દિવાસ્વપ્ન Rudrarajsinh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિવાસ્વપ્ન


નમસ્કાર મિત્રો,
મારી કવિતાઓના પુસ્તકોને આપ વાચકમિત્રો દ્વારા ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે.જેના કારણે મારો ઉત્સાહ નિરંતર વધતો જાય છે અને વિવિધ કવિતાઓના પુસ્તકને હું આપના સમક્ષ રજૂ કરું છું.મારા અત્યાર સુધીના પુસ્તકો આ મુજબ છે:-

"દિગ્વિજયી કવિતાઓ"
"કાશ..."
"ભવ્ય ગઝલ"
"હિંમત તો તું કર આજે"
"પ્રણયની કલ્પના"
"કળિયુગ પર કટાક્ષ"
"શાયરી અને વિચાર" ભાગ ૧
"શાયરી અને વિચાર" ભાગ ૨

આ તમામ પુસ્તકોના આપના સારા પ્રતિભાવોના કારણે હું "દિવાસ્વપ્ન" પુસ્તક લઈને આપની સમક્ષ ઉપસ્થિત થયો છું.મે અથાક પ્રયત્નો અને મહેનત બાદ કવિતાઓની રચના કરી હોય અને કવિતાઓ રસપ્રદ અને ખામીમુક્ત બને એનો મારા તરફથી સંપૂર્ણ પ્રયત્ન કરેલ છે.

છતાં, જો કોઈ ખામી રહી ગઈ હોય તો ધ્યાને દોરવા વિનંતી છે.આવી ભૂલોમાં સુધારો કરી આપને ઉત્કૃષ્ઠ રચનાઓ આપવા હું પ્રયત્ન કરીશ, તથા નવી રચના માટે આપના દ્વારા આપવામાં આવેલા તમામ પ્રતિભાવો અને સૂચનો મને આગળની રચના માટે ઘણા મદદરૂપ નીવડશે.

આભાર.........


✍️ રુદ્ર રાજ સિંહ


:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::


દીવા ઓલવાઈ ગયા અને સ્વપ્ન માત્ર રહી ગયા,
આવી રીતે અમે દિવાસ્વપ્નમાં ભાવુક થઈ ગયા.

નથી આ વ્યાજસ્તુતિ અને નથી કોઈ વ્યાજોક્તિ,
આ તો છે મુજ દિવાસ્વપ્નમાં જોયેલી આપવિતી.

અનિર્વચનીય પરિભાષા અક્ષયપાત્રમા ભરી ગયા,
છિન્દ્રાંન્વેષીપણુ છોડીને નખશિખ શુદ્ધ થઈ ગયા.

કિંકર્તવ્યમૂઢ થઈને અમે સ્વૈરવિહારી બની ગયા,
પુરુષાર્થવાદી બનીને અમે શીઘ્રકવિ બની ગયા.

લબ્ધપ્રસિદ્ધ બનવા કવિતામાં ઓતપ્રોત થઈ ગયા,
મુશાયરો કરવા ગયા ને અમે નામચીન બની ગયા.

અને છતાંય.....!

મરુભૂમિમાં કલ્પવૃક્ષ ઉછેરી ત્યાં અમે રહી ગયા,
સિંહાવલોકન કરી ને દિગ્વિજય અમે થઈ ગયા.

@@@@@@@@@@@@@@@@@@@@

કઈક પામવા માટે રાતભર જાગવું પડે છે,
જાણે અજાણે આંખને મટકું મારવું પડે છે.

ચારેય બાજુમાં લુણહરામ જોવા પડે છે,
એટલે જ હાથમાં હથિયાર રાખવું પડે છે.

@@@@@@@@@@@@@@@@@@@@

આ નઝારોમાં તને શોધું છું,
આ તડપમાં હું તને શોધુ છું.

આ દુનિયા ખાલીખમ છે મારી,
આ ખાલી દિલમાં તને શોધું છું..

@@@@@@@@@@@@@@@@@@@@

હજારો આવ્યા અહીં અને હજારો ગયા,
આ મતલબી દુનિયામાં ખોવાઈ એ ગયા.

તમે મળ્યા છો મિત્ર અણમોલ મને આજે,
જાણે યુગો પછી મળ્યો પ્રેમાત્માને આજે.

સદાય સાથ નિભાવી રહેશો તમે નિજ પાસે,
હૃદય એવી ઝંખના રાખે છે આજે તુજ પાસે.

ધારા છે તું, સ્નેહ અને લાગણીની અણમોલ,
ધરા પર તુજ સમી મુજ સખી નથી અણમોલ.

@@@@@@@@@@@@@@@@@@@@

જેની સાથે લોહીનો સંબંધ નથી, છતાં પણ મને બહુ પ્રિય છે,
તે મારો પ્રિય મિત્ર છે.
જેમની સાથે દુનિયાભરની વાતો કર્યા પછી પણ ઠકાતું નથી,
તે મારો પ્રિય મિત્ર છે.
જેની સાથે હું નાની નાની બાબતો પર પણ ખુલ્લેઆમ હસુ છું,
તે મારો પ્રિય મિત્ર છે.
જેના ખભા પર હું કપાળ મૂકીને મન મૂકીને રડી શકું છું,
તે મારો પ્રિય મિત્ર છે.
જેની સાથે રોટલી શાક પણ ભોજનમાં તહેવાર જેવી લાગે છે,
તે મારો પ્રિય મિત્ર છે.
જેનું હૃદય મધ્યરાત્રિએ પણ ઉપડશે અને તેના વિશે વાત કરી શકે,
તે મારો પ્રિય મિત્ર છે.
તેની સાથે વિતાવેલી ક્ષણોની યાદથી મારા ચહેરા પર સ્મિત આવે છે,
તે મારો પ્રિય મિત્ર છે.
મીલો દૂર હોય ત્યારે પણ જેની સાથે હૃદયના તાર જોડાયેલા હોય છે,
તે મારો પ્રિય મિત્ર છે.
જે નિર્જીવ ક્ષણને પણ પ્રાણમય બનાવવાની ક્ષમતા ધરાવે છે,
તે મારો પ્રિય મિત્ર છે.

@@@@@@@@@@@@@@@@@@@@

આજે મોસમ બેઈમાન છે,
શું કુદરત પણ અજાણ છે?

આતો સમજણની જ વાત છે,
કેમ જાણવા છતાં અજાણ છે?

આજે લડવા હું પણ તૈયાર છું,
આ વાવાઝોડાની શું મજાલ છે?

@@@@@@@@@@@@@@@@@@@@

કહાની છે આ,
નથી તારી ને નથી મારી આ.
પ્રકરણ પાડ્યા તે,
અલગ વણાંક પાડયા છે તે.
જવું છે મારે હવે,
મધદરિયાને જોવા આજે જ.
તું બની ગઈ છે,
એક પનીહારી માત્ર આજે જ.
જરા આગળ વધી,
જોઈ લે કહાની આંખ બંદ કરી.
તું બનીશ એકદિવસ,
સપનાની મહારાણી આંખ ખોલી.

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

આપનો મૂલ્યવાન સમય આપવા માટે અને મારી આ કવિતાનું વાંચન કરવા માટે આપનો દિલથી આભાર વ્યક્ત કરું છું.

આપના દ્વારા સલાહ-સૂચન, માર્ગદર્શન કે પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ એવા સહકારની અપેક્ષા સહ.....

THANK U SO MUCH......

...... RUDRARAJSINH