મૃગજળ. - ભાગ - ૧૬ Nikhil Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૃગજળ. - ભાગ - ૧૬


નંબર ડિલીટ

હવે બની એમ રહ્યું હતું કે કિન્નરી મારા મેસેજ ને ઇગ્નોર કરી રહી હતી અને હું ક્યારેક એણે ફોન કરતો તો એ ફોન પણ ઉપાડતી ન હતી.

મને ખબર પડી રહી ન હતી કે આ બધું થઈ શું રહ્યું છે બધું ધીરે ધીરે બદલાઈ કેમ રહ્યું છે. જે વ્યક્તિ મારી સાથે વાત કર્યા વગર ન રહી શકતું હોય એવું વ્યક્તિ આજે મારા ફોન અને મેસેજ ને અવગણી રહ્યું છે.

હું મનમાં વિચારી રહ્યો હતો કે કિન્નરી ના મન માં કઈ તો છે જે મારા થી છૂપાવી રહી છે જે મને કહેવા નથી માંગતી. હું પણ જાણવા ચાહતો હતો કે કિન્નરી આમ કેમ કરી રહી છે ? એના મનમાં આખરે ચાલી શું રહ્યું છે ? શા માટે એ મને અવગણી રહી છે શું એના ઘરમાં થી કોઈએ ના પાડી છે કે પછી એના જીવનમાં કોઈ અન્ય વ્યક્તિ આવી ગયું છે ? હું વિચારોના વહેણ માં ડૂબતો જતો હતો. આખરે મારા સતત મેસેજો આવતાં જોઈ કિન્નરી એ મને જવાબ આપ્યો.

" જુઓ મને તમારી સાથે કોઈ પ્રેમ બ્રેમ નથી. મારા જીવનમાં પહેલાં થી જ કોઈ છે અને મારી લાઈફ સેટ છે. હું તો માત્ર તમારી સાથે ટાઇમપાસ કરી રહી હતી, માટે મારો નંબર ડિલીટ કરી દો અને આજ પછી મને ફોન કે મેસેજ ના કરતાં," કિન્નરી નો વોટ્સઅપ મેસેજ આવ્યો.

" તમારા માટે એ બધું ટાઇમપાસ હશે મારા માટે તો એ મારા જીવન નો અણમોલ પળો હતી અને એ બધું ભૂલવું મારા માટે અશક્ય છે," મે મેસેજ નો જવાબ આપ્યો.

" જે કઈ પણ હતું એ સત્ય સત્ય મે તમને કહી દીધું પછી આગળ તમારી મરજી," કિન્નરી નો મેસેજ આવ્યો.

હું એ મેસેજ નો જવાબ આપું એ પેહલા કિન્નરી ના પ્રોફાઈલ ફોટો ગાયબ થઈ ચુક્યો હતો એનો મતલબ હતો કે કિન્નરી એ મને બ્લોક કરી દીધો હતો.

મને આં બધું દુઃખદ સપના સમાન લાગી રહ્યું હતું. આ એજ કિન્નરી હતી જે મારો અવાજ સાંભળવા માટે આતુર રેહતી. મારી આંખ માંથી ન ચાહતા પણ ધીમે ધીમે આંસુઓ ની ધારા વહી રહી હતી.

મેં આકાશ તરફ જોયું અને કહ્યું " ભગવાન મે તમને પહેલાં જ પ્રાર્થનાં કરી હતી કે મારા જીવન માં કોઈ છોકરી નહિ આવે તો ચાલશે, પણ જો તમે મારા જીવન માં કોઈ ને મોકલશો તો એ મારો જીવનભર સાથ નિભાવવાનું હોય તો જ એ વ્યક્તિ ને મારા જીવન માં લાવજો નહિ મને એકલો રાખશો જીવનભર તો પણ મને ચાલશે. તો પછી તમને મારી સાથે આવું કરીને શું મળ્યું ? મેં હંમેશા તમારા ઉપર વિશ્વાસ રાખ્યો, તમારાં આપેલા દુઃખને પણ મે તમારો સારો નિર્ણય સમજીને સ્વીકાર કર્યો, પણ મને તમારો આં ન્યાય સ્વીકાર્ય નથી. આંખના આંસુ લૂછી હું ગુસ્સા માં બહાર જતો રહ્યો.

તંત્ર મંત્ર

હું જેટલી પણ વાર કિન્નરી ને પૂછ્યો એટલી વાત એનો જવાબ એક જ રહેતો " મને તમારી પ્રત્યે પ્રેમ નથી". મને ખબર ન પડી રહી હતી કે અચાનક આમ કેમ બની રહ્યું છે. હવે મારે એવું તો શું કરવું જોઈએ જે થી બધું પહેલાં જેવું સારું થઈ જાય. આખરે મે જે નિર્ણય લીધો તે મારા નીતિ નિયમો ની બહારનો હતો જે કોઈને પણ આશ્ચર્ય પમાડે એવો હતો.

મેં તેજસ ને ફોન કર્યો.
" તેજસ તું કોઈ મેલી વિદ્યા જાણતા હોય એવા કોઈ વ્યક્તિ છે ઓળખે છે ? તારી ભાળ માં કોઈ છે એવું વ્યક્તિ ?" મેં તેજસ ને ફોન ઉઠવતાની સાથે કહ્યું.

" હા, પણ તને શું કામ એની જરૂર પડી ? બોલ, થયું શું છે ?" તેજસે પૂછ્યું.

" હું રવિવારે ઘરે એવું છું, બધું તને ત્યારે વિસ્તાર થી કહીશ," મેં કહ્યું.

"ઠીક છે, રવિવારે મળીએ," તેજસે કહ્યું.

હું રવિવારે ગામડે એટલે કે રાજપીળા પહોંચી ગયો.

તેજસ મને બસ સ્ટેશન પર લેવા માટે આવ્યો હતો. અમે બંને બાઇક પર ઘરે જઈ રહ્યા હતા ત્યાં જ એકાએક તેજસે ખુલ્લી જગ્યા માં બાઇક ઊભી રાખી દીધી.

તેજસ થી રહેવાયું નહિ માટે એણે મને પુછ્યું.

"બોલ વાત શું છે ? તું તો આં બધામાં માનતો નથી પછી આં બધા માં પાડવાનું કઈ કારણ ? થયું શું છે એ મને તો કહે ," તેજસે પૂછ્યું.

"અરે યાર કિન્નરી નું મન હવે બદલાઈ ગયું છે એ કહે છે કે મારા પ્રત્યે એને કોઈ પ્રેમ ભાવ નથી અને કોઈ લાગણી પણ નથી. બસ એને જ્યારે પણ પૂછું ત્યારે મને એવો જ જવાબ મળે છે અને એની સાથે વાતો કરું ત્યારે મને લાગે છે કે એ માત્ર મારું મન રાખવા વાત કરે બાકી એને મારી સાથે વાત કરવાની કોઈ ઈચ્છા નથી. હવે મારી પાસે અન્ય કોઈ રસ્તો નથી મારું હૃદય હવે ઘવાતું જાય છે, કદાચ ત્યાં થી મારી સમસ્યા નું કોઈ નિરાકરણ મળી જાય." મેં તેજસ ને કહ્યું.

" હું એક વ્યક્તિ ને જાણું છું જે કાળીયા ભૂત બાપજી ના ભગત છે. જે લોકો ની બધી જ સમસ્યા નું સમાધાન કરે છે. આપણે એમની પાસે જઈએ કદાચ તારી સમસ્યા નું સમાધાન એમની પાસે હોઈ, પણ મારી એક વાત યાદ રાખજે આં બધી ક્રિયા લાગે એટલી સરળ નથી," તેજસે ભારપુર્વક કહ્યું.

" મને બધું ખબર છે, પણ હવે હું પણ પ્રેમ માં સ્વાર્થી થઈ ચૂક્યો છું. હવે જે થશે એ જોયું જશે. મને તો હમણાં એક વસ્તુ દેખાય છે એ છે કિન્નરી." મેં કહ્યું.

" જેવી તારી મરજી. પહેલાં આપણે ઘરે જઈને જમી લઈએ પછી ત્યાં જઈશું. એમનું ઘર જંગલ માં છે માટે આપણને જતાં વાર લાગશે," તેજસે કહ્યું.

અમે બંને ઘરે પહોંચ્યા. જમ્યાં પરવાર્યા બાદ ઘરે સાચી જગ્યા કહ્યા વગર અમે નિશ્વિત સ્થળે જવા નીકળી ગયા.

હું અને તેજસ ભુવા ના ઘરે પહોંચી ગયા. ત્યાં માણસો ની ઘણી ભીડ હતી આશરે એકાદ કલાક રાહ જોયા બાદ એમને બન્ને ને અંદર બોલાવવા માં આવ્યા.

" શું સમસ્યા છે તમારી ?" ભૂવાએ પૂછ્યું.

મેં પહેલાં થી અંત સુધી જે કઈ પણ મારી અને કિન્નરી વચ્ચે બન્યું હતું અને હમણાં જે બની રહ્યું હતું એ બધું જ મે એમને જણાવી દીધું.

" તમારી પાસે છોકરી નો ફોટો છે ?" ભૂવાએ પૂછ્યું.
" હા છે ને ," મે કહ્યું. અને ફોન માં રહેલો કિન્નરી નો ફોટો મે એમને બતાવ્યો. એમને ફોન મારા હાથ માં થી લઇ લીધો અને નિરીક્ષણ કરવા લાગ્યા.

" તમારી શું ઈચ્છા છે ? તમારા કરવું શું છે ?" ભૂવાએ મને પ્રશ્ન કર્યો.

" હું તો બસ એટલું જ ચાહું છું કે બધું પહેલાં જેવું થઈ જાય. પહેલાં જેમ અમારી વચ્ચે સબંધ હતો એવો જ લાગણીમય સબંધ ફરી સ્થાપિત થઈ જાય. કિન્નરી બસ મારી બનીને રહે , એ બસ મારી જ થઈ જાય," મે ઈચ્છા વ્યક્ત કરી.

( વધું આવતાં અંકે ).