The Priest - 3 books and stories free download online pdf in Gujarati

The Priest - ભાગ ૩

રાત્રે ત્રણ વાગ્યાનો સમય હતો , આખા દિવસના કામ પછી થાકેલા રાઘવકુમાર ઘરે પહોંચી બેડ પર આડા પડ્યા હતા અને તરત એને ઊંઘ આવી ગઈ. હજી આંખોના ભારે થઈ ગયેલા પોપડા હજી માંડ મિચાયા હતા ત્યાં રાઘવકુમારનો ફોન ગાજયો

" ટ્રીન...ટ્રીન.....ટ્રીન...ટ્રીન....."

" હેલલ્લો ...."

" સર હુ ઇન્સપેક્ટર લોબો , અહીંયા એક ગડબડ થઈ ગઈ છે "

" લોબો... વોટ્સ હેપન ...? " ગડબડ શબ્દ સાંભળી ઉંઘ માંથી અચાનક જ બેઠા થઈને રાઘવકુમારે પૂછ્યુ

" સર...અમ્....સર એમા એવુ છેને કે ... અમ્ ... એક નાનો છોકરો ક્યાંય ખોવાઈ ગયો છે અને એના પેરેન્ટ્સએ આખુ ચર્ચ માથે લીધુ છે મારા લાખ સમજાવવા છતા એક જ જીદ લઈને બેઠા છે ગમે એમ કરો મારો દીકરો પાછો લાવો, જો તમે ના લાવી શકો તો તમારા સાહેબને બોલાવો "

" ઠીક છે લોબો , અડધી કલાકમાં પહોંચુ છુ , પ્લીઝ કન્ટ્રોલ ધ સિચ્યુએશન સ્ટીલ આઇ કમ "

" ઓકે સર " કહીને લોબોએ ફોન મુક્યો .

ફોન મૂકી લોબોએ બધા ગેસ્ટને ફરી પ્રાર્થનખંડમાં ભેગા કર્યા અને હેડ કાઉન્ટ ચાલુ કર્યું . માત્ર બે વ્યક્તિ ખૂટતા હતા એક પેલો ખોવાયેલો છોકરો અને બીજા ફાધર લોરેન્સ ! મતલબ કદાચ.... કદાચ ....

ફાધર લોરેન્સ ન મળતા એમના કમરાની તપાસ કરવામાં આવી. કમરાની તપાસ કરતા ત્યાં દીવાલ પર મોટા અક્ષરોમા લખેલુ હતુ

" ડિયર પોલીસ , ઇફ યુ વોન્ટ મિસિંગ લિટલ ચાર્મ બેક , ધેન ફ* ઓફ ફ્રોમ હિયર એન્ડ કલોસ ધેટ નોંસેન્સ કેસ "

બધાને ધ્રાસકો પડ્યો કે શુ ખરેખર...ખરેખર લોરેન્સે જ પેલા બાળકનુ અપહરણ કર્યું હશે ? અને શુ ફાધર લોરેન્સ પેલા હાડપિંજર વિશે કંઈ એવુ જાણતા હશે કે જે બહાર આવે તો એમને ખતરો હોઈ શકે કે પછી એમને જ તો ...!!

થોડીવારમાં રાઘવકુમાર સાદા વસ્ત્રોમાં હાજર થયા , લોબોએ આખી ઘટના ટૂંકમાં સમજાવી અને લોરેન્સના રૂમમાં લઇ ગયો જ્યાં દીવાલ પર પેલી ધમકી લખેલી હતી . બે ક્ષણ માટે એ ધમકી વાંચી રાઘવકુમારના મગજે કામ કરવાનું બંધ કરી દીધુ . થોડા સ્વચ્છ થઈ એમને પેલા પીટરને બોલાવવાનું કહ્યુ , થોડીવારમાં પીટર હાજર થયો

" જી સર "

" કોઈ દસ્તાવેજ ગાયબ છે ? " રાઘવકુમારે પૂછ્યુ

" હા સર , એક અહેમ દસ્તાવેજ ગાયબ છે કે જેમાં કોઈ બાળકની અનાર્થઆશ્રમમાં ભરતી , એ છોડીને ગયો એની માહિતી , એની ઓળખ વગેરે હાજર હોય છે "

"શુ એ માહિતીમાં ફોટોગ્રાફનો સમાવેશ થાય છે ? "રાઘવકુમારે પૂછ્યુ

" જી હા સર , એ અનાર્થઆશ્રમ છોડીને જાય એ વખતનો એક ફોટો એમા હાજર હોય છે "

" ધેટ મિન્સ કે લોરેન્સ એ માહિતી આપડાથી છુપાવવા માંગતા હતા અને એટલે જ દસ્તાવેજોને સળગાવી દીધા જેથી એ હાડપિંજર કોનુ છે ? એનુ મૃત્યુ કેવી રીતે થયુ એ આપણે જાણી શકીએ નહીં , અને એ માહિતી આપડા સુધી પહોંચે તો કદાચ એમના માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે એમ હતુ "

" હા હોઈ શકે છે , મને આજ દિવસ સુધી એમના ઉપર કદી શંકા ગઈ નથી કે રક્ષક પણ ભક્ષક બની શકે . અને સર ...કદાચ ...કદાચ એટલે જ તેઓ ઈચ્છે છે કે તમે આ બાબતમાં તપાસ ન કરો અને એટલે જ ફાધરે એક બાળકના અપહરણ જેવુ હલકુ કામ કર્યું લાગે છે " પીટરે કહ્યુ

" લેટ્સ સી , ચાલો પેલા પ્રાર્થનખંડમાં જઈને જાણીએ કે લોરેન્સને છેલ્લે કોણે અને ક્યારે જોયા હતા " રાઘવકુમારે કહ્યુ અને તે સભાખંડ તરફ આગળ વધવા લાગ્યા પાછળ પાછળ પ્યુન અને એ બાળકના માતાપિતા પણ ચાલવા લાગ્યા .

ત્યાં સભાખંડમાં પહેલાથી કોલાહલ માચાયેલો હતો અને રાઘવકુમારના આવતા જ એ કોલાહલ વધી ગયો . રાઘવકુમારે બુલંદ અવાજે બોલવાનું શરૂ કર્યું

" સાઈલન્સ પ્લીઝ .... મને એ કહો કે ફાધરને છેલ્લા કોણે જોયા હતા ? "

અંદરોઅંદર થોડી વાતચીત ચાલી અને બધાએ અલગઅલગ જવાબ આપ્યા એમા એક જવાબ એવો હતો જે રાઘવકુમાર માટે કામનો હતો

" સર ફાધર લોરેન્સને મેં લાઈબ્રેરી તરફ જતા જોયા હતા " પીટરે કહ્યુ

" સમય....સમય કેટલો હતો ? "

" લગભગ ૨ વાગ્યાની આજુબાજુ જ્યારે હુ પેશાબ કરવા ..."

"ઠીક છે ઠીક છે , આના પછી કોઈએ લોરેન્સને જોયા હતા ...? " રાઘવકુમારે પ્રશ્ન પૂછ્યો પરંતુ હોલમાં એ છોકરાની માતાના હિબકા સિવાય કોઈનો અવાજ આવતો ન હતો , મતલબ સાફ હતો કે લોરેન્સ છેલ્લે લાઇબ્રેરી તરફ ગયા હતા .

પીટર લાઇબ્રેરીનો રસ્તો બતાવતો આગળ ચાલી રહ્યો હતો અને રાઘવકુમાર , લોબો બંને પાછળ લાઈબ્રેરી તરફ દોડ્યા .

લાઇબ્રેરીમાં ઘોર અંધારુ છવાયેલું હતુ , પીટરે લાઈટ ચાલુ કરી અને ચારે જણા લાઇબ્રેરીમાં લોરેન્સને શોધવા લાગ્યા . પરંતુ અંદર લાઈબ્રેરીમાં કોઈજ મળ્યુ નહી .

" સર , મેં લોરેન્સ છેલ્લી વાર આ તરફ આવતા જ જોયેલા . આઇ એમ ડેમ સ્યોર . હુ વિચારી પણ રહ્યો હતો કે ફાધર આટલી મોટી ઉંમરમાં પણ કેટલો અભ્યાસ કરે છે " પીટરે મક્કમતાથી કહ્યુ

"તો એ ગયા ક્યાં ? હવામાં ઓગળી ગયા એ જમીનમાં ઉતરી ગયા ? " લોબીએ કહ્યુ. થોડીવાર એમજ બેચેનીમાં પસાર થઈ ત્યાં અચાનક ઉંચા અવાજે રાઘવકુમાર બોલ્યા

" શુ ...શુ કહ્યુ તે લોબો ? "

" સોરી સર...આતો એમજ. . "

" નહિ નહિ ફરિવાર બોલ એ વાક્ય શુ બોલ્યો હમણા ? "

" હ..હવામાં ઓગળી ગયા કે ..કે જમીન...જમીનમાં ઉતરી ગયા " લોબો થથરતા અવાજે બોલ્યો

" યસ...હવાની ખબર નહીં ધરતીમાં જરૂર ઉતર્યા હોઈ શકે . એક કામ કરો બધી દીવાલો , ભોંયતળિયે તપાસ કરો કોઈ ગુપ્ત , ખુફિયા દરવાજો મળે ... કદાચ લોરેન્સ એ બાળકને લઈને એમાં જ સંતાયા હોઈ શકે છે "


( ક્રમશ )


Q1. શુ ખરેખર ફાધર લોરેન્સે જ પેલા બાળકનું અપહરણ કર્યું હશે ?
Q2.શુ લોરેન્સ પુસ્તકાલયમાં જ ક્યાંક છુપાયેલા હશે ?


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED