ક્યાં ગયો ..? કેમ ગયો...? કયા કારણથી ગયો..? કઈ જ ખબર નથી . બસ સામે ઉભેલા sir અને એમના પત્ની રડતા જ રહ્યા અને કઈ બોલ્યા જ નહિ. હવે મારી સહન શક્તિ પૂરી થઈ ગઈ હતી એટલે હવે આનો જવાબ એક જ વ્યક્તિ જોડે હતો એને બધી જ ખબર હતી અને એ બીજું કોઈ નહિ પણ આદિ જ હતી. હું ત્યાંથી કઈ બોલ્યા વગર જ જતી રહી. અને સીધી આદિ જોડે જ જઈ ને પૂછ્યું..અભિનવ કયા છે .? મને ખબર છે તને બધું જ ખબર છે પણ તું મને કહેતી નથી... એને મારી સામે જોઈને
કહ્યું..થોડીવાર માટે મારી રાહ જોઇશ ..? એની આંખો નમ હતી મને કઈ સમજાયું ના એટલે મેં માથું હલાવી ને હા પાડી. એ ૧૦ મિનિટ પછી આવી ને મને એક ડાયરી પકડાવી.અને એને કીધું કે આ અભિનવે મને આપી હતી અને કીધું હતું કે આ ડાયરી તને તારા જન્મદિવસ પર આપુ.પણ આજે તારી આ હાલત જોવાતી નથી એટલે મે તને આ ડાયરી આપી દીધી.
મને આ ડાયરી જોઈને બહુ ગુસ્સો આવ્યો અને મેં બોલી દીધું આ બધું શું નાટક છે..? એને આ કોઈ રમત સમજી છે..? મારા જોડે કઈ સંબધ નથી રાખ્યો એનું દુઃખ છે મને પણ એની ફેમિલી જોડે પણ એને સંબધ તોડી નાખ્યો છે..? માણસ આટલી હદે બદલાઈ જશે એ મૈ કોઈ દિવસ વિચાર્યું પણ ન હતું..? મને એના મમ્મી પપ્પા પ્રત્યે તરસ આવે છે ..? શું મૈ ખોટા વ્યક્તિ ને પ્રેમ કર્યો હતો..? અને મૈ ડાયરી ફેંકી દીધી.. આ બધું આદિ જોતી હતી પણ એને મને એમ જ કીધું કે બોલવાનું બંધ કર અને નીચે પડેલી ડાયરી લઈ ને મને આપી ને કીધું કે આ ડાયરી વાંચ જે તારા ફ્રી સમય માં . ડાયરી એક સફેદ રંગ ના કવર માં પેક કરેલી હતી. અને એના પર અભિનવે લખ્યું હતું:
" FOR MY SHAKTIMAN.." Don't say any bad words please .open this book and read my felling for you.
Your soul . ABHINAV
આટલું વાંચતા જ હું જોરર્જોર થી હસી પડી . આદિ મને જોઈ ને ખુશ થઈ ગઈ પણ એ ક્યાંય અંદર ખાને દુઃખી હતી .
કવર એક ડાયરી જેવા આકાર માં હતું એટલે મને તો ડાયરી જ લાગતી હતી પણ જ્યારે મે એને ખોલ્યું તો એક photoalbum જેવી ડાયરી હતી. એના કવર પર ૨૯/૦૧/૧૯૯૯ તારીખ લખેલી હતી એ મારી જન્મ તારીખ હતી. અને એના નીચે મારા બાળપણ નો એક ફોટો હતો. અને નીચે એક ખૂણામાં એક દિલ દોર્યું હતું. મે જેવી ડાયરી ખોલી એમાં મારો એનો મનપસંદ એક ફોટો હતો. અને પાછી ૨૬/૭/૨૦૧૮ તારીખ લખી હતી. અને નીચે લખ્યું હતું..જ્યારે તું અમારી સોસયટીમાં આવી ને ત્યારે મે તને પહેલી વાર આ તારીખે અને ૧.૨૭ મીનીટે તને હાથ માં સાવરણી લઈ ને તારી બાલ્કની સાફ કરતા જોઈ હતી અને એ જ દિવસે તારા માસૂમ ચહેરા પર મારું દિલ આવી ગયું હતું. તારી આંખો બહુ સુંદર છે કોઈ દિવસ ધ્યાન થી જો જે ખોવાઈ જઈશ. બસ એજ દિવસે ધ્યાની તારા માં આ અભિનવ ખોવાઈ ગયો હતો. અને આજે પણ આમાં ખોવાઈ ગયેલો જ છે. સાચ્ચે યાર તને એક પળ માં જ હું મારું દિલ આપી ને બેસ્યો હતો.મારા બધા જ મિત્રોને પહેલા દિવસ થી ખબર હતી કે હું તારી પાછળ પાગલ છું.એનું આ બધું લખેલું વાંચતા મારી આંખમાં ખુશી ના આશું આવી ગયા હતા. મને એની લખેલી ડાયરી પર વિશ્વાસ જ આવતો ન હતો . હું આટલું વાંચી ને જ આદિ ને ગળે લગાવી દીધી અને બહુ ખુશ થઈ ગઈ.
Page no. 2. મારો એક આઇસક્રીમ ખાતો ફોટો હતો અને એને નીચે લખ્યું હતું :
सफर खूबसूरत है मंजिल से भी
અને ૨/૮/ ૨૦૧૮ આ તારીખ તો હું ક્યારેય પણ નહિ જ ભૂલું કારણ કે આજ તારીખે તું મને જોરથી અથડાઈ હતી અને મને sorry કહી ને ઉતાવળ માં જતી રહી હતી. એ દિવસે વાંક તારો ન હતો .....