The Priest - ભાગ ૨ Parthiv Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The Priest - ભાગ ૨

આગ...આગ...આગ.... ચર્ચના જ એક ભાગમાં કે જ્યાં છાત્રાલયની ઓફિસ આવેલી હતી ત્યાં દોડધામ મચી ગઈ , તેથી રાઘવકુમાર વિક્રમને ત્યાં જ છોડીને પોતાની ટિમ સાથે સીધા એ દિશામાં દોડ્યા જ્યાંથી બૂમો સંભળાઈ રહી હતી .

બિલ્ડિંગના એ ભાગમાં નીચે થોડા માણસો જમા થઇ ગયા હતા . ત્યાં અંદર જઈને જોયુ તો આગ ખુબ ઝડપથી પ્રસરી રહી હતી . રાઘવકુમારે આજુબાજુ નજર દોડાવી ત્યાં એક ફાયર એક્સટીનગ્યુસર પડેલુ હતુ જેને ઉઠાવી સીઘા અંદર આગ લાગી હતી ત્યાં પહોંચ્યા .

ફાયર એક્સ્ટિંગ્યુસર ખોલીને સીધુ આગની દિશામાં ખોલી નાખ્યું અને ગણતરીની મિનિટોમાં તો આગ બુઝાઈ ગઈ . પછી રાઘવકુમારે પોતાની ટીમને અંદર બોલાવવા બહાર અને સાથે વિક્રમને પણ બોલાવી લીધો .

જેવા રાઘવકુમાર બહાર એમના સાથીદારને બોલાવવા ગયા , ત્યાં બાથરૂમમાં છુપાયેલો એક માણસ દબાતા પગે રાઘવકુમાર પાછા આવે એના પહેલા બહાર નીકળી ગયો .

કોણ હતુ એ માણસ ?અને ત્યાં બાથરૂમમાં શુ કરતો હતો ? એ આગ દરમિયાન બચવા માટે અંદર ગયો હશે કે અંદર છુપાયો હશે ?

આગ બુઝાયા પછી રાઘવકુમારે જોયુ કે આ આગ ત્યાં ફાયર પ્લેસ માંથી નીકળી હતી કે જેનો ઉપયોગ ઠંડીથી રક્ષણ મેળવવા માટે ત્યાં લાકડા સળગાવી કરવામાં આવે છે . અંદર જોતા દેખાયુ કે અંદર ઘણાબધા અડધા સળગાવેયેલા કાગળ પડયા હતા અને રાઘવનું દિમાગ તરત પારખી ગયુ કે કૈક તો ગડબડ જરૂર છે .

" રાઘવે આજુબાજુ નજર દોડાવતા માલુમ પડ્યું કે આ કમરો કોઈક ઓફિસ કે સ્ટાફરૂમ જેવો લાગતો હતો , જેમાં ઘણા દસ્તાવેજો પડ્યા હતા , કોઈકે મોકાનો ફાયદો ઉઠાવી કૈક દસ્તાવેજો સળગાવી દીધા હોય એમ લાગતુ હતુ જેથી આપડે આગળ વધી ન શકીએ , આ આગ લગાવવી અને હાડપિંજર મળવાને કૈક સંબંધ તો જરૂર હોવો જોઈએ " રાઘવકુમારે લોબો ડિસુઝાને તરત કહ્યું

" લોબો , જ્યાં સુધી હુ કહુ નહિ ત્યાં સુધી કોઈ ગેસ્ટ આ ચર્ચ છોડીને બહાર જવું ન જોઈએ . કમ ઓન આપડે એને જલ્દીથી પકડી લઈશુ " આટલી વારમાં વિક્રમ પણ આવી ગયો હતો . અને એને આગ ના સ્થળનું પરીક્ષણ કરવા લાગ્યો .

ઇન્સપેકટર લોબો ત્યાં જીસસની મૂર્તિ હતી એ પ્રાર્થનાખંડ તરફ ઉતાવળા પગલે ગયો અને બીજી તરફ આગ લાગી હતી એ ઓફિસમાં આવેલા વિક્રમે આગ લાગેલી સ્થળનું સૂક્ષ્મ નિરીક્ષણ ચાલુ કર્યું . એને સૌથી પહેલા એ તાપવાની ભઠ્ઠીની તરફ જોયુ કે જ્યાંથી આગ લાગી હતી અને પછી જલ્દીથી પોતાની પેટી ખોલી એક ચીપિયો કાઢ્યો અને ત્યાં અંદર બળવાન બાકી રહી ગયેલ કાગળના નાના નાના ટુકડાઓ ભેગા કરવાનું ચાલુ કર્યું .

કાગળના અત્યંત નાના ટુકડા હતા એને કાંચની સ્લાઈડ પર મૂકી બીજી સ્લાઈડથી પેક કરવામાં આવ્યા આવ્યા, થોડા મોટા ટુકડા હતા એને પ્લાસ્ટિકની ઝીપ બેગમાં ભરી દીધા , થોડા બળેલા રેસા જેવો ભાગ હતો એને પણ કાચની સ્લાઈડ વચ્ચે ગોઠવી દીધો .આટલી બધી આગમાં કાગળના ટુકડા અને બધા લાકડા બળી જવા જોઈતા હતા પરંતુ આમ ન થયુ શા માટે ? વિક્રમને આ વાત સમાજમાં આવી રહી ન હતી . ત્યાથી ઉઠીને વિક્રમ રૂમના બીજા ભાગોની તપાસ કરી રહ્યો હતો .

તપાસ દરમિયાન રૂમના એક ખૂણામાં જમીન પર પાથરેલ અને અડઘી બળી ગયેલી કાર્પેટના એક ખૂણે કૈક ઢોળાયેલું હોય એવું લાગ્યુ . વિક્રમે હાથની આંગળી ઘસીને સુંઘયુ અને તરત ઉછળીને બોલ્યો

" યસ ... યસ ઇન્સ્પેક્ટર આઈ થિન્ક યુ આર રાઈટ , આ જાણી જોઈને લગાવવામાં આવેલી આગ છે , આ જુઓ "

પેલા અડધા સળગી ગયેલા કાર્પેટનો ખૂણો બતાવતા વિક્રમે કહ્યુ " આ બીજુ કઈ નહિ પરંતુ કેરોસીન છે , કોઈએ જરૂરી દસ્તાવેજો બળેલા છે એ પણ કેરોસીન છાંટીને . ઉતાવળમાં કેરોસીન છાંટવા જતા અહીંયા ઢોળાઈ ગયુ હોય એમ લાગે છે . અને હા જેટલા ભાગમાં કેરોસીન છંટાયેલું હતુ એટલો ભાગ જલ્દી સળગી ગયો અને બાકીનો ભાગ સળગે એ પહેલા જ તમે આગ ઓલવી નાખી "

" થેન્ક ગોડ , એક્સ-ફાયરમેન હોવાનો કૈક તો ફાયદો થયો " પછી વિક્રમ કામ કરવા લાગ્ય એ જોઈને રાઘવકુમારે ત્યાં હાજર પીટરને કહ્યુ " પ્લીઝ ફાધર લોલોરેનને બોલાવી આવોને મારે એ જાણવુ છે કે અહીંયા કયા દસ્તાવેજો બાળવામાં આવ્યા છે ? "

" ઠીક છે " કહીને પ્યુન નીકળી ગયો

આ દરમિયાન વિક્રમે પણ એ ઓફિસની તપાસ ચાલુ કરી . એ આજુબાજુ તપાસ કરી રહ્યો હતો , હવે રાઘવકુમારે બાથરૂમનો દરવાજો ખોલ્યો જ્યાં કૈક તીવ્ર વાસ આવી રહી હતી . આ જોઈને રાધવે કહ્યુ

" વિક્રમ અહીંયા જોતો , આ કેરોસીનની વાસ જ છે ને ? "

વિક્રમે ત્યાં જઈને તપાસ કરી તરત જણાવ્યુ " જી હા , રાઘવ આ કેરોસીન જ છે , લાગે છે જેને આગ લગાવી છે એ અહીંયા છુપાયેલો હતો , જો આ કાર્બો કેરોસીનનો જ છે " ત્યાં ખૂણામાં પડેલો કાર્બો બતાવતા કહ્યુ .

●●●●●●●●●●●●●●●●

વિક્રમે ફરી પોતાનું કામ શરૂ કર્યું અને રાઘવકુમાર વિક્રમ તરફ કોઈ મોટી માહિતીની આશા સાથે જોઈ રહ્યા હતા કે જેથી કોઈ સુરાગ મળે . પેલા હાડપિંજર અને આગ લાગી હતી ત્યાંથી મેળવેલા નમૂનાને એક નાનકડા કમરા જેવા ભાગમાં રાખવામાં આવ્યા હતા અને ત્યાં જ વિક્રમે પોતાની હંગામી લેબ ઉભી કરી હતી . હાલ તે આગની ઘટના સ્થળે મળેલા નમૂના એક પછી એક તપાસી રહ્યો હતો .

સ્લાઈડમાં મુકેલા બળેલા કાગળના નાના ટુકડાને માઈક્રોસકોપથી એન્લાર્જ કરી જોઈ રહ્યો હતો , પછી એને પોતાની ડાયરીમાં કૈક નોંધ્યુ . પછી એક બીજી સ્લાઈડ લીધી એમાં ઉપરની જેમ તપાસી કૈક નોંધ્યું . પેલા બળી ગયેલા રેસાને સાવધાનીથી પકડી કોઈ રસાયણ ભરેલી ટેસ્ટટ્યૂબમાં નાખતા એનો કલર જાંબલી થઇ ગયો અને એના મોઢા uઉપર એક અજીબ મુસ્કાન આવી ગઈ . જાંબલીકલર રાઘવકુમારને બતાવતા કહ્યું

" રાઘવ આગ જાણીજોઈને લગાવવામાં આવી હતી , આ જાંબલી કલર કેરોસીનની હાજરી સૂચવે છે "

" અરે વાહ , વિક્રમ બીજી કૈક માહિતી આપ જેથી આપડે જલ્દી આ કેસ સોલ્વ કરી દઈએ "

" ત્યાં સળગાવવામાં આવેલ કાગળ ખુબ જૂના હતા , લગભગ ૨૦ ૩૦ કે એનાથી પણ વધુ જુના અને ..."

" અને શુ વિક્રમ ?"

" અને ત્યાં કોઈના ફોટા પણ સળગાવવામાં આવ્યા હતા એક વાત બીજી પણ છે , હાડપિંજર વાળા એક છોકરાનો પગ લાંબો અને એક ટૂંકો હતો "

" ખરેખર આ શુ થઇ રહ્યુ છે ? કઈ સમજમાં નથી આવતું . પેલુ હાડપિંજર કોનુ છે ? ત્યાં સળગાવવાં આવેલા કાગળોમાં કયા દસ્તાવેજો હતા ? સળગાવેલો ફોટો કોનો હતો ? કઈ ખબર પડી રહી નથી . હવે જલ્દી ફાધર લોરેન્સ આવે તો કઈ સ્પષ્ટતા થાય અને વિક્રમ , આ હાડપિંજર અંદાજિત કેટલુ જુનુ હશે ? "

" મારા ખ્યાલથી આ હાડપિંજર પણ લગભગ ૨૦ ૩૦ વર્ષ જુનુ હોવુ જોઈએ , આ વિષે સાચી માહિતી કાર્બન ડેટિંગ દ્વાર જ મળી શકે "

" ઓહ માય ગોડ ... વિક્રમ મને લાગે છે આ છોકરાને કોઈ અહીંયાના વ્યક્તિ એજ માર્યો હશે અને પછી ત્યાં જમીનમાં દફનાવી દીધો હશે કે જેથી કોઈને ખબર ન પડે , પરંતુ અચાનક વર્ષો પછી હાડપિંજર મળી આવતા એ માણસ ડરી ગયો હશે અને જુના પુરાવા તરીકે રહેલા દસ્તાવેજો સળગાવી દીધી હશે અને સાથે સાથે એ મૃત્યુ પામેલા છોકરાનો ફોટોગ્રાફ પણ "

આટલી વારમાં પેલો પ્યુન પીટર આવ્યો અને કહ્યુ "માફ કરજો પણ ફાધર લોરેન્સ હાલ આરામમાં છે , તમે એમને કાલ સવારે જ મળી શકશો "

રાઘવકુમાર સામે કહેવા માંગતા હતા કે એક હાડપિંજર તમારા ચર્ચના પ્રાંગણમાં મળેલુ છે , ચર્ચના જ કોઈ માણસ દ્વારા પુરાવા નાશ કરવાની કોશિશ કરવામાં આવી છે અને ઓફિસમાં આગ લગાડી છે હજી તમને આરામ કરવો છે ? ઘણા બધા ગેસ્ટ ચર્ચમા અટવાયેલા છે અને એમને આરામ કરવો છે ? એમનુ મુખ ભલે બંધ હતું પણ મોઢાના ભાવો બોલી રહ્યા હતા આ જાણી પ્યુનેકહ્યુ

"બધા ગેસ્ટ માટે રહેવા-જમવાની સુવિધા કરી દીધેલી છે અને હા હુ પણ આજ અનાર્થઆશ્રમમાં એમની સાથે જ ઉછર્યો છું અને ઘણા વર્ષોથી ફાધર લોરેન્સ સાથે સેવા આપી રહ્યો છુ , જો તમે ચાહો તો હું તમારી મદદ કરી શકુ છુ "

" ઓહ , વેરી ગુડ વેરી ગુડ .... તો એક કામ કરો , અહીંયા હાજર તમારા દસ્તાવેજો જોઈને પ્લીઝ અમને જણાવશો કે શુ કોઈ દસ્તાવેજ ગાયબ છે કે કેમ ? "

" ઠીક છે , પ્લીઝ મને થોડો સમય જોઈશે "

" ઓકે , આમ પણ રાત પડી ગઈ છે , હુ હવે ઘરે જાવ છુ . કોઈપણ ઈમરજેંસી આવે તો લોબો અહીંયા હાજર છે અને છતા જરુર પડે તો મને ફોન કરીને બોલાવી શકો છો "

" ઠીક છે ગુડ નાઈટ " પેલા પ્યુને કહ્યુ

" ગુડ નાઈટ " રાઘવકુમાર ઘર તરફ જવા રવાના થયા

( ક્રમશ )

Q1 .શુ હશે એ હડપિંજરનું રાઝ ?
Q2 .કોણ હશે જે પેલા બાથરૂમમાં છુપાયેલો હશે ?

વાંચો રહસ્યમય થ્રિલર નવલમારી સંપૂર્ણ નવલકથા ' ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ' એકદમ ફ્રિ