પાયલ : નહી આવતો તું ઘરે.
અનમોલ : પાયલ તું ઈમોશનલ થઈ રહી છે.
પાયલ : તમને લોકોને તો કમાતો રોબોટ જોઈએ છે.
સ્મિત અને પરંપરા સાચું કહેતા હતા.
થેન્કયુ મારી સાથે આ વાત કરવા માટે.
અને કાલે તમે લોકો પ્લીઝ નહી આવતા.
મારી સાથે લગ્ન કરી ઉપકાર કરવાની કોઈ જરૂર નથી.
અનમોલ : તું આ શું....
પાયલ : કઈ સમજાવવાની કોશિશ ના કર.
કહી પાયલ ફોન મૂકી દે છે.
ધારા : પાયલ, ચાલ....
તૈયાર થતા કેટલી વાર??
રસ્તામાં ટ્રાફિક હશે....
તે નીચેથી બૂમ પાડે છે.
પાયલ : આવી ધરું.
તે સ્વસ્થ થતા કહે છે અને ફટાફટ નીચે આવી જાય છે.
બંને યશ અને કોયલ ને લેવા રેલવે સ્ટેશન જઈ રહ્યા હોય છે.
ગાડીમાં
ધારા : થઈ ગયો ને ટ્રાફિક જામ.
બધાને જ ઉતાવળ છે.
કોઈ તો શાંતિ રાખો.
પાયલ : મે....મે...
અનમોલ ને ના કહી દીધી.
ધારા : એટલે??
ધારા ને આંચકો લાગે છે.
પાયલ : તેમને ઘરે પૈસા કમાઈ ને લાવી આપે એવું કોઈ જોઈએ છે.
વહુ કે પત્ની નથી જોઈતી.
આજે અત્યારે મારો અને અનમોલ નો ફોન પર ઝગડો થઈ ગયો.
ધારા : શું કહ્યુ એણે??
અનમોલ : મે તારા માટે સરસ નોકરી શોધી લીધી છે.
તને કામ કરવાનો અનુભવ પણ છે એટલે સારા પૈસા પણ મળી રહ્યા છે.
30,000 રૂપિયા.
સારી પોસ્ટ પણ છે તારા માટે.
ઘર પણ સચવાય જશે.
પાયલ : સચવાય જશે એટલે??
અનમોલ : મારી મમ્મી ઘરના કામ કરી લેશે તેનાથી જેટલા થાય એટલા.
મારા પપ્પા 1 વર્ષમાં રિટાયર થઈ જશે.
પાયલ : તારી જોબ....
અનમોલ : એ તો મે છોડી દીધી ને.
તને કહ્યુ તો હતુ.
આપણે જે દિવસે લગ્ન કરવા જવાના હતા એના અઠવાડિયા પહેલાથી છોડી દીધી હતી.
પાયલ : તો તે બીજી જોબ શોધી નહી લીધી??
અનમોલ : હવે મારે પોતાનું સ્ટાર્ટ અપ શરૂ કરવું છે.
એના વિશે વિચારી રહ્યો છું.
એને શરૂ થતા અને પછી સરખું ચાલતા થોડો તો સમય લાગશે ને.
ત્યાં સુધી ઘર અને બધુ સાચવવું પડે ને.
પાયલ : તું પાર્ટ ટાઈમ જોબ પણ કરી શકે છે.
અનમોલ : પણ એક વાર સ્ટાર્ટ અપ શરૂ થયું પછી....
પાયલ : એ તું શરૂ કરે ત્યાં સુધી તો અનમોલ....
અનમોલ : તને જોબ કરવામાં શું વાંધો છે??
પહેલા પણ તો તું કરતી જ હતી ને??
પાયલ : હવે મારે મારું પેશન ફોલો કરવું છે.
અનમોલ : એમાં કેટલા પૈસા મળશે??
અને એને સરખું સેટ થતા પણ તો વાર લાગે પાયલ.
ત્યાં સુધી ઘરનું શું??
પાયલ : તું છે ને.
અનમોલ : હું??
પાયલ, હું 28 વર્ષ નો થયો.
હવે મારા સપના પૂરા કરવા તરફ આગળ નહી વધુ તો પછી ક્યારે??
એ બધુ સેટ થતા પણ....
પાયલ : હું તો 32 વર્ષ ની થઈ અનમોલ.
હજી પણ હું મને જે ગમે છે,
મારું જે સપનું છે એના માટે ના જીવી શકું તો પછી ક્યારે??
પછી સામાજિક જવાબદારીઓ વધશે.
આપણે પરિવાર આગળ વધારશું.
તો મને ક્યારે સમય મળશે મારા માટે??
મારા ઘરે કોઈએ મને આ કરવા નહી દીધું.
મને લાગ્યું લગ્ન પછી તો....
અને જ્યારે મે તને મારા સપના વિશે વાત કરી હતી તો તે મને ના નહોતી કહી, બધા ની જેમ ટોકી નહોતી.
અનમોલ : પાયલ, એ ત્યારની વાત હતી.
પાયલ : ત્યારની વાત??
હજી 1 મહિના પહેલા તો....
અનમોલ : ત્યારે પરિસ્થિતિ જુદી હતી.
પાયલ : એટલે તારા સપનાઓ નું મૂલ્ય છે.
મારા સપનાઓ નું નહી.
દિવસભર નહી ગમતું કામ કરો અને રાતે ઘરે આવીને પણ ઘરના કામ કરો.
પોતાના માટે થોડો પણ સમય નહી.
અનમોલ : 2 - 3 વર્ષમાં છોડી દેજે ને જોબ.
જ્યારે મારું બધુ બરાબર સેટ થઈ જાય.
પાયલ : અને નહી થયું તો??
મારે જોબ કર્યા જ કરવાની??
અને પછી આપણુ બાળક આવે ત્યારે??
એને ઘરે મૂકી ને પણ મારે....
અનમોલ : આમાં રડવા જેવું કઈ નથી પાયલ.
પાયલ : તને કઈ ખ્યાલ પણ આવે છે??
તું તો આ નહી ચાલ્યું તો નવું સ્ટાર્ટ અપ કે કઈ શરૂ કરશે અને હું ખેંચાતી રહીશ.
અનમોલ : પોતાના પરિવાર માટે આટલું....
પાયલ : એટલું તો તું પણ કરી શકે છે ને??
જોબ ચાલુ રાખી સ્ટાર્ટ અપ શરૂ કરી એ બરાબર સેટ થાય પછી જોબ છોડી દેવાની.
હું તારી મદદ કરીશ ને એમાં.
અનમોલ : હું પણ તો મદદ કરવાનું જ કહી રહ્યો છું.
પાયલ : એ મદદ નહી.
એ જવાબદારી અને બોજ નું પીંજરું છે.
જેમાં તમે લોકો મને કેદ કરી લેવા માંગો છો.
સારા ઘરની છોકરી છે.
કાળી છે પણ હોંશિયાર છે.
આપણુ ઘર સચવાય જશે અને આપણા કામ પણ સચવાય જશે.
હે ને??
અનમોલ : પાયલ એ....
પાયલ : એના કેટલા સમયથી લગ્ન નથી થતા.
એટલે એની સાથે મીઠી મીઠી વાતો કરી એને મારા આંધળાં પ્રેમમાં પાડી દઈશ.
મારો ભરોસો હજી એક વાર જીતવા જ તે ભાગીને લગ્ન કરવાની ના કહી હતી ને.
બધુ પ્લાન કર્યું છે ને તે??
તારા મમ્મી પપ્પા એ....
તે એ છોકરી પૈસા કમાઈ ને આપશે.
એવું કહ્યુ હશે પછી જ હા પાડી હશે હે ને??
નહિતો તમારા જેવા લોકો મારા જેવી દેખાતી છોકરી શું કામ પસંદ કરે??
અનમોલ : અમારા જેવા લોકો એટલે??
પાયલ : સૌથી પહેલા અને સૌથી છેલ્લે પણ પોતાનું જ વિચારવા વાળા.
જેમને લોકોની ભાવનાઓ સાથે રમતા બહુ સારું આવડે છે.
અનમોલ : પાયલ....!!!!
પાયલ : ઘાંટો નહી પાડ.
અવાજ મોટો કરતા મને પણ આવડે છે.
નહી આવતો તું ઘરે.
અનમોલ : પાયલ, તું ઈમોશનલ થઈ રહી છે.
પાયલ : તમને લોકોને કમાતો રોબોટ જોઈએ છે.
સ્મિત અને પરંપરા સાચું કહેતા હતા.
થેન્કયુ મારી સાથે આ વાત કરવા માટે અને કાલે તમે લોકો પ્લીઝ નહી આવતા.
મારી સાથે લગ્ન કરી ઉપકાર કરવાની કોઈ જરૂર નથી.
અનમોલ : તું આ શું....
પાયલ : કઈ સમજાવવાની કોશિશ ના કર.
કહી પાયલ ફોન મૂકી દે છે.
અને તરત જ અનમોલ ને બધે થી બ્લોક કરી દે છે.
રેલવે સ્ટેશન
કોયલ : હાયયયયયયયયયયયયયય પાયલલલલલલલલલલલલલલલલ
કહેતા તે તેના ગાલને ચૂમી લે છે.
પાયલ ને હસવું આવી જાય છે.
પાયલ : હાય ભાભી.
કોયલ : મને કોયલ કહેને પાયલડી.
પાયલ : ઓકે કોયલડી.
કોયલ : બેટર.
બંને એકબીજાને ફરી ભેટે છે.
યશ : હેય.
ધારા : વોટસઅપ??
યશ : જલસા છે.
ધારા : દેખાય રહ્યુ છે.
બંને હસે છે.
કોયલ : કેમ છો ધરું બેન??
ધારા : ધારા.
કોયલ : ધરુંડી.
ધારા : યાર.
કોયલ : ચાલ ભેટીયે.
બંને ગળે મળે છે.
ધારા : સો ગુડ ટુ સી યુ.
કોયલ : સેમ હિયર.
મે પરંપરા ના લગ્ન મીસ કરી દીધા.
પાયલ : એ જ તો.
કોયલ : યશ એ ફોટોઝ અને વિડિયોઝ બતાવ્યા.
યશ : દેવીઓ, પહેલા ઘરે જઈએ??
રસ્તામાં પણ વાતો થશે.
ત્રણેય હસે છે.
ધારા : ચાલો.
તે સમાન ઉપાડવા લાગે છે.
યશ : તું આગળ કેમ બેસે છે??
કોયલ : તું ને પાયલ પાછળ સાથે બેસો.
ગિલે શીકવે મીટા દો.
યશ : બધુ બરાબર છે હવે.
કોયલ : તો પણ.
કેટલા દિવસે મળી રહ્યા છો તમે.
યશ : અરે....
કોયલ : કોઈ બહાના ના બનાવ.
બાળપણથી તમને બંને ને ઓળખું છું.
પાછળ બેસી જા.
તે મુસ્કાય છે.
રસ્તામાં
કોયલ : ગરમાગરમ લોચો યાદ આવે છે યાર.
ધારા : કાલે સવારે ખાઈશું.
કોયલ : પાક્કું.
ધારા : કેવું રહ્યુ પેરિસ??
કોયલ : બહુ સરસ.
પણ ઈન્ડિયા જે યાદ આવ્યું છે મને.
મુંબઈ ના વડાપાઉં અને સુરત નો લોચો.
સમોસા....
ધારા : મારા મોંહ પાણી આવી ગયુ.
બંને હસી પડે છે.
કોયલ : ઘરે બધા મજામાં??
ધારા : હમણાં મળી લેજે.
આવી ગયુ ઘર.
યશ : ચાલો.
* * * *
~ By Writer Shuchi ☺
.