તક્ષ Aarti Garval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તક્ષ

સાહેબ.... સાહેબ.... અમારી મદદ કરો.....મારો દીકરો તક્ષ સવાર થી ગાયબ છે.....

નાઈટ ડ્યૂટીમાં ઇન્સ્પેક્ટર દવે અને કોન્સ્ટેબલ રઘુ હતા. ઇન્સ્પેક્ટર દવે ટેબલ પર પગ મૂકી આખો બંધ કરી આરામ થી સૂઈ રહ્યાં હતા. કે અચાનક કોઈ ગભરાયેલ માણસ નો અવાજ સાંભળી તે ઉભા થઈ ગયા.

એક ૩૦ વર્ષ નો પુરુષ પોલીસે સ્ટેશનમાં કરગરતો રાત્રે ૧૧ વાગ્યે દાખલ થયો,અને સીધો ઇન્સપેક્ટર દવે ના કેબિન તરફ જવા લાગયો.

"અરે અરે ઉભા રો આમ સીધા અંદર ક્યાં જાવ છો?"-‌ કોન્સ્ટેબલ રઘુ એ પેલા માણસને રોકતા કહ્યું.

"સાહેબ મારુ નામ રવિ વ્યાસ છે હું અહીંયા જ સિદ્ધિ ફ્લેટ્સ માં રહું છું.સાહેબ મારો દીકરો તક્ષ સવારે સ્કૂલ ગયો હતો પણ હજી સુધી ઘરે નથી આવ્યો. - પેલા માણસે એકદમ રઘવાયેલા અવાજે કહ્યું.

"સારું તમે પહેલાઅહીં આવો કમ્પ્લેઇન્ટ લખવો. અમે તપાસ ચાલુ કર્યે છે."- રઘુ એ કમ્પ્લેઇન્ટ લખતાં કહ્યું

"શું થયું? કોણ છે આ?"- ઇન્સ્પેક્ટર દવે મરોડ લેતાં બોલ્યા.

"સાહેબ મારુ નામ રવિ વ્યાસ છે. મારો ૭ વર્ષ નો દીકરો સવાર માં સ્કૂલ ગયો હતો હજી ઘરે નથી આવ્યો. અમે બધે તપાસ કરી પણ એનો ક્યાંય કોઈ પત્તો નથી. મારી મદદ કરો સાહેબ"- પેલો માણસ રડતા રડતા એક શ્વાસે બધું બોલી ગયો.

"કોણ કોણ છે તમારા ઘર માં? અને તમારો દીકરો કયી સ્કુલમાં ભણે છે? તમે બધી ડેટેઇલ્સ લખાવો" - ઇન્સ્પેક્ટર દવે કમ્પ્લેઇન્ટ સાંભળીને ને એકદમ સ્વસ્થ થતા બોલ્યા.

સાહેબ હું, મારી પત્ની રાધિકા, અમારો દીકરો તક્ષ અને મારા મમ્મી-પપ્પા અમે બધા સાથે રહ્યે છે.મારો દીકરો સવાર માં ૯ વાગ્યે સ્કૂલ જાય છે અને સાંજે ૫ વાગ્યે આવે છે. આજે સવાર માં પણ એ રોજ જેમ સ્કુલ ગયો હતો પણ સાંજે ૬ વાગ્યા બાદ પણ આવ્યો નહિ તો અમે ડાયરેક્ટ સ્કૂલ પર ગયા જ્યા જાણ મળી કે એ તો સ્કુલ બસ માં ઘરે આવા નીકળી ગયો હતો. સ્કૂલ બસ ના ડ્રાઈવર ને પૂછ્યું તો એને કહ્યું કે અમે તક્ષને નિત્યક્રમ મુજબ ફ્લેટ નીચે જ ઉતાર્યો હતો. પણ સાહેબ એ ત્યાંથી ક્યાં ગયો કઈ ખબર નથી. અમે બબધા સાગા-વહાલા ને પૂછ્યું બવ શોધ-ખોળ કરી પણ..... કહેતાં કહેતાં તે રડી પડ્યો.

રઘુ જલ્દી ગાડી નીકાળ આપણે હમણાં જ નીકળ્યે.

"સાહેબ હું પણ તમારી સાથે આવીશ."- રવિએ ઉભા થતાં કહ્યું.

"ઠીક છે ચાલો!" કહી ત્રણેય તક્ષ ની શોધ ખોળ માં લાગી જાય છે. પણ તે ક્યાંય મળતો નથી. સવાર ના લગભગ ૫ વાગ્યે તેઓ નિરાશ થઈને પરત આવે છે.

"સાહેબ મને તો આ આ અપહરણ નો મામલો લાગે છે."- રઘુએ વિચારતા કહ્યું

"હોઈ પણ શકે પરંતુ તેમને ફિરોતી માટે કોઈ કોલ આવ્યો નથી. આપણે પૂછતાછ માટે તેમના ઘરે જવું પડશે.એક કામ કર્યે ૭ વાગ્યે તેમના ઘરે જઈએ કદાચ કંઈક જાણવા મળી જાય." - ઇન્સ્પેક્ટર દવે બોલ્યા.

ઇન્સ્પેક્ટર દવે અને રઘુ સિદ્ધિ ફ્લેટ્સ પર પહોંચે છે. રવિના ઘર માં માતમ નો માહોલ છવાયેલો હતો. રાધિકા ના આશું રોકાયે રોકાય નહોતા રહ્યાં. રવિના પિતા કિશનસિંહ અને માતા લક્ષ્મી બેન મંદિર માં ભગવાન આગળ કરગરી રહ્યાં હતા. રવિ પણ ત્યાં જ સોફા પાર માથે હાથ મૂકીને બેઠો હતો. અને ત્યાં જ સામે ૨ અન્ય વ્યક્તિઓ ઉભી હતી. દરવાજો ખુલ્લો જ હતો પણ બધા સભ્યો એટલા દુઃખ માં હતા કે ઇન્સ્પેક્ટર દવે દરવાજે ઉભા હતા એ વાતની પણ કોઈ ને ખબર ના પડી.. રઘુ એ સ્હેજ અવાજ કર્યો એટલે બધા નું ધ્યાન દરવાજા તરફ દોરાયું. ઇન્સ્પેક્ટર ને જોઈને બધા સભ્યો એમની તરફ દોડી આવ્યા.

" શું થયું સાહેબ? મારો તક્ષ મળ્યો??- રાધિકાએ તરત ઇન્સ્પેક્ટર દવે પાસે દોડી જઈને પુછ્યું.

"રાધિકા બેટા સાહેબ ને અંદર તો આવવા દે."- લક્ષ્મી બેન જાપ કરતા ઉભા થઇ બોલ્યા.

ઇન્સ્પેક્ટર વ્યાસ અંદર જઈને બેસે છે.

"અમને આ કોઈ અપહરણ નો મામલો લાગે છે....શું તમને પૈસા માટે કોઈ કોલ આવ્યો?"- ઇન્સ્પેક્ટર ઘેલાણીએ બધા સભ્યો તરફ નજર
ફેરવતાં કહ્યું "

"ના સાહેબ એવો કોઈ કોલ નથી આવ્યો, અને આવે તો અમને પૈસા
આપવામાં પણ કોઈ વાંધો નથી, એ જે કહેશે એ કરીશું બસ મને મારો તક્ષ પાછો જોઈએ.... મારો તક્ષ પછી જોઈએ."- રાધિકા ધ્રુસ્કે ધ્રુસ્કે રડતા બોલી.

"રવિ શું તમારી ઓફિમાં કે ઘરનાં કોઈ પણ અન્ય સભ્યનો કોઈ
સાથે ઝઘડો કે કઈ....? - ઇન્સ્પેક્ટર દવેએ ખચકાતાં પુછ્યું.

"ના સાહેબ, અમે એકદમ સીધાં-સાંધા માણસો છીએ. કોઈ સાથે ઝઘડા નથી.હું ઓફિસે થી ઘરે અને ઘરે થી ઓફિસે. રાધિકા અને મમ્મી-પપ્પા ઘરે જ હોય છે. પપ્પા પોસ્ટ ઓફિસમાં નોકરી કરતા હતા એ રીટાયડ થયા ત્યારથી ઘરે જ છે. અને તક્ષ પણ ક્યાંય એકલો નથી જતો."- રવિએ કહ્યું

" આ કોણ છે?"- ઇન્સ્પેક્ટર વ્યાસએ પેલા ૨ અન્ય વ્યક્તિઓ તરફ નજર નાખતાં કહ્યું.

"સાહેબ આ અમારા પાડોશી છે ઊર્મિ અને શરદ.અમારા સામે વાળા ફ્લેટ માં જ રહે છે. અમારે એકદમ ઘર જેવા સંબંધો છે.જ્યારથી તક્ષ ના ગુમ થવાની ખબર પડી છે ત્યારથી અમારી સાથે જ છે."- રવિએ કહ્યું.

