Mrugjal - 7 books and stories free download online pdf in Gujarati

મૃગજળ. - ભાગ - ૭



દાદર ઉપર થી પડી પડવું


હું અને કિન્નરી બંને નોકરી કરતા હતા માટે ફોન પર વાત કરવાનો એમને સમય મળતો ન હતો. પણ દિવસે ટેક્સ્ટ મેસેજ માં અને રાત્રે વોટ્સઅપ પર વાતો થતી રહેતી.

એક દિવસ સાંજે કિન્નરી નો મારા ઉપર મેસેજ આવ્યો.

" ઓ માં, બો વાગ્યું. કમર તૂટી ગઈ મારી અને મોમાં પણ વાગ્યું.," એનો મેસેજ આવ્યો.

એનો મેસેજ વાંચતાં જ મને ચિંતા થઈ કે એવું તો શું થયું હશે.

"શું થયું ? શું વાગ્યું ? કઈ રીતે વાગ્યું ? " મે મેસેજો નો વરસાદ કર્યો.
"હું દાદર ઉપર ચઢી રહી હતી, પણ મારું સ્કર્ટ પગમાં ફસાય ગયું અને હું નીચે પડી ગઈ," એનો મેસેજ આવ્યો.
"વધારે વાગ્યું છે ? મે મેસેજ માં પૂછ્યું.
"ના, વધારે નથી વાગ્યું. કમર માં થોડી ઇજા પહોંચી છે અને હોઠ માં દાત ઘૂસી જવાના કારણે થોડું લોહી નીકળ્યું છે," એનો મેસેજ આવ્યો.
" કેવી રીતે ચાલે છે કે આમ પડી જાય છે, ચાલતા પણ નથી આવડતું. કઈ ભાન બાન પડે છે કે નહિ, વધારે વાગી જાત તો શું થાત કઈ ખબર પડે છે કે નહિ તને ," મે ગુસ્સા માં મેસેજ કર્યો.
" એક તો વાગ્યું છે ને ઉપર થી તમે અકડાવો છો મારા ઉપર," એનો મેસેજ આવ્યો.
"સોરી બાબા, પણ ધ્યાન રાખવાનું ને, કઈ વધારે વાગી જાય તો તકલીફ બધા ને જ થાય ને, ડૉક્ટર પાસે જઈ ને બતાવી આવજે અને દવા લઈ આવજે. દવા લઈને આવ્યા પછી મને મેસેજ કરજે કે હું હોસ્પિટલ જઈ આવી છું, નહિ તો તું હોસ્પિટલ પણ નહિ જાઈ," મે મેસેજ કર્યો.
"હા, હું બેન જોડે હોસ્પિટલ જ જાઉં છું, પછી આવીને વાત કરું," એનો મેસેજ આવ્યો.
" ઓકે બાય, ધ્યાન રાખજે હવેથી પોતાનું," મે મેસેજ કર્યો.
" હા ચોક્કસ,બાય," એનો અંતિમ મેસેજ આવ્યો.


ગાર્ડન


કિન્નરી ને જ્યારે પણ સમય મળતો એ પોતાની મિત્રો સાથે ગાર્ડન માં ફરવા જતી, અને ત્યાં થી ઘણી વાર મને ફોન કરતી હતી.
એક દિવસ જ્યારે કિન્નરી ગાર્ડન માં ફરી રહી હતી ત્યાં થી એણે મારા ઉપર ફોન કર્યો.

"હેલો, શું કરો છો ?" કિન્નરી એ પૂછ્યું.
" કઈ નહિ, બસ ઘરે શાંતિ થી બેઠો છું, તું શું કરે છે ?" મે પૂછ્યું.
" હું મારી મિત્રો સાથે ગાર્ડન માં ફરવા આવી છું," એણે જવાબ આપ્યો.
"ઓકે, ફરો ફરો તમ તમારે એકલા એકલા," મે કટાક્ષ માં કહ્યું.
" શું કરું યાર મજબૂરી છે. તમે સાથે હોત તો કેટલું સારું થાત. બંને ફેસ તો ફેસ વાત કરતે અને એકબીજાને થોડો સમય આપી સકતે આપણે," એણે કહ્યું.
" ઈચ્છા તો મને પણ ઘણી થાય છે કે આપણે મળીએ, એકબીજાને સમય આપીએ જેથી આપણે એકબીજાને વધારે સમજી શકીએ," મે કહ્યું.
"સમય મળશે તો આપણે મળીશું અને મન ભરીને વાતો કરીશું," એણે કહ્યું.
"હમમ, એજ સમય ની હું રાહ જોઈને બેઠો છું," મે કહ્યું.
" ગાર્ડન માં છોકરાઓ છે, જે મને લાઈન મારે છે જોવ ને," એણે કહ્યું.
"સારું કહેવાય, આઇટમ સારી હોય તો લાઈન તો બધા મારવાના જ ને," મે ગમ્મત કરતાં કહ્યું.
" તું મને હેરાન કરવા માટે આવું બધું કહે છે ને ?" મે કહ્યું.
"ના રે, મારો એવો કોઈ અભિપ્રાય ન હતો. હું તો ખાલી મઝાક કરી રહી હતી, સોરી," એણે કહ્યું.
" કઈ નહિ, છોડો એ બધી વાત આપણે બીજી કોઈ વાત કરીએ," મે કહ્યું.
" કોઈ દિવસ આવોને અહીંયા, આપણે સાથે બેસીને વાતો કરીશું," એણે કહ્યું.
"હા, કોઈ દિવસ સમય કાઢીને આવીશ," મે કહ્યું.

થોડીવાર આમ તેમ દુનિયા ભરની વાતો થાય બાદ વાતચીત નો અંત આવ્યો અને ફોન મુકાય ગયો.

રાત્રી નો ફોન

રાત્રે જમ્યાં પછી કિન્નરી નો મેસેજ આવ્યો.
" જમી લીધું ?" એનો મેસેજ આવ્યો.

નિખિલ એના મેસેજ ની જ રાહ જોઈ રહ્યો હતો.

" હા, તું જમી ?" મે મેસેજ કર્યો.
" હા જમી, અને હવે લેપટોપ લઈને બેઠી છું, ડિઝાઈન તૈયાર કરી રહી છું," એનો મેસેજ આવ્યો.
"ફોન કરીને, મેસેજ માં શું મઝા આવે યાર વાત કરવાની," મે મેસેજ કર્યો.
" ભાઈ બાજુમાં જ છે એટલે મેસેજ માં જ વાત થશે, ફોન નહિ થાય, સોરી," એનો મેસેજ આવ્યો.
"ઓકે, કઈ વાંધો નહિ," મે મેસેજ કર્યો.
"શું જમ્યાં તમે ?" એનો મેસેજ આવ્યો.
" દાળ, ભાત, શાક અને રોટલી. તું શું જમી ? મે મેસેજ કર્યો.
" મે માત્ર રોટી સબ્જી," એનો મેસેજ આવ્યો.
" શું કરે છે મારો સાળો ?" મે મેસેજ કર્યો.
" એ ખાટલામાં આડો પડ્યો છે," એનો મેસેજ આવ્યો.
" મમ્મી શું કરે છે ?" મે મેસેજ કર્યો.
" રસોડામાં કામ કરે છે," એનો મેસેજ આવ્યો.
" મને પણ તમારા અવાજ સંભાળવાની ઘણી ઈચ્છા થાય છે પણ શું કરું બધા સાથે હોય એટલે વાત ન થાય. કોઈ વાર મમ્મી સાથે હોય તો કોઈ વાર બહેન સાથે હોય," એનો બીજો મેસેજ આવ્યો.
"હા સાચી વાત, જોખમ લઈ ને ફોન કરવાની કોઈ જરૂર નથી. જ્યારે કોઈ જ ઘરે ન હોય કા તો જોબ પર સમય મળે ત્યારે ફોન કરી લેવાનો બાકી કોઈને ખબર પડી જાય એવું કામ નહિ કરવાનું," મે મેસેજ કર્યો.
" તમારી વાત સાચી છે," એનો મેસેજ આવ્યો.
" હવે હું તમને રોજ રાતે સૂતા પહેલાં ફોન કરીશ. હું કઈ પણ બોલીશ નહિ કેમ કે મમ્મી બાજુ માં જ સુએ છે. તમારે જે પણ બોલવું હોય એ બોલજો હું એ સાંભળીશ અને ત્યારબાદ સુકુંન ની ઊંઘ લઈશ," એનો મેસેજ આવ્યો.
" જેવી તમારી ઈચ્છા મેડમ," મે રમૂજ માં મેસેજ કર્યો.
" થોડી વાર સુધી આમતેમ ની વાતો ચાલતી રહી.

રાતે સૂવાના સમયે કિન્નરી નો ફોન આવ્યો એટલે હું ઘર ની બહાર નીકળી ગયો, કેમ કે મારા ઘર માં મારા ઉપર બહુ જ પાબંધી હતી. હું કોની સાથે ફોન પર વાત કરું છું એની પણ જાણ રાખતા, મને એક નાના છોકરા ની જેમ ટ્રીટ કરવામાં આવતો.

મને યોગ્ય લાગે એ હું કિન્નરી ને કહેતો જતો, એ પણ ધ્યાન થી સાંભળતી રહેતી. હું કિન્નરી વિશે શું અનુંભવું છું અને એને લઈ ને ભવિષ્ય નું શું પ્લાનિંગ છે, વગેરે વગેરે. કેહતો રહ્યો.

આ હવે નિત્યક્રમ બની ગયો હતો. કિન્નરી રોજ રાત્રે મને ફોન કરતી મારો અવાજ સંભાળવા , અને હું પણ ખુશી ખુશી મારો અવાજ સંભળાવતો.


તબિયત


મારી કોલેજ પતી ચૂકી હતી અને કોલેજ ના અંતિમ દિવસે બધાએ મળીને પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું હતું. કોઈ દિવસ મે ડ્રિંક કર્યું ન હતું પણ તે દિવસે મે મિત્રો ના કહ્યા માં આવીને મે દ્રિંક કરી લીધું. પીવાની માત્રા નો અનુભવ ના હોવાના કારણે મને પીધા બાદ ઘણી ઊલટીઓ થઈ જેના કારણે મારા લિવર પર સોજો આવી ગયો. જમવાનું પણ પેટમાં ટકતું ન હતું. જે કઈ પણ જમુ એ ઉલ્ટી દ્વારા બહાર નીકળી જતું હતું. આ બધી વાત ની જાણ માત્ર મારા પિતરાઈ ભાઈ તેજસ અને રાહુલ ને જ હતી. ઘરવાળા ને તો એમ જ હતું કે મને ખાલી એસિડિટી ની સમસ્યા છે. આ વાત મે કિન્નરી થી પણ સંતાડી રાખી હતી. હું નહોતો ચાહતો કે કિન્નરી માં મગજ પર તાણ આવે. ઘણી દવાઓ કરવા છતાં પણ કઈ સારું પરિણામ ન આવતા મારા પિતરાઈ ભાઈઓ એ મને અન્ય ડૉક્ટર ને બતાવવા રાજી કર્યો. તેજસ અને રાહુલ બન્ને મને રાજપીપળા ડૉક્ટર ની પાસે લઈ ગયા.
મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને મને અલગ અલગ બોટલો ચઢાવવામાં આવી. એક દિવસ બાદ મને હોસ્પિટલમાં થી રજા આપવામાં આવી.

હોસ્પિટલ માં થી રજા લીધા બાદ મે કિન્નરી ને મેસેજ કર્યો.

" હું બીમાર છું, મને હોસ્પિટલ માં દાખલ કર્યો હતો, અને તે મારી ખબર કાઢવાની પણ કોશિશ કરી નહિ કે નિખિલ ક્યાં હશે ? શું કરતો હશે ?" મે મેસેજ કર્યો.
" મને શું ખબર કે તમને હોસ્પિટલ માં દાખલ કર્યા છે. મને તમે એવું કઈ કીધુ પણ ન હતું કે તમે બીમાર છો. પણ તમને થયું છે શું ?" એનો તરત જ મેસેજ આવ્યો.
"કઈ મેજર નથી, પેટમાં તકલીફ છે જમવાનું ટકતું નથી અને એસિડિટી વધારે છે," મે મેસેજ કર્યો.
" એટલામાં તો કોઈ દાખલ થતું હશે વળી, જમવામાં એવું કઈ આવી જાઈ તો થાય એસિડિટી એમાં દાખલ થોડું થવાનું હોય," એનો મેસેજ આવ્યો.
" મને ડોક્ટરે દાખલ થવા કહ્યું એટલે હું થઈ ગયો, કઈ હશે તો જ ડૉક્ટરે દાખલ થવાનું કહ્યું હશે ને," મે મેસેજ કર્યો.
" હા એ પણ છે," એનો મેસેજ આવ્યો.
" હું તારા ઉપર ગુસ્સે છું માટે મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. તે કેટલા દિવસ પછી વાત કરી મારી સાથે એ પણ મે સામેથી મેસેજ કર્યો ત્યારે, ખરેખર તને કઈ જ પડી નથી મારી," મે અંતિમ મેસેજ કર્યો.
" અરે યાર એવું કઈ નથી, હું કામમાં વ્યસ્ત હતી. મારે એક ડિઝાઈન બનાવાની હતી એમાં હું વ્યસ્ત હતી માટે હું ફોન મેસેજ ન કરી શકી," એનો મેસેજ આવ્યો.
મે એના મેસેજ નો જવાબ ન આપતાં એનો મેસેજ તેજસ પર આવ્યો એમાં લખ્યું હતું કે નિખિલ ને કહે કે મારી સાથે વાત કરે.

તેજસ એ જવાબ માં લખ્યું કે એની તબિયત ખરાબ છે અને એ તારા ઉપર ગુસ્સે છે એટલે એ વાત કરવા ના પડે છે. એનો ગુસ્સો શાંત થઈ જવા દે, ગુસ્સો શાંત થશે એટલે એ તને આપોઆપ મેસેજ કરશે. તને ખબર તો છે કે એ તારી સાથે વાત કર્યા વગર નહિ રહી શકતો, માટે તારે વધારે તાણ લેવાની જરૂર નથી," તેજસ એ મેસેજ કર્યો.


પજવણી


કિન્નરી ઘણી વાર એના પિતરાઈ ભાઈ તેજસ સાથે વાતો કરતી અને નિખિલ સબંધી માહિતી મેળવતી.

કિન્નરી એ નિખિલ ની તબિયતની માહિતી લેવા માટે અને સમસ્યા સબંધી વિસ્તાર માં વાત કરવા માટે એણે તેજસ ને ફોન કર્યો.

તેજસે ફોન ઉપાડતાં ની સાથે જ કહ્યું.
"ઓહ, આજે યાદ આવી તને મારી ? એમ પણ તું મને શું કામ યાદ કરે ? તને નિખિલ સાથે વાત કરવા માંથી ફુરસત મળે તો ને," તેજસે કટાક્ષ માં કહ્યું.

" ના, એવું કઈ નથી. નિખિલ સાથે પણ ક્યાં વધારે વાત થાય છે, નોકરી માંથી સમય જ નથી મળતો કે હું કોઇની સાથે વાત કરું," કિન્નરી એ કહ્યું.

" આજે તને મારી યાદ આવી મતલબ કે તને કોઈને કોઈ કામ હશે જ માટે જ તે મને ફોન કર્યો છે. બોલ શું કામ છે ?"
તેજસે પૂછ્યું.

" નિખિલ ની તબિયત આજકાલ કઈ વધારે જ ખરાબ રહે છે, કોઈ મોટી સમસ્યા તો નથી ને ? નિખિલ એ મને કહ્યું કે ચિંતા જેવું કઈ નથી, પણ મન માન્યું નહિ માટે મે સત્ય જાણવા માટે મે તને ફોન કર્યો," કિન્નરીએ કહ્યું.

તેજસ ને કિન્નરી સાથે રમૂજ કરવાનું મન થયું.

" સાચે સાચું કહ્યું તો સમસ્યા અતિ ગંભીર છે. સમસ્યા એના પેટ ની નથી પણ સમસ્યા કઈ બીજી જ છે," તેજસે કહ્યું.

" શું સમસ્યા છે ? મને જલ્દી કહે, ડર લાગે છે મને," કિનારીએ અધીરાઈ થી પૂછ્યું.

" ડોક્ટર એ કહ્યું છે કે એને અંગત ભાગ માં સમસ્યા છે, માટે એ કોઈ દિવસ પિતા નહિ બની શકે," તેજસે કહ્યું.

" તું છે ને ફાલતુ વાત ના કર, શું જે આવે એ બોલે છે તું. એવું કઈ હોય નહિ બરાબર, તું મારી સાથે આમ મઝાક કરવાનું બંધ કર," કિનારીએ ગુસ્સામાં કહ્યું.

" હું મઝાક નથી કરી રહ્યો, હું સાચું કહું છું," તેજસે કહ્યું

"તેજસ તને કહું છું મે કે મને આવા મઝાક પસંદ નથી માટે મઝાક કરવાનું બંધ કર અને મને કહે કે સત્ય શું છે," કિનારીએ કહ્યું.

" તું તો બહુ જલદી ગભરાય જાય છે, હું તો તારી સાથે માત્ર મઝાક કરી રહ્યો હતો. કઈ ગભરાવા જેવું નથી, સામાન્ય એસિડિટી ની સમસ્યા છે જે ટૂક સમય માં સારી થઈ જશે," તેજસે કહ્યું.

" તો આવું મને સીધે સીધું કહેતા શું થાય છે તને, શા માટે તું મને આમ સતાવે છે," કિનારીએ કહ્યું.

" થોડા દિવસ પછી હું અને નિખિલ બરોડા રાહુલભાઇ ને ત્યાં જવાના છે, નિખિલ થોડો બહાર નીકળશે હરશે ફરશે તો સારું લાગશે એને," તેજસે કહ્યું.

"હા જાઓ, પણ નિખિલ નું ધ્યાન રાખજે અને કઈ પણ પ્રોબ્લેમ થાય તો મને જાણ કરજે," કિનારીએ કહ્યું.

થોડીવાર આમતેમ ની વાત થાય બાદ વાતચીત નો અંત આવ્યો અને ફોન મુકાઈ ગયો.


( વધું આવતાં અંકે )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED