આસ્તિક.... ધ વોરીયર... - આસ્તિક અધ્યાય 29 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

આસ્તિક.... ધ વોરીયર... - આસ્તિક અધ્યાય 29

"આસ્તિક"
 અધ્યાય-29
આસ્તિકનાં આશ્રમે પાછા આવ્યાં પછી જરાત્કારુ ભગવન સ્વયં આશ્રમે આવી ગયાં. માં જરાત્કારુને ખૂબ આનંદ થયો. બંન્ને જણાં આસ્તિકની વાતો કરી રહેલાં અને માં જરાત્કારુ સ્વામીનાં વિરહમાં કૈટલું તડપ્યા એ બધી વાતો ભગવન સાથે કરી રહેલાં. પછી માં એમનાં ચરણો દાબીને ભગવનની સેવા કરી રહયાં હતાં. 
આસ્તિક મિત્રોને મળીને માઁ બાબા પાસે આવ્યો એને જોઇને ભગવન જરાત્કારુ બેઠાં થયાં અને આસ્તિકને પોતાની પાસે બેસાડ્યો. એમણે આસ્તિકને પ્રેમથી કહ્યું દીકરા તેં તારું લક્ષ્ય પુરુ કર્યું એનાં માટેજ તેં જન્મ લીધેલો. તારી બધીજ સ્થિતિઓ હું જાણુ છું પણ હું તારા મુખે સાંભળવા માંગુ છું અહીં આશ્રમથી પ્રસ્થાન કરી લક્ષ્ય પુરુ કર્યા પછી પાછો ફર્યો ત્યાં સુધીનાં દરેક પ્રસંગ અને ગતિવિધી સાંભળવા તારું આ લક્ષ્ય પુરુ કરવાની બધીજ ગતિવિધી અને સમગ્ર કાર્યકાળની તારાં આ ઉત્તમ કાર્યની કથા અમારે અને તારાં મુખે સાંભળવી છે. તારી આ કથા ઉત્તમ ઉદાહરણ બનશે. 
આસ્તિકે પિતાનાં ચરણસ્પર્શ કરીને નમ્રતા પૂર્વક કહ્યું હે માતા-પિતા તમે મારી આખી લક્ષ્ય યાત્રા સાંભળો. 
આસ્તિકે કહ્યું માઁ ના આશીર્વાદ લીધા અને મનોમન પિતાશ્રી આપનું સ્મરણ કરીને મકકમ મને હું મામા સમ્રાટ વાસુકી સાથે રાજા જન્મેજયનાં પ્રદેશ તરફ જવા નીકળ્યો. 
માર્ગમાં સતત આપનું સ્મરણ હતું માં ની શિખામણ અને આશીર્વાદ સાથે હતાં. રાજા જન્મેજયનું રાજ્ય નજીક આવ્યુ અને મામા સમ્રાટ વાસુકીએ કહ્યું વત્સ હવે હું આગળ નહીં વધી શકું. શ્રાપ ત્થા યજ્ઞની ગરીમાએનું તેજ મને આગળ નહીં વધવા દે નહીતર મારું મૃત્યુ થશે. 
હું એમનાં આશીર્વાદ લઇને આગળ વધ્યો. ત્થાં રાજયની સીમા પર હથિયારબંધ સૈનીકોનો પહેરો હતો. મને રોકવામાં આવ્યો મેં એમને નમ્ર સૂચન કર્યુ કે મારે રાજા જન્મેજયને મળવું છે. પણ મારી હાંસી ઉડાવતા કહ્યું અરે બાળક તું ઘણો નાનો છે અને રાજન અત્યારે એક ઉત્તમ મોટો યજ્ઞ રહ્યા છે તને રાજ્યમાં પ્રવેશ નહીં મળે. મેં એમને કહ્યું મારે એમને મળવું. આવશ્યક છે મને મળવા દો મારે રાજા જન્મેજય સાથે વાત કરવી છે. ભલે હું બાળક છું પણ હું બહાદુર અને શાસ્ત્રાર્થ કરનાર બ્રાહ્મણ બાળક છું હું કોઇ રીતે ડરતો નથી અને મારું લક્ષ્ય પુરુ કર્યા વિના પાછો નહીં ફરું સૈનિકોએ ફરીથી મારી હાંસી ઉડાવી કે તું બાળક છે તારામાં શું બહાદુરી છે. તું અમારુ કહ્યું નહીં માને તો આ તલવાર તારી સગી નહીં થાય એક ઝટકે ડોકું ઘડથી અલગ થઇ જશે. રાજાનો હુકમ છે યજ્ઞ પૂર્ણ ના થાય ત્યાં સુધીમાં કોઇનો પ્રવેશ શક્ય નથી. નિર્દેશ છે. 
આસ્તિકે કહ્યું આ તલવાર કે બીજા શસ્ત્રોથી હું ડરતો નથી ભલે બાળક છું પણ હું બધાને નાશ કરીને પણ અંદર પ્રવેશ લઇશ. 
સૈનિકોએ મને પડકાર આપી કહ્યું તારું એક પગલું આગળ વધ્યુ તો તારો વધ કરીશું. પિતાજી પછી મારે એમનો સામનો કરવો પડ્યો મેં પણ મંત્ર શક્તીથી હથિયાર મેળવીને સૈનિકો સાથે યુધ્ધ કર્યુ અને બધાને મારીને આગળ વધ્યો તો રાજા જન્મેજન્યની આખી સેના મારી સામે આવી ગઇ એટલાં બધાં સૈનિકોને લઇને ખુદ સેનાપતિ મારી સામે આવ્યાં. એમણે હસીને કહ્યું અરે આ તુચ્છ બાળક માટે હું આખી સેના લઇને આવ્યો ? અરે આતો મારી બહાદુરીનું અપમાન છે. 
સેનાપતિએ મને કહ્યું આખી સેનાની જરૂર નથી. હે બાળક તું મારી સાથે  ધ્વંધ યુધ્ધ કર જો એમાં તારી જીત થઇ તો તને રાજ્યમાં પ્રવેશ મળશે અને રાજા જન્મેન્જય પાસે જવા માટે પરવાનગી મળશે. 
પિતાજી પછી તમારી તાલિમ અને માઁ નાં આશીર્વાદથી મેં સેનાપતિ સાથે ધ્વંધ યુધ્ધ કર્યુ એમણે ઘણાં દાવપેચ અજમાવ્યા અમારુ યુધ્ધ ઘણું ચાલ્યું અંતે નારાયણની કૃપાથી મારો વિજય થયો. યુધ્ધ દરમ્યાન આપનું અને નારાયણનું નામ મારાં મુખે હતું મારાં વિજયથી સેનાપતિ શરમાયા એમણે કહ્યું હે બહાદુર બાળક તું કોનો પુત્ર છે ? અહીં શા માટે આવ્યો છે ? તારુ નામ શું છે ?
જીત મેળવ્યા પછી મેં સેનાપતીને નમ્રતાથી કહ્યું મારું નામ આસ્તિક છે અને હું જરાત્કારુ ભગવન અને માઁ નો દીકરો છું રાજા જન્મેજય જે યજ્ઞ કરી રહ્યાં છે એને બંધ કરાવવા માટે આવ્યો છું એમાં અનેક નાગ સર્પ સ્વાહા થઇ રહ્યાં છે. અનેક નિદોર્ષ નાગ સર્પને મૃત્યુ મળી રહ્યું છે. આ વિનાશકારી યજ્ઞ બંધ કરાવવા રોકવા આવ્યો છું. 
સેનાપતિએ કહ્યું આ અશક્ય છે ખૂબ મોટાં મહાન ધૂરંધર ઋષિમુનીઓ આ યજ્ઞ કરી રહ્યાં છે અને રાજા જન્મેજયનો સંકલ્પ છે નાગ સર્પને પૃથ્વી પરથી નાબૂદ કરવાનો એમાં તું શું કરી શકીશ ? ઉપરથી તને મૃત્યુ દંડ મળી શકે છે. એટલે જીવ બચાવવો હોય તો પાછો વળી જા. 
હું મારાં નિર્ણય સાથે મક્કમ રહ્યો. એમણે મારી લડાઇ જોઇ હતી તેઓ હાર માની ચૂક્યા હતાં મેં એમને દરેક રીતે પરાસ્ત કર્યા હતાં. 
એમણે કહ્યું તારી આ બહાદુરી અને લક્ષ્ય પ્રાપ્તી માટેની ભાવના મહાન છે તું રાજ્યમાં પ્રવેશ કરી શકે છે ઇશ્વરેજ આ ભાગ્યમાં લખ્યુ હશે તું રાજા જન્મેજય પાસે જઇ શકે છે. હું પોતેજ તને રાજન પાસે લઇ જઇશ. 
આમ સેનાપતિ સાથે હું જ્યાં યજ્ઞ ચાલી રહેલ એ ભવ્ય યજ્ઞમંડપમાં ગયો. ત્યાં રાજા જન્મેજય સેનાપતિએ સંદેશ આપ્યો અને મારાં આગમનનું કારણ બતાવ્યું અને કેવી રીતે લડત આખી મેં રાજ્યમાં પ્રવેશ કર્યો છે એ બધુજ રાજાને જણાવ્યું. 
રાજા જન્મેજયે મને પોતાની પાસે બોલાવીને કહ્યું હે બ્રહ્મપુત્ર શા માટે અહીં આવ્યો છે ? તું હજી બાળક છે અને અહીં લેવાયેલો યજ્ઞ સંકલ્પ પાછો લેવાનો પ્રશ્ન જ નથી એટલે તું પાછો વળી જા. 
મેં રાજનને કહ્યું રાજન આપની આજ્ઞા હોય હું શાસ્ત્રાર્થ કરવા માટે આપનાં બ્રાહ્મણ ઋષિ ગણો. પડકાર આપું છું જો હું શાસ્ત્રાર્થમાં જીત હાંસિલ કરું. પછી મને માંગ્યુ વરદાન આપો. 
રાજાને થયું કે આ બાળક છે સામે ધૂંરધર જ્ઞાની ઋષિગણો છે આ બાળકનું શું ગજૂ ? છતાં એમણે જ્ઞાની ઋષિગણોને બધી વાત જણાવી અને શાસ્ત્રાર્થ કરવા માટે તૈયાર કર્યા. 
બધાં પૂજ્ય ઋષીગણો અને રાજનનાં આશીર્વાદ લીધાં. પ્રણામ કર્યા અને શાસ્ત્રાર્થ ચાલુ કર્યો. વિધાતાનાં વિધાન કર્મ પ્રમાણેનું ભાગ્ય એમાં કોઇ નિમિત્ત બને છે પાપી નહીં કોઇ ગુનો નથી કરતાં. 
ભાગ્યવશ થયેલી ઘટનાનો કોઇ આવો બદલો ના હોય એનાં વિષય પર ઘણો લાંબો શાસ્ત્રાર્થ આપ્યો એમાં પિતાજી તમારી કેળવણી અને જ્ઞાન મને કામ લાગ્યાં. માઁ ના આશીર્વાદથી મારી જીત થઇ. 
એંતે રાજા જન્મેજય મારાં પર ખુશ થયાં એમણે આનંદીત થઇને કહ્યું બાળક તું જ્ઞાની - નિર્ભયી અને બહાદુર છે. તું તારી ઓળખ આપ આજે હું ખૂબ ખુશ થયો છું તું વરદાન માંગ. 
પિતાજી પછી હું એમને નમ્રતાપૂર્વક નમસ્કાર કરીને મારી ઓળખ આપી હું આસ્તિક ભગવન જરાત્કારુ માઁ જરાત્કારુનો પુત્ર છું અને ભગવન વશિષ્ટજીનો શિષ્ય છું હું વરદાનમાં માત્ર એકજ વાત કરુ છું કે આ સર્પ યજ્ઞ બંધ કરો એમાં ભસ્મ થતાં સર્પ નાગને બચાવી લો આ બદલાવાળી વૃત્તિ સારાં પરિણામ નહીં આપે. 
પહેલાં તો રાજને મને કહ્યું એ શક્ય નથી એનો સંકલ્પ મૂકાઇ ગયો છે. હું તમે ઇનામમાં ગામ-જમીન સોનુ-ઝવેરાત-હીરા તું માંગે એ આપું પણ આ હવનયજ્ઞ બંધ નહીં થાય. 
મેં કહ્યું રાજન આપને આપવું હોય વરદાન કે ઇનામ તો આ હવનયજ્ઞ બંધ કરાવો હું નાગ કુળને બચાવા માટેજ આવ્યો છું એનાં માટેજ જન્મ લીધો છે મને રાજ્ય-જમીન-હીરા ઝવેરાતની કોઇ ચાહના નથી મેં માંગ્યુ છે એજ આપો. 
અંતે રાજા જન્મેજયે મને કહ્યું બાળક તું જ્ઞાની અને બહાદુર છે હું ખૂબ ખુશ છું અને શાસ્ત્રાર્થને કારણે મર્મ સમજ્યો છું જ્ઞાન મળ્યું છે હું હવનયજ્ઞ બંધ કરાવું છું. અને પછી મારું સ્નમાન કરીને ભેટ સોગાદો આપી. 
ભગવન આમ મારુ લક્ષ્ય પૂર્ણ થયું અને હું આપનાં આપેલાં આદેશ પ્રમાણે કર્મ કરીને આવ્યો છું બધુજ તમારાં આશીર્વાદથી શક્ય બન્યુ. 
ભગવન જરાત્કારુએ આસ્તિકને વ્હાલથી વળગાવી દીધો આશીર્વાદ આપ્યાં. માં જરાત્કારુ આનંદથી અમી નજરે આસ્તિકને જોઇ રહ્યો હતાં એમણે આસ્તિકને આશીર્વાદથી નવાજી લીધો. 
વધુ આવતા અધ્યાયે - અધ્યાન ----30

રેટ કરો અને રિવ્યુ આપો

Bharatsinh K. Sindhav

Bharatsinh K. Sindhav 6 માસ પહેલા

Pragnesh Desai

Pragnesh Desai 6 માસ પહેલા

Sonal

Sonal 6 માસ પહેલા

Chandubhai

Chandubhai 6 માસ પહેલા

વષૉ અમીત

વષૉ અમીત 6 માસ પહેલા