Featured Books
શ્રેણી
શેયર કરો

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-14


(એલ્વિસના પ્લાન પ્રમાણે અકીરાએ અજયકુમારને તેના નવા ફાર્મહાઉસ પર લઇ જવા કહ્યું.ત્યાં અકીરાએ વાતવાતમાં અજયકુમારના મોઢે તેનું સત્ય બોલવડાવ્યું જે અકીરાના ગળાના પેન્ડલમા લાગેલા કેમેરા વળે અજયકુમારની પત્ની ,અજયકુમારનો સ્ટારમિત્ર પંકજકુમાર અને હર્ષવદને જોયું.અજયકુમારની પત્નીએ તેને તલાક આપવાનું કહી સંબંધ તોડી નાખ્યો અને પંકજકુમારે તેને પોતાની દિકરીથી દુર રહેવા કહ્યું.અકીરા ખુશ થઇ કે તેના રસ્તાનો મોટો કાંટો દુર થયો.)

અકીરા ખૂબજ ખુશ હતી.તે પોતાના ઘરે આવીને તેની મમ્મી ગળે વળગી ગઇ અને નાચવા લાગી.

"અરે વાહ! શું વાત છે આજે મારી દિકરી આટલી ખુશ કેમ છે?"મધુબાલાએ કહ્યું.

"મમ્મી,અજયકુમાર નામનો કાંટો મારા રસ્તામાંથી હંમેશાં માટે હટી ગયો.આજ પછી તે ક્યારેય મારા શરીર પર પોતાનો અધિકાર નહીં જમાવી શકે.આ તન અને મન હવે માત્ર એલ્વિસને જ સોંપીશ."આટલું કહીને અકીરાએ આજે બનેલી સમગ્ર ઘટના કહી.જે સાંભળીને મધુબાલાને આશ્ચર્ય પણ થયું અને તેને ખૂબજ હસવું પણ આવ્યું.

"વાહ,કહેવું પડે આ એલ્વિસ તો ખૂબજ સ્માર્ટ છે.બચીને રહેજે બેબી ક્યાંક તારો વારો ના આવી જાય."મધુબાલાએ કહ્યું.

"તું ચિંતા ના કર મમ્મી.હું હવે એલ્વિસને ઓળખી ગઇ છું અને તેને ગમે છે તે પ્રમાણે જ વર્તીશ અને તેની ગુડ લિસ્ટમાં આવીશ પહેલા તેની દોસ્ત બનીશ અને પછી તેની પત્ની.એકવાર તેની પત્ની બની ગઇને પછી હું કરોડોની મિલકતની માલકિન અને એક ડેશિંગ સુપરસ્ટારની વાઇફ.મમ્મી,હું રાતોરાત સેલિબ્રીટી બની જઈશ."અકીરાએ હસતા હસતા કહ્યું.

"હા,અને પછી આપણા સ્ટ્રગલના દિવસો પુરા થશે.આપણે એક બહેતર જીવન જીવીશું.મને તારા પર ગર્વ છે મારી દિકરી.તું મારા કરતા પણ સ્માર્ટ છે." મધુબાલાએ પોતાની દિકરીનું કપાળ ચુમ્યું.

*******

અહીં એલ્વિસ અને વિન્સેન્ટ અજયકુમારની ઇજ્જતની ઢોલક વગાળીને ઘરે જઇ રહ્યા હતાં.તે લોકો હજી સુધી હસવાનું રોકી નહતા શક્યાં.તેમની નજર સમક્ષ વારંવાર માત્ર શોર્ટ્સમાં ઊભેલો અજયકુમાર આવી જતો અને તેમનું હસવાનું ફરીથી શરૂ થઇ જતું.

"એલ,અજયકુમાર સાથે જે થયું તે એકદમ બરાબર હતું પણ તેનાથી સાવધાન રહેવું પડશે તે ઘાયલ સિંહની જેમ આપણા પર હુમલો ના કરે."વિન્સેન્ટે આશંકા વ્યક્ત કરી.

"હા વિન્સેન્ટ,તે શાંત નહીં બેસે કઇંક તો જરૂર કરશે.મે પહેલાથી જ તેના પર નજર રાખવાની વ્યવસ્થા કરાવી છે."એલ્વિસે કહ્યું.

તેટલાંમાં વિન્સેન્ટને એક ફોન આવ્યો.ફોન પર વાત કર્યા પછી વિન્સેન્ટે ખુશ થઇને કહ્યું,"એલ્વિસ,ગુડ ન્યુઝ છે.લાઇબ્રેરી તૈયાર થઇ ગઇ છે.આપણે ઇન્ડિયા બહારથી જે બુક્સ મંગાવી હતી તે આવી ગઇ છે.મોસ્ટ ઓફ બુક ઓથર સાઇન્ડ કોપી છે અને જે ઓથર હયાત નથી તેમની જુનામાં જુની કોપી મેળવી લીધી છે.ફોરેન્સિક સાયન્સ અને ક્રીમીનોલોજી પર પણ ઢગલાબંધ બુક્સ આવી ગઇ છે.તું કિઆરાને હવે બોલાવી શકે છે.બાય ધ વે.ખૂબજ સારા પ્રમાણમાં ખર્ચો થયો છે.તારા આ મેડમ તો ખૂબજ ખર્ચાળ સાબિત થઇ રહ્યા છે."વિન્સેન્ટે કહ્યું.

"આટલી બધી સંપત્તિ શું કામની કે જે મારા પ્રેમને ખુશ ના કરી શકે.હું તો બસ આ લાઇબ્રેરી જોતા સમયે તેના ચહેરા પર આવેલી ખુશી જોવા માંગુ છું.તેના ચહેરા પરની એક સ્માઇલ જ કાફી છે."એલ્વિસે કહ્યું.

ઘરે પહોંચીને પોતાના બેડરૂમમાં જઇને કપડાં બદલી તેના બેડ પર આડો પડ્યો.તેણે કિઆરાને ફોન કરવાનું વિચાર્યું પણ ખૂબજ લેટ થઇ ગયું હતું.તેથી તેણે વિન્સેન્ટને કિઆરાને મેસેજ કરવા કહ્યું હતું અને તેને કાલે સાંજે છ વાગે બોલાવવા કહ્યું હતું.તેણે મેસેજમાં લખવા કહ્યું હતું કે તે પોતે તેને લેવા આવશે.વિન્સેન્ટે તે મેસેજ કરી દીધો હતો જેમા કિઆરાએ ઓ.કે પણ કહી દીધું હતું.

બસ વિન્સેન્ટે મેસેજ કરવામાં એક નાનકડી સરખી ભુલ કરી દીધી એ.એમ અને પી.એમ લખવામાં.જે આવતીકાલે ખૂબજ ધમાલ મચાવવાની હતી અને કિઅારા-એલના જીવનમાં બદલાવ લાવવાની હતી.

બીજા દિવસની સોનેરી સવાર પડવામાં હજી સમય હતો.સુર્યદેવતા તેમના રથ પર સવાર થઇને હજી આવવાના જ હતા.સવારમાં પાંચ વાગ્યામાં કિઆરાએ પોતાના મોબાઇલમાંના કર્કશ એલાર્મને બંધ કર્યો.માંડ માંડ આંખો ખોલી અને બાથરૂમમાં ગઇ.આજે જાનકીદેવી ઉઠાડવા આવે તે પહેલા તે ઉઠી પણ ગઇ અને નાહી ધોઇને તૈયાર થઇ ગઇ.

તેણે બ્લુ જીન્સ અને તેની ઉપર લાંબી બાયનું ટીર્શટ પહેર્યું હતું.તેના થોડા લાંબા થયેલા વાળને ખુલ્લા રાખ્યાં.હાથમાં તેની ફેવરિટ વોચ,ગળામાં તે પેન્ડલ અને કાનમાં તે જ ઇયરરીંગ બસ કોઇ મેકઅપ નહીં કે કોઇ વધારોનો દેખાડો નહીં.

તે તૈયાર થઇ ગઇ હતી.તેના કુદરતી ગુલાબી હોઠ ખુબજ કોમળ અને સુંદર હતાં.તેની આંખો તેના ચહેરાને વધુ સુંદર બનાવતી.આટલા સાદા કપડાં પહેરીને અને મેકઅપ કર્યા વગર પણ તે સ્વર્ગની અપ્સરા જેવી લાગતી હતી.તેણે તેની કોલેજબેગ લીધી અને નીચે આવી.

તેને આટલી જલ્દી તેને તૈયાર થઇને કોલેજ જતા જોઇ જાનકીદેવી આશ્ચર્ય પામ્યાં.કિઆરાએ જાનકીદેવીના ચરણસ્પર્શ કર્યા.

"શું વાત છે?મારી પરી આટલી જલ્દી તૈયાર થઇને ક્યાં ચાલી?"જાનકીદેવીએ આશિર્વાદ આપતા પુછ્યું.

કિઆરા બે મિનિટ વિચારમાં પડી ગઇ અને બોલી,"દાદી,મારી એક ફ્રેન્ડના ઘરે જઉં છું."

"અહાનાના ઘરે?"

"ના,આ ફ્રેન્ડ કોલેજની નથી.તે મને લાઇબ્રેરીમાં મળી હતી.તેના ઘરે ખૂબજ સરસ લાઇબ્રેરી છે તો તે જોવા જઉં છું.ત્યાંથી જ કોલેજ જઇશ."કિઆરાએ આજે દાદી આગળ પહેલી વાર ખોટું બોલ્યું.

લગભગ પોણા છની આસપાસ તે તેના ઘરના ગેટ પાસે આવીને ઊભી રહી.સવા છ...સાડા છ પણ કોઈ આવ્યું નહીં.તેને ખૂબજ ગુસ્સો આવ્યો.

"સમજે છે શું તે?અમારા સમયની કોઇ કિંમત નથી?હું સમજાવીશ આજે મારા સમયની કિંમત."તે મનોમન બોલી.તેણે ટેક્સી બોલાવી, તેણે ટેક્સીવાળાને એડ્રેસ કહ્યું અને તેમા બેસી ગઇ.

અહીં કિઆરાને મળવાના ઉત્સાહમાં એલ્વિસ પુરી રાત ઊંઘી ના શક્યો.તે આજે સવારે પાંચ વાગ્યામાં ઊઠીને પોતાના સ્ટાફને જાતે આજે શું કરવાનું છે તે સુચના આપી.

તેણે પુરા ઘરને સાંજ સુધીમાં ખુબજ સુંદર રીતે સજાવવા કહ્યું.સ્પેશિયલ ફુલો મંગાવ્યાં જે સાંજ સુધીમાં પુરા ઘર અને લાઇબ્રેરીમાં સજી જવાના હતાં.મીનામાસીને સવારથી મોડે સુધી રોકાવવા કહ્યું હતું.આજે તેણે શેફની પુરી એક ટીમ બોલાવી હતી.

એલ્વિસ શુદ્ધ શાકાહારી હતો.તે હોટેસ્ટ એન્ડ સેક્સીએસ્ટ વિગન સ્ટાર્સમાં ટોપ થ્રીમાં હતો.તેણે પોતાના શેફને અલગ અલગ ઇન્ડિયન ,ઇટાલિયન અને મેક્સિકન ડિશીશ બનાવવા કહ્યું.સાંજ માટે તેણે સ્પેશિયલ મેનુ જાતે નક્કી કર્યું.પુરા ઘરમાં સુંગધીત મિણબતીઓ લગાવવા અને ઘણુંબધું તેણે નક્કી કરી દીધું.

આજે સાંજે તેની સપનાની રાણી અને આ ઘરની થવાવાળી માલકિન કિઆરા આવવાની હતી.જીમમાં થોડીક વાર કસરત કરીને તે તેના ઘરમાં અંદર આવેલા સ્વિમિંગ પુલમાં ચીલ કરી રહ્યો હતો.તેણે તેનું ફેવરિટ રોમેન્ટિક મ્યુઝીક લગાવ્યું અને આજે ડ્રિંક કરવાની જગ્યાએ ઓરેન્જ જ્યુસની મજા માણતા રિલેક્ષ થઇ રહ્યો હતો.

અહીં કિઆરા ટેક્સીમાં બેસીને નિકળી ગઇ હતી.ટેક્સી એલ્વિસના ઘરની બહાર આવીને ઊભી રહી.તેણે ટેક્સીવાળાને રૂપિયા આપ્યા.તેનું અચાનક ધ્યાન ગયું કે તે તેનો ફોન ઘરે ભુલી ગઇ છે.તે એલ્વિસના ઘરના ગેટ પાસે આવી.સિક્યુરિટીએ પુછ્યું,"હા મેડમ,ક્યાં કામ હૈ?"

"મારે એલને મળવું છે."કિઆરાએ કહ્યું.

"એસે કોઇભી આ જાતા હૈ.હમારે સર બહોત બડે સુપરસ્ટાર હૈ.તુમ્હારે જૈસી બહોત સારી લડકીયા આતી હૈ મિલને કે લીયે.ચલો જાઓ પરેશાન મત કરો."સિક્યુરિટીએ કહ્યું.

"એ હેલો,હું પાગલ ફેન નથી.મને એલ્વિસે ઇન્વાઇટ કરી છે. તમને વિશ્વાસ ના આવતો હોય તો ફોન કરીને પુછી જુવો."કિઆરાએ પોતાના ગુસ્સાને કાબુ કરવાની કોશીશ કરતા કહ્યું.

"ચલો જાઓ યહાં સે.મે ઇતની છોટી બાતો કે લીએ સરકો પરેશાન કરુંગા તો મેરી નોકરી જાયેગી."સિક્યુરિટી બોલ્યો.

"વાહ,એલ્વિસ બેન્જામિન એક તો મને સવારે છ વાગે બોલાવી.પાંચ વાગ્યાની ઊઠીને હું તમારી રાહ જોઉં છું અને તમારો સિક્યુરિટી મને અંદર પણ નથી જવા દેતો.વાહ,ખૂબ સરસ સ્વાગત કર્યું મારું.લાઇબ્રેરી બતાવવી જ નહતી તો બોલાવી કેમ?આટલું અપમાન કેમ કરાવ્યું?આ સવાલનો જવાબ લીધાં વગર હું અહીંથી નહીં જઉં."કિઆરા સ્વગત બબડી.

"સિક્યુરિટી વાલે અંકલ વો દેખો વહા પે કોઇ હૈ."આટલું કહીને કિઆરાએ સિક્યુરિટીનું ધ્યાન ભટકાવ્યું અને તેને એક લાત મારીને નીચે પાડી દીધો.

"ભાગ કિઆરા."આટલું પોતાને જાતને કહીને કિઆરા અંદર ભાગી બીજા બે સિક્યુરિટી ગાર્ડે આવીને તેને રોકવાની કોશીશ કરી તે લોકો પણ તેના હાથના મુક્કા ખાઇને પડી ગયાં.મુખ્ય સિક્યુરિટી ગાર્ડે બંગલામાં અંદર હાઉસ મેનેજરને ફોન કરીને સુચના અાપી કે એક ખતરનાક છોકરી તેમના પર અચાનક હુમલો કરીને અંદર ધુસી ગઇ છે.તે લોકો કઇ કરે કે વિચારે તે પહેલા તે છોકરીએ તેમને માર્યું અને અંદર ભાગી ગઇ.

સિક્યુરિટી ગાર્ડ ગન લઇને અંદર ગયાં.અહીં બરાબર તે જ સમયે મીનામાસી એલ્વિસનો રૂમ ઠિક કરવા ગયાં.નીચે હાઉસ મેનેજર,બે નોકરો અને મહારાજ આટલા લોકો કિઆરાને પકડવા બહાર દરવાજા પાસે આવી ગયાં.કિઆરા દોડતી દોડતી અંદર તો આવી પણ સામે આટલા લોકોની ફોજ જોઇને બે મિનિટ ઊભી રહી ગઇ.થોડીક વારમાં સિક્યુરિટી પણ ગન લઇને અંદર આવી ગયા.

"એય છોકરી,સીધી રીતે નિકળ અહીંથી નહીંતર અમારી પાસે ગન છે."સિક્યુરિટી ગાર્ડે કિઆરા સામે ગન તાકતા કહ્યું.કિઆરા હવે શાંતિથી ઊભી રહી ગઇ શું કરવું તે વિચારતા.

તેણે કહ્યું,"જુવો હું કોઇ અપરાધી નથી કે મારી સામે આમ ગન તાકો.મારા ચાચુ પોલીસ ઓફિસર છે.ગન મુકો નહીંતર અંદર કરાવી દઇશ."કિઆરાએ ધમકી આપતા કહ્યું.

"જોવો મેડમ,શાંતિથી ઘરની બહાર નિકળી જાઓ."હાઉસ મેનેજરે કહ્યું.

"એલ્વિસને મળ્યાં વગર તો નહીં જ જઉં.એક ચેલેન્જ આપું છું મને પકડી બતાવો.જો તમે મને પકડી લીધી તો ઊંચકીને મને ઘરની બહાર ફેંકી દેજો નહીંતર શાંતિથી મને એલ્વિસને મળવા જવા દેજો.ચેલેન્જ કેચમી ઇફ યુ કેન."કિઆરાએ ગુસ્સામાં કહ્યું.

"ચેલેન્જ એક્સેપ્ટેડ,સિક્યુરિટી કેચ હર એન્ડ થ્રો હર આઉટ ઓફ ધ હાઉસ."હાઉસ મેનેજરે કહ્યું.

કિઆરાનો એલ્વિસના ઘરમાં પહેલો દિવસ શું શું વધારે ધમાલ લાવશે?
સિક્યુરિટી ગાર્ડ,નોકરો અને હાઉસ મેનેજરનો સામનો કરીને કિઆરા એલ્વિસને મળી શકશે?
આ બધા ગડબડનું કારણ જાણ્યાં પછી એલ્વિસ શું કરશે?

જાણવા વાંચતા રહો.