રાક્ષશ - 24 Hemangi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાક્ષશ - 24

દ્રશ્ય ૨૪ -
" શું થયું સમીર ને.....નિખિલ...બોલ ને કઈક.....સમીર મારી જાન."
નિખિલ જાનવી ને બધી વાત ને કહે છે અને ગુફા માં જોયેલી એ બળેલી વ્યક્તિ વિશે કહે છે. ત્યારે તે મનું ને કહેલી રાક્ષસ ની પ્રેમિકા યાદ આવે છે. તે બધી માહિતી નિખિલ ને કહે છે.
" નિખિલ આપડી સામે એક સમસ્યા નથી પણ બે સમસ્યા છે આપડે જેમ બને તેમ જલદી આ જંગલ માંથી નીકળી જવું જોઈએ."
" હું હાલ બધા ને નીકળવાનું કહું....પણ ક્યાં જઈ શું."
" આ જંગલ ની બહાર....."
" ક્યાંથી કોઈ રસ્તો નથી."
" હા છે રસ્તો છે....હું તમને ત્યાં સુધી લઈ જઈ શકું છું."
આમ બોલી ને બધા ને એની પાછળ આવવા નું કહે છે. નિખિલ, પાયલ, મયંક, પ્રાચી, હારીકા, જાનવી એ બધા જે ત્યાં છુપાયેલા હતા એમને જાનવી જંગલ છોડી ને જવા માટે કહે છે. પેહલા તો બધા રાજી થાય છે. પણ ત્યાં બધા ની વચ્ચે થી કોય બોલે છે.
" શું ગેરંટી છે કે અમને કઈ નઈ થાય. જ્યાં સુધી અમે અહીંયા છીએ ત્યાં સુધી જીવતા છીએ રાક્ષસ છેલ્લા બે દિવસ માં આવ્યો નથી. અમે અહી સેફ છીએ તો શું કરવા બહાર નીકળીએ...."
" ગગન... તું બધા ને ખોટા રસ્તે ના દોરીશ..."
ગગન ને સામે જોઈ ને નિખિલ અને પાયલ બંને ડરી ગયા. ત્યાં જાનવી અને ગગન ની વચ્ચે ઘણી બોલાચાલી થાય છે અંતે ઘણા લોકો રિસોર્ટ માં રોકવા માટે તૈયાર છે તો ઘણા જાનવી સાથે જવા માટે.
" શું નક્કી તમે બધા અમારી સાથે આવવા માગતા નથી. તમારા માટે બંને રસ્તા સરખા છે. આજે નઈ તો કાલે મોત છે. પણ જીવવા માટે એક ડગલું આગળ વધારવા માટે કહું છું."
" બસ તારા ભાષણ બંદ કર અમે આવવા તૈયાર નથી તું જઈ શકે છે તું અંતે પાછી આવાની છે તારી પાસે કોય રસ્તો નથી બહાર જવાનો."
" તું શું જાણે છે.."
જાનવી આગળ કઈ બોલે એની પેહલા નિખિલ એના મોટા પર હાથ મૂકી ને ખેચી ત્યાંથી દૂર લઈ ને જાય છે.
" શું થયું નિખિલ.....શું કરે છે."
" તે ગગન નથી. ગગન તો મરી ગયો છે ને મારી આંખે એની લાશ ને ગુફામાં જોઈ છે."
" હા નિખિલ સાચું બોલે છે અકસ્માત માં ગગન ને રાક્ષસ એ મારી નાખ્યો હતો અને મે મારી આંખે એ જોયું હતું."
" તે ગગન નથી.....આપડે એની હકીકત બધાની સામે લાવી પડશે જેથી બધા ને એના થી બચાવી શકીએ."
મયંક આગળ કોય ની વાત સાંભળ્યા વિના એક હાથમાં લાકડી લઈ ને ગગન ની સામે આવી ને તેને લાકડી થી મારવા લાગ્યો. નિખિલ આ જોઈ ને રસોડા તરફ જવા લાગ્યો. મયંક ને ગગન ગળા થી પકડી લે છે જેનાથી એ સ્વાસ લઈ શકતો નથી તેને બચાવવા માટે બધા ગગન ને મારે છે પણ ગગન તેને છોડતો નથી અને હવે તે એના અસલ સ્વરૂપ માં આવી જાય છે તે બળેલી ચામડી પાતળી લાંબી આંગળીઓ અને ચેહરા પર ખાલી મોઢું હતું. આવો ભયાનક દેખાવ થી બધા ડરી ને પાછા પડી જાય છે. મયંક ને બચાવવા માટે તે બળેલા હાથ ને નિખિલ ધારદાર ક્લેવર થી મારે છે એનો હાથ કપાઈ જાય છે. મયંક એના હાથ માંથી છૂટી જાય છે પણ તે હાથ ફરી થી એની જગ્યા પર ચોંટી જાય છે આ જોઈ ને હોલ માં ભાગમભાગ સરું થાય છે. આ ભગમ ભાગ માં તે ફરી થી બીજા કોઈ નું રૂપ લઈ ને છૂપાઇ જાય છે.
" હવે આપડે અહીંયા સેફ નથી રોડ ના સહારે ચલતા ચલતા આપડે તૂટેલા પૂલ તરફ જઇ શું અને ત્યાંથી જમણી બાજુ વળી જઈ શુ ત્યાં આગળ થોડું ચાલતા એક લોખંડ નો જૂનો પૂલ છે. તેના સહારે આપડે જંગલ ની બહાર નીકળી જશું. કોઈ પણ સંજોગો માં ખોટા રસ્તે જવાનું નથી. ગમે તેવી પરિસ્થિતિ આવી જાય પણ જ્યાં મે કહ્યું ત્યાં જવાનો પ્રયત્ન કરજો." જાનવી બધાને વચ્ચે ઉભી રહી ને આટલું બોલી સમીર પાસે જાય છે. સમીર ને હજુ ભાન આવ્યું હતું નઈ.
" આપડે એકબીજા ના હાથ પકડી ને નાની નાની ટુકડીઓ માં ચાલીશું. આગળ હું રહીશ અને પાછળ નિખિલ તું. મારી સાથે પ્રાચી અને હારીકા અને નિખિલ તારી સાથે મયંક અને પાયલ હસે."
" આ જીવતા રાક્ષસ નું શું કરવાનુ. છે મારું મનો તો આને અહીંયા બાધી ને મૂકીએ."
" મનું હારી કા ની વાત માનવી પડશે તને અહીંયા મૂકી ને જવાનું મન તો બઉ કરે છે. તે મારી સાથે દગો કર્યો છે તું જાણતો હતો કે રાક્ષસ ની પ્રેમિકા એ વૃદ્ધ માણસ છે તે મારાથી ઘણું છુપાવ્યું છે."
" ના હું.... હું નથી જાણતો કે રાક્ષસ ની પ્રેમિકા હજુ જીવે છે મને જેટલું તે વૃદ્ધ માણસ ને કહ્યું હું એટલું જ જાણું છું મારા સાથે પણ દગો થયો છે."