Prem - 5 books and stories free download online pdf in Gujarati

પ્રેમ - 5

પ્રેમ…..

પ્રેમ ભાગ ૫ મા....ભાગ ૪ ને આગળ વધારતા.........
પ્રેમની મને કોઈ અપેક્ષા જ નહોતી. છતાંય, હું ફરી વાર કોઈના પ્રેમમાં પડી. જોકે, સમસ્યા હું પ્રેમમાં પડી તે નહીં, પણ હું તો પરણેલી જ હતી, પરંતુ તે પણ લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં હતો. તે પોતાના ઘરથી દૂર મારા શહેરમાં એકલો હતો, અને હું મારા પરિવારમાં. અમે એક બીજા સાથે ખૂબ વાતો કરતાં. એકબીજાથી દૂર જવાનો પણ અમે પ્રયાસ કર્યો. પરંતુ, જેટલું અમે એકબીજાથી દૂર જવા મથતાં, તેટલાં જ એકબીજાની નજીક આવતાં ગયાં. અમારા સંબંધને જોતજોતામાં એક વર્ષ વિતી ગયું. ક્યારેક અમે એકબીજા માટે જ જીવતા હોઈએ તેમ વર્તતા, તો ક્યારેક અમને અમારા સંબંધ સ્થિર લાગતા, ક્યારેક મર્મભેદી. તેની સાથે વિતાવેલી એકેએક પળ મેં મારી યાદોમાં સંગ્રહી રાખી હતી. જાણે કે મને પહેલાથી જ લાગતું હતું કે અમારા સંબંધો લાંબા ટકવાના નથી. મને પોતાને જ એ વાતની ખબર નથી કે હું ખરેખર તેના પ્રેમમાં હતી, કે પછી મને એવો વ્હેમ હતો. ક્યારેક તો હું મારી જાતને જ આ સવાલ પૂછતી. જોકે, આ બધી મથામણ પછી હું એ જ નિર્ણય પર આવતી કે તે જે હોય એ, તેનાથી હું કમસેકમ ખુશ તો છું જ. બસ, આ જ માનીને મેં મારા સંબંધોને આગળ વધવા દીધા. અમારા પ્રેમનું કોઈ સાક્ષી નહોતું. બસ, મારા બે મિત્રોને જ તેની જાણ હતી, અને તે અમારા સંબંધનું મહત્વ સમજતા હતા.
જોકે, જેના પ્રેમમાં હું પાગલ હતી, તેને એમ સમજાવવામાં હું નિષ્ફળ રહી કે અમારા સંબંધોમાં સવાલ સાચા કે ખોટાનો નહીં, પણ અમે એકબીજા પ્રત્યે શું અનુભવીએ છીએ તેનો હતો. એ વાત તો મારે સ્વીકારવી જ રહી કે, અમારા બંને વચ્ચે એવું કંઈક ખાસ હતું કે જે અમને બંનેને ઝકડી રાખતું, અને તેના પર અમારો કોઈ કાબુ નહોતો. હું મારા આ અનુભવ અને પ્રેમને આખી દુનિયા સાથે શેર કરવા ચાહતી હતી. તેની સાથે રહીને હું કેટલી ખુશ રહેતી તે બધાને કહેવા ઈચ્છતી. પરંતુ, અમને તેમાં એક છૂપો ડર સતાવતો. અમને ખબર હતી કે આ દુનિયા અમારા પ્રેમનો ક્યારેય સ્વીકાર નહીં કરે, અને અમને તેની સજા મળશે. અમારા સંબંધોમાં સચ્ચાઈને સ્વીકારવાની મારામાં હિંમત હતી. પરંતુ જેને હું મારૂં સર્વસ્વ માનતી હતી, તે તેના માટે તૈયાર નહોતો. તેણે પોતાની કારકિર્દીની હજુ શરૂઆત જ કરી હતી, અને તે આ દુનિયાએ બનાવેલા નિયમોના આધારે જ ચાલવા ઈચ્છતો હતો, તેને દુનિયાની નજરમાં એક સારા પુરુષ દેખાવું હતું. મને અહેસાસ થયો કે તેની લાગણીઓ મારા જેટલી મજબૂત નથી.
મહિનાઓના સખત પરિશ્રમ બાદ હું વેકેશન પર હતી. મારી યાદોમાંથી તે ખસતો જ નહોતો. હજી તો મારા વેકેશનનો પહેલો જ દિવસ હતો ત્યાં જ અચાનક મારો ફોન રણક્યો, અને સ્ક્રીન પર તેનો નંબર ફ્લેશ થયો. મારૂં હ્રદય ધબકાર ચૂકી ગયું. તે રેગ્યુલર કોલર નહોતો, મને હતું કે તે પણ મને કહેશે કે તે પણ મને મિસ કરે છે. બસ, આ જ વિચારો સાથે મેં ફોન રિસીવ કર્યો અને મને કંઈક એવું સાંભળવા મળ્યું કે જેનાથી મારા પગ નીચેથી જ જમીન જ સરકી પડી. તેણે મને કહ્યું કે તેની ટ્રાન્સફર રિક્વેસ્ટ અપ્રૂવ થઈ ગઈ છે, અને તે શહેર છોડીને પોતાના હોમટાઉન જઈ રહ્યો છે. તેના અવાજમાં ખુશી છલકાતી હતી. હું તેના જવાથી દુ:ખી નહોતી, પરંતુ મને દુ:ખ એ વાતનું હતું કે, જેને મેં આટલો ઝંખ્યો હતો, તેના પર મારાથી દૂર જવાની કોઈ અસર જ નહોતી દેખાઈ રહી. તેના મોમાંથી મારા માટે બે શબ્દો પણ ન નીકળ્યા. ફોન મૂકતા જ હું ધ્રુસ્કેને ધ્રુસ્કે રડી પડી. મારા જીવનમાં આવેલા અન્ય પુરુષોની જેમ જ, તેણે પણ મને અનેક વચનો આપ્યા હતા, જે મને ખબર હતી કે પૂરા નથી થવાના. પરંતુ, આશા હતી કે કદાચ તે નોખી માટીનો નીકળશે.
તે ચાલ્યો ગયો તે વાતને આજે બે મહિના થયા છે. હું આજે પણ વોટ્સએપ કરેલા મેસેજ વાચું છું, તેના ફોટા બસ જોઈ જ રહું છું, તેની યાદ અપાવતા સોંગ્સ વારંવાર સાંભળ્યા કરું છું. રાત્રે સૂવા માટે આંખો બંધ કરૂં છું, ત્યારે ખબર નહીં કેમ પણ તેની સાથે ગાળેલી એ ખૂબસૂરત પળો આંખો સામે આવી જાય છે, અને આંખના ખૂણા ક્યારે ભીના થઈ જાય છે તે ખબર જ નથી રહેતી.
આજે તે પોતાના શહેરમાં, પોતાની પ્રેમિકા સાથે જેવી તેણે ઈચ્છી હતી તેવી જિંદગી વિતાવી રહ્યો છે. તેને હું યાદ પણ આવતી હોઈશ કે નહીં તે મને નથી ખબર. તેની સાથે વિતાવેલી એ પળોની યાદ આંસુ સ્વરૂપે નહીં, પણ સ્માઈલ સાથે નીકળશે ત્યારે કદાચ મારૂં દુ:ખ હળવું થશે. જોકે, મને એ વાતની તો ખુશી છે જ કે મેં જીવનનો એક એવો તબક્કો માણ્યો, જે ખૂબ ગહન અને વાસ્તવિક હતો. અમારા આ સંબંધો દરમિયાન મને માત્ર પ્રેમ મળ્યો. તેણે મને એક મજબૂત સ્ત્રી બનાવી. આજે કદાચ તે મને પ્રેમ નહીં કરતો હોય, અને હું પણ તેની સાથે નથી. પરંતુ આજેય તેને અનહદ પ્રેમ કરવા માટે તૈયાર છું.
“ રાધે રાધે ”
“ જય દ્વારકાધીશ ”

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED