Featured Books
શ્રેણી
શેયર કરો

પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના કરી તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે ચમત્કારિક મંત્ર ગુરુચાવી 1

ભગવાન શિવની આરાધના કરી શ્રાવણ માસમાં પુણ્યશાળી બનવાની ચમત્કારિક મંત્ર ગુરુચાવી


શ્રાવણ મહિનો એટલે ઝરમર વરસતા વરસાદનો મહિનો, ભીની ધરતીમાંથી વહી રહેલી ભીની ભીની સોડમ લેવાનો મહિનો. શ્રાવણ મહિનો એટલે ભક્તિના રંગે રંગાવાનો મહિનો. શ્રાવણ માસ શરૂ થતાં જ ભક્તિના રંગે રંગાયેલા ભક્તજનોના....’હર હર કૈલાસ’, ‘જય ભોલેનાથ...’હર....હર..... મહાદેવ'ના નારાઓ ગૂંજી ઊઠે છે.
ભોળાનાથ ભગવાન શિવ જયાં પણ બિરાજમાન હોય તે દરેક જગ્યાએ અને સ્થળોએ ભક્તજનો દૂધ અને જળ લઇને શિવજીને અભિષેક કરવા શિવમંદિરે પહોંચી જાય છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીની ભક્તિ અને આરાધનાનું વિશેષ મહત્ત્વ રહેલું છે.
આપણા સંતો કહે છે કે શ્રાવણ મહિનાનો અર્થ સમજીએ તો શ્રાવણ મહિનાનું મૂલ્ય સમજાય. પ્રથમ શબ્દ ‘શ્ર’ એટલે શ્રવણ કરવું, ‘વ’ એટલે વંદન કરવું અને ‘ણ’ એટલે નમન કરવું. તદુપરાંત પ્રથમ શબ્દ ‘શ્રા’ માં પણ ત્રણ શબ્દો મળેલા છે, તે છે સ આ ર. ‘સ’ અને ‘આ’ જોડીને બન્યો સા' અને 'સા' એટલે સાંભળવું અને 'ર' એટલે રમણ કરવું અને 'આ' બંને શબ્દોનો એક નવો શબ્દ બન્યો તે સાંભળીને રમણ કરવું અર્થાત્ સ્મરણ કરવું. આમ, આ મહિનામાં પોતાના આરાધ્યની સ્મરણ-વંદન અને નમન દ્વારા સેવા કરવી તે.
ઉપનિષદમાં કથા છે કે એક દિવસ બ્રહ્માજીના માનસપુત્રો શ્રી સનતકુમારો કૈલાસવાસી ભગવાન શિવ પાસે ગયા અને પૂછવા લાગ્યા કે, “પ્રભુ આમ તો બારેય મહિનાનું કોઇ ને કોઇ મૂલ્ય છે, પરંતુ આપને અધિક પ્રિય હોય તેવો માસ કયો છે?' આ સાંભળી ભગવાન શિવે કહ્યું કે ‘સનતકુમારો બધા જ માસમાં મને સૌથી વધુ પ્રિય એવો શ્રાવણ માસ છે.’ ત્યારે સનતકુમાર પૂછવા લાગ્યા કે, ‘આપને આ શ્રાવણ માસ શા માટે પ્રિય છે? અને શ્રાવણ માસ એ નામ કેવી રીતે પ્રસિદ્ધ થયું તે અમને કૃપા કરીને સમજાવો' ત્યારે ભગવાન શિવે કહ્યું કે, ‘સનતકુમારો આ માસ મને પ્રિય છે તેનાં ઘણાં બધાં કારણ છે. પ્રથમ કારણ એ છે કે બધાં જ નક્ષત્રમાં મને શ્રવણ નક્ષેત્ર અને પૂર્ણ ચંદ્રની પૂર્ણિમા અતિ પ્રિય છે અને બારેમાસનો આ એક માસ એવો છે, જેની પૂર્ણિમામાં શ્રવણ નક્ષત્ર આવે છે. તેથી આ માસનું નામ ‘શ્રાવણ’ પડ્યું છે.
બીજું કારણ એ છે કે ‘બધા જ માસમાંથી ફક્ત આ માસ એવો છે, જેમાં માત્ર આપ શ્રવણ કરો અને આપને સિદ્ધિની પ્રાપ્તિ થાય છે.’ ઉપર જણાવેલ વાતોથી આપ સૌ જાણકાર તો છો જ, પરંતુ શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવનો દિવ્ય પ્રકાશ આપને દૃષ્ટિગોચર અને કૃપા પ્રાપ્ત થાય એ માટે હું આપને શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવની સાધનારૂપી ચમત્કારિક મંત્ર-ગુરુચાવી આપું છું...


મંત્ર

|| ૐ શિવા શિવા સિદ્ધત્વ નમઃ ||

સાધનાની પદ્ધતિ

શ્રાવણ સુદ-૧ થી શ્રાવણ સુદ-૩૦ (અમાસ) સુધી આ પ્રક્રિયા કરવી. સૌપ્રથમ બાજઠ ઉપર વાદળી કપડું પાથરી તેનાં પર બીલીપત્રનાં દસ પાન મુકવાં, ત્યારબાદ નીચે આપેલ મંત્રની ૧ માળા એટલે કે (૧૦૮ વખત) કરવી. ત્યારબાદ ૐઋષિ રચિત ‘ૐકાર ચાલીસા’નો એકવાર પાઠ કરવો. રોજ બીલીપત્ર નવાં લેવાં અને જૂના બિલિપત્ર ઝાડ, છોડ કે જળમાં વિસર્જન કરી દેવા.


ભગવાન શિવનાં દર્શન માટેની આ સાધના પૂરી શ્રદ્ધા સાથે અને બ્રહ્મચર્યનું ચુસ્ત પાલન કરીને કરવી, જેથી આ સાધનાના માધ્યમથી ભગવાન શિવનાં દર્શનની આપની અભિલાષા અચૂક પરિપૂર્ણ થાય.


મંત્રયુગપરિવર્તક પ.પૂ. સંતશ્રી સદગુરુ ૐઋષિ રચિત

ૐકાર ચાલીસા

વિશ્વશાંતિ મંત્ર

|| ૐ શાંતિ શાંતિ વિશ્વમાન કુરૂ કુરૂ વામ સ્વાહા ||

( આ મંત્ર 27 વખત કરી આપની ઇચ્છાપૂર્તિ માટે મનોકામના કરવી અને પછી ૐકાર ચાલીસાનો પાઠ કરવો.)

ૐકાર ચાલીસા

: સાખી :

સદગુરુ શરણ મેં લીજીએ, દીજે વો વરદાન |

ૐકાર કે તેજ સે, મીટે તિમિર અજ્ઞાન ||


જય ૐકાર સૃષ્ટિ કે કર્તા, નાદબ્રહ્મ ત્રિભુવન કે ભર્તા || 1 ||

તીન ગુણોં કે તુમ હો સ્વામી, પરમપિતા હે અંતર્યામી || 2 ||

શાસ્ત્ર-પુરાન અક્ષર કે આદિ, બ્રહ્મા, હરિહર ઔર સનકાદિ || 3 ||

જપત નિરંતર ૐ કી માલા, સૃજક, સંહારક, રખવાલા || 4 ||

સર્વ મંત્ર મેં ૐ હૈ આગે, કુંડલિની મૂલ સે જાગે || 5 ||

ૐ જપત હી ધ્વનિ વો જાગે, ભૂતપિશાચ મૂઠ લઇ ભાગે || 6 ||

શબ્દ સૂર સબ ૐ સે પ્રકટત, ૐકાર હૈ નાદ અનાહત || 7 ||

યોગી ધ્યાન મેં રટે નિરંતર, ૐ હૈ સત્ય, શિવ ઔર સુંદર || 8 ||

રિદ્ધિ સિદ્ધિ હૈ ૐ કી દાસી, પડે નહીં ગલ જમ કી ફાંસી || 9 ||

ગ્રહદશા સબ ૐ સુધારે, જીવન મેં હો વ્યારે ન્યારે || 10 ||

મન-ક્રમ-વચન કી હોવે શુદ્ધિ, પ્રગટે ૐ સે સબ સદબુદ્ધિ || 11 ||

આત્મ-અનાત્મ વિવેક જગાવે, અંતઃકરણ કે દોષ મિટાવે || 12 ||

અગમ-નિગમ કે ભેદ બતાવે, પિંડ મેં હી બ્રહ્માંડ દિખાવે || 13 ||

પ્રણવમંત્ર કી મહિમા ભારી, જપો સદૈવ ૐ નરનારી || 14 ||

ૐ નમઃ કા મંત્ર જો ધ્યાવે, તીન લોક કી સંપત પાવે || 15 ||

ૐ ત્રિત્રાંશક્રિયા કી શક્તિ, ઇસી જન્મ મેં દે દે મુક્તિ || 16 ||

જીવન મેં ભર દેતા ઊર્જા, ૐ સા મંત્ર નહીં કોઇ દૂજા || 17 ||

ૐકાર હૈ પ્રાણ ચેતના, સુર-નર-મુનિવર કરે વંદના || 18 ||

પ્રણવમંત્ર હૈ ગુરૂ સમાના, તિમિર મિટાવે જો અજ્ઞાના || 19 ||

જ્ઞાન પ્રકાશ હૃદય મેં કર દે, ચિદાનંદ અંતર મેં ભર દે || 20 ||

સાત ચક્રોં કા કર દે ભેદન, બ્રહ્મરંધ્ર મેં હો પ્રાણ કા સ્થાપન || 21 ||

યોગશક્તિ કા ૐ હૈ દ્યોતક, સત-ચિત્ત આનંદ કા હૈ વાચક || 22 ||

વેદ ઉવાચ હરિ ૐ તત્ સત્, જગ હૈ મિથ્યા ૐ હી હૈ સત્ || 23 ||

ૐ હૈ ગંગાજલ સા પાવન, કર દેતા હૈ શુદ્ધ જો તન-મન || 24 ||

ૐકાર હૈ ચક્ર સુદર્શન, કાટે સર્વ પાપ કે બંધન || 25 ||

દૃશ્ય પદારથ સર્વ વિનાશી, કાલાતીત ૐ અવિનાશી || 26 ||

ૐકાર કો રામને ધ્યાયા, જનક સભા મેં ધનુષ ઉઠાયા || 27 ||

ગોવિંદ ને જબ ગીતા ગાઇ, ૐ ને અપની પહચાન બતાઇ || 28 ||

નિરાકાર-સાકાર મેં રાજે, સૃષ્ટિ કે કણ-કણ મેં વિરાજે || 29 ||

ધર્મ-અર્થ-કામ ઔર મુક્તિ, ૐ સે મિલે સર્વ સંતુષ્ટિ || 30 ||

ૐ કે બિના હૈ યજ્ઞ અપૂર્ણ, ૐ સે હી સ્વાહા સંપૂર્ણ || 31 ||

ૐકાર કો જીસને ધ્યાયા, લગી ઉસે ના જગ કી માયા || 32 ||

લખચોરાસી ફંદ છુડાયા, મોક્ષદ્વાર પે ૐ લે આયા || 33 ||

પંચમહાભૂતો મેં સમાયા, ચારો અંતઃસ્કરણ મેં છાયા || 34 ||

ૐકાર ગાયત્રી વિદ્યા મેં, અમર તત્ત્વ હૈ ૐ સુધા મેં || 35 ||

ૐકાર જો ગાવે નિસદિન, સારે કષ્ટ મિટે હર પલ છીન || 36 ||

શંકર કે ડમરુ મેં ગાજે, કૃષ્ણ કી મુરલી મેં બાજે || 37 ||

પાર્શ્વનાથ ભગવાન કે ભીતર, ગુંજે મંત્ર ૐ હી નિરંતર || 38 ||

“ૐઋષિ” સમાન સર્વ આત્મા, ૐ હૈ સૂર્ય સરિસ પરમાત્મા || 39 ||

જો યહ પઢે ૐકાર ચાલીસા, સર્વ કાર્ય હો સિદ્ધ હંમેશા || 40 ||



: સાખી :

ૐ પુરૂષ સૃષ્ટિ કરન, હે પરબ્રહ્મ કા રૂપ |

ૐકાર કો જો રટે, હોવે બ્રહ્મ સ્વરૂપ ||

|| ઇતિ શ્રી ૐઋષિ વિરચિતં શ્રી ૐકાર ચાલીસા સંપૂર્ણમ્ ||

|| ૐ નમઃ ||