મને ગમતો સાથી - 8 - ઈટસ ઓકે Writer Shuchi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મને ગમતો સાથી - 8 - ઈટસ ઓકે

પરંપરા : ઈટસ ઓકે.
સ્મિત : કેટલી પ્લાનિંગ કરી હતી મે યાર.
પરંપરા : હું પણ ઘણી ઉત્સુક હતી એ જાણવા માટે કે તું શું સરપ્રાઈઝ આપવાનો છે.
સ્મિત : હતી??
પરંપરા : એટલે હજી પણ છું જ.
આપણે આવતા મહિને કે એના પછી જઈ આવીશુ.
સ્મિત : એક વાર પહેલા પણ ટિકિટ કેન્સલ થઈ ચૂકી છે.
પરંપરા : તો હજી એક વાર.
આટલી મોટી ઈવેન્ટ મળી છે.
સ્મિત : એની એક્સાઈટમેન્ટ મને પણ છે.
પણ આપણુ હનીમૂન યાર.
પરંપરા : સૂઇ જા.
તને ઘણી ઉંઘ આવી રહી છે.
સ્મિત : હા.
તું શું કરીશ??
પરંપરા : મારી પાસે જે કેમેરા હતો એ 3 વર્ષ જુનો છે અને તે હવે મારા પપ્પા વાપરે છે.
એટલે કદાચ નવો લેટેસ્ટ કેમેરા આપણે લેવો પડશે.
સ્મિત : લઈ લેશુ.
પરંપરા મુસ્કાય છે.
પરંપરા : એટલે હું હવે નવા કેમેરા વિશે જાણકારી મેળવવાનું કામ કરીશ.
સ્મિત : તારા પપ્પા ને પણ ફોટોગ્રાફી નો શોખ છે??
પરંપરા : એ શીખી નહી શક્યા એટલે તો એમણે મને શીખવા મોકલી હતી.
તે હવે થોડા વખત થી યુટ્યૂબ પરથી અને જાતે શીખી ને પોતાનો શોખ પૂરો કરી રહ્યા છે.
સ્મિત : સરસ.
ચાલો, ગુડ નાઈટ.
પરંપરા : ગુડ નાઈટ.
સ્મિત સૂઇ જાય છે.

* * * *

ધારા : સોરી.
પાયલ : તું શેનું સોરી કહે છે??
ધારા : કાલે રાતે મે જે કર્યું એ મારે નહોતું કરવાનું.
પાયલ : કઈ નહી હવે.
ધારા : એટલે તું સૂતી નહોતી ને આખી રાત.
પાયલ : તું પણ તો જાગે છે.
ધારા : મારે કામ હોય છે.
પાયલ : યશ સાથે ઝગડો થઈ ગયો રાતે.
ધારા : આ જ વાતને લઈને??
પાયલ : હંમ.
ધારા : સોરી.
પાયલ : ઈટસ ઓકે.
યશ વાત નથી કરવાનો એવું કહે છે.
ધારા : એ તારી સાથે વાત કર્યા વગર નહી રહી શકે. ચીલ
પાયલ : ઘણો હર્ટ થયો છે.
ધારા : તું પાછી તો આવી ગઈને.
સાંજ સુધીમાં એ જાતે માની જશે.
એનાથી વાત કર્યા વગર નથી રહેવાતુ.
બાળપણથી બધા જાણે છે.
પાયલ : ગઈકાલ ની આખી વાત જુદી હતી ને પણ.
ધારા : નહી સામેથી ફોન કરે તો તું વાત કરીને મનાવી લેજે.
પાયલ : એને મનાવવો કેટલો અઘરો છે.
ધારા ને હસવું આવી જાય છે.
મમ્મી ઉપર તેમના રૂમમાં આવે છે.
મમ્મી : તમે બંને જણ્યો વાતો કર્યા કરશો??
તૈયાર થઈને જવું નથી કે??
11:30 થયા.
ભૂખ લાગી છે ને....
પાયલ : હા, માસી.
મમ્મી : બેઉ જણ્યો સૂતી નથી રાતે??
મમ્મી બંને ના ચહેરા જોઈ પૂછે છે.
ધારા : તને કઈ રીતે ખબર પડી જાય છે??
મમ્મી : મમ્મી છું.
પડી જ જાય ને વળી.
રૂમમાં અવ્યવસ્થિત રીતે પડેલા ધારા ના કપડા સરખા કરતા કરતા મમ્મી વાત કરતા જાય છે.
ધારા : પાયલ ની તો તું માસી છે ને....
મમ્મી : હા તો, માસી અને મમ્મી માં ફરક કેટલો??
જેવા મમ્મી એવા માસી.
પાયલ : બરાબર.
મમ્મી મુસ્કાય છે.
ધારા : આઈ લવ યુ મમ્મી.
તે મમ્મી ને ભેટે છે.
મમ્મી : હા.
ધારા : ક્યારેક તો આઈ લવ યુ ટુ બોલ.
મમ્મી : આઈ લવ યુ ટુ.
ધારા : કેટલું સારું લાગે મને.
મમ્મી : ચાલો, હવે બંને.
કાલે આટલી મોટી ઈવેન્ટ મળી છે.
ઝટઝટ કામે લાગો.
ધારા : આખી રાત કામ જ કરતી હતી.
6 વાગ્યે સૂતી.
મમ્મી : તારાથી લગ્નના વિડિયોઝ દિવસે એડિટ ના થાય??
ધારા : દિવસે બીજા કેટલા કામ રહે છે મમ્મી.
મમ્મી : પણ આમ તું ક્યાં સુધી જાગ્યા કરીશ??
ધારા : ખબર નહી.
મમ્મી : પરંપરા ને કહી દેવાનું.
મે તને કેટલી વખત કીધું છે.
ક્યારેક પરંપરા કરી દેશે.
હવે તો ફોટોગ્રાફી પણ એ જ કરવાની છે ને.
પાયલ : ગુડ આઈડિયા.
ધારા : વાત કરી જોઈશ.
પાયલ : તે ફરી હા જ કહેશે.
મમ્મી : અચ્છા, હવે તમે જલ્દી નીચે આવો.
કહી મમ્મી નીચે જવા લાગે છે.
પાયલ : હા, માસી.
ધારા : આવ્યા.

* * * *

પરંપરા : મમ્મી પણ....
મમ્મી : બહુ સારી વાત છે દીકરા.
પરંપરા : જેને માટે છે એને તો પૂછો.
મમ્મી : તારે એની સાથે એ ઓફિસ આવે ત્યારે વાત કરવાની છે.
પરંપરા : પપ્પા ક્યાં છે??
એમને ફોન આપો.
મમ્મી : એમની જ ઈચ્છા છે.
પરંપરા : ધારા હમણાં....
મમ્મી : એ હું જાણું છું.
પરંપરા : તો પછી??
મમ્મી : બહુ સારું છે બધુ એટલે.
અને સામેથી આવ્યું છે.
પરંપરા : અને ધારા ને ના ગમ્યું તો??
મમ્મી : તો નહી કરીશું.
પરંપરા : ધારા ને કોઈ વધારે આગ્રહ નહી કરે??
મમ્મી : એક વાર એને મળવા તો....
પરંપરા : ધારા ના કહે તો હું તેનો સાથ આપીશ.
મમ્મી : સારું.
પરંપરા : ઠીક છે.

* * * *


~ By Writer Shuchi



.