● CHAPTER NO. : 04
● CHANGES
રાત્રે પોતાના મિત્રની યાદ આવતા છોકરો રડવા લાગ્યો. ત્યારે પિતાએ તેને પોતાના બેડરૂમમાં જઈને સુઈ જવાનું કહ્યું. પણ તેને ઉંઘ ન આવી. તેને હોલમાંથી ધીમો ધીમો અવાજ આવતો હતો પણ કઈ સમજાતું ન હતું. તે અવાજ તેના પિતાનો હતો જે ફોન ઉપર કોઈની સાથે વાત કરી રહ્યા હતા. પણ શું વાત કરી રહ્યા હતા તે તેને બરાબર સંભળાતુ અને સમજાતુ ન હતું. જો કે તેને એ પણ સમજાતું ન હતું કે સર એલેક્ઝાડર પટેલની વાર્તાનો સબંધ સ્કૂલમાંથી આપેલા તેના પ્રશ્નથી કેવી રીતે છે ? છોકરાને સમજાતું ન હતું કે તેના પિતા તેને એ વાર્તા શા માટે સંભળાવતા હતા ? કારણ કે તેને જોડાણ જ ખબર નથી ! આ વાર્તા દ્વારા તેના પિતા તેને શું કહેવા માગે છે તે પણ તેને ખબર ન હતી. આ પ્રશ્નોના જવાબો તેને તેના પિતા પાસે જ મળશે , પણ ક્યારે ! આ બધું વિચારતા વિચારતા છોકરો ઊંઘી ગયો.
સવારે પિતા સૂર્ય ઉગવાની પહેલા જ જાગી ગયા. હજુ છોકરો સુઈ રહ્યો હતો. આજે પિતા ઘણા દિવસો બાદ વિકેન્ડ માં વહેલા ઉઠ્યા હતા, નક્કર દર વિકેન્ડમાં છોકરો પહેલા જાગતો અને પછી તે પિતાને જગાડતો. 'આજે તો A-3 સ્પાઇઝ થઈ જશે.' પિતાએ મનમાં વિચાર્યું. ત્યાર બાદ પિતા ફ્રેશ થયા. ફ્રેશ થયા બાદ તેમણે એક કાગળ ઉપર થોડા પોઇન્ટ લખ્યા. ઘણું વિચારીને વિચારીને તેઓ એ પોઇન્ટ લખી રહ્યા હતા. આ વચ્ચે તેમને બ્લુ રંગનું જ્યુસ પીવાનું મન થયું. તેથી તેઓ તે પોઇન્ટ લખેલા કાગળને હોલના સોફા ઉપર રાખીને રસોડામાં બ્લુ રંગનું જ્યુસ બનાવવા ચાલ્યા ગયા.
છોકરાએ પોતાનો બેડ એવી જગ્યાએ રાખ્યો છે કે બારીમાંથી આવતો સૂર્યપ્રકાશ તરત છોકરાના ચહેરા ઉપર પડે અને ત્યારે છોકરો જાગી જાય. આ જ પ્રકારે આજે જ્યારે AP-ll ગ્રહમાં સૂર્ય ઉગ્યો તો તેનો પ્રકાશ તરત છોકરાના ચહેરા ઉપર પડ્યો અને છોકરો તરત જાગી ગયો. છોકરો પોતાના બેડ પરથી ઉતર્યો અને ફ્રેશ થયો. ફ્રેશ થયા બાદ તે પિતાને ઉઠાડવા માટે પિતાના બેડરૂમમાં જતો જ હતો કે ત્યારે રસોડામાંથી અવાજ આવ્યો.
"Good morning, my child. My son !"
"O... Good morning." છોકરાએ ઘણાં આશ્ચય અને મસ્તી સાથે આગળ કહ્યું, "આજે વિકેન્ડ જ છે ને ?"
"હા, હા. આજે વિકેન્ડ જ છે. તું ચિંતા ન કર." પિતાએ હસતા હસતા કહ્યું.
"તો આજે કેમ વિકેન્ડમાં તમે આટલી જલ્દી જાગી ગયા ?" છોકરાએ પૂછ્યું.
"હું તને સર એલેક્ઝાડર પટેલની વાર્તા સંભળાવવા માટે બહુ ઉત્સુક હતો તેથી જલ્દી જાગી ગયો. તું પણ ઉત્સુક છો ને ?" રસોડામાં જ્યુસ બનાવતા બનાવતા પિતાએ પૂછ્યું.
"હા, હા." સોફા ઉપર બેસતા છોકરાએ કહ્યું.
ત્યાં તેને એક કાગળ પડેલું દેખાણું તે કાગળમાં કઈક લખેલું હતું. છોકરાએ તે કાગળ ઉપાડ્યું અને વાંચવાની શરૂઆત કરી કે ત્યારે પિતાએ તે કાગળ પોતાના હાથમાં લઈ લીધું અને છોકરાના હાથમાં તે બ્લુ જ્યુસનો ગ્લાસ રાખ્યો.
"એ કાળગમાં શું લખ્યું છે ?" છોકરાએ તે જ્યુસનો ગ્લાસ પીધા વગર પિતાથી પૂછ્યું.
"આ કાગળમાં મેં સર એલેક્ઝાડરની વાર્તાના થોડા પોઇન્ટ લખ્યા છે. આ પોઇન્ટ પ્રમાણે હું તને આગળની વાર્તા કહીશ. જેથી તને સરળ રીતે સમજાય અને મને પણ કહેવાની મજા આવે..." પિતાએ કહ્યું.
'પપ્પા આટલા ગંભીર છે, સર એલેક્ઝાડની વાર્તા ને લઈને !' પિતાની વાતું સાંભળતા સાંભળતા છોકરાએ વિચાર્યું.
"તો ક્યારે વાર્તાને આગળ વધારવી છે ?" પિતાએ છોકરાથી પૂછ્યું.
"તમારું મન હોય ત્યારે શરૂ કરીએ" છોકરાએ જ્યુસનો ગ્લાસ ખાલી કરતા કહ્યું.
ત્યાર બાદ પિતાએ સોફાની સામે એક ટેબલ રાખ્યું અને તે ટેબલ ઉપર તે બ્લુ રંગના જ્યુસનો જગ રાખ્યો. તે જગની સામે ટેબલ ઉપર જ પિતાએ પોતાની માટે એક ગ્લાસ પણ રાખ્યો. ગ્લાસ રાખ્યા બાદ તેઓએ તે ગ્લાસને જ્યુસથી આખો ભયો અને તે પેલા પોઇન્ટ વાળા કાગળને હાથમાં લઈને છોકરાની સામે જોતા એક સ્માઇલની સાથે કહ્યું,
"મારુ તો અત્યારે મન છે... વાર્તાને આગળ વધારવાનું !"
આ વાતના જવાબમાં છોકરાએ કઈ પણ કહ્યું નહિ. તે એ પેલો જ્યુસનો ગ્લાસ ભળવામાં જ વ્યસ્ત રહ્યો.
"જો, તારા મનમાં પ્રશ્નો થતા હશે કે હું આ વાર્તા દ્વારા તને શું સમજાતવવા અથવા કહેવા માંગુ છું !" પિતાએ તે જ્યુસનો ગ્લાસ આખો ભળ્યો તો ખરા, પણ તે ગ્લાસ પિતાએ પીધા વગર કહ્યું, "જો કે એ વાતતો તને વાર્તાના અંત માં જ ખબર પડશે. પણ અત્યારે હું શું કહેવા માગું છું તે તું સમજ કે આ વાર્તા કોઈ કાલ્પનિક વાર્તા અથવા પરીઓની વાર્તા નથી. આ આપણો ઇતિહાસનો એક ભાગ છે. એટલે હું ઈચ્છું છું કે તું આ આખી વાર્તાને સમજ. માત્ર સાંભળ અને ભૂલી ન જતો ! આ વાર્તાને સમજ... કારણ કે આ વાર્તામાં માત્ર તારી સ્કૂલના પ્રશ્નોનો જવાબ જ નથી , બીજું ઘણું બધું છે." પોતાની વાતને પુરી કર્યા બાદ પિતા છોકરા પાસેથી કઈક જવાબની રાહ જોવા લાગ્યા.
"ઠીક છે, હું તમારી વાતને સમજી ગયો છું. હું આ વાર્તાને સમજવાની કોશિશ કરીશ." છોકરાનો જવાબ મળતા પિતાએ જ્યુસ પીધું. આ બધું સાંભળવા છતાં છોકરો આ વાર્તાને માન્યમાં લેતો ન હતો અને પોતાના પિતાની વાતને પણ અવગણતો હતો.
"સારું...." પિતાને છોકરાના વ્યવહારથી એ ખબર પડી ગઈ હતી કે છોકરો આ વાર્તાને ગંભીર લેતો નથી. એ જાણવા છતાં તેઓ આગળ બોલ્યા, "હવે વાર્તા આગળ વધારીએ..., તો જેવી રીતે તને ખબર છે કે મેં થોડા પોઇન્ટ લખ્યા છે. તે પ્રમાણે હું તને આ વાર્તા કહેવાનો છું. તો એ પ્રમાણે આગળના પોઇન્ટ નું નામ છે 'પરિવર્તન'." પિતાએ તે બ્લુ રંગના જ્યુસનો એક ઘૂંટ પીધો અને આગળ કહ્યું,
"RTS ની સ્થાપના બાદ મોહસિન આમિરે અને પ્રિન્સ પટેલે લગ્ન કર્યા અને ત્યાર બાદ તેમના બન્નેના ઘરે છોકરાનો જન્મ થયો. આ સાથે RTSને પણ ઘણી સારી સફળતાઓ મળી. પ્રિન્સ પટેલના છોકરાનું નામ 'મહેશ' રાખવામાં આવ્યું.
તેના થોડા વર્ષો બાદ મોહસીન આમિરનું નિધન થઈ ગયું. આથી મોહસીન આમિરની પત્ની અને બાળક તે શહેર છોડીને બીજે રહેવા ચાલ્યા ગયા. જો કે પ્રિન્સ પટેલે તેમને મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી પણ તેઓ માન્ય નહિ.
આ પરિવર્તન બાદ RTSના CEOના પદ ઉપર પ્રિન્સ પટેલને બેસાડવામાં આવ્યા. પોતાના દોસ્તના મૃત્યુથી પ્રિન્સને ઘણું દુઃખ થયું હતું. છતાં બોડ ઓફ ડાયરેકટર ના કહેવાથી પ્રિન્સ પટેલને CEO બનાવી દેવામાં આવ્યું. આ સાથે RTS કંપનીમાં નવો સૂર્ય ઉગ્યો. આ સાથે પ્રિન્સ પટેલનું જીવન પણ ઘણું બદલાઈ ગયું. આ બદલાવની સાથે પ્રિન્સ પટેલ RTS કંપનીને નંબર વન બનાવવાની સતત કોશિશ કરતા રહ્યા.
જ્યારે મહેશ પટેલ એટલે કે સર એલેક્ઝાડર પટેલના પિતા RTS કંપની સંભાળવાના 'લાયક' બન્યા ત્યારે તેઓને CEOના પદ ઉપર બેસાડી દેવામાં આવ્યું.
અને આ સાથે આપણો પ્રથમ પોઇન્ટ પૂરો થયો અને બીજો પોઇન્ટ શરૂ થયો. આ પોઇન્ટ નું નામ 'નતાશા દીદી નું મૃત્યુ'."
પિતાએ પોતાનો જ્યુસનો ગ્લાસ પૂરો કર્યો અને ત્યાર બાદ ફરીથી તે જ્યુસનો ગ્લાસ ભરતા આગળ કહ્યું, "મહેશ પટેલ જ્યારે CEO બન્યા, ત્યાર બાદ તેઓએ ઘણા નવા નિયમો બનાવ્યા. આ નવા નિયમો દ્વારા RTS કંપનીમાં ઘણો સુધારો થયો. આ સુધારાની સાથે નવી નવી સફળતાઓ પણ મળતી ગઈ. આ સફળતાઓ મળતા મહેશ પટેલે પોતાની સ્કૂલ ફ્રેન્ડ મોહિની સાથે લગ્ન કરવાની વાત પોતાના પિતા સામે રાખી. પ્રિન્સ પટેલના 'હા' પડતા મહેશના લગ્ન મોહિનીથી થયા.
લગ્નના બાદ તમને ઘરે એક બાળકી નો જન્મ થયો. એ બાળકીનું નામ 'નતાશા' રાખવામાં આવ્યું. નતાશા દીદી ના જન્મના ત્રણ વર્ષ બાદ 'અજય' નો જન્મ થયો. ખરેખરમાં અજય પટેલ એટલે સર એલેક્ઝાડર પટેલ. નતાશા દીદીનું નામ તેમના દાદીએ રાખ્યું હતું જ્યારે અજય નામ પ્રિન્સ પટેલે રાખ્યું હતું.
RERO મશીનમાં સર એલેક્ઝાડર પટેલ નતાશા દીદી વિશે કહે છે કે, 'નતાશા દીદી ઘણા હસમુખ અને ઘણા સારા હતા. તેઓ કેદી દુઃખી હોય તેવું મને આજ સુધી યાદ નથી...' ટૂંકમાં બન્ને બેન-ભાઈ એક બીજાથી ખૂબ જ પ્રેમ કરતા હતા.
જ્યારે નતાશા દીદીનો દસમો જન્મ દિવસ હતો ત્યારે સર એલેક્ઝાડર 7 વર્ષના હતા. નતાશા દીદીની બર્થડે પાલ્ટી ન્યૂયોકમાં રાખવામાં આવી હતી. બધું બરાબર છે કે નહીં તે ચકાસવા માટે પ્રિન્સ પટેલ અને સર એલેક્ઝાડર 15 દિવસ પહેલા જ ન્યૂયોક પહોંચી ગયા. પોતાના જન્મ દિવસમાં જ્યારે માત્ર 10 દિવસ બાકી હતા ત્યારે નતાશા દીદી, મોહિની, મહેશ અને દાદી ન્યૂયોક જતા હતા. ત્યારે તેમના પ્લેનમાં કઈક તકનીકી ખરાબી હોવાથી તે પ્લેન જમીન સાથે અથડાયું અને તે સાથે સર એલેક્ઝાડર ના માતા-પિતા, દાદી અને તેમની પ્રિય બહેન નું મૃત્યુ થઈ ગયું."
આ વાત સાંભળીને છોકરો સ્થિર થઈ ગયો. છોકરાએ આવું વિચાર્યું પણ ન હતું. તે એ જાણવા માટે ઉત્સુક હતો કે આ ઘટના બાદ સર એલેક્ઝાડર પટેલની સાથે શું થયું , તેથી તે એ પૂછ્યું , "પછી....?"
"આવી રીતે આગલો પોઇન્ટ શરૂ થાય છે. જેનું નામ 'અજય પટેલ અને તેમના દાદા' છે." પિતાએ પોતાનો જ્યુસનો ગ્લાસ પૂરો કર્યો અને સામેના ટેબલ ઉપર રાખ્યો.
(ક્રમશઃ)