Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

અભિમન્યુ સરહદની પેલે પાર....! પ્રકરણ-3

અભિમન્યુ

સરહદની પેલે પાર....!

પ્રકરણ-3

***

“what happened..!?” એરબેઝમાં મિશન કંટ્રોલરૂમમાં હાજર એ કે સિંઘ રેડિયો ચેનલમાં એ અવાજ સાંભળીને ચોંકી ગયાં અને અભિમન્યુ સાથે વાત કરવાં માટે માઇક હાથમાં લઈને બોલવાં લાગ્યાં.

“નથીંગ સર...!” ડાયલ ઉપરની વૉર્નિંગ જોઈને અભિમન્યુ શાંત સ્વરમાં બોલ્યો “લેંન્ડિંગ ગિયર વોઝ સ્ટક....!”

ડાયલ ઉપરની વૉર્નિંગ વાંચીને અભિમન્યુએ કહ્યું. ટેક ઑફ પછી પ્લેનનાં લેંન્ડિંગ ગિયર જામ થઈ જતાં તે પ્લેનની પાંખ નીચે બહારજ ફસાઈ રહ્યાં હતાં. જોકે કૉકપીટમાં બેઠેલાં અભિમન્યુએ ગભરાયાં વિના પ્લેનનાં કોમ્પ્યુટરને લેન્ડિંગ ગીયર અંદર લેવાં માટે વધુ એક-બેવાર કમાન્ડ આપી જોયો. થોડો પ્રયત્ન કર્યા પછી છેવટે અભિમન્યુ સફળ થયો.

“ઓલ ઓકે...!” અભિમન્યુએ ટૂંકમાં જવાબ આપ્યો અને પ્લેનની ઊંચાઈ વધારવા માટે ધીરે-ધીરે કરીને પ્લેન મોરો (આગળનો ભાગ) ઉંચો કરવા માટે centre stick (કન્ટ્રોલ સ્ટીક) ખેંચવા લાગ્યો.

મિશન માટે પહેલેથી પ્લેનના કોમ્પ્યુટરમાં ફિડ કરવામાં આવેલી લોકેશનના આકાશી માર્ગ ઉપર અભિમન્યુ સહીત તેની સ્કવોડ્રનનાં પ્લેન ઉડી રહ્યાં હતાં.

અગાઉ નક્કી થયેલાં મિશન પ્લાન મુજબ સ્કવોડ્રનનાં બધાંજ પ્લેન “ડેલ્ટા ફોર્મેશન”માં (ત્રિકોણાકાર બનાવીને જેમ આકાશમાં પક્ષીઓ ઉડે છે) ઉડી રહ્યાં હતાં. સ્કવોડ્રન લીડર અભિમન્યુનું પ્લેન ડેલ્ટા ફોર્મેશનમાં સૌથી આગળ હતું.

ઊંચાઈ વધારતાં-વધારતાં છેવટે અભિમન્યુ અને તેની સ્કવોડ્રનના બધાં ફાઈટર પ્લેનો લગભગ ત્રીસેક હજાર ફૂટ ઉંચે આવી ગયાં. આટલે ઉંચે હવા અતિશય પાતળી હોવાથી હવાનું ઘર્ષણ ઓછું વર્તાય અને ફાઈટર પ્લેનનું ફ્યુઅલ ઓછું વપરાય. હવા પાતળી હોવાનો બીજો ફાયદો એ પણ થાય કે અવાજથી પણ વધુ તેજ ગતિએ ઉડતાં ફાઈટર પ્લેન ઉડતી વખતે અવાજનો પડદો ભેદી નાંખે ત્યારે “Sonic Boom” કહેવાતો કાન ફાડી નાંખતો અવાજ પણ અહિયાં નહીવત કહી શકાય તેટલો થાય. અને એ અવાજ જમીન પર રહેતાં જે-તે શહેરના રહીશોને સંભળાય પણ નહીં.

યોજના પ્રમાણે ત્રણ સ્કવોડ્રનોએ મિશનમાં ભાગ લેવાનો હતો. જેમાંથી માત્ર અભિમન્યુ અને તેની સ્કવોડ્રનના વિમાનોએ સરહદ ઓળંગી POKમાં પ્રવેશવાનું હતું અને બાલાકોટમાં ટેરરીસ્ટ કેમ્પો ઉપર હવાઈ હુમલો કરવાનો હતો. બાકીની બે સ્કવોડ્રનોએ ભારતની પાકિસ્તાન સાથેની સરહદનાં સંવેદનશીલ વિસ્તારોમાં સરહદની નજીક આમતેમ ઉડતાં રહી પાકિસ્તાની સેનાઓ અને તેમણે સરહદની આજુબાજુ ગોઠવેલાં રડારોનું ધ્યાન પોતાની બાજુ ખેંચવાનું હતું જેથી તેઓને ઈન્ડીયન એરફોર્સના મિશન વિષે કોઈ અણસાર નાં આવે. મિશનનો સમય પણ મોડી રાતનો પસંદ કરાયો હતો. જેથી રખેને પાકિસ્તાની સેનાના રડારમાં ઈન્ડીયન એરફોર્સના વિમાનો દેખાય, તો પણ મોડી રાતના ઉજાગરે જાગતાં રડાર ઓપરેટરો થાકને લીધે કંઈ સમજે અને ચેતવણી આપવાં સ્ફૂર્તિ દાખવે એ પહેલાંજ વિમાનો ઘણે દુર નીકળી ગયાં હોય.

અવાજથી પણ વધુ તેજ ગતિએ સડસડાટ ઉડતાં વિમાનો નિશ્ચિત કરેલાં માર્ગ ઉપર ઉડતાં-ઉડતાં મિશન માટેની લોકેશન નજીક પહોંચવા આવ્યાં.

વિમાનમાં બેઠેલાં પાઈલટો સહીત મિશન કન્ટ્રોલ રૂમમાં હાજર એ કે સિંઘ અને અન્ય સપોર્ટીંગ સ્ટાફે પણ ધીરે-ધીરે તણાવ વધતો મેહસૂસ કર્યો.

બાલાકોટમાં આવેલાં ટેરરીસ્ટ કેમ્પો ઉપર હવાઈ હુમલો કરવાં માટે અભિમન્યુ સહીત તેની સ્કવોડ્રનનાં અન્ય સાથી પાઈલટોએ પોત-પોતાનાં ફાઈટર પ્લેનોની ઊંચાઈ ધીરે-ધીરે ઘટાડવાં માંડી.

છેવટે નિશ્ચિત કરેલી ઊંચાઈ ઉપર પહોંચ્યાં બાદ તેઓએ ફરીવાર સીધી રેખામાં ફ્લાય કરવાં માંડ્યું.

“દિલ્હી પહોંચવામાં કેટલો ટાઈમ છે....!?” કન્ટ્રોલ રૂમમાં ઓપરેટરની જોડે ઉભેલાં એ કે સિંઘે સાંકેતિક ભાષામાં અભિમન્યુને પૂછ્યું.

પુર ઝડપે ઉડતાં ફાઈટર પ્લેનની કોકપીટમાં ફ્રન્ટ સીટમાં બેઠેલાં અભિમન્યુએ પોતાની જમણી બાજુ દેખાતાં નીચેના દ્રશ્ય સામે જોયું. તેઓ હજી કાશ્મીરમાં ભારતીય સીમામાં હતાં. મોડી રાત હોવાથી નીચે બધુંજ અંધારું દેખાતું હતું. વહેલી પરોઢ થવામાં હજુ લગભગ કલ્લાકેક જેટલો સમય બાકી હતો.

“હાલ્ફ એન અવર...!” પ્લેન ઉડાવી રહેલાં અભિમન્યુએ ટૂંકમાં જવાબ આપ્યો.

બંને બાજુ ફરીવાર રેડીઓ સાઈલન્સ જળવાઈ ગયું.

લગભગ અડધો કલ્લાક પછી અભિમન્યુ તેની સ્કવોડ્રન સહીત સીમા પાર કરીને POKમાં દાખલ થયો. પુર ઝડપે ઉડતાં અભિમન્યુની સ્કવોડ્રનના વિમાનો બાલાકોટ વિસ્તારમાં અગાઉથી નક્કી કરેલાં ટાર્ગેટ તરફ ધસી ગયાં.

“દિલ્હી પહોંચ ગયે..!” સાંકેતિક ભાષામાં અભિમન્યુએ રેડીઓમાં કહ્યું અને કન્ટ્રોલ રૂમમાં હાજર સૌ કોઈ સાબદાં થયાં.

***

“કોંગ્રેચ્યુલેશન અભિ....!” અભિમન્યુના ફ્રેન્ડ્સ અને અન્ય સગાંવ્હાલાં તેને અભિનંદન પાઠવી રહ્યાં હતાં.

આકરી મહેનત બાદ અભિમન્યુએ (અને તેનાં ફ્રેન્ડ પૃથ્વીએ પણ) એરફોર્સની ફિઝિકલ એક્ઝામ પાસ કરી લીધી હતી. બંનેનું સિલેકશન ફાઈટર પાઈલટ તરીકે થઇ ગયું હતું. થોડાં દિવસોમાં તેમણે ટ્રેનિંગ માટે જામનગર એરબેઝ ઉપર હાજર થવાનું હતું.

એરફોર્સ પાઈલટ જેવી ઉચ્ચ સરકારી જોબ મળી જતાં, ઉત્તરાના પિતાએ તરતજ સગાઈ માટે “હાં” પાડી દીધી હતી. ખુશખુશાલ થઈ ગયેલાં બંને પક્ષોએ અભિમન્યુ ટ્રેનિંગ માટે જાય એ પહેલાંજ સગાઈ ગોઠવી દીધી હતી.

“કોંગો બ્રો...!” અભિમન્યુની પીઠ ઉપર ધબ્બો મારતાં પૃથ્વીએ સ્મિત કરીને કહ્યું “એરફોર્સની જોબ અને ઉત્તરા માટે....!”

ખુશીના માહોલ સાથે અભિમન્યુ અને ઉત્તરાની એંગેજમેન્ટ થઈ ગઈ. રિંગ પહેરાવીને બંનેએ છેવટે ઓફિશિયલી પોતાનાં સબંધ ઉપર પરિવારજનોની સહમતીની મહોર મારી.

એકાદ વીક પછી અભિમન્યુ છેવટે પૃથ્વી સાથે એરફોર્સ પાઈલટની ટ્રેનિંગ માટે હાજર થઈ ગયો.

***

“ધડામ....ધડામ...!”

બાલાકોટમાં જંગલોની વચ્ચે બનેલાં આતંકવાદી કેમ્પો ઉપર અભિમન્યુ અને તેની સ્કવોડ્રનના વિમાનો એક પછી એક અગનગોળાઓ વરસાવી રહ્યાં હતાં.

એકથી વધુ માળની બનેલી આતંકવાદી કેમ્પોની બિલ્ડીંગો જાણે કોઈ પત્તાંનાં મહેલ હોય એમ “ઉડી” રહી હતી. રાતનો સમય હોવાથી મોટાંભાગનાં આતંકવાદીઓ કેમ્પોમાંજ ઊંઘ માણી રહ્યાં હતાં.

“વ્હ્યુશ......!”

અભિમન્યુએ વધુ એક મિસાઈલ ત્રણેક માળની બિલ્ડીંગ તરફ નિશાનો લોક કરી ફાયર કરી.

“ધડામ.....!” જુજ સેકન્ડોમાં તે મિસાઈલે અચૂક નિશાનો સાધી બતાવ્યો અને તે બિલ્ડીંગનો કચ્ચરઘાણ વાળી નાંખ્યો.

ઇંટોની બિલ્ડીંગ પળવારમાં ધૂળ થઇ ગઈ અને તેમાં રહેલાં લગભગ બધાંજ આતંકવાદીઓ તત્કાળ માર્યા ગયાં.

અભિમન્યુની સ્કવોડ્રને અત્યારસુધીમાં લગભગ છએક બિલ્ડીંગો અને તેની સાથે અનેક આતંકવાદીઓનો પણ ખાત્મો બોલાવી દીધો હતો.

હજુ નીચે જંગલોના ઝાડવાં કાપીને ખુલ્લી કરેલી જગ્યામાં વધુ ચારેક બિલ્ડીંગો દેખાઈ રહી હતી.

“વ્હ્યુશ......!”

“ધડામ....ધડામ...!”

એક પછી એક અભિમન્યુ અને તેની સ્કવોડ્રનનાં વિમાનોએ બાકીની બિલ્ડીંગોનો સફાયો કરી નાંખ્યો. મોટાંભાગનાં આતંકવાદીઓને એક ચીસ સુદ્ધાં પાડવાનો ચાન્સના મળ્યો અને માર્યા ગયાં, જયારે જેઓ મરતાં પહેલાં ચીસ પાડતાં હતાં, એમની ચીસો ઉંચે આકાશમાં ઉડી રહેલાં અભિમન્યુ કે તેની સાથીઓને નહોતી સંભળાવાની.

માત્ર અડધો-પોણો કલ્લાક જેટલાં સમયમાંજ અભિમન્યુ અને તેની સ્કવોડ્રને આતંકવાદીઓના આખાં “ગામનો” સફાયો કરી નાંખ્યો. જ્યાં જોવો ત્યાં આગજ આગ અને બળેલી/અર્ધ બળેલી આતંકવાદીઓની લાશોના ઢગલાં અને ખેદાનમેદાન થઈ ગયેલી જમીન.

“નાસ્તા હો ગયાં સર....!” સાંકેતિક ભાષામાં અભિમન્યુએ રેડીઓમાં કહ્યું.

“કુછ બચા હૈ...!?” સામેથી રેડીઓમાં એ કે સિંઘે વ્યંગ કરતાં પૂછ્યું.

“સોરી સર....! સબ ચટ કર ગયે....! ભૂખ થોડી જ્યાદા લગીથી...!” અભિમન્યુએ સસ્મિત વ્યંગમાં જવાબ આપ્યો.

“કમ હોમ બોયઝ.....!” એ કે સિંઘે સંતોષનું સ્મિત કર્યું અને વળતી સફર માટે અભિમન્યુને ઓર્ડર કર્યો.

