વીચ one?? - (પાર્ટ 2 રોઝનું આગમન ) Leena Patgir દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વીચ one?? - (પાર્ટ 2 રોઝનું આગમન )

સુલતાનની આંખો અંગારા માફક ચમકવા લાગી. તેણે આંગળી વડે ખુદ નગ્મા તરફ ઈશારો કર્યો.

"આ શું બોલો છો આપ?" નગ્માએ ચિડાઈને પૂછ્યું.

"અરે, શું ખાલા આપ. હું તો મજાક કરું છું." આટલું કહી સુલતાન જોરજોરથી હસવા લાગ્યો.

નગ્માને સુલતાનની મજાકનું ખૂબ માઠું લાગ્યું પણ તેણે પોતાનો ગુસ્સો મોંઢામાં થૂંક સાથે ઘોળીને ઉતારી દીધો.

"સુલતાન, આપ આવી મજાક ના કરો. હું આપના તાઉંને શિકાયત કરીશ આપની." નગ્માએ ચિડાઈને જવાબ આપ્યો.

"ઓક્કે ખાલા હવે નહીં કરું બસ. પણ બધા ખબર નહીં મને, અર્શી અને આમિરને મૂકીને ક્યાં જતાં રહો છો. અમે અહીં ખોવાઈ જઈશું તો?!" સુલતાને અદબ વાળીને નગ્મા ભણી જોતાં પૂછ્યું.

"હું જંગલની બહાર ગઈ હતી. થયું કે કંઈક કામ શોધું. પણ ત્યાં એક વિચિત્ર મકાન મને દેખાયું. કંઈક અજીબ રહસ્યમયી મકાન હતું. મને નહોતું જવું તેમ છતાં પણ હું અંદર સુધી જતી રહી હતી...." નગ્મા હાથે કરીને એવું બોલતી જતી હતી અને સુલતાનનાં ચહેરાં સામું વેધક નજરે જોતી રહેતી હતી.

"પછી શું થયું ખાલા?"

"કાંઈ નહીં. પછી બહાર આવી ગઈ. રહીમ અને રૂકસાના ક્યાં ગયાં હતાં?"

"મને શું ખબર ખાલા. અહીં ક્યાં કોઈ કાંઈ કહીને જાય છે! બધા પોતાનાં મનના માલિક છે. રૂકસાના લાકડા લેવા ગયાં હશે. આમિર તો એની દુનિયામાં જ ખોવાયેલો હોય છે. અર્શી બિચારી અવાજ કરે તો હિંચકો હલાવી દઉં એટલે એ પણ શાંત થઇ જાય. ખાલા, જંગલની આ નીરવ શાંતિ કયારેક જીવ લઈ લેશે એવું લાગે છે."

"યા અલ્લાહ, આવું ન બોલશો સુલતાન."

ત્યાંજ રૂકસાનાનો અવાજ આવ્યો, "અમ્મી, ચલો ખાના તૈયાર છે. ખાઈ લો."

"ચલો, ખાના ખાઈ લઈએ." નગ્માએ સુલતાનની પીઠ પર હાથ રાખતાં કહ્યું.

રહીમ પણ પોતાનું કામ આટોપીને આવી ગયો હતો. બધા એકસાથે જમવા બેઠા.

જમીને રૂકસાના નગ્મા પાસે આવી અને બોલી, "અમ્મી, હું સાંજનાં ખાના માટે લાકડા લેવા જઉં છું. હમણાં આવું." આટલું કહી જેવી રૂકસાના જવાં માટે ફરી ત્યાં જ નગ્માએ રોકતા પૂછ્યું, "રૂકસાના, આપ સવારમાં પણ ગયાં હતાં ને?"

"જી અમ્મી." રૂકસાનાએ નીચું મોઢું રાખીને જવાબ આપ્યો.

"હું પણ આવું છું તમારી સાથે ચલો." નગ્મા આટલું કહીને ઉભી થઇ. રૂકસાનાનો ચહેરો મુરઝાઈ ગયો પણ તેણે પોતાનાં ચહેરાં પરની લકીરોમાં ક્યાંય આ અણસાર ન આવવા દીધો.

