THE DEPLOMACY elemant gone enimy - 3 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

THE DEPLOMACY elemant gone enimy - 3

અને એટલે જ ભારત પાકિસ્તાન ના મંત્રી ઓ ભલે આ યાતાયાત નું  પોઝિટિવેશન ના કરી શક્યા, પરંતુ અંગ્રેજોએ તેમના ડિવાઇડ એન્ડ rule શરૂ કરી દીધા હતા.

રાત્રીનો રક્ત અંધકાર છવાયેલો છે અને ઈટાલીના એક ભવ્યાતિભવ્ય ચર્ચના દર્શન થઈ રહ્યા છે.


ચર્ચ ના એક ગુપ્ત ભંડકમાં ખ્રિસ્તીઓના ધર્મગુરુ pope john wilson અને મોનાર્ક મેન્શન નો કોઈક અજ્ઞાત રાજવંશી કેન્ડલના બંને પાર બેઠેલા દેખાઈ રહ્યા છે.એ રાજવંશી ની આંખો લહું પિપાસુ  દેખાઈ રહી  છે અને તેની પીપાશા ની માત્રા જેટલું જ સ્મિત તે  પૉપ ની સામે કરી રહ્યો છે.

પૉપે રાજવંશી ની સામે પોતાની સમાનતા ધારણ કરી અને જાણે કે એકાંતમાં પણ ઔપચારિકતા કરતા હોય તેમ તે રાજવંશી ને નાહકનો ઉપદેશ આપવા લાગ્યા.


ઈશ્વરને ના સંભળાય તેવો અર્થહીન ઉપદેશ પૂર્ણ થતાની સાથે જ તે રાજવંશી ઊભો થાય છે અને પૉપની અનુમતિ માગે છે.


પોપે અનુમતિ ના સ્વરૂપમાં 'આમીન'  ઉચ્ચારણ કર્યું અને તે રાજવંશી ત્યાંથી નીકળી ગયો.


દોસ્તો ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971 અને1965મા  સિસ્ટમેટિક બોર્ડરીંગ વૉર  થયા હતા પરંતુ આ વૉર ક્યારેય સરદર્દ નથી બન્યા. અફકોર્સ પ્રસંગોપાત ભારત પાકિસ્તાન એકબીજાના કટ્ટર હરીફ અવશ્ય બનવા લાગ્યા.અને આ સાથે જ પેલા ઇનોસન્ટ ટ્રાફિકિંગ તો ચાલુ જ હતા.એટલે આ બે મહા યુદ્ધો ઉપરાંત પણ હજુ પણ મોનાર્ક મેન્શન  રાત્રે જાગી રહ્યું છે એમ વિચારીને કે ક્યાંક ભારત પાકિસ્તાન એક તો નહીં થઈ જાય ને!!

કેમકે અંગ્રેજો સાર્વભૌમ શાસક બન્યા તેની  ના નથી પરંતુ, તેમની પાસે આની પાછળ ની ફોર્મ્યુલા લે દે કે એક જ હતી અને એ હતી ડિવાઇડ એન્ડ રુલ.અને તેમાં જો ભારત અને પાકિસ્તાન વચ્ચે એક સેન્ટિમીટર જેટલું પણ અંતર ઘટે છે તો પણ અંગ્રેજોનો  શાસનકાળ ભય માં આવી જાય તેમ છે.
 
 
એ સંભાવના પણ નકારી નથી શકાતી  કે એ બંને યુધ્ધો  ની પાછળ પણ ક્યાંક ને ક્યાંક ડિવાઇડ એન્ડ રુલ કામ કરી ગયું હોય.
 
 
પરંતુ, એ પણ સત્ય જ  હતું કે એ બંને યુધ્ધો  બંને બાજુથી નિષ્ફળ જ  સાબિત થયા હતા. અર્થાત એ યુદ્ધોના પરિણામ સ્વરૂપ બંને દેશોની વચ્ચે દુશ્મની કમ અને હરીફાઈઓ વધુ થવા લાગી. જો આ  સત્ય ના હોત તો પેલા યાતા યાતો આટલા સ્વાભાવિક અને નિર્દોષ ના હોત, તે યાતાયાતો બેશક લોહિયાળ જ હોત.
અને એટલે જ મોનાર્ક  મેન્શને ફરીથી વિચારવા માટે વિવશ થવું પડયું કે એવું તે શું કરવું કે જેનાથી ભારત-પાકિસ્તાન વચ્ચે ચિરકાલીન શત્રુતા સ્થિર થઈ જાય અને પશ્ચિમ નો દબદબો સ્થાયી રહે.
 
એ વાત પણ સત્ય છે કે આજથી ત્રીસ વર્ષ પહેલાં માત્ર ભ્રષ્ટાચાર અને ડોમેસ્ટિક ક્રાઇમ જ  હતો. આતંકવાદ જેવો શબ્દ કદાચ અસ્તિત્વમાં જ ન હતો. અને એ પણ કેબીસી મા સવાલ પૂછવામાં આવે કે સંસારનો સૌપ્રથમ આતંકવાદ કયા દેશમાં થયો હતો તો બેધડક સાચો જવાબ આપી શકાય કે ભારતના ખાલિસ્તાની પંથીઓનો.
 
ખાલિસ્તાની ના રસ્તે મુસ્લિમોએ આતંકવાદનો અંગીકાર કર્યો અને પછી U.S.A ની સામે બાંયો ચડાવી.
અને સમય જતા આતંકવાદ ઓર્ગેનાઇઝટ  અને સિસ્ટમેટિક સર્ક્યુલરાઈસ થવા લાગ્યો.
 
વિક્ટોરિયા ટર્મિનસ ના દર્શન ની પાંચમી જ સેકન્ડે ગેટવે ઑફ ઈન્ડિયા પર સુપર સ્ટાર  સુનિલ દત્ત પક્ષીઓને ચારો ખવડાવતા દેખાઈ રહ્યા છે. બાજુમાં તેમની ચમચાથી મરસીડીસ ઉભી છે અને ચહેરા પર કાળા ડિબાંગ ગોગલ્સ. બગલાની પાંખ જેવા શ્વેત વસ્ત્રો મા સુનિલ દત્ત કોઇ સજ્જન મહાશય થી કમ નથી લાગતા.અને આ દ્રશ્યની દસમી જ  સેકન્ડે દિલ્હીના ઇન્ડીયા ગેટ નો પ્લાન દેખાઈ રહ્યો છે કે જ્યાંથી અચાનક જ  અસંખ્ય બ્લેક એન્ડ વાઈટ કારો ની હારમાળા આવતી દેખાવા લાગે છે.