હવે વહેલી પરોઢ થઈ ચુકી હતી. પુર ઝડપે ઉડતાં ફાઈટર પ્લેનની કૉકપીટમાં બેઠેલાં અભિમન્યુએ ક્ષિતિજે સૂર્યોદય થતો દીઠો.

અભિમન્યુએ પોતાની સ્કવોડ્રનના અન્ય પાઈલટોને વળતી સફર માટે રેડીઓમાં સાંકેતિક મેસેજ કર્યો.

બધાંએ વળતી સફર આરંભી અને પોત-પોતાનાં ફાઈટર પ્લેનના મોરાં (પ્લેનનો આગળનો ભાગ) ઊંચકી પાછાં વળ્યાં. ફક્ત અભિમન્યુ સિવાય.

સરહદ પાર કરીને હવે બાકીનાંએ પાછાં ભારતમાં દાખલ થવાનું હતું. જોકે અભિમન્યુએ તેનું પ્લેન પાછું વાળવાની જગ્યાએ પાકિસ્તાન હસ્તકનાં POKમાં વધુને વધુ અંદર જવા દીધું. થોડીવાર પછી ઝડપ વધારીને અભિમન્યુ તેનું પ્લેન POKનાં આકાશમાં સહેજ વધુ ઉંચે લઈ ગયો. જોકે સ્કવોડ્રનના બાકીનાં સભ્યોને અભિમન્યુનાં પાછાં ફરવાં અંગે કોઈજ અંદાજો નહોતો. તેઓ કંઈ સમજે એ પહેલાંજ અભિમન્યુ તેનું પ્લેન લઈને POKમાં ઘણે દૂર પહોંચી ગયો હતો.

થોડીવાર પછી અભિમન્યુનું પ્લેન હવે POKનાં આકાશમાં એ ભાગ ઉપરથી ઉડી રહ્યું હતું જ્યાં પાકિસ્તાન સહીત ચાઇનીઝ આર્મીની પણ હાજરી હતી. આ વિસ્તારમાં મોટેભાગે બલોચ કહેવાતી પ્રજાનો વસવાટ હતો.

સડસડાટ કરતું અભિમન્યુનું ફાઈટર જેટ એ વિસ્તાર ઉપરથી ઉડીને પસાર થયું.

“બીપ...બીપ.....!” ત્યાંજ પ્લેનનાં રડારમાં અભિમન્યુએ ટપકાં સ્વરૂપે અન્ય એક ફાઈટર પ્લેન ઝડપથી તેમની નજીક આવી રહ્યાંની વોર્નિંગ જોઈ.

“શીટ....! ઈટ્સ પાકિસ્તાની એરફોર્સ....!” પાછલી સીટમાં બેઠેલો પૃથ્વી પણ અભિમન્યુની સીટની પાછળની ભાગે તેની સામે લાગેલી કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર એજ વોર્નિંગ જોઇને બોલી ઉઠ્યો.

કૉકપીટનાં ગ્લાસમાંથી પાછળ પૃથ્વીએ તરતજ જોયું.

“ઓ તેરી....! આ તો F-16 છે...!” પાછળ આવી રહેલાં પાકિસ્તાની એરોફોર્સના અત્યાધુનિક ફાઈટર પ્લેન F-16ને ઓળખી ગયેલાં પૃથ્વીએ ચોંકીને આગળ પ્લેન ચલાવી રહેલાં અભિમન્યુને કહ્યું.

શાંત મને અભિમન્યુએ સહેજ માથું પાછળ ફેરવીને જોયું પછી આગળ જોઇને પ્લેનની ઝડપ વધારવાં થ્રોટલ કહેવાતું હેન્ડલ ખેંચ્યું.

“આપડે ગયાં આજતો....!” વધુ એકવાર પૃથ્વીએ પાછું ફરીને જોયું.

ડાબે-જમણે એમ ઝડપથી હવાઈ આટાપાટા ખેલતું F-16 પાકિસ્તાની એરફોર્સને અમેરિકા દ્વારાં “ભેટ”માં આપવામાં આવેલું અત્યાધુનિક ફાઈટર પ્લેન હતું. એરફોર્સની ભાષામાં જેને “મલ્ટી રોલ” ફાઈટર પ્લેન કહેવાય એવું એફ-૧૬ એક સાથે જમીન, હવા અને પાણી એમ બધાં મોરચે લડી શકે તેવું પ્લેન હતું. સૌથી લેટેસ્ટ કહી શકાય તેવી સરંક્ષણ ટેકનોલોજીથી સજજ F-16 સૌથી નવી જનરેશનનું અને મીગ-૨૧ કરતાં અનેકગણું ચઢિયાતું ફાઈટર પ્લેન હતું.

“આપડી પાસે એકજ મિસાઈલ બચી છે....!” અભિમન્યુએ તેનાં કોમ્પ્યુટરની સ્ક્રીન સામે જોઈને કહ્યું.

પ્લેનની ઝડપ વધતાંજ પ્લેન પાછળ આવી રહેલાં F-16થી સહેજ વધુ ઝડપે આગળ વધ્યું. પાછળ આવી રહેલાં F-16ના પાઈલટે પણ તેનાં પ્લેનની ઝડપ વધારી.

જોકે અભિમન્યુએ તરતજ પોતાનાં પ્લેનનો મોરો નીચો નમાવ્યો અને “ડૂબકી” મારી. સહેજ ત્રાંસી-પિસ્તાલીસ ડીગ્રીના ખૂણે અભિમન્યુ તેનાં પ્લેનને ઝડપથી ઊંચાઈ ઘટાડી નીચે લઈ જવા લાગ્યો.

પાછળ આવી રહેલાં F-16ના પાઈલટે પણ અભિમન્યુનાં પ્લેનનો પીછો કરવાં એજરીતે કર્યું.

“ડુડ....! નીચે પહાડો છે....!” ઝડપથી ઊંચાઈ ઘટાડતાં પ્લેનને નીચે લઈ જીઈ રહેલાં અભિમન્યુને પૃથ્વીએ બરાડીને કહ્યું.

પ્લેન POK પ્રાંતનાં પહાડી પ્રદેશ ઉપરથી ઉડી રહ્યું. નીચે બરફથી ઘેરાયેલાં પર્વતોની હારમાળા હતી.

“બીપ...બીપ......!” ત્યાંજ પૃથ્વીએ પોતાનાં કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર વધુ એક ચેતવણી જોઈ.

“ક્રુઝ મિસાઈલ....!” પૃથ્વી બરાડી ઉઠ્યો.

F-16ના પાઈલટે અભિમન્યુનાં પ્લેનનો નિશાનો લઈ એર ટુ એર ટાર્ગેટને વીંધી શકે તેવી ક્રુઝ મિસાઈલ ફાયર કરી હતી. મિસાઈલ ફાયર કાર્ય પછી તેણે પોતાનાં પ્લેનની ઊંચાઈ અભિમન્યુથી વધારે જાળવી રાખી.

અત્યાધુનિક ક્રુઝ મિસાઈલ ફાયર એન્ડ ફરગેટ પ્રકારની ગાઈડેડ મિસાઈલની શ્રેણીમાં આવતી મિસાઈલ છે, જેને એકવાર કોઈ ટાર્ગેટ લોક કરી ફાયર કર્યા પછી આપમેળે તે ટાર્ગેટનો પીછો કરે જાય છે. જરૂર પડે ટાર્ગેટ માર્ગ બદલે તેમ મિસાઈલ પણ આપમેળે પોતાનો માર્ગ તે પ્રમાણે જાતે બદલી જાણતી હોય છે. (આપમેળે પોતાની જાતે માર્ગ બદલતી કે ઊંચાઈ ઘટાડી શકતી મિસાઈલ હોવાથીજ ક્રુઝ મિસાઈલ ફાયર એન્ડ ફરગેટ શ્રેણીમાં આવે છે. જેણે ફાયર કર્યા પછી ફાયર કરનારે કશું કરવાનું રહેતું નથી).

ઊંચાઈ ઘટાડતાં-ઘટાડતાં નીચે જઈ રહેલાં અભિમન્યુએ એકદમ નજીક આવી ગયેલાં પહાડોને જોઈને વિમાનની ઝડપ ઘટાડવા થ્રોટલ એકદમજ ખેંચ્યું અને પિસ્તાલીસ ડીગ્રીનાં ખૂણે નીચે જઈ રહેલાં પ્લેનને એકદમ સીધી રેખામાં ચલાવ્યું. પ્લેનનાં પાંખીયા નીચે હવા ભરાતાં પ્લેનને જાણે હવામાં બ્રેક વાગી હોય એમ પ્લેન ધીમું પડ્યું અને તરતજ સીધી રેખામાં ઉડવા લાગ્યું. અભિમન્યુએ વળી પાછું ઝડપથી થ્રોટલ ખેંચી પ્લેનની ઝડપ વધારી દીધી.

“વુશ....વુશ......!” પર્વતોની સહેજ ઉપરથી પુર ઝડપે અભિમન્યુનું પ્લેન પસાર થયું.

“વુશ....!” તેની પાછળ F-16નાં પાઈલટે છોડેલી ક્રુઝ મિસાઈલ પણ પીછો કરતી પસાર થઈ.

પ્લેનની ઝડપ એટલીજ રાખીને અભિમન્યુએ વધુ એક ડૂબકી મારી પ્લેનની ઊંચાઈ ઘટાડી. મિસાઈલ પણ જાતેજ એજરીતે ડૂબકી મારીને અભિમન્યુના પ્લેનનો પીછો કરવાં લાગી.

આમતેમ પ્લેન ચલાવી હવાઈ આટાપાટા ખેલતો અભિમન્યુ હવે ઝડપથી પ્લેનની ઊંચાઈ ઘટાડતો ગયો.

“મારી નાંખીશ તું ડૂડ....!” પ્લેન હવે એટલું નીચે આવી ગયું કે પૃથ્વી બરાડી ઉઠ્યો.

કંટ્રોલ રૂમમાં રહેલાં એ કે સિંઘ સહિત અન્ય લોકોને પણ બધી ખબર પડી ગઈ હતી. રેડીઓ ચેનલમાં તેઓ બધું સાંભળી રહ્યાં હતાં. અભિમન્યુની પાછળ F-16 જેવું ભયંકર મારકણું પ્લેન પડ્યું છે એ જાણીને સૌ કોઈ ચિંતામાં મુકાઈ ગયાં હતાં. એમાંય જ્યારે તેમને ખબર પડી કે એફ-16ના પાઈલટે ક્રુઝ મિસાઈલ ફાયર કરી છે, તો એ કે સિંઘનાં કપાળે ચિંતાથી પરસેવાની બુંદો બાઝવાં લાગી હતી.

અભિમન્યુએ હવે ઊંચાઈ વધુ ઘટાડી દેતાં પ્લેન પહાડોનાં ઢોળાવ ઉપર ઊગેલાં શકું આકારના પાઈન વૃક્ષોની ટોચની એકદમ નજીકથી પસાર થવાં લાગ્યું.

“F**k.....! મેન...!” પૃથ્વી હવે ગભરાયો.

જોકે અભિમન્યુ તદ્દન ઠંડા કલેજે પ્લેન ઉડાવી રહ્યો હતો. સહેજ ડોકું પાછળ ફેરવી અભિમન્યુએ એક નજર પાછળ જોયું. પીછો કરી રહેલી મિસાઈલ પ્લેનની વધુ નજીક આવતાં અભિમન્યુએ થ્રોટલ પૂરેપુરું ખેંચી નાંખ્યું.

“વુશ....વુશ....!”

પ્લેન હવે ફુલ ઝડપે ઉડવા લાગ્યું. અવાજ કરતાં વધુ ઝડપે ઊડતાં ફાઈટર પ્લેનને લીધે જન્મેલાં સોનીક બૂમને લીધે પહાડના ઢોળાવ ઉપર ઉગેલાં પાઈન વૃક્ષોનાં પાંદડાંઓ ઉપર જામેલો બરફ પણ નીચે પડ્યો.

“ઓહ તેરી.....! સામે પહાડ છે…!” સામે આજુબાજુ કરતાં વધુ ઊંચાઈનો સીધો પહાડ જોઈને પૃથ્વી બરાડી ઉઠ્યો.

જાણે કોઈ ઊંચો માણસ સામી છાતીએ ઊભો હોય એમ એ પહાડ બધાં કરતાં ઊંચો સીધો હતો. પહાડને જોઈને અભિમન્યુએ તરતજ પ્લેનની ઝડપ ઘટાડવાં થ્રોટલ અડધું પાછું આગળ કર્યું. પ્લેનનાં રોકેટ એન્જિનનો થ્રસ્ટ ઘટતાંજ પ્લેનની સ્પીડ ઝડપથી ધીમી થઈ. જેને લીધે મિસાઈલ પ્લેનની લગભગ નજીક આવી ગઈ. મિસાઈલ હજીતો પ્લેનને સ્પર્શ થઈ બ્લાસ્ટ થવાં જતીજ હતી ત્યાંજ અભિમન્યુએ પહાડની નજીક આવી જતાં પ્લેનનું કંટ્રોલર કહેવાતું હેન્ડલ એકદમ પોતાની બાજુ ખેંચી લઈ પ્લેનનો મોરો ઊંચકી લીધો. પ્લેન તરતજ નેવું ડિગ્રીનાં ખૂણે ઊભું થઈ ગયું અને આકાશ તરફ સડસડાટ ગતિ કરવાં લાગ્યું.

“ધડામ.....!” પ્લેનનો પીછો કરી રહેલી ક્રૂઝ મિસાઈલે પણ પોતાનો માર્ગ બદલવાનો પ્રયત્ન કર્યો. જોકે એ પહેલાંજ મિસાઈલ પહાડને અથડાઈ ગઈ.

“વુશશ.......!”

ઊર્ધ્વ ગતિ કરતું અભિમન્યુનું પ્લેન હવે આકાશમાં ઉપર તરફ જઈ રહ્યું હતું.

“વૂઉઉ.......! હાં.......હાં.....!” મિસાઈલથી પીછો છૂટતાંજ પૃથ્વી ખુશીથી બૂમ પાડી ઉઠ્યો.

“બીપ....બીપ....!” ત્યાંજ ફરીવાર પ્લેનનાં કોમ્પ્યુટરમાં વોર્નિંગ આવી.

“ઓહ તેરી...!” પૃથ્વીએ તરતજ પાછું ફરીને જોયું.

તે મિસાઈલ ફાયર કરનાર એફ-16 હતું. જે હજુ તેમની પાછળ લાગેલું હતું.

અભિમન્યુની જેમ એફ-16નાં પાઈલટે ભલે ઊંચાઈ નહોતી ઘટાડી, પણ ઊંચે રહીને તે સમડીની જેમ અભિમન્યુનો પીછો કરતો રહ્યો હતો. તેની મિસાઈલ પોતાનું લક્ષ્ય ચૂકી જતાં તે હવે પાછો ઊંચે આવેલાં અભિમન્યુની પાછળ આવી ગયો.

“એ બીજી મિસાઈલ ફાયર કરશે....!” પૃથ્વીએ આગળ જોઈને અભિમન્યુને ઘાંટા ભર્યા સ્વરમાં કહ્યું અને ઇજેક્શન સીટનાં હેન્ડલ ઉપર પોતાનો હાથ ભરાવી દીધો.

જો વિમાન ખોટકાય કે દુશ્મનની મિસાઈલનો ભોગ બને તો તરતજ પૃથ્વીએ ઇજેક્શન સીટનું હેન્ડલ ખેંચી નાંખવાંનું હતું જેથી અભિમન્યુ અને તે પોતે બંને પોતાની પાઈલટ સીટો સાથે પ્લેનમાંથી બહાર ફેંકાઈ જાય અને છેવટે પેરાશૂટ વડે બચી શકાય. જ્યારે તેમની પાછળ મિસાઈલ પડી હતી, ત્યારે પણ પૃથ્વીએ પોતાનો હાથ ઇજેક્શન સીટનાં હેન્ડલ ઉપર રાખ્યો જ હતો.

અભિમન્યુએ સહેજ પાછું જોઈને તરતજ પ્લેનની ઝડપ ઘટાડી દીધી. જોકે પોતાનાં પ્લેનને તે આમતેમ ઝોલાં ખવડાવતો રહ્યો અને હવાઈ આટાપાટા ખેલતો રહ્યો, જેથી પાછળ એફ-16નાં પાઈલટને અભિમન્યુનાં પ્લેનનો નિશાનો લેવામાં તકલીફ પડતી રહે.

અભિમન્યુએ પોતાનાં પ્લેનની ઝડપ ઘટાડતાં પાછળ પૂર ઝડપે આવી રહેલું એફ-16 હવે તેમની વધુ નજીક આવી ગયું.

“શૂ કરે છે ડૂડ....! આપડે એનાં નિશાનાં ઉપર આવી જઈશું....!” પૃથ્વી બરાડી ઉઠ્યો.

એફ-16ને સહેજ વધુ નજીક આવવાં દઈ અભિમન્યુએ તરતજ થ્રોટલ ખેંચી લઈ એકદમ ઝડપ વધારી દીધી અને પ્લેનનું કંટ્રોલર હેન્ડલ પોતાની બાજુ ખેંચી લીધું. પ્લેન સહેજ આગળ વધી એકદમજ નેવું ડિગ્રીનાં ખૂણે ઊંચું થઈ ગયું. જાણે હવામાં જમ્પ કર્યો હોય એમ એફ-16ની ઉપરથી “કૂદીને” તેની પાછળ આવી ગયું. એફ-16નો પાઈલટ ચોંકી ગયો. જોકે તે કશું હરકત કરે પહેલાંજ પાછળ આવી ગયેલાં અભિમન્યુએ એફ-16નો નિશાનો લઈ લીધો અને પોતાની પાસે રહેલી એકમાત્ર મિસાઈલ ફાયર કરી દીધી.

“વુઉઉશ......! ધડામ......!” મિસાઈલે પોતાનો નિશાનો ચૂક્યાં વગર એફ-16ને ફૂંકી માર્યું.

“યેસ્સ.....! માય બોય....!” કંટ્રોલરૂમ હાજર રહેલાં એ કે સિંઘ ખુશીથી ઝૂમી ઉઠ્યા.

અભિમન્યુનાં પ્લેનની આગળનાં ભાગે ફિટ કરવામાં આવેલાં હાઇ રેઝોલ્યુશન કેમેરાંમાં લાઈવ દ્રશ્યો જોઈ રહેલાં સૌ કોઈ ખુશીથી બૂમાબૂમ કરવાં લાગ્યાં.

જોકે એફ-16નો પાઈલટ બચી ગયો. અભિમન્યુનાં પ્લેનમાં ઇજેક્શન સીટની જે સિસ્ટમ મેન્યુયલ હતી તે આધુનિક એફ-16માં ઓટોમેટિક હતી. આથી જ્યારે અભિમન્યુએ એફ-16 ઉપર મિસાઈલ ફાયર કરી, એફ-16નાં કોમ્પ્યુટરે જાતે કમાન્ડ આપીને તેનાં પાઈલટને ઇજેક્ટ કરી સીટ સહિત બહાર ફેંકી દીધો.