માઁ દીકરી બંને ચાલતાં જતાં જ હતાં ત્યાં અર્શીનો રડવાનો અવાજ આવ્યો. સુલતાને ઝૂલો હલાવ્યો પણ અર્શી કેમે કરીને શાંત નહોતી થઇ રહી. નગ્માએ આગળ વધીને અર્શીને તેડી લીધી. માઁની હૂંફ પામતાં જ અર્શી તરત શાંત પડી ગઈ.

"રૂકસાના, આપ સુલતાનને સાથે લઈને જઈ આઓ." નગ્માએ રૂકસાનાને બોલાવતા કહ્યું.

"જી અમ્મી." રૂકસાનાનો ચહેરો પાછો ખીલી ઉઠ્યો. સુલતાન પણ રૂકસાનાની પાછળ પાછળ ચાલવા લાગ્યો.

રૂકસાના અને સુલતાન આગળ જતાં રોકાઈ ગયાં. બંને એકબીજાની સામું એકધારું જોઈ રહ્યા. રૂકસાના દોડીને સુલતાનને ભેટી પડી. સુલતાન પણ રૂકસાનાની બાહોમાં પોતાની જાતને હળવી કરવા લાગ્યો. તે ધીરે ધીરે રૂકસાનાની પીઠ પર હાથ ફેરવવા લાગ્યો. તે રૂકસાનાને ગાલો પર અને ગળા પર અનરાધાર ચૂમીઓ વરસાવા લાગ્યો. રૂકસાના ઉત્તેજિત થતી જતી હતી. અંધકારમાં બે શરીરો ઠંડીના માર્યા ધ્રુજતા એકબીજાની અંદર પ્રેમ પામીને શેકાતા જતાં હતાં. બપોર થઇ ગઈ હોવાં છતાં ધુમ્મસમાં બે શરીરો ગરકાવ થતાં દેખાતાં હતાં.

થોડીવાર બાદ કપડાં વ્યવસ્થિત કરીને રૂકસાનાએ સુલતાન સામું જોયું.

"ક્યાં સુધી સુલતાન? હું અહીં મરી મરીને જીવવા નથી માંગતી. આ જંગલમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધવો જ પડશે. આપ હવે કાંઈ નહીં કરો તો હું બહાર જઈને કંઈક કરીશ." રૂકસાના ચિડાઈને બોલી.

"રૂકસાના, આપ શાંતિ રાખો. જલ્દી જ આપણે અહીંથી ભાગી જઈશું પણ એ પહેલાં અમુક કામો છે જેને પૂરા કરવા જરૂરી છે. ખાલાને પણ મારી પર વહેમ ના જાય એનું ધ્યાન રાખવું પડશે. ખબર નહીં આ આમીરે ખાલાને તમારાં વિશે કંઈક કહ્યું લાગે છે."

"કેમ શું થયું?"

"ખાલા બહુ અજીબ વાતો કરતાં હતાં. મને તો તેઓ આપા ખોઈ બેઠા હોય એવું લાગે છે."

"અમ્મીને માત્ર આમિર માટે જ પ્રેમ છે. તેઓ મારાં વિશે તો કયારેય સોચતા જ નથી."

"છોડો એ બધું. ચલો આપણે આજે જંગલના પૂર્વ છેડે જઈએ."

"તમને શું લાગે છે રોજ છેડા ફેરવીને ફરવાથી રસ્તો મળી જશે?"

"રસ્તાની તો ખબર નહીં પણ કદાચ મંઝિલ જરૂર મળી જાય. એમ પણ જો અર્શીને ચીમટો ભરીને રોવડાવી ના હોત તો આવો મેળ ન પડત." આટલું કહીને સુલતાન મુસ્કુરાયો. તેણે પોતાનાં ખિસ્સામાંથી હોકાયંત્ર કાઢ્યું.

રૂકસાના અને સુલતાન બંને હોકયંત્રમાં દિશા જોઈને પૂર્વ છેડે ચાલવા લાગ્યાં. ક્યાંક ક્યાંક સૂકી લાકડીઓ દેખાતાં રૂકસાના તેને ઉઠાવી લેતી હતી. રૂકસાના લાકડી ઉઠાવતી હતી ત્યાં જ સુલતાનનો અવાજ આવ્યો, "રુકો રૂકસાના, તમને કોઈક અવાજ આવે છે??"

"શેનો અવાજ?"

"કોઈકનાં વાયોલિન વગાડવાનો?"

રૂકસાનાએ પણ શાંત થઈને સાંભળવાનો પ્રયત્ન કર્યો તો તેને પણ કોઈક વાયોલિન વગાડવાનો અવાજ દૂરથી આવી રહ્યો હતો.

"હા, સુલતાન પણ આવાં જંગલમાં વળી કોણ વગાડતું હોય?"

"ચલો આપણે જઈને જોઈએ."

રૂકસાના અને સુલતાન અવાજની દિશામાં ચાલવા લાગ્યાં.
તેઓ જેમ જેમ એ દિશામાં ગયાં એમ એમ અવાજની તીવ્રતા વધતી ગઈ.

"કેટલો મીઠો અવાજ છે! આવી સુંદર ધૂન મેં કયારેય નથી સાંભળી." સુલતાન બોલી ઉઠ્યો.

બંને જણા તે અવાજની પાસે આવી ગયાં. ધુમ્મસ થોડું હટતાં જ સુલતાનનું ધ્યાન ઘટાદાર વૃક્ષનાં ડાળે બેઠેલી સુંદર છોકરી તરફ ગયું. તે જ વાયોલિન વગાડી રહી હતી. તેની સુંદરતા જોઈને સુલતાનની આંખો પહોળી થઇ ગઈ.

રૂથી પણ ગોરું તેનું બદન, ગુલાબી હોઠો, પાણીદાર આંખો, આંખોનો રંગ પણ લીલો, નમણું નાક, સુરાહી જેવી ગરદન અને હોઠોની નીચે એક મોટો કાળો તલ. તેનાં ભૂખરા વાળ હવામાં ખુલ્લા લહેરાઈ રહ્યા હતાં. તેનાં લાંબા સુંવાળા સપાટ વાળ તેનાં સૌંદર્યને વધુ દીપાવતા હતાં. જાંબલી ફ્રોકમાં તે કોઈ સુંદર રાજકુમારી જેવી લાગતી હતી. તેણે ગળામાં એક લોકેટ પહેર્યું હતું જે તેની ક્લીવેજમાં સમાઈને બેઠું હતું. તેનું ધ્યાન પણ અચાનક સુલતાન અને રૂકસાના ઉપર ગયું. તેણે વાયોલિન વગાડવાનું બંધ કર્યું અને તે કૂદકો મારીને નીચે ઉતરી.

"કોણ છો તમે લોકો?" તે છોકરીએ ઝીણી આંખો કરતાં પૂછ્યું.

સુલતાન તો હજુ તેનાં રૂપમાં ડૂબેલો હતો. રૂકસાના પણ તેને એકધારું જોતી ઈર્ષાઈ રહી હતી. તે છોકરીએ સુલતાનનાં ચહેરાં આગળ ચપટી વગાડી.

"તમે લોકો બહેરા છો?"

"માફ કરજો. શું કહ્યું આપે?" સુલતાને ધ્યાનભંગ થતાં પૂછ્યું.

"કોણ છો તમે?"

"હું સુલતાન છું અને આ મારાં તાઉંની દીકરી રૂકસાના છે. આપ કોણ છો?"

"હું રોઝ છું." રોઝે પોતાનો ટૂંકમાં પરિચય આપતાં કહ્યું.

"આપ અહીં ક્યાંથી?" સુલતાને આસપાસ ડોક ઘુમાવી પૂછ્યું.

"મારું ઘર અહીંયા જ છે. તમારે આવવું છે?"

"ના ના. અમારે ઘણું કામ છે." રૂકસાનાએ ડોકું હલાવતા ના પાડતાં કહ્યું.

"અરે રૂકસાના આપને ના આવવું હોય તો કાંઈ નહીં પણ હું તો જરૂર જવાનું પસંદ કરીશ." આટલું કહી સુલતાને રોઝની આંખોમાં જોયું. તેને એ લીલી આંખોમાં ઊંડે સુધી ઉતરી જવાનું મન થઇ ગયું.

