Partnership books and stories free download online pdf in Gujarati

ભાગીદારી નો ધંધો

રામપુર નામનું એક ગામ હતું. એક ગામમાં બે મિત્રો રહેતા હતા. એકનું નામ જીગર અને બીજા નું નામ અજય હતું. બંને મિત્રો લાંબા સમય પછી એકબીજાને મળ્યા.
જીગર :- કેમ છે?
અજય:- બસ મજામાં તું બોલ કેમ છે?
જીગર:- મજામાં છું.
અજય:- કેમ તું ચિંતા માં લાગે છે?

જીગર :- બસ યાર આપણા ગામમાં તો ધંધાનો વધારે કોઈ સ્કોપ નથી?
અજય:- તને શું દુઃખ પડ્યું લયા તારા બાપા નું કારખાનું છે?
જીગર :- બસ યાર બધાને એવું લાગે કારખાનું છે એટલે મજા હશે! પણ હવે....
( બોલતાં બોલતાં અટકી જાય છે )
અજય:- શું થયું લ્યા કમ બોલતા બોલતા અટકી ગયો કોઈ ગંભીર ચિંતા તો નહીંને?
જીગર:- તને તો ખબર છે કે મારા બાપાનું કાચા કાપડનું કારખાનું છે પણ હવે કાચા કાપડ ખૂબ જ ઓછા લોકો પહેરે છે, તેથી હવે ધંધામાં મંદી છે.
અજય:- સાચી વાત છે હવે લોકો કાચા કાપડને બદલે રેડીમેટ કાપડ વધારે પહેરે છે. મારે પણ નોકરીની ચિંતા છે.
જીગર :- તું તો ખૂબ જ હોશિયાર છે અને તારું તો M. Com પણ
પતિ ગયું છે પછી તને નોકરીની શુ ચિંતા છે લા!
અજય:- તને તો ખબર છે m. Com થયા પછી પણ હજુ પણ કોઈ સારી એવી નોકરી નથી બધી જગ્યાએ એવું જ છે.
જીગર :- તારા પપ્પા વેપારી છે તો તને ધંધો નો સારો અનુભવ છે.
અજય :- હા મારા પપ્પા નો સારો ધંધો છે પણ હવે આ અનાજ કરીયાણા માં પણ તને ખબર છે કેટલી બધી દુકાનો છે તેથી હરિફાઈ ખુબ જ વધી ગઈ છે તેમાં પણ હવે ભાઈ ભવિષ્ય દેખાતું નથી.
જીગર :- અજય મને વિચાર આવે છે તારી પાસે ધંધાનું અનુભવ છે અને મારી પાસે ના ણા છે આપણે બંને મળીને એવો ધંધો ચાલુ કરીએ કે જેનું ભવિષ્ય હોય અને આપણે સારા નાણા કમાઈ શકીએ.
અજય:- તારો વિચાર તો ખૂબ જ સારું જ છે. પણ એવું કયો ધંધો છે?
જીગર:- આ ગામની અંદર આપણે ઇલેક્ટ્રોનિક્સ ની દુકાન ખોલીએ.
અજય :- સારો વિચાર છે કારણ કે આ ધંધા નું ભવિષ્ય પણ છે.
જીગર :- ચાલ તો પછી તારો ધંધા નો અનુભવ અને મારાં ના ણા.
અજય :- સારુ આપણા ગામ માં ઘણી બધી દુકાનો છે પરંતુ જો આપણે મહેનત અને ઈમાનદારી થી ધંધો કરી શુ તો ધંધો સારો ચાલશે.
જીગર :- દુકાન નું સ્થાન કઈ રાખીશુ?
અજય :- દુકાન તો બંને ત્યાં સુધી મુખ્ય બજાર માજ હોવી જોઈએ.
જીગર :- સારુ આપણે મુખ્ય બજાર માં દુકાન ભાડે રાખીશુ.
અજય :- જગ્યા એવી હોવી જોઈએ કે જ્યાં બધા વર્ગ ના ગ્રાહકો મળી રહે. જેથી આપણે નાની-મોટી બધી વસ્તુઓ વેચી શકીએ.
જીગર :- અજય આપણે ભાગીદારીમાં ધંધો ની શરૂઆત કરીશું. જેથી આપણે બંને નો નફો અને ખોટ માં 50 50 ટકા નો ભાગ હશે.
અજય :- મારા અનુભવ ને તારા પૈસા થી આપણે ધંધાની શરૂઆત કરીએ.
( બંને દુકાન ભાડે લે છે અને દુકાન માટે તેઓ એક સારા જથ્થાબંધ વેપારી પાસેથી માલ સામાન ખરીદે છે અને તેમની દુકાન ખૂબ જ સારી રીતે ચાલે છે કારણ કે તે ખૂબ જ મહેનત કરીને ઈમાનદારીથી ધંધો ચલાવે છે?)
જથ્થાબંધ વેપારી(રમેશ ભાઈ )નો ફોન આવે છે:- અજયભાઈ દિવાળી અને નવા વર્ષ આવે છે તેથી કઈ કંપની નાં મોબાઈલ, કોમ્પ્યુટર અને ટી. વી મોકલુ?
અજય:- રમેશભાઈ વર્તમાન સમયમાં મોબાઈલમાં તો રીયલ મી રેડ્મી અને સેમસંગ ચાલે છે. તેથી મોબાઈલમાં આ કંપનીના latest મોડલ અને t. V. માટે સૌથી વધારે માંગ રેડમી છે.તેથી Redmi tv .વર્તમાન સમયમાં કોમ્પ્યુટર કરતાં લેપટોપ અને લેપટોપ ની સાથે chromebooks ની માંગ વધારે છે. અને લેપટોપ અને chromebook પણ મોકલી આપશો.
જથ્થાબંધ વેપારી ( રમેશભાઈ ):- સારું છે ભાઈ તમારો ઓર્ડર નથી લીધો છે તેથી તમારે કેટલા નંગ મંગાવવા તે કહી દો?
અજય :- ત્રણે કંપનીઓના mobile 100-100 નંગ ટીવીના 80 અને લેપટોપ અને chromebook ના 50 પીસ મોકલી આપશો.
જથ્થાબંધ વેપારી( રમેશભાઈ ) સારુ અજયભાઈ મે મોકલી આપું છું?
અજય:- વ્યાજબી ભાવ રાખજો.
( બંને ભાગીદારો માલ સામાન ભરીને ખૂબ જ સારો ધંધો કરે છે અને તેઓ ખૂબ જ સારો નફો પણ કમાવે છે અને તેમના કરાર પ્રમાણે બંને 50% નફા લેવા માટે હિસાબ કરે છે )
( વર્ષ દરમિયાન ખૂબ જ સારી રીતે ધંધો કરે છે.)
જીગર ( વર્ષના અંતે 31-04-22):- અજય મને લાગે છે કે આ વર્ષે આપણે ખૂબ જ સારું ધંધો કર્યું. અને આપણા ધંધા નું બધું જ હિસાબકિતાબ તું જાતે જ લખતો હતો. પરંતુ કેટલાક હિસાબમાં ભૂલ દેખાય છે તેથી કેટલાક રૂપિયામાં પણ તૂટક પડે છે. તું મારો ખાસ અને સાચો મિત્ર છે તેથી હું તારા ઉપર કોઈપણ પ્રકારનો આરોપ કે શંકા કરતો નથી.
અજય:- તું મારો મિત્ર છે એ વાત સાચી છે પરંતુ ધંધાની દ્રષ્ટિએ થી જોવાય તેથી આપણે આ હિસાબમાં ક્યાં તૂટક પડે છે તેના માટે ચાર્ટર એકાઉન્ટન્ટ ની નિમણૂક કરીશું. એકાઉન્ટ આપણ ને કહી દેશે કે આપણી ભૂલ ક્યાં પડે છે કદાચ મારાથી પણ કોઈ જગ્યાએ લખવાનું કે કોઈ હિસાબ કરવાનું રહી ગયું હશે.
જીગર :- હા મારા ધ્યાનમાં એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે જે મારા પપ્પાનાં કારખાનાનો પણ એક એકાઉન્ટ રાખે છે.
