Featured Books
શ્રેણી
શેયર કરો

પહેલી મુલાકાત વરસાદમાં.... - (ભાગ 3)

આદિ નો ફોન રણક્યો...આદિ ખૂબ ખુશ થઈ ગયો એણે ફોન ઉઠાવ્યો ...

ફોન પ્રિયાનો હતો ...

" તું સમજે છે શું મને આવા પત્ર લખીને તું દર્શાવવા શું માંગે છે...આજ પછી આવું વાહિયાત કામ કરતો નહિ મને બિલકુલ પસંદ ન આવ્યું....અને આ રીતે સોરી કોણ કહે ...તારી કરતા તો કોલેજમાં નીલ છે એ સારું સોરી કહે છે.... આપણા રિલેશનને ત્રણ વર્ષ થઈ ગયા છે છતાં તે એક વાર પણ સારું ઢંગથી સોરી નથી કહ્યું...અને તને કેમ એટલા બધા દિવસ પછી યાદ આવે છે સોરી કહેવાનું...તને શરમ આવી જોઈએ ... છીં ....શરમ તો મને આવે છે મારો બોયફ્રેન્ડ આટલો જૂના જમાનામાં રહે છે ...બસ આદિ હવે આજ પછી મને ક્યારેય નહી મળતો...મારે અહી જ બધું પૂરું કરવું છે...." પ્રિયા એક જ શ્વાસ માં બધું બોલી રહી હતી..

આદિ ચૂપચાપ બધું સાંભળી રહ્યો હતો ...

આદિ કંઇક બોલે એ પહેલા જ પ્રિયા એ ફોન મૂકી દીધો હતો...

આદિ વિચારમાં ખોવાઈ ગયો...જ્યારે આ જ લખેલો પત્ર મીરા ને મળ્યો હતો એ કેટલી ખુશ હતી અને આજે પ્રિયા આ રીતે...શું મારાથી કોઈ ભૂલ થઈ છે...

આદિ એ પ્રિયાને ફરી ફોન કર્યો....

પ્રિયા એ ફોન ન ઉપાડ્યો...

આ બધી વાત આદિ એ એક કાગળ માં લખી અને મીરા ને પત્ર મોકલાવ્યો...

બે દિવસ બાદ મીરા નો પત્ર આદિને મળ્યો...

મીરા એ આદિને હિમ્મત આપી હતી ....ગમે એ થાય પ્રિયા ને સોરી કહેવાનું છે...નાની એવી ભૂલ ના કારણે સબંધ તોડવો ન જોઈએ... મીરા ના ઘણા એવા શબ્દોને કારણે આદિમાં હિમ્મત આવી હતી...

મીરા એ કહેલી યોજના મુજબ આદિ પ્રિયા ના ઘરની પાછળ આવેલા ગાર્ડનમાં ત્રણ દિવસ સતત છુપાઈને ઊભો રહ્યો હતો જેની જાણ પ્રિયા સિવાય કોઈને ન હતી ...વરસાદ ના કારણે આદિ બીમાર થઈ ગયો હતો છતાં એ વરસાદ માં પણ ત્યાં ઊભો રહ્યો હતો...ત્રણ દિવસ પછી પ્રિયા ને આદિ ઉપર દયા આવી હતી જેના કારણે પ્રિયા અને આદિ વચ્ચે બધું બરાબર થઈ ગયું હતું....

આજે પ્રિયા અને આદિ ખૂબ જ ખુશ હતા ...

ઘણા દિવસ થઈ ગયા હતા આદિ એ મીરા ને પત્ર લખ્યો ન હતો...મીરા પણ સામેથી ક્યારેય પત્ર લખતી નહિ એ આદિના પત્ર નો જવાબ આપવા જ પત્ર લખતી હતી...

આદિ એ એની અને પ્રિયા વચ્ચે બધું બરાબર થઈ ગયું છે એની જાણ કરવા મીરા ને પત્ર લખ્યો...અને સાથે સાથે મીરા ને મળવા માટે પણ પૂછ્યું હતું ...

ત્રણ દિવસ પછી આદિ ને મીરા નો પત્ર મળ્યો...

મીરા એ એની ખુશી દર્શાવી હતી...ઘણા દિવસ થઈ ગયા હતા આદિ નો પત્ર ન મળ્યો જેના કારણે મીરા આદિ ના વિચારો માં ખોવાયેલી રહેતી હતી...એક એક સેકંડ પણ મીરા ને ભારે પડી રહી હતી ...મીરા આદિ ના પત્રો ખૂબ સારી રીતે સાચવે છે એની જાણ પણ આદિને આજે થઈ...ધીમે ધીમે મીરા આદિ ને પસંદ કરવા લાગી હતી...એની લાગણી આવી રીતે દર્શાવી એની માટે પણ મીરા એ સોરી કહ્યું હતું ...મીરા એ મળવા માટે હા પાડી હતી...

પત્ર વાંચીને આદિને નવાઇ લાગી રહી હતી...મીરા એ આદિને જોયો ન હતો એનો સાચો સ્વભાવ જાણ્યો ન હતો છતાં મીરા ને આદિ સાથે પ્રેમ થઈ ગયો હતો...આદિને પણ ધીમે ધીમે મીરા ની વાતો ગમવા લાગી હતી...મીરા એક એવી છોકરી હતી જે આદિને સમજી શકે એવી હતી...પરંતુ પ્રિયા એની ગર્લફ્રેન્ડ હતી જેના કારણે એ મીરા સાથેની બધી લાગણી એની અંદર જ છુપાવી રહ્યો હતો...

બંને એ એકબીજાને પત્ર લખીને મળવાનું સ્થળ અને સમય નક્કી કરી લીધું હતું...

ગુરુવાર ના દિવસે ચાર વાગે બંને ગ્લાસ નામના કોફી શોપ માં મળવાના હતા...

___________________________________________

ગુરુવારના દિવસે સવારમાં બંને ખૂબ જ ખુશ હતા ...આજે મીરા અને આદિ મળવાના હતા ...

ધીમો ધીમો વરસાદ વરસી રહ્યો હતો....

પ્રિયા એની ફ્રેન્ડ શીતલ ની બર્થડે પાર્ટીમાં જઈ રહી હતી ...આદિ પ્રિયા ને મૂકવા માટે જઈ રહ્યો હતો...

" કંઈ પણ મારું કામ હોય તો મને એક કોલ કરી દેજે હું હાજર થઈ જાય...." આદિ પ્રિયા ને કહી રહ્યો હતો..

" તું ધ્યાનથી ગાડી ચલાવજે...તને કંઇક થાય એ મને બિલકુલ પસંદ નથી...એટલે ધીમે ચલાવજે ગાડી....અને જો મારી યાદ આવે તો બસ એક કોલ કરી દેજે હું તરત હાજર થઈ જાય ..." પ્રિયા આદિ ને કહી રહી હતી...

આદિ પ્રિયા ને મૂકીને એના ઘર તરફ આવી રહ્યો હતો...
અગિયાર વાગ્યા હતા આદિને ખૂબ ખુશી થઈ રહી હતી...એ આજે મીરા ને મળવાનો હતો...

___________________________________________

અરીસા સામે ઊભા રહીને આદિ એ અઢળક કપડા પહેર્યા હતા...પરંતુ એક પણ એને પસંદ આવી રહ્યું ન હતું...

વરુણ એને જોઈ રહ્યો હતો...

" આટલી તૈયારી પ્રિયા ને પહેલી વાર મળવા જતો હતો ત્યારે પણ ન હતી કરી તે..." વરુણ આદિની સાથે મશ્કરી કરીને કહી રહ્યો હતો...

" પ્રિયા કરતા પણ વધારે ખાસ વ્યક્તિને મળવા જઈ રહ્યો છુ...એની ખુશી તને નહિ સમજાય..." આદિ બોલ્યો..

આદિનો ફોન રણક્યો...

ફોન ઓફિસ થી આવ્યો હતો ....ખાસ પ્રોજેક્ટ ની ચર્ચા માટે આદિને બોલાવ્યો હતો...પ્રોજેક્ટ આદિનો હતો જેના કારણે આદિને જવું જરૂરી હતું...

આદિ ખૂબ ચિંતા માં આવી ગયો હતો ચાર વાગ્યા પહેલા કામ પૂરું થશે કે નહી...જો નહિ થાય તો એ મીરાને જાણ કઈ રીતે કરશે કે આજે એ નહિ આવે...પત્ર પહોંચતા એક બે દિવસ તો થઈ જ જાય...અને એનો કોઈ ફોન નંબર કે કંઈ પણ એની પાસે ઉપલબ્ધ ન હતું જેની મદદ વડે મીરા ને જણાવી શકે....