Featured Books
શ્રેણી
શેયર કરો

સટ્ટો! રૂપિયાનો કે જીવનનો?? - ભાગ-1

માલતી નિવાસ:.
અબ્દુલ કરીમ લાલા એ ઇન્સ્પેક્ટર વિક્રમને પરોઢિયે પાંચ વાગે ફોન કરીને, એકદમ અર્જન્ટ માલતી નિવાસ આવવા કહ્યું, અબ્દુલ એકદમ ગભરાયલો હતો, એના બી. પી વધીને 200 ઉપર પોચી ગયા હતા, ને ડર અને ગભરાટના લીધે એની ઉંઘ ઉડી ગઈ છે. બાજુના માલતી નિવાસમાંથી જીવ નીકળી જાય એવી ગંધારી, વાસ આવે છે, આજુ બાજુના બીજા લોકો પણ ત્રાહિ ત્રાહિ પોકારી ચુક્યા હતા. પણ આમ વગર કોઈ જાણકારીએ કોઈ બોલતું નોતું, કમ કે અમીર લોકોના પગેડામાં પગ કોણ નાખે, વગર મતલબનું દુશ્મની કોણ મોહરે, આ વિચારે બધા ચૂપ રહ્યા, પણ અબ્દુલ કરીમ લાલા નો બંગલો એમની એકદમ બાજુનો હતો, એકજ દિવાલ ગણી લ્યો. લાલા કાલ સાંજે 4 વાગે દુબઈથી પાછો આવ્યો હતો. લાલા અને આદર્શ વચ્ચે પાડોશી કરતા વધારે હોય એવા ઘર જેવા સંબંઘ હતા. લાલા 4 મહિના પેલા જ અહીંથી દુબઈ એની દિકરીને મળવા ગયો તો. દુબઈથી દર ત્રણ ચાર દિવસે એકાદવાર લાલા આદર્શ સાથે ફોન પર વાત કરી લેતો, જેથી બંને વચ્ચે ઘરોબો જળવાઈ રહે ને દોસ્તી અકબંધ રહે. હવે આ લાલાએ ઇન્સ્પેક્ટર વિક્રમને શું કામ માલતી નિવાસ બોલાવ્યો. એ જાણવા ચાલો આગળ જઈએ ને જોઈએ કે આ કશ્મકશ ક્યાં પોચે છે.



અરે પરાગ, કાલ તને પાંચ લાખ રૂપિયા આપ્યા હતા બેંકમાં ક્લેરિંગ ભરવા એ તે કેમ હજુ ભર્યા નથી? મને હજી સુધી બેંકમાંથી કલેરિંગ નો મેસેજ પણ નથી આવ્યો. આદર્શ પરાગ પર થોડી નારાજગી જતાવતા બોલ્યો.

શું મોટાભાઈ તમને મારાપર જરાપણ વિશ્વાસ નથી, જ્યારે જુઓ ત્યારે બસ પૈસા પૈસા ને પૈસાનો હિસાબ માંડી બેસો છો તે.😏😏😏 પરાગ આદર્શની વાતથી ગુસ્સેથતા બોલ્યો.

અરે અરે નાનકા, બેટા આમ નારાજ ના થા, મારો ઈરાદો તને દુઃખી કરવાનો નોતો, હું તો બસ એટલા માટે કેતો તો કે જમાનો બઉ ખરાબ ચાલે છે, બે આ પૈસા પણ આપણા નોતા, આપણા કલયન્ટ્સના હતા, જે ખુબ વિશ્વાસ કરે છે આપણી ઉપર. નારાજ થયેલા પરાગને સમજાવતા આદર્શ બોલ્યો.

મોટાભાઈ પ્લીઝ તમારું ભાષણ ને તમારા રૂપિયા તમારી પાસે રાખો,ને રહ્યું મારું રેસીકનેશન લેટર, હું તમારી કંપનીને એને આ ઘરને હંમેશા માટે મૂકીને જાઉં છું. આ તમારી રોજ રોજની કચ કચ થી હું ને મીરા બન્ને કંટાળાઇ ગયા છીએ. આજસુધીનો મારો બધો હિસાબ મને કરી આપો, ને મારા ભાગના જેટલા રૂપિયા થાય છે એ મને આપીદો. એટલે આપણો પૈસાનો વ્યવહાર અહી પૂરો થયો. પરાગ એકદમ જોષ ને ગુસ્સામાં આદર્શને બોલે છે.

પરાગ એને આદર્શની વાતો સાંભળીને શ્વેતા એને મીરા બન્ને બહાર દોડતી આવે છે,ને શ્વેતા આદર્શને ને મીરા પરાગને પૂછે છે કે શું થયું? કેમ બન્ને આમ જોરથી બાજો છો?

મીરા: પરાગની હાઈ એજ્યુકેટેડ વાઇફ. M.com મસ્ટર્સ માં નંબર વન પર ટોપ કરેલી,ને ભારોભાર તોછડાઈ, ગુસ્સાથી, ને પોતાના રૂપના ઘમંડથી છલોછલ છલકાતી સ્ત્રી. રસોઈમાં 0,
સંસ્કારમાં 0, વાતોમાં 1નંબર, ને પોતાની સાથે કરિયાવરમાં લાવેલા માલ સામાનનાં, ને બાપે આપેલા 1 કરોડ રૂપિયાનાં ઘમંડ સાથે હંમેશા છલકાતી રેહતી.

શ્વેતા: આદર્શની આદર્શવાદી પત્ની. ગુજરાતી ભાષામાં સ્નાતક, આખા ગુજરાતમાં પ્રથમ આવેલ, સંસ્કારોથી ઠસોઠસ, ને ધીરજ ને બુદ્ધિ થી દરેક નિર્ણય લેતી, પ્રેમ ને બલિદાનની મુરત, કે આનાજેવી આજના આ ભણેલા યુગમાં મળવી પણ મુશ્કિલ હોય એવી, દરેક રીતે આસાનીથી દરેકના દિલમાં સમાઈ જવાનો ગુણધર્મ સાથે લઇને ચાલતી, એક હસમુખી સ્ત્રી.

પરાગ: માં બાપને આદર્શ પછી 10 વર્ષે કેટ કેટલી બાધાઓ, માનતાઓ, અને આખડીઓ પછી મળેલી સંતાન. જે ખુબજ લાડકોડમાં ઉછરવાને લીધે સંસ્કારોથી, વાણીથી,ને ભણતરથી બગડી ગયેલ,એક વંઠેલ યુવક. શર્ટમાં જાજા રુપિયા કમાવવાની લાલસા, રોજ નવી સ્ત્રી નો સંગ. આ પરાગની ઓળખાણ.

આદર્શ: આદર્શ એટલે આદર્શ, બધી જ રીતે આદર્શ, સંસ્કાર રીત રીત - ભાત, બોલચાલ, વ્યવહાર, વસિલો, માન આપવામાં, ને માન લેવામાં કોઈ દી પાછો ન પડે. ચેહરા પર એવુ સુમધુર મીઠું હાસ્ય કે ગમે તેવા કઠણ દિલમાં પણ જગા બનાવી લે.

માલતી: આદર્શ અને પરાગની માં, કરમચંદ નાં ધર્મ પત્ની.ખુબજ પ્રેમાળ, ને એકદમ વ્યવહારુ સ્ત્રી, ધાર્મિક, સામાજિક કાર્યોમાં અવ્વલ. નાની ઉમરમાં જ હૃદય રોગના હુમલાને કારણે એકજ જાટકે આદુનિયમાંથી વિદાય લઈ લીધી.

કરમચંદ: આદર્શ અને પરાગના પપ્પા. એકદમ ધીર ગંભીર, પણ શાંત, સંગીત પ્રિય, સરસ્વતીના ઉપાસક, ને એક ઉત્તમ ખેડુત.

અબ્દુલ કરીમ લાલા: એક મુસ્લિમ, ખુદાનો બંદો, એક નિખાલસ વ્યક્તિ, જેને ફ્કત માનવતા આવડે છે, નાત જાત, ભેદ ભરમ એનાં માટે કોઈ માયને નથી રાખતા. જેને સાચા મનથી કુરાન વાંચી ને સમજી છે.

ચલો હવે આ કશ્મકશ ક્યાં પોહોચશે?શુ થયું હતું માલતી નિવાસમાં? લાલાએ પોલીસને કેમ બોલાવી હશે?
જાણવા માટે મળીએ આગલા ભાગમાં.
સટ્ટો! રૂપિયાનો કે જીવનો??

મિત્રો, તમારા અમૂલ્ય પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં.
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