અજય:- ખૂબ સારું તેમની જ આપણે એકાઉન્ટ નિમણૂક કરીએ.
જીગર (ચાર્ટર એકાઉન્ટન્ટ ને ફોન કરે છે ):- હલો ચંદ્રકાંત સર કેમ છો?
ચંદ્રકાંત :- જીગર ભાઈ મજામાં તમે કેમ છો?
જીગર :- મજામાં છું સર તમારું એક કામ એક પડ્યું?
ચંદ્રકાંત :- જીગરભાઈ શું થયું બોલોને!
જીગર :- મેં અને મારા મિત્ર અજય એક નવી ઇલેક્ટ્રોનિક ની દુકાન ખુલ્લી છે એ તો તમને ખબર જ છે. એનું તમારે એકાઉન્ટ રાખવાનું છે.
ચંદ્રકાંત :- હા તો કોઈ વાંધો નહીં મેં કાલે તમારી દુકાને આવીને તમારા વર્ષ દરમિયાન લખેલ હિસાબ જોઈ લઉં છું.
જીગર :- હા સર તમે કાલે આવો તમારું સ્વાગત છે કાલે આખો દિવસ દુકાન પર જ છું
( બીજા દિવસે બપોરે ચંદ્રકાંત દુકાને આવે છે )
જીગર અને અજય :-આવો સર આવો કેમ છો ?
ચંદ્રકાંત :- મજામાં.
(અજય તેમણે વર્ષ દરમિયાન લખેલા હિસાબો બતાડે છે )
ચંદ્રકાંત કેટલાક સમય સુધી હિસાબો જોયા પછી.) જીગર તમે દિવાળી દરમિયાન કેટલા ટીવી મંગાવ્યા હતા?
અજય:- સર 80 નંગ.
ચંદ્રકાંત :- પરંતુ તમારે તો માત્ર ૭૫ ટીવી બતાવે છે?
અજય:- પરંતુ પાંચ ટીવી ખરાબ હોવાથી અમે કંપનીને પરત કર્યા હતા?
ચંદ્રકાંત :- તો શું કંપનીમાંથી નાણા પાછા આવ્યા ખરા?
અજય:- ન કરે તો બાકી છે?
ચંદ્રકાંત :- પરંતુ તમે તો 80 ટીવી ની વેચાણ કિંમત સાથે પૂરો હિસાબ રાખયો છે તેથી આ તમારી રકમમાં તૂટક પડે છે?
જીગર :- ઓહ એવું છે એટલે જ મેં કહેતા હતા કે હિસાબ કામ નથી મળતું?
અજય :- (જીગર ને સંબોધીને ) માફ કરજે મિત્ર મારી જ ભૂલ છે કે મેં મારી લખવાની માં રહી ગયું હશે.
જીગર :- કોઈ વાંધો નહિ મને તારી ઉપર તો પહેલાથી જ પુરેપુરો વિશ્વાસ છે કારણ કે તું મારો સાચો મિત્ર છે.
જીગર ચંદ્રકાંત ને :- અમારી દુકાન નો હિસાબ હવેથી તમે જ રાખજો તેથી આગળ જતાં કોઈ ભૂલ ન આવે અને અમારા બંનેના સંબંધમાં પણ કોઈ ખટાશ ન પડે…
( આ રીતે તેમની દુકાન નો હિસાબ પૂરેપૂરો મળી ગયો અને બંને જે નફો થયો હતો વર્ષ દરમિયાન તેને 50% ન ભાગમાં વહેંચી લીધો અને તેના પછી તેઓ ઘણા વર્ષો સુધી આ ધંધો ચલાવતા હતા અને તેમની ઈમાનદારી થી કામ ધંધો ખૂબ જ સારી રીતે ચાલ્યું.)
આ રીતે કહી શકાય કે બે ભાગીદારોએ મળીને એક ધંધા ની સ્થાપના કરી અને તેને એક સફળતાપૂર્વક ચલાવ્યું.




બીજા રસપ્રદ વિકલ્પો