Featured Books
શ્રેણી
શેયર કરો

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-13



( એલ્વિસ અને કિઆરા આયાનની બર્થડે પાર્ટીમાંથી કંટાળીને દરિયાકિનારે ગયા જ્યાં તે બંને એકબીજાને મળ્યાં.કિઆરા અને એલ્વિસ વચ્ચે ઘણીબધી વાતચીત થઇ.એલ્વિસે કિઆરા સમક્ષ દોસ્તીનો પ્રસ્તાવ રાખ્યો જેનો જવાબ કિઆરાએ પછી આપશે તેમ જણાવ્યું.અહીં અકીરાએ એલ્વિસની માફી માંગી અને અજયકુમારથી બચાવવા મદદ માંગી.જેમા એલ્વિસે એક પ્લાન બનાવ્યો)

પ્લાન પ્રમાણે અકીરા શુટીંગના દિવસે નેક્સ્ટ શોટ માટે રેડી હતી પણ સેટઅપ થવામાં થોડો સમય હતો એટલે તે અજયકુમારના વેનીટી વેનમાં ગઇ.
"ઓહ ડાર્લિંગ,આવ અહીં બેસ મારી પાસે."અજયકુમારે તેને જોતા જ કહ્યું.

અકીરા અજયકુમાર પાસે ગઈ અને બેસી.અજયકુમારના હાથ તેના શરીર ફરતે વિંટળાઇ ગયા.તેનો સ્પર્શ અકીરાને અકળાવતો હતો.તેણે વિચાર્યું,"બસ અજય હવે તારા આ એય્યાશીના દિવસો ખતમ."

"અજયજી,પ્લીઝ અત્યારે નહીં.મારો મેકઅપ અને હેયર ખરાબ થશે.આમપણ આ વેનીટીવેન કેટલી બોરીંગ જગ્યા છે.અજયજી,મે સાંભળ્યું છે કે તમે લોનાવાલામાં નવું ફાર્મહાઉસ લીધું છે.બતાવશો નહીં મને?"અકીરાએ પોતાના પ્લાનની પહેલી ચાલ ચાલતા કહ્યું.

"અચ્છા ડાર્લિંગ,તને મારું ફાર્મહાઉસ જોવું છે.હા,વાત તો તારી સાચી છે.ફાર્મહાઉસ ખૂબજ સુંદર છે અને તને ખબર છે કેટલું મસ્ત સ્વિમિંગ પૂલ છે.ચાલ ત્યારે આપણે બંને આજે જ મારું ફાર્મહાઉસ જોવા જઇએ.આ મુંબઇના પોલ્યુશનથી છુટકારો પણ મળી જશે."અજયકુમારે અકીરાના ધાર્યા પ્રમાણે જ કહ્યું.

"સારું તમે મને મેસેજ કરી દેજોને એડ્રેસ અને સમય હું મારી રીતે અાવી જઇશ.યુ નો સાથે જઇશું તો આ મીડિયા આપણો જીવ ખાઇ જશે."અકીરાએ કહ્યું.

"સ્માર્ટ ગર્લ,હા ચલ એડ્રેસ અને સમય તને મેસેજ કરું સાથે મારો પ્લાન પણ."આટલું કહીને અજયકુમારે અકીરા સામે આંખ મારી.

અકીરા જવાબમાં માત્ર હસી.તેણે વિચાર્યું,"એક નંબરનો મુર્ખ છે તું અજયકુમાર.હવે તો તું ગયો."અકીરા ત્યાંથી જતી રહી

તેણે એલ્વિસને મેસેજ કરીને કહ્યું સ્ટેપ વન સફળ રહ્યું.અજયકુમારે અકીરાને એડ્રેસ અને સમય મેસેજ કર્યો.અહીં અકીરા અજયકુમારના જણાવેલા સમય પર તેના ફાર્મહાઉસ પહોંચી ગઇ.ત્યાં અજયકુમાર પહેલેથી હાજર હતા.તેમનું ફાર્મહાઉસ ખૂબજ સુંદર હતું,આસપાસ ખૂબજ સરસ ગ્રિનરી અને એકદમ આહલાદક વાતાવરણ.

"અકીરા,માય ડાર્લિંગ તું આવી ગઇ."આટલું કહીને અજયકુમારે અકીરાને ગળે લગાવી તેને ચુમવાની કોશીશ કરી.
અકીરાએ તેને રોકતા કહ્યું,"અત્યારે નહીં.હું આ ટ્રાફિક અને પોલ્યુશનથી કંટાળી ગઇ છું.હું પહેલા શાવર લેવા માંગીશ."

"શ્યોર સ્વિટહાર્ટ,ત્યાંસુધી હું ડ્રિન્ક રેડી કરું.બાય ધ વે બાથરૂમમાં તારા માટે સરપ્રાઇઝ છે."અજયકુમારે કહ્યું.

અકીરા બાથરૂમમાં ગઇ તેણે શાવર લીધું અને ત્યાં પડેલું ગિફ્ટ બોક્ષ ખોલ્યુ.જેમા એક ડ્રેસ હતો જે ખૂબજ ટુંકો હતો.તે પહેરીને તે બહાર ગઇ તેના ગળામાં એક ચેઇન અને પેન્ડલ પહેરેલું હતું.તે જેવી બાથરૂમની બહાર આવી તેને આંચકો લાગ્યો કેમ કે અજયકુમાર માત્ર ટુંકી શોર્ટ્સ પહેરીને પલંગ પર બે ડ્રિન્કના ગ્લાસ લઇને બેઠેલો હતો.

"વાઉ સુપર્બ.તું જોરદાર લાગે છે.જલ્દી મારી પાસે આવ.આજે તો તે મને બહુ તડપાવ્યો."અજયકુમારે કહ્યું.

અકીરા નાછુટકે તેની પાસે જઇને બેસી.અજયકુમાર તેને ગ્લાસ આપ્યો.જે તેણે લીધો પણ પીધો નહીં.અજયકુમારે તેને પોતાની તરફ ખેંચી.
"અજયજી,તમે મને આટલું પસંદ કરો છો.તો મને વારંવાર ધમકી કેમ આપો છો કેઅગર હું તમને ખુશ નહીં કરું તો મને ફિલ્મમાંથી હટાવીને તમારા મિત્ર ઓલ ટાઇમ સ્ટાે પંકજકુમારની દિકરી ઇશીકાને લઇ લેશો.

એક વાત કહું તમે મને કાઢીને તેને લીધી હોત તો નુકશાન તમારું જ થાત કેમકે તે થોડી તમને આવીરીતે ખુશ કરત."અકીરા એલ્વિસના પ્લાન પ્રમાણે તેને પ્રશ્નો પુછી રહી હતી.

જવાબમાં અજયકુમાર ખંધુ હસીને બોલ્યાં,"અકીરા,સ્વિટહાર્ટ તું મને ગમે છે પણ તું બહુ ભાવ ખાય છે.સોરી તને આવું કહ્યું તેના માટે.રહી વાત ઇશીકાની તો દુધ જેવી ગોરી અને રૂ જેવી નરમ મારાથી ઊંમર ખૂબ નાનકડી હિરોઇન પણ અહીં આજ જ જગ્યાએ મારી બાંહોમાં હોય અગર મે ઇચ્છયું હોત તો.

મારો ચાર્મ જ એવો છે કે આ બાહોંમા આવતા ઘણીબધી હિરોઈનો પોતાની જાતને રોકી નથી શકી તો ઇશીકા શું ચીઝ છે.નાસમજ નાની છોકરી છે તે.બાય ધ વે મારી નેક્સ્ટ ફિલ્મમાં મે તેનું નામ સજેસ્ટ કર્યું છે."આટલું કહીને અજયકુમારે તેને આંખ મારી.

"એક વાત પુછું?આ બધું તમારા વાઇફને ખબર છે?"અકીરાએ પુછ્યું.

"એ મુર્ખ સ્ત્રી,પોતાની જાતને આધુનિક ગણાવે છે સ્માર્ટ ગણાવે છે પણ અત્યાર સુધી તેને આ બધાંની ભનક પણ નથી પડી.ચલ હવે મારો ઇન્ટરવ્યુ લેવાનો બંધ કર અને અહીં આવ."અજયકુમારે કહ્યું.

"અજયજી,પ્લીઝ નહીં.છોડો મને."અકીરા પોતાની પર જબરદસ્તી કરી રહેલા અજયકુમારને દુર કરવાની કોશીશ કરી રહી હતી.

તેટલાંમાં જ કોઇએ અજયકુમારનો ખભો ખેંચીને તેને સટ્ટાક કરતા બે લાફા માર્યા.અજયકુમાર હેબતાઇ ગયા.તેણે સામે જોયું તો સામે તેમની પત્ની ,પંકજકુમાર ,પ્રોડ્યુસર હર્ષવદન ,એલ્વિસ,વિન્સેન્ટ અને નીચું માથું કરીને ડાયરેક્ટર ઊભો હતો.એલ્વિસના હાથમાં એક આઇપેડ હતું.જેમા લાઇવ રેકોર્ડિંગ દેખાઇ રહ્યું હતું.

"નાલાયક માણસ,મારા આટલા વર્ષોનો પ્રેમ અને સાથનો તે આ બદલો આપ્યો મને.જ્યારે તું માત્ર રસ્તે રઝળતો અજય હતો.ત્યારથી મે તને સાથ આપ્યો હતો.તારી આ સફળતામાં મારું પણ બલીદાન અને સહયોગ સામેલ છે.

આજે જ્યારે મને એલ્વિસનો ફોન આવ્યોને ત્યારે મને વિશ્વાસ ના આવ્યો.તેણે મને કહ્યું કે તે સાબિત કરીને બતાવશે.ત્યારે મે તેને શું કહ્યું ખબર છે? કે એલ્વિસ અગર તું આ વાત સાબિત ના કરી શક્યોને તો આ ઇન્ડસ્ટ્રીમાં આ તારો છેલ્લો દિવસ હશે.તું આ ઇન્ડસ્ટ્રી છોડી દઇશ અને તે રાજીખુશી માની ગયો.

અત્યારે સત્ય મારી સામે છે.આ અકીરાના ગળામાં જે લોકેટ છે તેમાં કેમેરા લાગેલા છે.આખા રસ્તે હું પ્રાર્થના કરતી હતી કે મારો વિશ્વાસ જીતે અને એલ હારે.હું જાઉં છું અજય તને છોડીને એ પણ હંમેશાં માટે.ડિવોર્સ પેપર્સ તને જલ્દી જ મળી જશે.અગર તું ઇચ્છતો હોય કે તારી ઇજ્જત તારા ફેન્સ વચ્ચે બની રહે તો ચુપચાપ સાઇન કરી દેજે."આટલું કહીને અજયકુમારની પત્ની જતી રહી.

અજયકુમાર આ બધું શું થઇ ગયું તે સમજી નહતો શકતો.તે બઘવાઇ ગયો હતો.તેણે ગુસ્સામાં એલ્વિસનો કોલર પકડ્યો.

"એલ,તે મારું લગ્નજીવન ભંગાવ્યુ છે.હું તને નહીં છોડું."અજયકુમાર કઇ આગળ બોલે તે પહેલા તેના મોંઢા પર બે મુક્કા પડ્યાં.તે અજયકુમારના ખાસ મિત્ર પંકજે માર્યા હતા.તેણે અજયકુમારને ખૂબજ માર્યો.તેના મોંઢામાંથી લોહી નિકળવા લાગ્યું.

"તે આજે બેશરમીની તમામ હદ પાર કરી.ઇશીકા તારી દિકરીની ઊંમરની છે.હા તેને એકટ્રેસ બનવું છે પણ પોતાના ટેલેન્ટના દમ પર.ના કે તારી સાથે સુઇને.ખબરદાર તે મારી દિકરી સામે આંખ ઉઠાવીને જોયું છે તો."પંકજ કુમાર આટલું કહીને તેની સાથે દોસ્તી તોડીને જતા રહ્યા.

પ્રોડ્યુસર હર્ષવદને તેને અને ડાયરેક્ટરને અકીરાનો ફાયદો ઉઠાવવા અને તેની સામે આવી ગંદી શરત રાખવા માટે તેમને ઠપકો આપ્યો સાથે તેમને ફિલ્મમાંથી કાઢ્યા.

"હર્ષવદન અંકલ,મારી રિકવેસ્ટ છે કે અજયકુમાર અને ડાયરેક્ટરને આ ફિલ્મમાંથી ના કાઢવામા આવે કેમ કે આ ફિલ્મ પર હજારો લોકોની રોજીરોટી ટકેલી છે અને તમારા ઘણાબધા રૂપિયા પણ.હવે આ બંનેમાં તાકાત નથી કે આવું કશુંજ પણ કરે કેમકે હવે તેમણે આવું કરવાની કોશીશ કરીને તો આ વીડીયો હું ઇન્ટરનેટ પર વાયરલ કરી દઇશ."એલ્વિસે કહ્યું.

હર્ષવદનજીએ હકારમાં માથું હલાવ્યું અને ત્યાંથી જતાં રહ્યા.ડાયરેક્ટર તેમની પાછળ ગયા તેમને સોરી કહેવા.અકીરાએ તે લોકેટ કાઢ્યું અને બાથરૂમમાં જઇને કપડાં બદલીને આવી.

"અજયકુમારજી,ક્યારેય કોઇનીમજબુરીનો ફાયદો ના ઉઠાવવો જોઇએ કેમકે ઉપરવાળો બધું જ જોવે છે.તે જેવા સાથે તેવું જરૂર કરે છે.એલ્વિસ સર-વિન્સેન્ટ સર,તમારો ઉપકાર તો હું ક્યારેય નહીં ચુકવી શકું.આભાર."આટલું કહીને અકીરા ત્યાંથી જતી રહી.
તેણે મનોમન ખુશ થતાં વિચાર્યું,"હાશ,અજયકુમાર નામનો કાંટો હટી ગયો.હવે આ તન અને મન માત્ર મારા એલ ડાર્લિંગના જ છે.હું તેને પામીને જ રહીશ."
તે ત્યાંથી જતી રહી.

"એલ્વિસ-વિન્સેન્ટ,અત્યારે અા જીત પર ખુશ ના થતાં કેમકે તમે મારી સાથે ખૂબજ ખરાબ કર્યું છે.મારું લગ્નજીવન બરબાદ કરી નાખ્યું.હર્ષવદન સામેમારી ઇમેજખરાબ કરી, પકંજની અને મારી દોસ્તી તોડી.તને પણ તારો સાચો પ્રેમ ક્યારેય નહીં મળે.તું પણ તડપીશ."અજયકુમારે કહ્યું.

"હેય વિન્સેન્ટ,લુક આ મને બદ્દુવા આપે છે.તું તારું ચારિત્ર જો પહેલા.કેટલી યુવતીના સપના તે બરબાદ કર્યા હશે?કેટલી યુવતીની ઇજ્જત લુંટી હશે?જા હજીસમય આપું છું.સુધરી જા નહીંતર ભીખ માંગવાનો સમય અાવશે.

હેય વિન્સેન્ટ,એક નાનકડી સજા હું તેને આપું?તેણે મારા પર ખોટો રેપનો આરોપ મુકવાનો પ્લાન બનાવ્યો હતો તો નાની સજા મારે પણ આપવી જોઇએને?"એલ્વિસે કહ્યું.

"હા,એ વાત સાચી."વિન્સેન્ટ બોલ્યો.

"એક કામ કર.તું તેને પકડીને રાખ.હું આવું બે મિનિટ."આટલું કહી એલ્વિસે અજયકુમારના અહીં જે થોડાક કપડાં હતા તે સળગાવી નાખ્યા.તેનો મોબાઇલ તોડી નાખ્યો અને ગાડીની ચાવી તોડી નાખી.

"બચ્ચું,એલ્વિસ સાથે નહીં ઉલજવાનું.હવે જા આ નાનકડી શોર્ટ્સ પહેરીને ચાલતો ચાલતો ઘરે.અથવા કોઈની લિફ્ટ લઇ લેજે કે લે આ બસનું ભાડું અડધા કલાક પછીની છે જે તારા ઘર પાસે જ તને ઉતારશે.ગુડબાય ફરીથી મારી સાથે પંગો ના લેતો અને હા સ્ત્રીઓની ઇજ્જત કરતા શીખ.તે દેવી હોય છે અને તે ખરેખર મહાન છે.હેય વિન્સેન્ટ ચલ જઇએ."આટલું કહીને એલ્વિસ જતો રહ્યો.

બરબાદ થઇને સાવ લુંટાઇ ગયેલો અજયકુમાર ગુસ્સામાં કાંપી રહ્યો હતો.તેની પાસે પહેરવા માટે કપડાં નહતા,ફોન કે ગાડી કશુંજ નહીં.તેની આંખમાં ગુસ્સો આંસુ સ્વરૂપે આવી ગયો.

શું બરબાદ થયેલો અજયકુમાર એલ્વિસ સાથે બદલો લેશે?
અકીરાનો નેક્સ્ટ પ્લાન શું હશે?
એલ અને કિઆરાની મુલાકાતમાં શું ધમાલ થશે?
જાણવા વાંચતા રહો.વાર્તા પસંદ આવે તો પ્રતિભાવ જરૂર આપજો.