૩ કલાક - 6 Rinkal Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

૩ કલાક - 6

નિર્માણ અને હિના પણ પાણીમાં કૂદી પડ્યાં, નિર્મળાને તરતા ન્હોતું આવડતું તેથી એ કિનારે જ બેસી રહી. સવારમાંથી બપોર પડી, વચ્ચે વચ્ચે થોડો આરામ કરતાં કરતાં ત્રણેયએ આખા તળાવમાં વિરલ અને ગોપાલને શોધ્યા પણ પરિણામ શૂન્ય.
"આ કઈ રીતે શક્ય છે? આ તળાવમાંથી કોઈ રસ્તો ક્યાંય જતો નથી, અને આ તળાવ એટલું મોટુ કે ઊંડું પણ નથી કે વિરલ ને' ગોપાલ ન મળે તો પછી બન્ને ગયાં ક્યાં?" નિર્માણએ ગુસ્સામાં તળાવની પાળ ઉપર લાત મારી.
"ઇટ્સ અ ગુડ ન્યૂઝ, જો વિરલ અને ગોપાલની બોડીઝ આ તળાવમાં નથી મતલબ બન્ને જીવે છે. હવે આપણે માત્ર એ બન્ને ક્યાં હશે એ ખબર પાડવાની છે." વિહાર ખુશીથી ઉછળી પડ્યો.

"હું અહીં છું તો જરૂર ગોપાલ પણ અહીં હશે." વિરલ ખુશ થઇ ગઈ અને તરતજ ઓરડાની બહાર ઉભેલી દાસીને બોલાવી, "શું મારા પહેલા કોઈ છોકરો આ મહેલમાં આવ્યો હતો?"
"જી, તમારી જેમજ જખમી હાલતમાં એક અજાણ્યો યુવાન આવ્યો હતો. તેઓ રાજાજીના અતિથિગૃહમાં આરામ ફરમાવી રહ્યા છે." દાસીએ જવાબ આપ્યો.
"રાજાજીનું અતિથિગૃહ અહીંથી કઈ બાજુ છે? તમે મને લઇ જશો ત્યાં?" વિરલએ પૂછ્યું.
"જી, જરૂર." દાસીએ માથું જુકાવીને હાથથી વિરલને તેની આગળ જવાનું કહ્યું.

ગોપાલને પલંગ ઉપર ઊંઘેલો જોઈને વિરલને હાશ થઇ, એ દોડતી જઈને ગોપાલને વળગી પડી.
"બચાવો, છોડી દો મને મેં કઈ નથી કર્યું." ગોપાલ ઊંઘમાંથી ઉઠીને બૂમો પાડવા લાગ્યો.
"અરે હું છું સ્ટુપિડ, બૂમો ન પાડ." વિરલએ ગોપાલના માથા ઉપર ટપલી મારી.
વિરલને જોઈને ગોપાલને હાશ થઇ, તેણે વિરલના બન્ને હાથ પકડ્યા અને બોલ્યો, "આ લોકો ખુબજ વિચિત્ર બિહેવ કરે છે, હું જે કઉં એ સમજતાજ નથી અને મને ક્યાંય જવા પણ નથી દેતા. અને વારંવાર કે છે કે આ થીરપુરનો રાજમહેલ છે, તમે રાજઅતીતી છો."
"રાજઅતિથિ, અતીતી નઈ." વિરલ હસી પડી.

"વ્હોટેવર, પણ તને જોઈને મારા મનનો ભાર હળવો થઇ ગયો. મને માફ કરીદે યાર, હું તારી વાત માનીને ગાડીમાંજ રહ્યો હોત તો આ બધું ન થયું હોત." ગોપાલએ એક નિશાંશો નાખ્યો.
"જે થવાનું હતું એ થઇ ગયું, એ ના વિચાર અને તું બઉ સંભાળીને રહેજે. આ જગ્યા મને ઠીક નથી લગતી, કંઈક અજુગતું તો છેજ આ જગ્યામાં." વિરલએ ધીમા અવાજમાં કહ્યું.

"ક્ષમા કરજો, તમને બન્નેઉને રાજબાગમાં હાજર થવાનો આદેશ દીધો છે રાણીબાએ." એક સિપાહી ઓરડાના બારણા પાસે ઉભો રહીને બોલ્યો.
"ક્ષમા કર્યા તમને." ગોપાલ બોલ્યો.
સિપાહીના ચેહરા પર મૂંઝવણના ભાવ આવીને જતા રહ્યા, વિરલ અને ગોપાલ એ સિપાહી સાથે રાજબાગમાં આવ્યાં.
બન્નેને રાજબાગની બેઠકમાં મૂકી જઈને સિપાહી પોતાની જગ્યા ઉપર પાછો આવી ગયો, ગોપાલ અને વિરલ આ વિશાળ અને ભવ્ય બગીચાને કુતુંહલવશ નિહાળી રહ્યાં.

"તમને પડેલી તકલીફ બદલ ક્ષમા માંગુ છું, તમારું સ્વાસ્થ્ય હવે કેવું છે?" દેવળબાએ આવતાંજ પૂછ્યું.
"સ્વાસ્થ્ય?" ગોપાલને આ ભાષા માથા ઉપરથી જતી હતી.

