એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી - 2 PANKAJ BHATT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી - 2

એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી ભાગ ૨

"મુંબઈ મામાના ઘરે જાઉ ? ના...ના ...મામા તો પપ્પા ને તરત ફોન કરી દેશે એ પણ મારો પ્રોબ્લેમ નહીં સમજે, રાજકોટ જાઊ પણ મારી ફ્રેન્ડ અંજલી તો અહીં અમદાવાદમાં છે ત્યાં કોને ત્યાં જઈશ?" આવા અસંખ્ય વિચારો સાથે નીતા રિક્ષામાંથી ઉતરી .રેલવે સ્ટેશન ઉપર ખૂબ ટ્રાફિક હોવાથી રીક્ષાવાળાએ નીતાને મેઇન રોડ ઉપર ઉતારી.
નીતા જોડે એ કોલેજમાં લઈ જતી એ નાની બેગ હતી જેમાં એણે પોતાનો જૂનો ડ્રેસ જે ઘરેથી પેહરી ને આવી હતી એ મૂક્યો હતો .બેગ ના આગળના નાના પોકેટમાં લગભગ ૨૦૦૦ જેટલા રૂપિયા હતા એમાંથી એને રિક્ષાવાળાને પૈસા આપ્યાં અને ત્યાં જ ઉભી ક્યાં જવું એનો વિચાર કરી રહી હતી .નીતા જ્યારે પણ તકલીફમાં હોય ત્યારે જલારામ બાપાનું ધ્યાન કરતી અને એને સાચો માર્ગ મળતો .એ વિચારમાં જ હતી ત્યાંજ સામેથી એક એસ.ટી. બસ આવતી દેખાઈ જેના પર મોટા અક્ષરે વિરપુર લખેલુ બોર્ડ હતુ . નીતાએ વધારે વિચાર ન કર્યો અને વીરપુર જવાનું નક્કી કરી એ બસ તરફ દોડી. અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશનની બરાબર સામે બહારગામ જતી બસો માટેનું એક સ્ટોપ છે .બસ સ્ટોપ ઉપર થી બસ નીકળી ચૂકી હતી નીતા એના તરફ દોડી અને હાથ બતાવતી હતી .ડ્રાઇવરની નજર નીતા ઉપર પડી અને ડ્રાઇવર નો મૂડ સારો હશે એટલે એણે તુરંત બ્રેક મારી બસ નીતા માટે ઊભી રાખી.
કન્ડક્ટરે દરવાજો ખોલ્યો અને નીતા હાફતી હાફતી બસ માં દાખલ થઈ.બસ આમ તો સાવ ખાલી હતી આઠથી દસ પેસેન્જર હતા પણ જેવી નીતા દાખલ થઈ બધાની નજર એની તરફ હતી આટલી સુંદર દેખાવડી છોકરી આટલા સારા કપડા ગળામાં સોનાની મોટી ચૅન બધા જ એની તરફ જોઈ રહ્યા હતા.કન્ડક્ટરે બેલ વગાડી અને બસ ચાલુ થઈ. નીતા થોડી પાછળ ગઈ અને એક બારી વાળી સીટ આગળ બેસી ગઈ. એનો શ્વાસ હજી ધીમો પણ પડયો નહોતો અને ત્યાં જ મોબાઈલની રીંગ વાગી એના ભાઈ વિવેક નો ફોન હતો.
"ક્યાં છે ?તને બાહર ઊભા રહેવા કહ્યું હતું ને અહીં પાછળ ટ્રાફિક અટકેલો છે જલ્દી આવ" પાછળ વાગતા હોર્ન ના અવાજથી વિવેક અકળાતો હતો." હા...ભાઈ આવુ બસ બે મીનીટ" નીતા ગભરાતા અવાજે બોલી અને ફોન કટ કરી દીધો અને તુરંત ફોનને સ્વીચ ઓફ કરી દીધો. નીતા નું હૃદય બમણી ગતિએ ધબકી રહ્યું હતું.
"બોલો બેન ક્યાં જશો ક્યાં ની ટિકિટ આપુ?" કંડકટર નો અવાજ નીતાના કાને પડ્યો અને નીતા ભાનમાં આવી."વિરપુર..... વિરપુર ની ટિકિટ આપો" નીતા મહામુશ્કેલીએ બસ આટલું જ બોલી શકી. "૯૦ રૂપિયા આપો"
નીતાએ બેગ માંથી 100ની નોટ કાઢી કંડકટર ને આપી. નીતા ના ધ્રુજતા હાથ અને દેખાવ જોઇને કંડકટરને શંકા થઈ પરંતુ પારકી પંચાતમાં કોણ પડે એવા વિચારે કંઈ પૂછ્યું નહીં અને છૂટા પૈસા અને ટિકિટ નીતાને આપી.
નેતાએ બારીની બહાર નજર ફેરવી અંધારું થવાની તૈયારીમાં હતુ એટલે એણે ઘડિયાળ તરફ જોયું લગભગ સાડા છ વાગ્યા હતા શિયાળાનો સમય હતો એટલે જલ્દી અંધારું થઈ જતું ઘડિયાળ જોઈ નીતાને વિવેક ની યાદ આવી. ગયા બર્થ ડે પર એને ગિફ્ટ માં વિવેકે આપી હતી. ભાઇ મને નહીં જોશે ત્યારે એના પર શું વિતશે અને જ્યારે મમ્મી પપ્પાને ખબર પડશે ત્યારે એમની કેવી હાલત થશે આવા વિચારો સાથે નીતા બસની બહાર જોઈ રહી હતી.
નીતા બહાર ના આવી અને એનો ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યો હતો એટલે વિવેક ગુસ્સામાં ગાડીમાંથી ઉતરી બ્યુટી પાર્લરમા ગયો જ્યાં એને ખબર પડી નીતા તો લગભગ 20 25 મિનિટ પહેલાં નીકળી ગઈ હતી એના મનમાં ધ્રાસકો પડ્યો અને એવુ લાગ્યું જાણે પગ નીચેથી જમીન ખસી ગઈ.

ક્રમશ: