Featured Books
શ્રેણી
શેયર કરો

પહેલી મુલાકાત વરસાદમાં.... - (ભાગ 5)

મીરા અહી ઉભી ઉભી આદિ અને વરુણ ને જોઇને વિચારી રહી હતી...

આદિ હોસ્પિટલ ના કપડા પહેલા કેસરી ટી શર્ટ માં ખૂબ હેન્ડસમ દેખાતો હતો ....હોસ્પિટલ ના કપડા માં એ કોઈ જૂનો દર્દી લાગી રહ્યો હતો...એક્સિડન્ટ થયું ત્યારે વરસાદ ના કારણે એના વાળ ભીના થઇ ગયા હતા પરંતુ અત્યારે એ વાળ સુકાઈ ગયા હોવાથી આદિના ચહેરા ને વધારે આકર્ષિત બનાવી રહ્યું હતું...એના ગાલ માં નાનો એવો ખાડો પડતો હતો જેના થી વધારે સોહામણો લાગતો હતો...

એક મિનિટ માટે મીરા ને એ છોકરામાં આદિ દેખાતો હતો...આદિના પત્રો વાંચીને મીરા એ એના મનમાં જે આદિની છબી બનાવી હતી એવો જ છોકરો એની સામે હતો ...આદિના વિચારથી મીરા ને યાદ આવ્યું કે એ આદિને મળવા આવી છે અને જો આદિ મીરા ને ત્યાં નહિ મળે તો ત્યાંથી જતો રહેશે...

મીરા મોટા મોટા પગલે બહાર નીકળી ગઈ...આદિ ની નજર તરત એની ઉપર આવી...આદિ ને એની તરફ જોતા વરુણે પણ જોયું...

" અરે આ છોકરીને થેંક્યું કહેવાનું તો રહી જ ગયું..." વરુણ બોલ્યો..

"હા ચાલ, જલ્દી..." વરુણ એનું વાક્ય પૂરું કરે એ પહેલા આદિ ઊભો થવા જઈ રહ્યો હતો...

" અરે રે ,તું ક્યાં જાય છે ..તું આરામ કર ..હું જાવ છું એની પાસે..." વરુણ બોલ્યો અને બહાર નીકળી ગયો..

એ છોકરીને જોઇને આદિને મીરા યાદ આવતી હતી...એને અચાનક યાદ આવ્યું એ મીરા ને મળવા માટે ઘરેથી નીકળ્યો હતો...એ ઊભો થઈને બહાર નીકળવા ગયો ત્યાં એની સામે પ્રિયા આવી....

"શું થયું...બેબી..." પ્રિયા બોલતા બોલતા આદિના ગળે સાપની જેમ વીંટળાઈ ગઈ...

આદિનું પૂરેપૂરું ધ્યાન મીરા ને મળવા જવામાં હતું પરંતુ પ્રિયા ની હાજરી એને ખૂંચતી હતી...

આ બાજુ વરુણ બહાર આવ્યો અને બોલ્યો...

" એક મિનિટ મિસ..."

મીરા ત્યાં જ ઉભી રહી ગઈ અને પાછળ ફરી...

વરુણ દોડીને એની નજીક આવ્યો ...

" તમારો આભાર માનવો હતો...બાકી અત્યારના જમાનામાં આ રીતે કોણ એકબીજાની મદદ કરે છે....અમારો આદિ છે જ એવો એક છોકરીને મળવા ની ઉતાવળ માં ખબર નહિ ક્યાં ધ્યાન રાખ્યું હશે....ત્યારે તમે હાજર ન રહ્યા ........" વરુણ એના સ્વભાવ પ્રમાણે મીરા ની સામે નોન સ્ટોપ રેડિયા ની જેમ બોલી રહ્યો હતો....

મીરા આદિને મળવા ઉતાવળી હતી એટલે વરુણ ની વાતમાં ધ્યાન આપી રહી ન હતી...પરંતુ વરુણ ના મોઢા માંથી આદિ નામ નીકળતા એ વચ્ચે જ બોલી ઉઠી...

" આદિ....અંદર છે એ આદિ છે....?" મીરા એ થોડું આશ્ચર્ય અને થોડી નવાઈ થી વરુણ ને પૂછ્યું...

" હા ,કેમ તું ઓળખે છે ..." વરુણે સામે સવાલ કર્યો ...

" એ મને મળવા તો આવી રહ્યો હતો ...." મીરા બોલી...

" ઓહ તો તું મીરા છે...." વરુણ બોલ્યો...

" બેબી ..." વરુણ અને મીરા એની વાત પૂરી કરે એ પહેલા પ્રિયા હોસ્પિટલ માં આવી અને જોર જોરથી બોલવા લાગી...

પ્રિયા ની નજર વરુણ ઉપર આવી ...

"ક્યાં છે બેબી..." પ્રિયા એ પૂછ્યું ..

" બેબી અંદર છે...." વરુણે એના દાંત થોડા ભીંસીને બોલ્યો...

" આ....પ્રિયા...." મીરા એ પ્રિયા ની તરફ આંગળી કરીને કહ્યું...

_______________________________________________

પ્રિયા આવી ત્યારથી એના ફ્રેન્ડ ની બર્થડે પાર્ટી ની વાત આદિ સાથે કરી રહી હતી...ત્યાં એની ફ્રેન્ડ નો ફોન આવ્યો અને પ્રિયા ને તાત્કાલિક ડિનર માટે બહાર બોલાવી...

પ્રિયા ડિનર માટે ત્યાંથી નીકળી ગઈ...

પ્રિયા હજી દરવાજો ખોલીને બહાર નીકળી ત્યાં વરુણ અંદર આવ્યો અને આદિને કહ્યું...

" તને જે અહી લઈને આવી એ મીરા છે....."

" શું ? ..." આદિને એની વાત ઉપર વિશ્વાસ આવી રહ્યો ન હતો...આદિના ચહેરા ઉપર અલગ ચમક આવી ગઈ હતી...

" હા, જા એની પાસે એ અહીંથી ઘરે જાય છે...." વરુણ બોલ્યો..

" પરંતુ શું એ જાણે છે કે હું આદિ છું એમ....." આદિ સફાળો ઊભો થઈને બોલ્યો...

" હા ....અને પ્રિયા ને અંદર આવતા એ બોલી કે હવે એની અહીં જરૂર નથી એટલે અહીંથી નીકળી ગઈ છે ....મને એના ચહેરા ના હાવભાવ કંઇક લાગ્યા હતા દોસ્ત...." વરુણ બોલ્યો..

આદિ એ વરુણની સામે મોટી સ્માઇલ કરી અને વરુણ ના ગાલ ઉપર મોટું ચુંબન કરીને બહાર નીકળી ગયો...

" આ પ્રિયા ને પ્રેમ કરે છે કે મીરા ને...." વરુણ એકલો એકલો બબડી રહ્યો હતો...

પગના દુખાવાના કારણે આદિ થી સરખું ચલાતું પણ ન હતું...છતાં એ બહાર આવ્યો...વરુણ એની પાસે દોડીને આવ્યો અને એક છત્રી આપી...

આદિ હોસ્પિટલ ની બહાર આવી ગયો હતો...બહાર પ્રિયા ઉભી હતી....

વરસાદ ખૂબ જોર જોરથી વરસી રહ્યો હતી...આદિને જોઇને પ્રિયા એની તરફ આવી અને એના હાથમાંથી છત્રી લઈ લીધી...

" થેંક્યું બેબી...તું મારી માટે છત્રી લઈને આવ્યો ...એક તો મારે ડિનર પર જવું છે અને આ વરસાદ ના કારણે મારો મેકઅપ ખરાબ થઈ જાય...ઓકે બાય..." પ્રિયા એટલું બોલીને ત્યાંથી નીકળી ગઈ..

વરુણ પ્રિયા ને આ રીતે જોઇને કંઇક બબડી રહ્યો હતો...

આદિ ની નજર ચારેતરફ ફરી રહી હતી...

દૂર પાળી પાસે એક સફેદ ડ્રેસ પહેરેલી છોકરી એને દેખાઈ...આદિના ચહેરા ઉપર સ્માઇલ આવી ગઈ...