રોઝને સુલતાનની આંખોમાં એ પ્રેમભરી શરારત દેખાઈ ગઈ. તેને પણ સુલતાન પહેલી નજરે પસંદ પડી જ ગયો. સુલતાનનો દેખાવ આકર્ષક હતો. તેની કથ્થાઈ આંખોમાં કોઈ પણ સ્ત્રી ડૂબી જાય એવી સુંદર હતી. સુલતાન ઉંમરમાં ભલે એકવીસ વર્ષનો જુવાન નહોતો પણ તેનાં કદકાઠીથી તે રૂકસાનાથી પણ મોટો લાગતો હતો.

"હું પણ આવીશ. એમ પણ મારી ફરજ છે આપનું ધ્યાન રાખવાની." રૂકસાનાએ જોડે આવવાની સહમતી દર્શાવતાં કહ્યું.

"સુલતાન કોઈ બચ્ચું નથી તો આપની ફરજ છે. હું એમને ખાઈ નહીં જઉં." આટલું કહી રોઝ જોરજોરથી હસવા લાગી. સુલતાન તો એને હસતાં પણ એકધારું પાગલ બનીને જોવા લાગ્યો. રૂકસાનાએ ચીમટો ભરતાં સુલતાનનું ખોવાઈ ગયેલું ધ્યાન પાછું ફર્યું.

રોઝની પાછળ પાછળ સુલતાન અને રૂકસાના ચાલવા લાગ્યાં. તેઓ થોડુંક ચાલ્યા ત્યાં જ એક મકાન આવ્યું.

"અંદર કોણ છે?" સુલતાને રોઝનો રૂ જેવો હાથ પકડતાં પૂછ્યું. સુલતાનને એ ક્ષણિક સ્પર્શ પણ ઉન્માદિત લાગ્યો.

"હું એકલી જ રહું છું. મારાં પિતા હિન્દુ અને માતા અંગ્રેજ હતી. મને એટલે જ આટલું સારુ ગુજરાતી આવડે છે. પિતા હમણાં આઝાદીની લડતમાં શહીદ થઇ ગયાં અને મારી માતા મને જન્મ દઈને ગોડ પાસે જતી રહી. બસ હવે અહીંયા જ એકલી રહીને જીવન અને સમય પસાર કરું છું." રોઝ નીચી આંખોએ બોલી રહી.

સુલતાન રોઝને વળગી પડ્યો જે રૂકસાનાને બિલકુલ પસંદ ના પડ્યું. રોઝ અને સુલતાન બંને એકબીજાને વળગી રહ્યા. રોઝનો છાતીનો આકર્ષક ઉભાર સુલતાનને હવે મહેસુસ થયો જેનાં લીધે તે ખૂબજ ઉતેજીત થઇ ગયો પણ તેણે પોતાની લાગણીઓ પર કાબુ રાખવાનો નિર્ણંય લીધો અને દૂર થતાં બોલ્યો, "આજથી અમે જ તારું ફેમિલી છીએ." કહેતો તે મુસ્કુરાયો.

"થેન્ક્યુ." રોઝ ખુશ થઈને બોલી.

"એ શું હોય?" સુલતાને ખબર ના પડતાં પૂછ્યું.

"કાંઈ નહીં ચલો અંદર." રોઝે સુલતાનનો હાથ પકડીને અંદર ખેંચ્યો. રૂકસાનાનું મોઢું ઉતરેલી કઢી જેવું થઇ ગયું. તે પણ પાછળ પાછળ ચાલવા લાગી.

બધા રોઝનાં મકાનમાં પ્રવેશ્યા. લાકડાનાં નાનકડા મકાનમાં દરેક સુખસુવિધાની ચીજવસ્તુઓ હતી. દિવાલ પર તેનાં માતા અને પિતા બંનેની તસ્વીર જોઈને રૂકસાનાને પણ રોઝની વાતો પર વિશ્વાસ બેઠો. તેણે પોતાનું સુંદર વસ્તુઓથી સજાવેલું ઘર બતાવ્યું. તે પછી રોઝ બંનેને પોતાનાં રૂમમાં લઈ ગઈ.

રોઝે કબાટ ખોલતાં કહ્યું, "આ બધી મમ્મીની ડ્રેસીસ છે. રૂકસાના તમને ગમે તો તમે લઈ જજો." આ સાંભળી રૂકસાનાને ખૂબ સારુ લાગ્યું. તેને પણ રોઝની જેમ ફ્રોક પહેરવાનું મન થઇ આવ્યું પણ તે વિચારતી હતી કે પહેલીવારમાં જ કોઈનો ઉપયોગ ન કરવો જોઈએ. તેનાં દિમાગમાં બીજી જ રમત ચાલવા લાગી હતી.

"સુલતાન, તમે લોકો ક્યાં રહો છો?"

"અમે પણ અહીંયા જંગલની પેલે પાર નાનકડું ઘર છે એમાં રહીએ છીએ. આપણે બેઉ એમ તો સરખા છીએ. તારા પણ અમ્મી અબ્બુ નથી અને મારાં પણ!"

"હા પણ તારી જોડે તો તારી બહેન રૂકસાના છે ને!"

"હું બહેન નથી સુલતાનની." રૂકસાના એકદમ ચિડાઈને બોલી.

"રૂકસાના, સંબંધથી તો બહેન જ થાય પણ અમારામાં સગા ભાઈ બહેન સિવાય નિકાહ થઇ શકે એટલે લોહીનાં સંબંધમાં જ ભાઈ બહેન કહે." સુલતાને રોઝની આગળ સમજાવતા કહ્યું.

"હા, સારુ કહેવાય. સુલતાન આપની ઉંમર શું હશે?"

"કેમ, તારે નિકાહ પઢવા છે?" સુલતાને આંખ મારતાં પૂછ્યું.

"અરે ના ના બસ એમ જ પૂછું છું." રોઝે પણ હસતાં હસતાં જવાબ આપ્યો.

"મારી વીસ છે. રૂકસાનાની અઢાર. અને તારી?" સુલતાને પોતાની અને રૂકસાનાની ઉંમર ફેરવીને જવાબ આપ્યો.

"મારી ઓગણીસ છે."

"માશાલ્લાહ પણ તમે દુનિયાની ખૂબજ સુંદર ઓરત છો. આપ વાર્તામાં આવતી સુંદર પરી જેવા જ લાગો છો. જન્નતની હૂર જ સમજી લો." સુલતાને રોઝની સુંદરતાના વખાણ કરતાં કહ્યું.

"હવે અમે જઈએ. ઘરે અમ્મી રાહ જોતી હશે." રૂકસાનાએ મોઢું બગાડીને સુલતાન તરફ ગુસ્સાભરી નજર કરતાં કહ્યું.

સુલતાન પણ ઉભો થયો અને બોલ્યો, "હા હા, અમે જઈએ. કાલે મળીશું રોઝ."

"હું તમારી રાહ જોઇશ. કાલે વધુ સમય લઈને આવજો. ખૂબ વાતો કરીશું." રોઝે ખુશ થતાં કહ્યું.

રોઝે છેક સુધી ધુમ્મસમાં સુલતાન અને રૂકસાના વિલીન થતાં ન દેખાયા ત્યાં સુધી તેમને જોતી રહી. સુલતાન પણ વળી વળીને રોઝને હાથ હલાવ્યા કરતો હતો.

રસ્તામાં રૂકસાના અને સુલતાન ઘરે જવાનાં રસ્તે ચાલી રહ્યા હતાં. સુલતાન હજુ પણ મુસ્કુરાતો રોઝનાં વિચારોમાં ખોવાયેલો હતો.

"રોઝમાંથી બહાર આવશો હવે આપ?" રૂકસાનાએ ચિડાઈને પૂછ્યું.

"શું બોલો છો. હું બહાર જ છું."

"ખોટું ન બોલશો. આપ એ રોઝને જોઈને આપા ખોઈ બેઠા હતાં. ઉંમર પણ ખોટી કહી આપે."

"રૂકસાના, હું આ બધું આપણા માટે જ તો કરું છું. રોઝને ફસાવીને આપણે તે ઘરમાં શાંતિથી રહીશું."

"તો હમણાં જ મારી દઈએ એને ચાલો. એમ પણ એની આગળપાછળ કોઈ નથી. મરી જશે તો ખબર પણ નહીં પડે." રૂકસાનાએ રોતા રોતા કહ્યું.

