એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી - 4 PANKAJ BHATT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી - 4

એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી ભાગ ૪

નીતા હતાશ થઈ આકાશ તરફ જોઈ રહી" હે ભગવાન મારી સાથે આ શું થઈ રહ્યું છે?"
નીતા આમ તો હિંમતવાળી હતી એટલે ગભરાઈ નહીં પણ શું કરવું એનો વિચાર કરવા લાગી. બેગમાંથી મોબાઈલ કાઢી ફોન જોયો ચાલુ કરવા જતી જ હતી પણ તેને વિચાર આવ્યો અત્યાર સુધી તો પપ્પા એ પોલીસમાં એમના મિત્રને જાણ કરી દીધી હશે. હું મોબાઈલ ચાલુ કરીશ તો એમને લોકેશન ખબર પડી જશે.
મોબાઈલ પાછો બેગમા મુક્યો ને ધડીયાળ તરફ નજર કરી . "ઓ માય ગોડ ૧૦ વાગી ગયા. હવે શું કરુ?" કદાચ હજી કોઈ બસ આવ્વાની બાકી હોય? એસ.ટી.સ્ટેન્ડ તરફ દોડી ટાઇમ ટેબલ ગોતવા લાગી બોર્ડ ઉપર લાગેલી ટ્યુબ લાઇટ શિવાય બીજો કોઇ જ પ્રકાશ નોહતો. પાછળની દિવાલ પર ટાઇમ ટેબલ પેઈન્ટ કરેલું હતુ. અહીં દિવસમા પંદર-વીસ બસો જ આવતી હતી.
ટાઈમ ટેબલ જોઈને નીતા સમજી ગઈ આ છેલ્લી બસ હતી અને હવે સિદ્ધિ સવારે છ વાગે અમદાવાદ માટે બસ હતી. "દસ થી છ આઠ કલાક.... આ વિરાન અને સુમસામ એસટી સ્ટેન્ડ પર કેવી રીતે કાઢીશ?"
એસ ટી સ્ટેન્ડ પર પાંચ છ સ્ટીલની બેન્ચો અલગ અલગ જગ્યા પર મૂકેલી હતી એમાં આગળની બેન્ચો ઉપર જ્યાં લાઈટનો પ્રકાશ વધુ આવતો હતો ત્યાં જઈ નીતા નિરાશ થઇ બેસી ગઈ.
હવે નીતા ઠંડીનો ચમકારો અનુભવી રહી હતી અને ખુબ જોરની ભુખ અને તરસ લાગી હતી. બેગ મા ન તો ઓઢવા માટે કાંઈ હતુ કે ના કાંઈ ખાવા કે પીવા માટે.
"અહીં બેઠા બેઠા તો કાંઈ જ નહીં થાય આસપાસ તપાસ કરુ કદાચ કોઇ મદદ મળી જાય કદાચ કોઈ હોટલ કે ધાબો હોય" નીતા ઊભી થઈ એસટી સ્ટેન્ડની ચારે બાજુ ફરી આવી બસ આવવાનો એક રસ્તો હતો અને બસ જવા માટે બીજો. પાછળ નો રોડ બિલકુલ સુમસાન હતો જેની એક બાજુ ગામ તરફ જઈ રહી હતી અને બીજી બાજુ હાઇવે તરફ પણ બંને બાજુ એટલું અંધારું હતું કે નીતા ત્યાંથી જવાની હિંમત ન કરી શકી.હવે એની પાસે સવારની બસ ની રાહ જોવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો .એ પાછી આવીને બેંચ પર બેસી ગઈ.
નીતા ને હવે એના મમ્મી પપ્પાની ખુબ યાદ આવી રહી હતી એની આંખોમાં પાણી ભરાયા. એને મમ્મી પપ્પાની ચિંતા પણ થતી હતી એ લોકોની કેવી હાલત હશે . હું મમ્મી પપ્પાને દુઃખી કરવા નહોતી માંગતી પણ મારી પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો .મેં મમ્મી પપ્પા ને દુઃખી કર્યા એટલે જ ભગવાન મને આ સજા આપી રહ્યો હશે. એમને ખુશ કરવા જો હું આ લગ્ન કરુ તો હું આખી જિંદગી દુઃખી થઈશ... શું એ જોઈને એમને દુઃખ નહીં થાય? મેં જે પગલું ભર્યું છે એ યોગ્ય છે. અત્યારે ખરાબ લાગશે પણ પાછળથી આજ સાચુ સાબિત થશે.
જેમ જેમ સમય પસાર થઈ રહ્યો હતો તેમ તેમ ઠંડી વધી રહી હતી નીતા જે બસમાં આવી હતી એ દૂર ખૂણામાં ઊભી હતી જ્યાં એકદમ અંધારું હતું નીતા વિચાર કરતી હતી કે કેમ કરીને બસ સુધી પહોંચી જાઉ અને અંદર જઈ સુઈ જાઉ અહીં ઠંડીમાં તો મારી કૂલ્ફી જામી જશે ત્યાં અચાનક પાછળથી કાંઈક અવાજ સંભળાયો નીતાએ ઉભા થઇ ફરીને પાછળ જોયું દૂર ખૂણામાં એક બેંચ પર જ્યાં ખુબ અંધારું હતું એક ધાબળો હતો જે હલી રહ્યો હતો નીતા ડરી ગઈ એણે બૂમ પાડી "કોણ છે? ત્યાં કોણ છે?"
ધાબળો હટયો અને એક કદરૂપો માણસ બેઠો થયો એના સફેદ વિખરાયેલા વાળ ,કાળું અને દબાયેલું મોઢું ,લાલ લાલ આખો ,ફાટેલા અને ગંધ મારતાં કપડા જાણે જીવતું હાડપિંજર .એ ઉભો થઈ નીતા તરફ આગળ વધવા લાગ્યો.
ક્રમશ: