રુદરીયો બ્રાહ્મણ અને રુદ્રમાળ - 1 કાળુજી મફાજી રાજપુત દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રુદરીયો બ્રાહ્મણ અને રુદ્રમાળ - 1

આ વાત દસમી સદીની છે રુદ્રમાળ ની સ્થાપના ની પૌરાણિક કથા જે નું મુહૂર્ત રુદરીયા બ્રાહ્મણે આપ્યું વાર્તાની અંત સુધી વાંચજો બહુ મજાની વાર્તા છે .

એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી સિધ્ધપુર નામક નગરીમાં રહેતા હતા એક વખત બંને નદીકાંઠે આવેલી વાવમાં પાણી ભરવા જઈ રહ્યા હતા. વાવની કાંઠે એક મોટુ વડલાનું વૃક્ષ હતું તે વિશાળકાય ફેલાયેલું હતું એટલે આખી વાવ માં તેનો છાયડો ફેલાઈ રહ્યો હતો .

પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી ઉઠી હતી. સવારનો પહોર હતો પક્ષીઓનો કલબલાટ સંભળાઈ રહ્યો હતો પેલા વડના વૃક્ષ ઉપર બેઠેલો મોર ટહુકા મારી રહ્યો હતો. ગોવાળો ગાયોનું ધણ લઈને જંગલ તરફ ગાયો ચારવા જઈ રહ્યા હતા.

ઘરોમાંથી વલોણા ઘમર -ઘમર આવતો અવાજ જાણે હૃદયને સ્પર્શ કરી જાય આવી રૂડી સિધ્ધપુર નગરી એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી પાણી ભરવા જઈ રહ્યા હતા વડલાના વૃક્ષ પર‌ બેઠેલા એક ગીધ અને એક માદા ગીધ બેઠા હતા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને જણ વાત કરતા કરતા જતા હતા . એટલામાં તો બ્રાહ્મણ બોલયો:... એલા ...વડલા ઉપર બેઠેલો ગીધ માદા ગીધ એમ બોલી રહ્યું છે. કે જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે યુદ્ધમાં દુર્યોધનનો હાથ કપાયેલો એ હાથ તેના પર નું 62 મણ સોનાનું માદળિયું હું કુરુક્ષેત્રમાં થી લઈને આ વડલા ની ડાળી ઉપર બેઠો અને ડાળી મરડાવાથી તે હાથ માદળીયા સહિત આ વાવમાં પડ્યો જો કોઈ મારા કહેવા પ્રમાણે આ વાવનું પાણી કાઢી લે તો તે સોનાનું માદળિયું તેને અવશ્ય મળે

બ્રાહ્મણની આ બધી વાત સાંભળીને બ્રાહ્મણી હસીને બોલી તમે... શું... ગાન્ડા જેવી વાત કરો છો? પ્રશ્ન કરતાં તેને કહ્યું ? ....બ્રાહ્મણે સ્મિત આપતા કહ્યું તમે મને હજી ક્યાં ઓળખો છો ? બ્રાહ્મણે પણ પાછો પ્રશ્ન કર્યો?....... બ્રાહ્મણી હવે ___પાછી જોર-જોરથી હસવા લાગી .. એને .. બોલી..ભૂદેવ .. આ વાત મને કરી એટલી ઘણી બીજા કોઈને કહેશો..
તો ‌... આમ સમજશે કે.. ગોર મહારાજ ગાન્ડા થયા છે .. ફરીથી એ ખડખડાટ હસવા લાગી ખરેખર બ્રાહ્મણ પશુ પક્ષીની વાતો સમજી શકતો હતો
પરંતુ તેની પત્નીને આ બધો મજાક લાગ્યો .

બ્રાહ્મણે પણ વાતની જતી કરી પણ તેમની બંને ની વાત એક દૂતીમાળેણ સાંભળી લીધી તે તેમની પડોશમાં જ રહેતી હતી એને સ્પષ્ટ કહી સંભળાવ્યું ન હતુ. એટલે આ વાત એ જાણવા ઈચ્છતી હતી.
તેને બ્રાહ્મણી ને કયું વાવ પાસે આજતો ઘણા હસતા હતા.
બ્રાહ્મણી હસતા હસતા કહ્યું: એ તો એ ગાન્ડા જેવી વાત કરતા હતા એટલે હસવું આવ્યું તેને પ્રશ્ન? વાચક
આંખોથી પૂછ્યું શી ..વાત હતી.? કહેવત છે... ને " સ્ત્રીઓને વાત હજમ ન થાય " ગમે એટલું તમે ના કહેવાનું કહો ક્યાંકને ક્યાંક એમને મોઢાથી વાતો નીકળી જાય
આ ઘટનામાં પણ આવું જ બન્યું બ્રાહ્મણીને જણાવેલી સઘળી વાત દુતીમાળેણ જણાવી દીધી.

દુતીમાળેણ વાત સાંભળીને ઘણી ખુશ થઈ ગઈ તેણે રાજ દરબારમાં જવાનું નક્કી કર્યું વહેલી સવારે તે દરબારમાં પહોંચી જ્યાં મહારાજસિધ્ધરાજ સોલંકી શિવજીની પૂજા કરતા હતા. દરબાર માં જતા તેને સૈનિકે અટકાવી અને પૂછ્યું .. શા માટે આવી છે ?અહી શું કામ છે? તારે .. ત્યારે ..દુતીમાળેણ બોલી ...મારેમહારાજને મળવું છે . તેણે કહ્યું મહારાજ પૂજા કરી રહ્યા છે તે થોડી વારમાં દરબાર માં આવશે તેને થોડી રાહ જોવાનું કહ્યું જ્યારે દરબાર ભરાયો દુતીમાળેણ હાજર કરવામાં આવી

મહારાજ બોલ્યા:.. બોલ શું ફરિયાદ છે ?તારી

દુતીમાળેણ બોલી... મહારાજ આપની દયા થી પરમ કૃપાળુ પરમેશ્વરની દયાથી બધાય સારા વાના છે પરંતુ મહારાજ ...

મહારાજ બોલ્યા... પરંતુ શું?

દુતીમાળેણ બોલી :.. ધ્રૂજતા અવાજે મહારાજ... હું તમને એક વાત જણાવવા આવી છુ.

મહારાજ બોલ્યા.. તું નિર્ભય થઈને વાત કર શી વાત છે?

દુતીમાળેણ બોલી.... મહારાજ હું આપણી નગર પાસે આવેલી વાવમાં આજે સવારે પાણી ભરવા જઈ રહી હતી ત્યારે મેં બ્રાહ્મણ અને બ્રાહ્મણી વાત સાંભળી.. ...બ્રાહ્મણ-બ્રાહ્મણીને કહી રહ્યો હતો.
એલા ...વડલા ઉપર બેઠેલો ગીધ માદા ગીધ એમ બોલી રહ્યું છે. કે જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે યુદ્ધમાં દુર્યોધનનો હાથ કપાયેલો એ હાથ તેના પર નું 62 મણ સોનાનું માદળિયું હું કુરુક્ષેત્રમાં થી લઈને આ વડલા ની ડાળી ઉપર બેઠો અને ડાળી મરડાવાથી તે હાથ માદળીયા સહિત આ વાવમાં પડ્યો જો કોઈ મારા કહેવા પ્રમાણે આ વાવનું પાણી કાઢી લે તો તે સોનાનું માદળિયું તેને અવશ્ય મળે સઘળી વાત મહારાજને કરી

પહેલા તો મહારાજને પણ વિશ્વાસ ન આવ્યો પણ તેમના મનમાં થયું એકવાર એલા બ્રાહ્મણને બોલાવીને
તેની સઘળી વાત સાંભળુ

મહારાજ બોલ્યા.... આ મહિલાને ૧૦૧ સોનામહોર હું ભેટમાં આપું છું

દુતીમાળેણ મહારાજ નો આભાર માન્યો તે તો રાજી રોળ થઈ ગઈ તેનું તો કામ થઈ ગયું સાથે સાથે ભેટ પણ મળી ગઈ તે તો રાજી રાજી ઘરે આવી.


અનુસરે ભાગ-૨ માં
લેખક કાળુજી મફાજી રાજપુત
ફોન નં 9081294286