"રૂકસાના, આપ ઠંડા થાઓ. એમ તરત બધું ના કરી દેવાય. આવાં જંગલમાં એનું ઘર છે મતલબ બીજા પણ લોકો રહેતાં હશે. ભૂલથી કોમને જાણ થઇ તો આપણા આખા પરિવારનું જીવવું હરામ થઇ જશે. મેં બધું નક્કી કર્યું છે. મને મારી રીતે કરવા દો. થોડાં દિવસમાં બધું જાણી લઈશ પછી હું જ એને મારી નાખીશ. ત્યાં સુધી આપ મારી પર વિશ્વાસ રાખો." સુલતાને રૂકસાનાનાં ગાલો પોતાની હથેળીમાં રાખીને પ્રેમથી સમજાવતા કહ્યું.

રૂકસાનાએ પણ ડોકું હલાવી સુલતાનની વાતોમાં વિશ્વાસ પુરાવ્યો. બંને જણા ચાલતાં જઈ રહ્યા હતાં પણ તેમને ક્યાં ખબર હતી કે કોઈક સતત તેમની પર નિગરાની રાખી રહ્યું હતું.

સાંજ થતાં જ રૂકસાના અને સુલતાન લાકડા લઈને પાછા ફર્યા.

"કેમ આટલી બધી વાર લાગી?" નગ્માએ ઝૂલો ઝૂલાવતા પૂછ્યું.

"અમ્મી, એ... એ..."

"ખાલા, જુઓ હું તમારી માટે શું લાવ્યો?" સુલતાને રૂકસાનાની વાત કાપતાં કહ્યું.

"શું?"

"આ." આટલું કહી સુલતાને એક વાદળી રંગનો પથ્થર આપ્યો. નગ્માને અલગ અલગ રંગનાં પથ્થરો ભેગા કરવાનો ખૂબ શોખ હતો અને સુલતાનને લોકોનાં દિલો પર રાજ કરવાનો! પથ્થર જોઈને નગ્મા બધુજ ભૂલી ગઈ અને તેને પોતાની થેલીમાં મૂકવા લાગી.

રાત થતાં જ બધાએ જમીને સુવા માટે લંબાવ્યું. સુલતાન તો હજુ રોઝનાં એ સ્તનસ્પર્શથી ઉન્માદિત થઇ ઉઠતો હતો. રૂકસાના તો પોતાનાં અને સુલતાનનાં નવાં ઘરમાં રહેવાના સપના જોવા લાગી હતી. આમિર આકાશમાં તારાઓને જોઈને કંઈક બબડી રહ્યો હતો. રહીમ તો ખાઈને તરત સુઈ ગયો હતો. નગ્માને પેલા મકાનમાં જોયેલા દ્રશ્યો હજુ પરેશાન કરી રહ્યા હતાં. તેની ઊંઘ ઉડી ચૂકી હતી. તે સુવાનો વ્યર્થ પ્રયત્ન કરવા લાગી. સમય જતાં તેને પણ ઊંઘ આવી જ ગઈ.

રાતનાં અંધકારમાં જંગલ વધુ ભયાવહ લાગતું હતું. ઠંડીથી બચવાં માટે કરેલ તાપણી પણ ઓલવાઈ ચૂકી હતી. ચામાચીડિયા અવાજ ખૂબ તીવ્ર આવી રહ્યો હતો. તમરાઓ શાંત વાતાવરણમાં ખલેલ પાડી રહ્યા હતાં. બધા લોકો ઘસઘસાટ ઊંઘતા હતાં. અર્શીનાં ઝૂલા પાસે કોઈ કાળું કપડું વીંટાળેલ એક વ્યક્તિ આવ્યું. તેણે અર્શીનાં મોંઢામાં કોઈક વસ્તુનાં દાણા નાખ્યા. એ સાથે જ અર્શીનાં મોંઢામાંથી ફીણ નીકળવા લાગ્યું. તે વ્યક્તિ તેને ઊંચકીને જંગલ તરફ ચાલવા લાગ્યું. ચંદ્રનાં આછા પ્રકાશમાં તેનો પડછાયો જંગલમાં જતો અલુપ્ત થતો હતો.

(વિચ one?? શીર્ષક પરથી આપ સમજી જ ગયાં હશો કે વાર્તાનો કથાવસ્તુ શું છે?! તમે પણ તમારું ભેજું કસીને વિચારતાં રહો કે અસલમાં વિચ કોણ છે?? તમારાં જવાબ જાણીને મને પણ મજા પડશે તો જવાબ આપવાનું ના ભૂલતા.)