ઇન્સ્પેક્ટર વિક્રમ લાલાને પડતા બચાવી લે છે, પણ પોતાની સગી આંખે જોયેલું દ્રશ્ય, વિક્રમ જેવા જાંબાઝ અને કાબેલ ઓફિસરનાં પણ હાડકા ખખડાવી નાખે, એવી ચીતરી ચડાવતા હતા. સામે ત્રણ લાશ પડેલી હતી, જેમાં એક સ્ત્રી, અને બે પુરુષ ની હતી. સ્ત્રીનું ગળુ ચીરીને હત્યા થઈ હોય એમ એની ગરદન પર મોટો ચિરો હતો. જ્યારે બે માંથી એક પુરુષનું માથું ધડથી અલગ થઈને પડ્યું હતું. માથું કાપતી વખતે જ લોહીની ધાર લિવિંગ રૂમમાં ઉપર લગાવેલા ઝુમ્મર પર ઉડી હતી. એ ધારથી ઝુમ્મરનું એક ભાગ લાલ થઈ ગયો હતો. નીચે પડેલ માથા વગરના ધડને જોતા એતો નક્કી જ હતું કે કોઈ એકદમ ધારદાર ને તીક્ષ્ણ હથિયાર વડે એકજ જટકે એને મોત આપવામાં આવી છે. જાણે કોઈ કસાઈએ બલી માટે બકરો કાપ્યો હોય. ખુબ દર્દનાક ને ભયાનક મોતનું તાંડવ અહી ખેલાયું હતું.
પોલીસ ટીમ સાથે લાલા પણ એકદમ આભો બની ગયો હતો. વિક્રમ બે લાશ જોઈને હજુ આગળ જ વધતો હતો, ત્યાં એના પગમાં કઈક અથડાયું ને જે વસ્તુ સાથે વિક્રમ અથડાયો એ વસ્તુ ગાસડાયને સીધી લિવિંગ રૂમની દિવાલ સાથે અથડાય છે.ને ખનનનન કરતો અવાજ એક શાંત વાતાવરણમાં ગુંજી ઉઠે છે.
વિક્રમ એ વસ્તુને જુકીને ધ્યાનથી જુએ છે, ને હવાલદારને એ વસ્તુ લેબ ટેસ્ટ માટે રાખવા કહે છે. વિક્રમ લાલાને લઈને આગળ વધે છે, જ્યાં એને ત્રીજી લાશના ફ્કત પગ જ દેખાતા હોય છે. આગળ જતા તો વિક્રમ અને લાલો બન્ને આભા બની ગયા, ત્રીજી લાશની આંખો અને જીભ બન્ને કાઢી નાખવામાં આવ્યા હતા. સાધારણ રીતે જો કોઈ નબળી વ્યક્તિ એ લાશોને જોઈ તો કદાચ હાર્ટ એટેકથી અહીજ મૃત્યુ પામે. પણ આતો વિક્રમ હતો, જાંબાઝ પોલીસ ઇન્સ્પેકર વિક્રમ. જે એની ચિત્તાની ચાલ અને બાજ નજર માટે ઓળખાતો હતો. વિક્રમના નામ માત્ર થી જ માફિયા વાળાની તો પેન્ટ ભીની થઈ જતી. વિક્રમની ખાસિયત એની સજા આપવા માટેની રિતોની હતી. એ સામાન્ય ચોરને પણ એવી સજા આપતો કે એ વ્યક્તિ બીજી વખત કોઈ ક્રાઇમ કરતાં પેહલા સો વખત વિચાર કરે. એવા ઇન્સ્પેક્ટર વિક્રમના હાથમાં આ કેસ આવ્યો હતો.
ફોરેન્સિક ટીમ આવીને બધે ઠેકાણેથી ફિંગર પ્રિન્ટ નાં નિશાન, અને બીજા અનેક છૂપા કે ન દેખાતા ફિંગર પ્રિન્ટ નાં રિપોર્ટ લે છે, અને વિક્રમ ત્રણે લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દે છે. વિક્રમ હજુ માલતી નિવાસનાં લિવિંગ રૂમમાં જીણવટ ભરી તપાસ કરી રહ્યો હતો ત્યાંજ લાલો કઈક બબડે છે. લાલાનો આવાજ સાંભળીને વિક્રમ લાલાને પુછે છે કે શું થયું? હજુ તમને કંઈ ખબર છે? તમે કોઈ વાત છુપાવો છો કે? ત્યારે લાલાના મોઢે એક નામ નીકળે છે. ઇન્સ્પેક્ટર વિક્રમ એ નામ સાંભળીને આશ્ચ્યચકિત થઈ જાય છે.
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
ભાભી, હું અને મીરા દુબઈ જઈ રહ્યા છીએ, એક મહિના પછી આવશું. અચાનક નક્કી થયું એટલે મોટા ભાઈને કહી નથી શકાયું, ને આજ એમની યુએસ ક્લાઈન્ટ સાથે મિટિંગ છે, એટલે એમનો ફોન પણ બંધ હશે. સો પ્લીઝ ભાભી તમે ભાઈને કહી દેજો. અને હા એ પણ કેજો કે મેં દસેક લાખ કેશ લીધા છે ને જો બીજા જોઈશે તો મને ટ્રાન્સફર કરી આપે. મારો કાર્ડ બંધ થઈ ગયો છે.
પરાગ, તમે બન્ને આમ અચાનક જાઓ છો શું એ વાત યોગ્ય છે? બેટા તને અને મીરાને મેં અને તારા મોટા ભાઈએ કોઈદી કોઈ પણ વાત માટે રોક્યો નથી એ તમને પણ ખબર જ છે. એટલે જ્યાં સુધી આદર્શ નહિ આવે ને તમને જવાની પરવાનગી નહીં. આપે ત્યાં સુધી તમને હું પણ જવા નહી જ આપું. અને હા આટલી બધી કેશ આમ સાથે ન લઈ જવાય એટલે બધાં જ પૈસા લોકરમાં મુકી દો. રાતે આદર્શને મળીને પછી ભલે જતા રેજો. આટલું બોલીને શ્વેતા પોતાના રૂમમાં જતી રહી. પણ અહીં પરાગ અને મીરા બન્ને એકદમ આગ બબુલા થઈ રહ્યા હતા. આજ બન્નેને આદર્શ અને શ્વેતા પર ખૂબજ ગુસ્સો આવી રહ્યો હતો. ને બન્નેનાં મનમાં એક ખતરનાક તોફાન વિધ્વંસની તૈયારી માટે માથું ઊંચકી રહ્યો હતો.
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
કેવું છે ને મિત્રો, જ્યાં સુધી તમને દરેક ચીજ વસ્તુની છૂટ મળે ત્યાં સુધી તમને બધુજ સારું લાગે, ને જ્યાં કોઈએ તમને રોક ટોક કરી ત્યાંજ એ વ્યક્તિ આંખમાં કણની જેમ ખુંચતો હોય છે.
આ પેલી વખત નોતું કે શ્વેતાએ બન્નેને રોક્યા હોય, આવું તો આનાથી પેહલા પણ કેટલીક વખત થયું હતું. પણ કેહવાય છે ને કે, જબ જબ જો જો હોના હૈ, તબ તબ સો સો હોતા હૈ.
અનહોનિકો કોન ટાલ સકતા હૈ.બસ આજ એ ઘડી હતી જ્યાંથી આ માલતી નિવાસમાં ખુની ખેલ માટેની ચિનગારી ભડકી ઉઠી હતી.
માલતી નિવાસમાં ત્રણ લાશો મલી હતી,કોની લાશો હતી, જો ઘરના જ લોકો હોય તો ત્રણ જ કેમ? ચોથી વ્યક્તિ ક્યાં ગયી? કોણે આટલો ગંદો મોતનો ખેલ ખેલ્યો? હવે આગળ શુ થશે? જાણવા માટે મારો સાથ આપો આવતા ભાગમાં. ત્યાં સુધી જયશ્રી કૃષ્ણ 🙏🙏🙏