સીટમાં બેઠેલાં પાઈલટે નીચે પડતાં-પડતાં સીટમાં લાગેલું પેરાશૂટ ખોલી દીધું. અભિમન્યુ અને પૃથ્વીએ એફ-16નાં પાઈલટનું પેરશૂટ ખૂલતાં અને તેને નીચે બર્ફીલા પહાડો વચ્ચેની ખીણમાં પાઈન વૃક્ષોની ઘાટીમાં ઉતરતાં જોયો.

અભિમન્યુ હવે પહાડી વિસ્તાર વટાવીને સહેજ મેદાની પ્રદેશ તરફ આવ્યો. નીચે મેદાની એરિયામાં અભિમન્યુ અને પૃથ્વીએ ચાઈનીઝ અને પાકિસ્તાની મિલીટરીનાં અનેક મોટાં હથિયારો જેવાંકે ટ્રકમાં ગોઠવેલું એન્ટિ-એરક્રાફ્ટ મિસાઈલ લોન્ચર, હોવીત્ઝર તોપ, બેટલ ટેન્ક વગેરેનો જમાવડો જોયો.

“યુધ્ધની તૈયારી ચાલતી લાગે છે...!” નીચે જોઈને પૃથ્વી બબડ્યો.

અભિમન્યુએ તરતજ પ્લેનનો મોરો ઘુમાવ્યો. એક લાંબો ચકરાવો મેદાની પ્રદેશ ફરતે લઈને અભિમન્યુએ તરતજ પ્લેન પાછું ભારત તરફ ફેરવ્યું.

થોડીવારમાં પાછાં તેઓ એજ પાઈન વૃક્ષોનાં એજ ખીણ પ્રદેશ ઉપર ઊડી રહ્યાં હતાં જ્યાં થોડીવાર પહેલાં અભિમન્યુએ એફ-16ને તોડી પાડ્યું હતું અને તેનાં પાઈલટને પેરશૂટ વડે નીચે ઊતરતો જોયો હતો.

“ઘર્રરર......!” ત્યાંજ અભિમન્યુ અને પૃથ્વીએ એક વિચિત્ર અવાજ સાંભળ્યો.

“F**k…!” અભિમન્યુએ પાછું ફરીને પ્લેનનાં એન્જિન તરફ જોયું.

જરી પુરાણા બાબા આદમનાં જમાનાનાં મિગ-21 બાઈસન પ્લેનનું એન્જિન હવાઈ આટાપાટા ખેલીને “થાકી” ગયું હતું અને અનહદ તપી ઉઠ્યું હતું.

એમાંય એફ-16 જેવાં અત્યાધુનિક અને સ્ફૂર્તિલા ફાઈટર પ્લેન સાથે ફાઈટર પ્લેનો વચ્ચે થતાં હવાઈ યુધ્ધની ભાષામાં “ડોગ ફાઈટ” કહેવાતી હવાઈ કુસ્તી કરવી એ આમેય મિગ-21 વિમાનોનાં ગજા બહારની વાત હતી. આમ છતાંય, હોનહાર અભિમન્યુએ એવાં કપરાં સંજોગોમાં પણ પોતાનાથી અનેકગણા તાકાતવર એફ-16ને તોડી પાડીને વિમાનોનાં આકાશી યુધ્ધનાં ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે કોતરાવી દીધું હતું.

“વોટ હેપ્પન માય બોય...!” અભિમન્યુ અને પ્લેનનાં એન્જિનનો “ઘર્રરર” નો અવાજ રેડિયોમાં સાંભળીને કંટ્રોલમાં રૂમમાં હાજર એ કે સિંઘે પૂછ્યું.

“પ્લેન એન્જિન જસ્ટ ગોટ....!”

“ધડામ....!” ત્યાંજ અભિમન્યુનાં ફાઈટર પ્લેનનાં એન્જિનનો ધડાકો સંભળાયો અને સંપર્ક કપાઈ ગયો.

“બીઈઈ....પ......!”

“હેલ્લો....હેલ્લો....! ચાર્લી....! કમ ઈન....!” સાંકેતિક ભાષામાં એ કે સિંઘ અભિમન્યુ સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યાં.

“કમ ઈન ચાર્લી ઓવર....! કમ ઈન....!”

ચિંતાતુર નજરે એ કે સિંઘે સામે રડારની સ્ક્રીન ઉપર જોયું. પાકિસ્તાનનાં કબ્જા હેઠળનાં પીઓકેમાં અભિમન્યુનું પ્લેન તૂટી પડ્યું હતું.

****

Instagram@Krutika.ksh123