" સારું ઠીટ છે તો હવે અમે નીકળીશું. અમને કઈ પણ જાણવા મળશે તો અમે તમારો કોન્ટેક્ટ કરીશું. અને જો તમને ફિરોતી માટે કોઈ કોલ આવે તો તમે...."

"હા સાહેબ અમે તરત તમને ફોન કરી દઇશું."- ઇન્સ્પેક્ટર દવેનું વાક્ય પૂરું થતા પહેલા જ શરદથી બોલાઇ ગયું. ઇન્સ્પેક્ટર વ્યાસ એની સામે જોઈ રહ્યાં. શરદે તરત આંખ નીચે કરી દિધી.

ઇન્સ્પેક્ટર અને રઘુ ત્યાં થી જાય છે.

તક્ષ ને ગુમ થયે આજે બીજી રાત થઈ ગઈ હતી પણ હજી તેના કોઈ ભાળ નહોતા મળ્યા. રાધિકા પોતાના દીકરા ના વિરહ માં રાધિકાની આંખમાં આંસુ નહોતા સુકાતા. કિશનસિંહ અને લક્ષ્મીબેન મંદિર માં જ બેસી રેહતા હતા. રવિ અને શરદ પણ રસ્તે રસ્તે તક્ષને શોધી રહ્યાં હતા પણ તક્ષ ક્યાંય નહોતો.....

સમય હાથમાંથી નીકળી રહ્યો હતો...દિવસો પસાર થાય રહ્યાં હતા. આજે તક્ષ ન ગુમ થયે ૪ દિવસ થઈ ગયા હતા...પણ ના તેની કોઈ ભાળ મળી કોઈ સમાચાર. હવે તો ઇન્સ્પેક્ટર દવે પણ ચિંતા માં હતા કે ૪ દિવસ બાદ પણ ના કોઈ સબૂત ના ફિરોતી માટે કોઈ કોલ... તેમના ખબરીઓને પણ કોઈ માહિતી મળી ન હતી. તક્ષના ગાયબ થવા પાછળનું રહસ્ય વધુ ન વધુ ગાઢ થઈ રહ્યું હતું....

અમાશ ની રાત નું અંધારું રાતને એકદમ ડરામણું બનાવી રહયું હતું.... ઇન્સ્પેક્ટર દવે પર ઉપર થી પ્રેસર વધી રહયું હતું કે અચાનક... ટ્રીંગ ટ્રીંગ ટ્રીંગ ઇન્સ્પેક્ટર દવે ના ટેબલ પર પડેલા ફોનની રિંગ રણકી.

"હેલો"- ઇન્સ્પેક્ટર દવેએ ફોન કાન પર મુક્યો.

મુંબઈ પુણે હાઈવે પર એક સુમસામ જગ્યાએ ઇન્સ્પેક્ટર દવે ની જીપ અને એક કાર ઉભી રહી.... જેમાં થી રવિ અને રાધિકા બહાર નિકળ્યા. ઇન્સ્પેક્ટર દવે એ તેમને કોલ કરી ને બોલાવ્યા હતાં.સામે એક બીજી પોલીસે વેન હતી જેની જોડે ૨ પોલીસ વાળા ઉભા હતા.અને તેમના થી સહેજ દૂર હતું કોઈનું મૃત શરીર.....

રાધિકા તો આ નજારો જોઈનેત્યાં જ બેભાન થઈ ગઈ. તેને ગાડી માં બેસાડી રવિ આગળ વધ્યો. ત્યાં એક એમ્બ્યુલન્સ ઉભી હતી જેમાં થી ૪-૫ લોકો બહાર આવ્યા અને તે મૃત શરીર ને લઈ જવાની તૈયારી કરી રહ્યાં હતા. ઇન્સ્પેક્ટર દવે રવિ ને તે મૃતદેહની ઓળખ માટે જવા કહ્યું. રવિ ના લથડતાં પગ આગળ વધવાનું નામ નહોતા લેતા, એના હૃદય ના ધબકારા જાણે બંધ થવાની જ રાહ માં હતા... ઇન્સ્પેક્ટર દવે આ રવિ ને હિંમત આપી અને ત્યાં લઈ ગયા. મૃતદેહ પર નું સસફેદ કાપડ હટાવાની હિંમત રવિમાં નહોતી. રઘુ એ ધીમેથી કાપડ મોં પર થી હટાવ્યું અને આ શું......

તક્ષ........

રવિનના મોં માંથી ચીશ નીકળી ગઈ અને એ પણ ત્યાં જ બેભાન. પોતાના ૭ વર્ષ ના દીકરા ને જેણે હજી જીવન જોયું પણ નહોતું એની આટલી બેરહેમી થી હત્યા....તક્ષ ના શરીર પર‌ ચપ્પુના ઘા હતા. જેના પાર થી સ્પષ્ટ જાણ થઈ જતી હતી કે કોઈ આ તક્ષ ને ચાકુ મારી હત્યા કરી હતી.....

આ ઘટનાની બીજી સવારે જ ઇન્સ્પેક્ટર દવે કામ પર લાગી ગયા.

" રઘુ જલ્દી જા અને રવિના ઘરનાં બધાં સભ્યોની કોલ ડીટેઈલ ક્ઢાવ અને હા એક એક સભ્ય ની મને વિગતવાર માહિતી જોઈએ. કોણ ક્યારે ક્યાં જાય છે? બધા સાથે એમના સબંધ? બધું જ અને હા મેઈન એમના પાડોશી ઊર્મિ અમે શરદની પણ ડીટેઇલ્ કઢાવો."-‌ ઇન્સ્પેક્ટર દવે ફાઈલમાં કઈંક શોધતા કહ્યું

લગભગ ૩ દિવસ ની ભાગદોડ બાદ પણ ઇન્સ્પેક્ટર દવે ના હાથ માં કોઈ એવી માહિતી ના આવી કે જેના થી તક્ષના હત્યારા સુધી પહોંચાય.

"સાહેબ, રવિના ઘરનાં ના સભ્યો ના બહાર બધા સાથે ખૂબ સારા સબંધ છે. અને એમના પાડોશી પણ ખુબ સારા હોવાની જ વાત મળી છે. એમની પણ એક ૭ વર્ષ ની બાળકી છે તારા. રવિ ના ઓફિસમાં ખુબ વખાણ થાય છે. ત્યાં પણ ખુબ મહેનતુ હોવાની જ વાત મળી છે.રાધિકા અને તેના સાસુ સસરા તો આખો દિવસ ઘરમાં જ હોય છે.સાસુ એકદમ શાંત સ્વભાવના છે ,સસરા થોડી રૂઢિચુસ્ત વિચારસરણી ધરાવે છે.બધાની કોલ ડીટેઈલ પણ નોર્મલ છે." રઘુએ માહિતી આપતા કહ્યું

"ઇન્સ્પેક્ટર દવે ને મળવું છે."- કોઈએ પોલીસે સ્ટેશન માં માં એંટર થતાં કહ્યું. એ છોકરા આ ઇન્સ્પેક્ટર દવે ના હાથમાં કોઈ પાર્સલ આપ્યું અને ત્યાં થી રવાના થયો. ઇન્સ્પેક્ટર દવેએ પાર્સલ ખોલ્યું જે વાંચ્યા બાદ તરત જીપ ચાલુ કરી સિદ્ધિ ફ્લેટ્સ પાર પહોંચી ગયા પણ આ વખતે રવિના ઘરે નહિ પરંતુ તેમના પાડોશી શરદ ના ઘરે.

શરદને કોલર થી પકડી તેઓ પોલીસે સ્ટેશન લઈ આવ્યા.

"સાહેબ સાહેબ મને કેમ પકડ્યો છે?.મેં કઈ નથી કર્યું."- શરદ બોલતો રહ્યો પણ ઇન્સ્પેક્ટર એની એક વાત ના સાંભળી

"ચાલ બોલ હવે તે કેમ કરી એ નાના બાળકની હત્યા??- ઇન્સ્પેક્ટર દવેએ તેને જમીન પર પટકાતાં કહ્યું

"પણ સાહેબ હું કેમ કરું એની હત્યા એ તો મારો જ.....- કહેતાં શરદ અટકી ગયો.

" હાં! એ તારો જ દીકરો હતો. તમારું DNA રિપોર્ટ મેચ થઈ ગયો. એટલે જ તને અહીં લઈને આવ્યા છે. જે દિવસ અમે ત્યાં ઘટના સ્થળે ગયા હતા ત્યાં હું તમને જોઈ ગયો હતો, ત્યાં જ મને તમારા પર શક થઈ ગયો હતો"- ઇન્સ્પેક્ટર દવેએ કહ્યું

શરદ તૂટી પડે છે.- " કહું છું સાહેબ બધું કહું છું. હું અને રાધિકા કોલેજમાં માં સાથે હતા ત્યારથી એકબીજાને પ્રેમ કરતા હતા પણ અમારા પરિવાર વાળા આ સબંધ થી સહમત નહોતા.બવ મનાવ્યા બાદ પણ તેઓ ના માન્યા.છેલ્લી વાર અમે મળવાનું નક્કી કર્યું ત્યારે અમારા થી એક ભૂલ થઈ ગઈ.....અમે એકબીજામાં ભળી ગયા. એ અમારી છેલ્લી મુલાકાત હતી. ત્યાર બાદ પરિવાર એ નક્કી કર્યું ત્યાં અમે લગ્ન કર્યા, પણ અમારું નસીબ દેખો કે અમે બંને મુંબઈ માં એક જ ફ્લેટ માં એ પણ સામસામે જ મળી ગયા પરંતુ અમે અમારા લગ્નમાં ક્યારેય પાંછા નથી પડયા.અમારી એ છેલ્લી મુલાકાત નું પરિણામ એ આવ્યું કે રાધિકા આ તક્ષને જન્મ આપ્યો. અમે આ વાત ને નસીબ માની પોત-પોતાના જીવન માં વ્યસ્ત થઈ ગયા. આ વાત મારા અને રાધિકા વચ્ચે જ હતી કે તક્ષ અમારો દીકરો છે અને અમે ક્યારેય આ વાત કોઈ સામે પણ નથી આવવા દીધી. બધું બરાબર જ ચાલી રહ્યું હતું કે અચાનક આ સમાચાર......"

ઇન્સ્પેક્ટર દવે રઘુ અને શરદને લઇ ને ફરી સિદ્ધિ ફ્લેટ્સ માં જાય છે જ્યાં તેઓ બધા સભ્યોને ભેગા કરી ને બધી હકીકત જણાવે છે. આખું ઘર આ વાત થી જાણે ભાંગી જ પડે છે. શરદ અને રાધિકા આંખ નીચી કરી ને ઉભા હોય છે....

"પણ હત્યારો હજી બહાર જ છે અને નવાઈ ની વાત આ છે કે એ અહીં જ આપણી વચ્ચે છે." -‌ કહેતાં ઇન્સ્પેક્ટર દવે બધાં સામે તિરછી નજર નાંખે છે.

ત્યાં જ એક બહાર પોલીસ ની અન્ય ટિમ ઉભી છે એ વાતથી અજાણ ભાગવાની કોશિશ કરે છે જ્યાં બહાર પોલીસ તેને ઝડપી લે છે.

"તો બોલો કિશનસિંહ કેમ‌ કરી એક‌ બાળકની હત્યા?" - ઇન્સ્પેક્ટર દવે કિશનસિંહ નો કોલર ઝાલતા ‌બોલ્યા.

" હવે ભાગવાનો કોઈ રસ્તો નથી કિશનસિંહ"- રઘુ એ કહ્યું

લક્ષ્મીબેન, રવિ અને રાધિકા તો સુન્ન પડી ગયા હતા.....

"હા, સાહેબ મેં જ કરી છે આ હત્યા....અને સાચું કહું તો મને તેનો કોઈ અફસોસ પણ નથી. જ્યારેરે એ મારો વંશ હતો જ નહિ એના શરીર માં અમારું લોહી હતું જ નહિ તો શું ફર્ક પડે એ જીવે કે મરે...એટલે મેં જ એની હત્યા કરી દીધી."- કિશનસિંહ એકદમ ઉંચા અવાજે બોલ્યો.

"મતલબ તમને ખબર હતી કે એ રાધિકા અને શરદ નો દીકરો છે?- ઇન્સ્પેક્ટર એ પુછ્યું

" હા. એક રાત્રે શરદ અને રાધિકા વાત કરી રહ્યાં હતા તે હું સાંભળી ગયો હતો અને અટલે જ તે દિવસે સ્કૂલ થી આવતા સાથે જ હું તેને મારી સાથે આપણા જુના ફ્લેટ પર લઈ ગયો હતો અને ત્યાં જ એને......"

"તારા આ કામ‌‌ માટે તો તને હું ફાંસી નાં ફંદા પર પહોંચાડી ને રહીશ" - કહેતાં ઇન્સ્પેક્ટર દવે કિશનસિંહ ને ધસડી જાય છે.