થોડા દિવસો બાદ એ પત્રનો જવાબ પત્ર સ્વરૂપે જ આદિને મળ્યો ...
આદિ ખુશ થઈ ગયો હતો...
આદિ એ પત્ર ખોલીને વાંચ્યો...
પત્ર ભૂરી પેનથી લખેલો હતો...ખૂબ જ સુંદર અક્ષરથી આ પત્ર લખેલો હતો...
***
અજાણ્યા આદિ...
મને પણ તમારી જેમ જ પત્ર લખતા તો નથી ફાવતું પણ આજે પહેલી વાર આ લખી રહી છું...ભૂલચૂક હોય તો માફ કરજો...
મને જ્યાં સુધી ખાતરી છે ત્યાં સુધી તમે આ પત્ર ખોટા સરનામે મોકલ્યો છે...અને કોઈ પ્રિયા નામની છોકરીને મોકલ્યો છે જે તમારી ગર્લફ્રેન્ડ છે...જેને તમે સોરી કહેવા માટે આ પત્ર લખ્યો હતો...
પરંતુ તમારી સોરી કહેવાની અદા મને ખૂબ જ પસંદ આવી છે....તમે તમારી ગર્લફ્રેન્ડ ને જે રીતે સોરી કહો છો એના ઉપર થી દેખાય આવે છે કે તમે એને કેટલો પ્રેમ કરતા હશો...
તમારા પત્ર ઉપરથી મને જાણ થઈ કે તમારી ગર્લફ્રેન્ડ નું નામ પ્રિયા છે...
હું પણ એક એવા જીવનસાથી ની રાહ જોય રહી છું જે તમારા જેવો જ હોય... બસ ફરક એટલો હશે કે તમે પ્રિયા ને પ્રેમ કરો છો અને એ મીરા ને...
તમને ખબર પડી જ ગઈ હશે કે મારું નામ મીરા છે ...કારણ કે મે હમણાં જ ઉપર દર્શાવ્યું ....
પહેલા તો તમારો આ પત્ર મારે વાંચવો ન જોઈએ. ....બીજાનો પત્ર વંચાય પણ નહિ ...
મારી પાસે ત્રણ રસ્તા હતા ...
૧. તમારા પત્ર ના ટુકડા કરીને કચરા માં ફેકી દેવાનો...
૨. આ પત્ર તમને પાછો મોકલાવી દેવાનો...
૩.આ પત્ર વાંચીને તમને પ્રત્યુતર આપવાનો...
મને ત્રીજો રસ્તો ગમ્યો...કારણકે જો કચરા માં ફેકી દઉં તો તમને જાણ નહિ થાય કે આ પત્ર પ્રિયા ને નથી મળ્યો...અને પાછો મોકલાવી દેવાનો મારો વિચાર ન હતો કારણ કે તમારી સોરી કહેવાની અદા મને ખૂબ જ પસંદ આવી તમારી આવી સારી કળા વિશે તમને જણાવવા માટે મે આ પ્રત્યુત્તર આપ્યો છે...
તમને એવું લાગતું હોય કે મે કંઇક ખોટું કર્યું છે આ પત્ર લખીને તો માફ કરવા વિનંતી...હા તમારી જેવું સોરી નહિ હોય તો પણ મને માફ કરી દેજો...
તમારો પત્ર ભૂલથી મળેલ અજાણી વ્યક્તિ....મીરા .
***
આટલું વાંચીને આદિ ને ખૂબ હસુ આવી ગયું...
પત્ર વાંચીને આદિને એટલું તો સમજાઈ જ ગયું હતું કે આ મીરા ખૂબ જ વાતો કરવા વાળી છોકરી હશે...અને ખૂબ જ સરળ હશે...
પરંતુ આ પત્ર ખોટા સરનામા ઉપર કેમ પહોંચી ગયો એની જાણ આદિને ન હતી...આદિ વિચારવા લાગ્યો...
થોડા સમય પછી રૂમમાં વરુણની હાજરી થઈ...
ત્યારબાદ આદિ એ વરુણ ને સરનામું ખોટું પડવાની વાત કરી...
"અરે છોડને જેને પત્ર પહોંચ્યો હોય એને ભગવાનની કૃપાથી પહોંચ્યો હશે...બીજી વાર પત્ર લખીને પ્રિયા ને મોકલી દેવાનો હોય એમાં એટલું બધું શું વિચારવાનું...."વરુણ બોલ્યો...
" હા પણ એની પહેલા આ મીરા ને થેંક્યું કહેવું જોઈએ..." પત્ર વરુણના હાથમાં આપીને આદિ બોલ્યો...
પત્ર વાંચીને વરુણ બોલ્યો..." ખૂબ જ સારી લાગે છે છોકરી... થેંક્યું તો બનતા હૈ..."
આદિ એ થેંક્યું કહેવા માટે એક પત્ર લખ્યો...
પત્ર લખીને સરનામું પહેલા પત્ર માંથી જ જોઇને લખી નાખ્યું...ત્યારે આદિને જાણ થઈ કે સરનામાં ની અંદર સૌમ્ય ચોક ની જગ્યાએ સૌમ્ય નગર હતું ....ત્યારે આદિને યાદ આવ્યું કે વરુણ એની ગીતની ધૂનમાં હતો એના કારણે ચોક ની જગ્યાએ નગર લખી નાખ્યું હશે...
(પ્રિયા ૨૦૬ સૌમ્ય ચોક માં રહેતી હતી....અને મીરા ૨૦૬ સૌમ્ય નગર માં રહેતી હતી...)
બીજો સોરી નો પત્ર લખીને પ્રિયા ને મોકલવાનું વિચાર્યું....હજી એ લખવાનું ચાલુ કરે એ પહેલા ઓફિસ થી ફોન આવ્યો અને એના કામ માટે આદિ ઘરેથી નીકળી ગયો...
વરુણે એ પત્ર મોકલાવી દીધો...
થોડા દિવસ પછી આદિને મીરાનો પત્ર મળ્યો ....
***
બીજી વાર પત્ર સ્વરૂપે મળેલ આદિ...
મિસ્ટર.આદિ તમારું પૂરું નામ તો નથી જાણતી પરંતુ આદિ નામ મને ખૂબ પસંદ આવ્યું ...
તમે થેંક્યું કહ્યું મને ખૂબ ગમ્યું...બાકી અત્યારના જમાનામાં માણસો એકબીજાને યાદ પણ નથી કરતા અને તમે તો અજાણ્યા વ્યક્તિને થેંક્યું કહેવા માટે પણ પત્ર લખી દીધો...તમારા આ સોરી અને થેંક્યું કહેવા ની અદા ....ઉફ...મને ખૂબ જ પસંદ આવી ... કાશ... મે આપકો મિલ પાતી....
હા હા મને ખબર છે હું તમારી દોસ્ત નથી છતાં આ રીતે તમને તમારા દરેક પત્ર નો જવાબ આપી રહી છું...
હું નથી જાણતી તમે કેવા દેખાવ છો... કેવા ઘરમાંથી આવો છો...ગરીબ છો કે અમીર ...મને કંઈ ફરક નથી પડતો ...પરંતુ એટલું જરૂર જાણુ છું કે તમે સ્વભાવના ખૂબ સારા હશો...તમે એ છોકરીને ખૂબ પ્રેમ કરો છો ...મને પૂરેપૂરો વિશ્વાસ છે એ પણ તમારા જેવી જ સારી હશે...
હવે તમે મારા આ પત્ર નો જવાબ નહી આપતા ....કારણકે પછી મારો પત્ર પણ તમારે વાંચવો પડશે ....
અંતિમ પત્ર લખવા વાળી દોસ્ત ...મીરા
***
"યાર , કંઇક તો વાત છે આ મીરા માં એના દરેક શબ્દ મને પસંદ આવી જાય છે...મળવું પડશે એવું લાગે છે..." આદિ મનમાં વિચારીને હસી રહ્યો હતો...
આદિએ ફરીવાર પત્ર લખવાનું વિચાર્યું...
આદિ એ પત્ર લખી નાખ્યો ...એ ખૂબ જ ખુશી અનુભવી રહ્યો હતો...આદિ ને અચાનક પ્રિયા ને સોરી કહેવાનું યાદ આવ્યું ...
એક કાગળ લીધો અને એમાં પ્રિયાનું સરનામું લખ્યું...શરૂઆત ક્યાંથી કરવી એ આદિને સમજાતું ન હતું...પછી મીરા એ લખેલો પહેલો પત્ર યાદ આવ્યો એમાં આદિની સોરી કહેવાની સ્ટાઈલ ના મીરા એ ખૂબ વખાણ કર્યા હતા...એ પત્રમાં જે લખ્યું હતું એવું જ લખી નાખ્યું ...અને વરુણ ને મોકલી આપવા કહ્યું...
___________________________________________
***
નવા બનેલા દોસ્ત ,
તમે મને દોસ્ત બનાવી હુ ખૂબ જ ખુશ છું...તમે તમારા જીવનની કહાની કહી ...તમારી અને પ્રિયા ની પ્રેમકહાની કહી મને પસંદ આવી ...
મારો પરિવાર અમદાવાદમાં રહે છે...હું અહી કોલેજ કરવા અને જોબ કરવા માટે રહુ છું....
હાલ મને જોબ નથી મળી...એક જગ્યાએ ટ્રાય કરી છે ...હવે ભગવાનની કૃપા થી મળી જાય તો સારું...
આગળ શું લખવું એ સમજાતું નથી ...અને આ નવી નવી દોસ્તી માં શું કહેવું એ નથી સમજાતું...
કેવું અજીબ કહેવાય જ્યારે અજાણ્યા હતા ત્યારે મે તમને કેટલું બધું લખી નાખ્યું હતું અને હવે...
હવે તમે જ કંઇક વાત ચાલુ કરો....
તમારી નવી દોસ્ત...મીરા..
***
પત્ર વાંચીને આદિને હસુ આવી ગયું ...
આ છોકરી પાગલ છે ...એટલું વિચારીને આદિ ના ચહેરા ઉપર સ્માઇલ આવી ગઈ ...
ઓફિસ ના કામ ના કારણે આદિ ખૂબ થાક અનુભવી રહ્યો હતો જેના કારણે આદિ સૂઈ ગયો..