( નમસ્કાર મિત્રો માફ કરશો વ્યવસાયિક કારણોસર આગળનો ભાગ લખી શકી ન હતી. એ બદલ દિલગીર છું. મિત્રો મે તમને વાર્તામાં ટ્વીસ્ટ લાવવા માટે પૂછેલું. અને એ જાણીને ખુશી થઈ કે આપ સૌ પણ એ માટે ઉત્સુક છો. ઘણા બધા મિત્રો અરમાન અને ઝંખનાને જુદા કરવાની ના કહે છે. પરંતુ મિત્રો જુદાઈ વગર મિલનની મજા ના આવે. અને કસોટીઓના એરણ પર મૂકાયેલ સંબંધ જ્યારે પાર પડે ત્યારે એ સંબંધ વધુ મજબૂત અને સફળ બને છે. મે કંઈક તો વિચાર્યુ છે. એના માટે થોડીવાર વાર છે. ત્યા સુધી આપણે અરમાન અને ઝંખનાના મેરેજ માણીશું. આપણે આગળના ભાગમાં જોયુ કે અરમાન ઝંખનાની મમ્મીને મળે છે. લતાબેનને અરમાન ખૂબ પસંદ આવે છે. એ અરમાનને એના મમ્મી - પપ્પા સાથે વાત કરવાનુ કહે છે. અરમાન પણ વહેલી તકે એના મમ્મી - પપ્પા સાથે વાત કરશે એવુ કહે છે. હવે જોઈશું આગળ શુ થાય છે. )
(મિત્રો મે આખો ભાગ લખ્યો અને કૉપી કરવા જતા ડીલીટ થઈ ગયો 😪😔 એટલે ગયા અઠવાડિયે આ ભાગ અપલોડ ના કરી શકી. તો ફરીથી આખુ ટાઈપ કરીને અપલોડ કરુ છું. આશા છે આ ભાગ તમને ગમશે. )
અરમાન શનિવાર રવિની રજામાં એના ઘરે જાય છે. આજે એની મમ્મીએ એના માટે એનુ મનભાવતુ જમવાનુ બનાવ્યુ હોય છે. રાતે જમીને એ એની મમ્મીના ખોળામાં માથુ નાંખીને સૂતેલો હોય છે. ઝંખના વિશે એણે વાત કરવી હોય છે પણ કેવી રીતે કરવી એ વિચારે છે. પછી ધીરે રહીને એની મમ્મીને કહે છે.
અરમાન : મમ્મી તુ કેહતી હતી ને કે તને હવે આ ઘર સંભાળવુ અઘરુ પડે છે.
કવિતાબેન : હા તો.. હું તો ક્યારની કહ્યા કરુ છું. હવે તો રોહન પણ અમેરિકા જવાનો છે.
અરમાન : શું ભાઈનો ટ્રાન્સફર ઑર્ડર આવી ગયો ?
કવિતાબેન : હા બે દિવસ પહેલા જ મેઈલ આવ્યો છે.
અરમાન : ઓહ તો હવે ભાઈ ભાભી અમેરિકા જશે એમ..
કવિતાબેન : હા પ્રિયા છે તો મને થોડો સહારો રહે છે. કિયારાની મસ્તીથી ઘર ભરેલુ રેહતુ હતુ.
અરમાન : હા તો તુ ને પપ્પા મારી સાથે રહેવા આવી જાઓ.
કવિતાબેન : ત્યા આવીને પણ અમે એકલા જ રહીશું. મને તો તુ મેરેજ કરે તો શાંતિ થાય. દિકરા એકવાર તો વિચાર અમારા માટે. અમને કેટલા અરમાન છે તારા લગ્ન ના. ને એક તુ છે જે માનતો જ નથી.
અરમાન : અમ્મ.. સારુ તુ કહે છે તુ હું માની જાઉં છું.
કવિતાબેન : ( પોતાના ખોળામાંથી અરમાનને ઊભો કરતા ) શું કહ્યુ તે ફરીથી બોલ તો..
અરમાન : તને આટલી તકલીફ થાય છે, ને તારી ઈચ્છા છે કે હું મેરેજ કરી લઉ. તો વિચારુ છું તારી આ ઈચ્છા પૂરી કરી દઉ.
કવિતાબેન : સાચ્ચે.. મારો દિકરો લગ્ન કરવા તૈયાર છે. ( અને એ અરમાનના કપાળ પર ચૂંબન કરે છે ) તો હું આજે જ ઉમિયાબેનને છોકરી બતાવવાનુ કહી દઉ છું. આટલુ કહી કવિતાબેન ફોન હાથમાં લેવા લાગ્યા.
અરમાન : અરે મમ્મી સાંભળ તો ખરી.. એ કવિતાબેનના હાથમાંથી ફોન લઈ લે છે. અને માથુ ખંજવાળતા કહે છે. ) મમ્મી છોકરી જોવાની જરૂર નથી. છોકરી મે પસંદ કરી લીધી છે.
કવિતાબેન : (અચરજથી એની તરફ જુએ છે અને પછી કંઈક સમજીને એનો કાન પકડીને આમળતા કહે છે.) અચ્છા તો એટલે ભાઈસાબ આજે મેરેજની વાત કાઢે છે. ચલ જલ્દી બતાવ કોણ છે એ છોકરી. શું કરે છે ? ક્યા રહે છે ? ઘરમાં કોણ કોણ છે ? મને બધુ જ કહે. જોઈએ.
અરમાન : ( એની મમ્મીના હાથમાંથી કાન છોડાવતા ) આહ.. કહુ છું. પણ તુ પેહલા કાન તો છોડ.. દુઃખે છે.
કવિતાબેન : ( એનો કાન છોડતા )સારુ જલ્દી કહે જોઈએ મને.
અરમાન : એનુ નામ ઝંખના છે. અમદાવાદ રહે છે. એના પપ્પા નથી. એની મમ્મી સાથે રહે છે. અને એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરે છે.
કવિતાબેન : ઝંખના.... નામ તો ખૂબ સારુ છે. કેવી દેખાય છે ? તને ગમે છે ?
અરમાન : હા મમ્મી મને બહુ જ ગમે છે. Infact હું એને ખૂબ જ લવ કરું છું. અને કેવી દેખાય છે એ તુ જાતે જ જોઈ લે. એમ કહી એ એનુ ફેસબુક એકાઉન્ટ ખોલે છે. અને ઝંખનાનુ પ્રોફાઈલ ખોલી એનો ફોટો એની મમ્મીને બતાવે છે.
કવિતાબેન : અરે વાહ કેટલી સુંદર લાગે છે. મારા દિકરીએ ખૂબ જ સારી છોકરી પસંદ કરી છે.
અરમાન : મમ્મી તુ પપ્પા સાથે વાત કર ને..
કવિતાબેન : ઓહઓઓ.. જુઓ તો અત્યાર સુધી તો ના ના કરતો હતો. અને હવે રેહવાતુ નથી. આટલી બધી ઉતાવળ કરે છે.
અરમાન : એવુ નથી. આ.. આ.. તો તમે કહ્યા કરો છો એટલે.. બાકી મને કોઈ ઉતાવળ નથી.
કવિતાબેન : સારુ સારુ.. અમને જ ઉતાવળ છે બસ. હું આજે જ તારા પપ્પા સાથે વાત કરુ છું.
કવિતાબેન વિજયભાઈ સાથે આ બાબતે વાત કરે છે.
વિજયભાઈ : ચાલો બરખુરદારને અકલ તો આવી.. લાટસાહેબે કોઈ છોકરી પસંદ તો કરી. તુ એને કહી દેજે કે અમે એ છોકરીને મળવા માંગીએ છીએ.
સવારે નાસ્તો કરતા કરતા કવિતાબેન અરમાનને આ ખુશખબરી આપે છે. એના પપ્પા ઝંખનાને મળવા તૈયાર થઈ ગયા આ જાણી અરમાન ખૂબ જ ખુશ થઈ જાય છે.
વિજયભાઈ : અરમાન કાલે આપણે અમ્મ.. શું નામ છે એ છોકરીનું.. ?
વિજયભાઈ : હા.. તો આવતીકાલે સાંજે આપણે ઝંખનાને મળવા જઈશું. તુ એ લોકોને કહી દેજે.
અરમાન : હા પપ્પા હું હમણા જ કહી દઉ છું. આટલુ કહીને એ ફટાફટ ઊભો થઈ જાય છે.
કવિતાબેન : જુઓ તો ખરા આ છોકરાને તો કેટલી ઉતાવળ છે. અરે ભાઈ પેહલા નાસ્તો તો કરી લે.
અરમાન : ના મમ્મી મારો નાસ્તો થઈ ગયો. હું જાઉ છું.
વિજયભાઈ : રેહવા દે કવિતા.. ભાઈસાબને નવો નવો પ્રેમ થયો છે. એ નથી રોકાવાનો.
આ બાજુ અરમાન ઝંખનાને એના મમ્મી પપ્પા કાલે એના ઘરે આવશે એ જણાવે છે.
મિત્રો અરમાનના માતા પિતા પણ માની ગયા છે. અત્યાર સુધી તો બધુ બરાબર ચાલે છે. પણ હવે આગળ એમની જિંદગીમાં શું વળાંક આવશે એ જોવાનુ રેહશે.