"હવે સારુ છે, શું હું તમને કઈ પૂછી શકું?" વિરલએ ગોપાલને કોણી મારીને ચૂપ રહેવા જણાવ્યું.
દેવળબાએ હકારમાં માથું હલાવ્યું એટલે વિરલ આગળ બોલી, "અમે તળાવમાં ડૂબી ગયાં હતાં તો અહીં કેવી રીતે? સાચેજ આ વિક્રમ સવંત ૧૪૨૦ છે? જો હા, તો મતલબ એમ થાય કે અમે લગભગ ૭૦૦ વર્ષ પાછળ આવી ગયાં છીએ. શુ આ શક્ય છે?"

"શું શક્યતાઓની કોઈ સીમા હોઈ શકે?" દેવળબાએ સામો પ્રશ્ન પૂછ્યો.
"ઈમ્પ્રેસીવ, તમે બઉજ સ્ટ્રોંગ પર્સનાલિટી છો આઈ મસ્ટ સે." વિરલ દેવળબાના વ્યકિતત્વથી પ્રભાવિત થઇ હતી.
"તમારે આરામની જરૂર છે, હું આવતીકાલે મળીશ તમને." દેવળબાએ એક સ્મિત આપ્યું અને ત્યાંથી નીકળી ગયાં.

વિરલના મનમાં હજુ ઘણા પ્રશ્ન હતા પરંતુ રાણીને ટોકવું તેણીને ઠીક ન લાગ્યું અને તેં ચૂપ રહી.
"તું તારા રૂમમાં જા, તને બઉ વાગ્યું છે તો આરામ કર." ગોપાલએ કહ્યું.
વિરલ મહેલમાં આવીને પોતાનો ઓરડો શોધવા લાગી, મહામહેનતે તેને પોતાના ઓરડા જેવો દેખાતો ઓરડો નજરે ચડ્યો અને તેં સીધી અંદર જઈને ઊંઘી ગઈ.
જ્યારે વિરલની આંખ ખુલી ત્યારે તેની સામે એક નવયુવાન ઉભો હતો, ગરદન સુધી લટકતા ઘૂઘરાળા કાળા વાળ, રેશમી ધોતી અને મોંઘા ઘરેણાંથી સજ્જ આ સોહામણા યુવકને જોઈને વિરલનું હૃદય એક ધબકારો ચુકી ગયું.

તેં યુવાનએ આંખ ઉલાળીને ઈશારાથી પૂછ્યું કે શું છે, તેના ઈશારાથી વિરલ ભાનમાં આવી અને માત્ર ધોતી પહેરીને ઉભેલા અર્ધનગ્ન યુવકને જોઈને એક ઝટકા સાથે પલંગ ઉપરથી ઉભી થઇ ગઈ.
"આ શું બદતમીજી છે? તમે કોણ છો આમ કપડાં પહેર્યા વગર મારા રૂમમાં કેવી રીતે આવ્યા?" વિરલએ તેની બન્ને આંખો હાથથી બંધ કરી નાખી.
"તમે કઈ ભાષામાં બોલી રહ્યાં છો?" એ યુવકને વિરલની ભાષા ન સમજાઈ.

"તમે કોણ છો?" વિરલએ ફરી પૂછ્યું.
"હું કુંવર અભયસિંહ અને તમારી ઓળખાણ?" અભયસિંહએ પૂછ્યું.
"પહેલાં તો તમે મેનર્સ શીખો કુંવર અભયસિંહ, જઈને પુરા કપડાં પહેરો અને નોક કર્યા વગર મારા રૂમમાં ન આવશો." વિરલએ પલંગ ઉપર પડેલી ચાદર અભયસિંહ ઉપર ફેંકી.
"સુંદરતા સાથે ઘમંડ ફોગટમાં મળે છે એવુ સાંભળ્યું હતું અને આજે સાક્ષાત જોઈ લીધું. આ મારો કક્ષ છે, હું દાસીને મોકલું છું તમને તમારા કક્ષ સુધી પહોંચાડવા." અભયસિંહએ વિરલને બહાર જવા ઈશારો કર્યો.

"મને સુંદર પણ કીધું અને અભિમાની પણ કીધું, તારીફ સાથે ઇન્સલ્ટ પણ કરી. કુંવર અભયસિંહ, તને તો હું જોઈ લઈશ." વિરલ દાસી સાથે તેના ઓરડામાં આવી, જ્યાં પહેલેથીજ તેના માટે ભોજનની થાળી મુકેલી હતી.
જમ્યા પછી કાલ દેવળબા સાથે શું વાત કરવી એના વિચાર કરતાં કરતાં વિરલ ક્યારે ઊંઘી ગઈ એ તેને પોતાને પણ ખબર ન પડી.

"માં, આ યુવતી કોણ છે? તેની બોલચાલ, વસ્ત્રો, અને તેં પોતેજ મને કઈ ઠીક નથી લાગતી. એ જ્યાંથી આવી છે, વેળાસર ત્યાંજ પાછી મોકલી દો." વાળું કરતી વખતે અભયસિંહએ કહ્યું.
દેવળબાના ચેહરા ઉપર ચિંતાની લકીરો ઉપસી આવી, એ ધીમા અવાજે બોલ્યાં, "એ યુવતીની આપણને જરૂરત છે એટલે એના વિશે કઈજ ન બોલશો કુંવર, એક ખાસ કામ માટે તેં અહીં આવી છે અથવા એમ કહું કે તેંને લાવવામાં આવી છે."

ક્રમશ: