો ના સહારે જીવન વિતાવી રહ્યો છે.
મિત્રો , તમારા જીવનમાં પણ આવી અનેક યાદો હશે , તે યાદો ક્યારેય પણ ભુલતા નહીં.તે યાદો ને થોડા થોડા સમયે તાજી કરતા રહેજો.