મૃગજળ. - ભાગ - ૧૭ Nikhil Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૃગજળ. - ભાગ - ૧૭


" હું તમને એક વસ્તુ બનાવી આપુ છું તમે એને માત્ર અડાવસો ને તો પણ એ વ્યક્તિ તમારા ઉપર મોહિત થઈ જશે, પણ કામ ત્યાં પૂરું નહિ થાય તમારે એમને અહીંયા લાવવા પડશે જે થી હું મારી એ વસ્તુ નો પ્રભાવ હટાવી શકું નહિ તો તમારાં વસ્તાર ( બાળક ) થવામાં તકલીફ થશે, તમે સમજી રહ્યા છો ને હું શું કહેવા માંગુ છું ?" ભૂવાએ કહ્યું.

" હા હું તમારી વાત સમજી રહ્યો છું," મે કહ્યું.

ભૂવાએ મને એક પડીકી આપી અને એનો ઉપયોગ કઈ રીતે કરવો એની મને સંપુર્ણ જાણકારી આપી દીધી. પડીકી લઈ હું અને તેજસ ત્યાં થી નીકળી ગયા.

અમે બંને બાઇક લઈને ઘરે જવા માટે નીકળી ગયા. ઘર તરફ અર્ધું અંતર કાપ્યું હશે એટલામાં મે તેજસ ને કહ્યું " ગાડી એકબાજુ ઊભી કર મારે તારી સાથે વાત કરવી છે." તેજસે બાઇક રસ્તાની એક તરફ લગાવી દીધી.

" હજી પાછું શું કહેવું છે તારે ? ફરી કોઈ બીજો રસ્તો યાદ આવ્યો કે શું તને ?" તેજસે કહ્યું.

" ના એવું નથી. મારે તો ખાલી એટલું કહેવું હતું કે જો કોઈના મન માં આપના પ્રત્યે પ્રેમ જ ના હોય તો એને કુત્રિમ રીતે કેમ પેદા કરી શકાય, આં તો સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય છે. એનું પરિણામ અત્યંત ખરાબ આવી શકે છે,"

" હું આં ન કરી શકું આ બધું મારા નિયમો ની વિરુદ્ધ છે. હું મારા બનાવેલાં નિયમો કઈ રીતે તોડી શકું. હું આં ક્યાં રસ્તા ઉપર ચાલી રહ્યો છું. શું હું એજ નિખિલ છું જે કોઈ દિવસ ધર્મ વિરુદ્ધ કામ નહોતો કરતો ? મને ગુસ્સો આવી રહ્યો છે મારા ઉપર, નફરત થાય મને મારી જાત ઉપર," મેં ગુસ્સાની સાથે કહ્યું.

મેં ભૂવાએ આપેલી પડીકી વાડ માં ફેકી દીધી.

" જે મારા નસીબ માં લખ્યું હશે એ મને મળશે જ. જો મારા નસીબ માં વિરહ ની વેદના લખી હશે તો પણ એને કોઈ બદલી નહિ શકે. અને જો કિન્નરી મારા ભાગ્ય માં લખી હશે તો દુનિયા ની કોઈ પણ તાકાત એમને નહિ રોકી શકે. મને મહાદેવ ઉપર પૂર્ણ છે." મેં કહ્યું.

"હમણાં જે વ્યક્તિ બોલી રહ્યું છે એ મારો ભાઈ છે અને જે વ્યક્તિ ને હું સવારે મળ્યો હતો એ મારી ભાઈ ન હતો. હમણાં જે મારી સાથે છે એ મારો ખરો ભાઈ નિખિલ છે જેને હું દિલ થી ઓળખું છું. નીતિ નિયમો ઉપર ચાલનારો વ્યક્તિ કોઈ દિવસ અનીતિ નો રસ્તો પકડી જ ન શકે. મને વિશ્વાસ છે તારી સાથે જે કઈ પણ થશે એ સારું જ થશે મારી આં વાત યાદ રાખજે." તેજસે કહ્યું.

" પ્રાર્થનાં કર કે બધું સારું જ થઈ જાઈ," મેં કહ્યું.

" વાત એટલી બધી આગળ પહોંચી ગઈ અને તે મને કઈ કહ્યું જ નહિ ?" તેજસે કહ્યું.

"હું કિન્નરી સાથે વાત કરું છું," એમ કહેતા ની સાથે તેજસે કિન્નરી ને ફોન કર્યો.

" તું ક્યાં છે ?" તેજસે કિન્નરી ને ફોન ઉપાડતા ની સાથે જ પૂછ્યું.

" જોબ ઉપર છું. ફોન શું કામ કર્યો ? હું કામ માં વ્યસ્ત છું," કિન્નરી એ કહ્યું.

" હવે નિખિલ તો નિખિલ મારી સાથે પણ વાત કરવાનો સમય નથી એમ ને," તેજસે કહ્યું.

" એવું કઈ નથી, હું કામમાં વ્યસ્ત છું માટે હું વાત નહિ કરી શકું," કિન્નરી એ કહ્યું.

" આ બધું શું છે ? મેં જે સાંભળ્યું છે સાચું છે ? તે નિખિલ ને જે કઈ પણ કહ્યું એ બધું ખરેખર સત્ય છે ?" તેજસે પૂછ્યું.

" હા બધું સાચું છે, મારા દિલ માં એમના પ્રત્યે કોઈ ફિલિંગ નથી તો નથી. નિખિલ એક સારો છોકરો છે પણ તે નાહક નું મારા વિશે બધું કહીને એને બગડ્યો છે. મારા માટે એમના દિલ માં ખોટી લાગણીઓ ઊભી કરી, તું જ આં બધાનું કારણ છે," કિન્નરી એ તેજસ ઉપર ગુસ્સે થતા કહ્યું.

" ઓકે, એટલે બધાનું કારણ હું જ છું એમને, હું કહેતો હતો કે નિખિલ ને ચોરી ચૂપે ફોન કર , હું કહેતો હતો કે નિખિલ ને મળવા જા," તેજસે પણ ગુસ્સો કરતાં કહ્યું.

"જો હું આગળનું કઈ પણ યાદ કરવા નથી માંગતી બરાબર, અને આં વિષય માં મારી સાથે વાત કરવી હોય તો કૃપા કરીને એમને ફોન ના કરતો નહિ તો હું ભૂલી જઈશ કે તું મારી ભાઈ છે." કિન્નરી એ કહ્યું.

" મને પણ તને ફોન કરવાનો શોખ નથી થતો. હું તો બસ ખાલી એટલું જ કહીશ કે તું જે કઈ પણ કરી રહી છે એ સારું નથી," એટલું કહી તેજસે ગુસ્સામાં ફોન કાપી નાખ્યો.

" શું કહ્યું એણે ?" મેં અધીરાઈ થી પૂછ્યું.

" કિન્નરી મને કહે છે કે આ જે કઈ પણ થઈ રહ્યું છે એનું કારણ હું છું, તે જ નિખિલ ને બગડ્યો છે,તે જ નિખિલ માં ખોટી ખોટી લાગણી ઊભી કરી છે." તેજસે કહ્યું.

" તેજસ હવે વાત હદ ની બહાર જઈ રહી છે, કઈ કરવું પડશે નહિ તો મારા માટે જીવવું કપરું બની રહશે," મેં કહ્યું.

"ભાઈ, આં એ મારી બહેન નથી જેને હું જાણતો હતો, આં તો કોઈ અન્ય જ વ્યક્તિ છે. એણે મને આવું કહ્યું મને હજી પણ વિશ્વાસ નથી થઈ રહ્યો." તેજસે કહ્યું.

" ચાલ, હવે આપણે ઘરે જઈએ. આપણે કોઈ બીજો રસ્તો કાઢીશું નહિ તો નસીબ માં જે લખ્યું હશે એ તો થશે જ." તેજસે કહ્યું.

તેજસે બાઇક ને કિક મારી અને બાઇક ઘર તરફ હંકારી. ઘરે પહોંચ્યા ત્યાં સુધી અમારા બંને ના મુખ માં થી એક પણ શબ્દ નીકળ્યો નહિ. વાતાવર હવે ધીરે ધીરે ગમગીન થઈ રહ્યું હતું.

( વધું આવતાં અંકે ).