સફર એક અલગ દુનિયાની - 2 હેતલ ગોર 'હેત' દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સફર એક અલગ દુનિયાની - 2

આપણે આગળ જોયું કે,

[ (નિશ અને તેના બધા મિત્રો ફરવા માટે ધોળાવીરા જતા હતા અને ગાડીમાં મસ્તી મજાક તેમજ સેલ્ફી પણ લેતા હતા.)

"હવે આપણે ત્રીસ ચાલીસ મિનિટમાં ધોળાવીરા પહોંચીશું." લક્ષે જણાવ્યું.

અને બધા ખુશ થઈ ગયા અને ગાડીમાં મસ્તી કરવા લાગ્યા તેમજ સેલ્ફી લેવા લાગ્યા. અચાનક ગાડી થોભી ગઈ. બધા ચોંકી ગયા કે અચાનક શું થયું? ]

હવે આગળ,

"અરે ! લક્ષ શું થયું ગાડીમાં ? અચાનક કેમ ઊભી રહી ગઈ." રાજલ બોલી.

"યાર મને શું ખબર શું થયું? એ તો નીચે ઉતરીને જોઉં પછી ખબર પડે કઈ." લક્ષ બોલ્યો.

અને બધા ગાડીમાંથી નીચે ઉતર્યા અને જોવા લાગ્યા.

"હે ભગવાન! આ શું હવે કેમ પહોંચીશું ધોળાવીરા? આ ગાડીમાં પંચર અત્યારે જ પડવું હતું. શું યાર લક્ષ જોઈ તો લેવાય ગાડી નીકળતા પહેલા." રાજલ ગુસ્સા સાથે બોલી.

"અરે તું ચિંતા ના કર. હમણાં જ અમે ગાડી ઠીક કરી નાખીએ." સમરે કહ્યું.

"હા સમર બરાબર કહે છે, હું બીજું ટાયર કાઢું છું. સમર ત્યાં સુધી તું બધા સાધનો બહાર લે અને કામ ચાલુ કરી દે." લક્ષે જણાવ્યું.

"હા દોસ્ત એજ કરું. ચાલ ફટાફટ કામ પર લાગી જઈએ. નહિ તો આ છોકરીઓ આપણને અહીં જીવવા નહી દે." મજાક કરતા સમર બોલ્યો.

"હા હા હવે રહેવા દો તમે બંને. જોઈ લીધી આ તમારી હોશિયારી." પૂજા બોલી.

"ઓહ હવે આ દેવીઓ વિફરે એ પહેલાં કામ પર ધ્યાન આપીએ. તમે લોકો ત્યાં ઝાડ છે ત્યાં બેસો અને ઠંડી હવાની મઝા લો." લક્ષે કહ્યું.

"હા હા ચાલો ચાલો એ ભલે કામ કરતા. આપણે ત્યાં સેલ્ફી લઈએ,"🤳 નિશ બોલી.

અને ત્રણેય એ ઝાડ પાસે ગઈ.

" યાર આ ગાડીને આજ જ ખરાબ થવું હતું." સમર બોલ્યો.

"છોડ ને યાર ગાડી છે એ તો ગમે ત્યારે બગડી જાય. પણ એક વાત કહે, તું નિશને કૈંક કહેવાનો હતો એ કહ્યું કે નહીં." લક્ષે પૂછ્યું.

"ના યાર નથી કહ્યું. એ શું વિચારશે મારા વિશે. " સમર બોલ્યો.

"ઓહ એમ વાત છે. ઠીક છે જ્યારે તને લાગે ત્યારે કહી દેજે," લક્ષે જણાવ્યું.

"હા ઠીક છે લક્ષ " સમર બોલ્યો.

રાજલ, પૂજા અને નિશ ત્રણેય ઝાડ પાસે ઊભી રહી અલગ અલગ સ્થિતિમાં ફોટા લેતી હતી.

" હું આ ઝાડને અડીને ઊભી રહુ છું, પૂજલી મારો ફોટો લે. અને હા જોરદાર લેજે પછી ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરું."😉 હસતા હસતા નિશ બોલી.

" ઓહો! રાજકુમારી આ ફોટો ઇન્સ્ટા પર કોના માટે પોસ્ટ કરશો?" રાજલ નિશાની મસ્તી કરતા બોલી.

" હા હા યાર કેતો ખરી.🤔 " પૂજા રાજલ ના સૂરમાં સૂર પુરાવતા બોલી.

"અરે યાર તમે બંન્ને ચાલુ થઈ ગઈ. એવું કંઈ નથી. એમ જ યાર પોસ્ટ તો કરું ને. " નિશ બોલી.

"અરે અમે બંન્ને તો તારી મસ્તી કરીએ છીએ." રાજલ બોલી.

"છોડો હવે ચાલો ફોટા લઈએ." પૂજા એ કહ્યું.

"હા હા ચાલો ત્યાં પથ્થરો પર બહું સારા આવશે. " નિશ બોલી.

અને એ પથ્થરો બાજુ ગયા. સેલ્ફી લેવા લાગ્યા. ત્યાં અચાનક,
" એ છોકરીઓ ચાલો હવે ગાડી ઠીક થઈ ગઈ છે." લક્ષે બૂમ પાડતા કહ્યું.

હા આવીએ છીએ. ત્રણેય બોલી.

"અરે હું તો ભૂલી જ ગઈ કે મમ્મીને ફોન કરવાનો હતો. તમે જાઓ હું મમ્મીને ફોન કરી આવું. " નિશ બોલી.

રાજલ અને પૂજા ગાડી બાજુ જવા લાગી અને નિશ એની મમ્મીને ફોન કરવા લાગી.

"હેલ્લો મમ્મી અમે ધોળાવીરા જઈએ છીએ અને થોડીવારમાં પહોંચીશું. હું ભૂલી ગઈ હતી તને ફોન કરતા." નિશ બોલી.

"ક્યાં ધોળાવીરા જાવ છો. ઠીક છે ધ્યાન રાખજો અને ત્યાં જ્યાં ત્યાં કોઈ સ્થળે ફરતા નહિ. ઓકે બાય. " નિશાની મમ્મી બોલી.

"હા મમ્મી ધ્યાન રાખીશ. બાય. " નિશે જણાવ્યું.
નિશ ફોન મૂકીને ગાડી બાજુ જવા લાગી. ત્યાં
" એય જલ્દી ચાલ ને યાર." પૂજા એ બૂમ પાડી કહ્યું.

"હા આવું તો છું. શું મોડું થવાનું ત્યાં પહોંચવું જ છે." નિશે કહ્યું. અને તે ગાડીમાં બેસી ગઈ.

ગાડી ફરી ધોળાવીરા બાજુ રોડ પર પૂરપાટ જડપે દોડવા લાગી.

"અરે લક્ષ આ શું કરે છે? એટલી બધી તેજ ગતિથી ગાડી ના ચલાવ. અમારે કંઈ ઉપર ફરવા માટે નથી જવું." રાજલ બરાડીને બોલી.

"ઓહ અચ્છા, મને એમ કે તમે ઉપર જવાની વાત કરો છો." લક્ષ મસ્તી કરતા બોલ્યો.

"હા હા હવે રહેવા દે તું, અને ચૂપચાપ ગાડીમાં ધ્યાન લગાવ." પૂજા બોલી.

"ઓકે પૂજા મેડમ જેવું તમે કહો એમ બીજું શું? અમે તો તમારા વાહનચાલક બનીને આવ્યા છીએ." 😍 લક્ષ પૂજાને ખીજવતા બોલ્યો.

"ઓહ એમ. શ્રીમાન લક્ષ વાહનચાલક." પૂજા બોલી.

"શું થયું નિશ તું કંઈ બોલતી નથી. ને ચૂપચાપ ફોનમાં આંખોં માંડી બેઠી છે.." 👀 રાજલે પૂછ્યું

"અરે કંઈ નહિ યાર. અમસ્તું હું તો ઈન્સ્ટાગ્રામ માં ફોટા પોસ્ટ કરતી હતી." નિશ બોલી.

"ઓહ અચ્છા. ઠીક છે." રાજલ કહ્યું.

"ગાય્સ જુઓ આપણે છેવટે ધોળાવીરા પહોંચી આવ્યા." લક્ષે ખુશ થતાં કહ્યું.

અને બધા એકદમ ઉત્સાહિત થઈને ગાડીથી નીચે ઉતર્યા.

"અરે હજુ આપણે યોગ્ય જગ્યા એ ક્યાં પહોંચ્યા છીએ." પૂજા બોલી.

"હા હવે અહીંથી આગળ ચાલીને જવું પડશે. ગાડીથી નહિ જવાય ત્યાં ખૂબ જ પથ્થરો વાળો રસ્તો છે માટે. સમજી પૂજી." લક્ષે જણાવ્યું.

"ઓહ રે, ચાલીને જવાનું આવી ગરમીમાં. હું તો નહિ ચાલુ." પૂજા બોલી.

"હવે રેને છાનીમાની બહુ નાટક ના કર. અહી એકલી બેસીશ તો અહી ભૂત પ્રેત ફરતા હોય છે, લઈ જશે તને પોતાની સાથે." રાજલ પૂજાને ડરાવતા બોલી.

"સાચે અહી ભૂત પ્રેત છે શું?" પૂજા બોલી.

"હા યાર બહુ જ છે અને તારા જેવા લોકો તો બહુ ગમે એમને." લક્ષ હસતા હસતા બોલ્યો.

"અરે પૂજી કંઈ ભૂત બૂત નથી તને ડરાવે છે ભેગા મળીને. ચાલો હવે આગળ જઈએ." નિશ બોલી.

"હા હા ચાલો આપણે આગળ જઈએ." સમર બોલ્યો.

બધા ધીરે ધીરે એ પથ્થરો પર થી પસાર થઈ આગળ વધી રહ્યા હતા. ધોળાવીરા એ હડપ્પા અને સિંધુખીણની સભ્યતા થી બનેલું આકર્ષક નગર હતું. ત્યાંની ગટર વ્યવસ્થા તો આજના સમયને પાછળ રાખે એવી હતી. ત્યાંના ઘરોની કોતરણી તેમજ રસ્તાઓ ખૂબ જ બેનમૂન હતા. અને બધું પથ્થરોમાંથી બનાવેલું હતું. સમર બધાને ધોળાવીરા ના ઈતિહાસ વિશે માહિતી આપતો હતો.

"વાહ આ ધોળાવીરા નગર તો ખૂબ જ સરસ હતું." નિશે કહ્યું.

અને બધા આગળ જતા હતા ત્યાં એક પથ્થરોથી બનેલું ઘર હતું. બધા એ ઘરમાં પ્રવેશ્યા અને આજુબાજુ જોવા લાગ્યાં.

"વાહ રે વાહ આ ઘર તો કેટલું સુંદર લાગે છે અત્યારના સમયમાં પણ." લક્ષે કહ્યું.

"અરે આ જોવો તો ઉપર પણ માળ છે." પૂજા બોલી.

અને બધા ઉપરના ભાગે જવા લાગ્યા.

"વાહ શું કોતરણી કામ છે આ ઘરનું! જાણે અહી જ રહી જઈએ." પૂજા બોલી.

"ઓહ તો રહી જા કોણ ના કરે છે?" લક્ષ બોલ્યો.

ત્યાં અચાનક એક રૂમમાંથી અવાજ આવ્યો. અને બધા ચોંકી ગયા.

"અરે આ અવાજ શેનો છે? અને આવી જગ્યા એ કોણ રહેતું હશે? " રાજલ બોલી.

"ચાલો આગળ જઈ જોઈએ, શેનો અવાજ આવે છે? " લક્ષે કહ્યું.

"હા ચાલો ચાલો,નિશ જલ્દી આવ." રાજલ બોલી.

"હા આવું છું. " નિશ જવાબ આપ્યો.

લક્ષે દરવાજો ખોલ્યો એટલે દરવાજાનો ચરરર એવો અવાજ થયો.
ઓહ મમ્મી, પૂજા થી ચીસ નીકળી ગઈ.

"અરે ડરપોક શું આવા અવાજથી ડરે છે. ચાલ અંદર." લક્ષ પૂજાનો હાથ પકડી અંદર ખેંચી ગયો.

રાજલ અને સમર પણ અંદર ગયા. ત્યાં અચાનક નિશ જડપથી એ રૂમ બાજુ આવવા ગઈ પણ દરવાજો સટાક કરતો બંધ થઈ ગયો. અને નિશ તો દરવાજાને જોતી જ રહી ગઈ...

ક્રમશ:

-હેતલ ગોર "હેત..✍️"