Sorry... books and stories free download online pdf in Gujarati

Sorry...

માહી આજે સવારના ૫ વાગ્યે ઊઠી ગઈ હતી કેમકે આજે તેનો જન્મદિવસ છે.. આજે તે ખૂબ જ ખૂશ હતી જે દિવસ ની તે ત્રણ વર્ષ થી રાહ જોતી હતી એ દિવસ આવી ગયો હતો.........
રાત્રે ૧૨:૦૦ વાગ્યે ફોન પર મેસેજ આવ્યો.સ્ક્રીન પર જાણીતું નામ અને નીચે many many happy returns of the day happy birthday my heart beat.💓.... ફોન ઓન કરી પૂરો મેસેજ વાંચ્યો.... તારા માટે બે સરપ્રાઈઝ છે.... કાલે મળું ત્યારે જ કહીશ એટલે અત્યાર કે એવી જીદ ના કરતી..by take care of yourself my heart beat.........♥️

માહી ને બે સરપ્રાઈઝ ક્યા હશે? એનાં કરતાં તો મિલન આવે છે એટલું જ ઘણું હતું કેમકે છેલ્લા ત્રણ વર્ષથી બન્ને વચ્ચે ફક્ત ફોન પર જ વાત થતી. રૂબરૂ મળ્યા હતાં એવું તો ફક્ત સપના જેવું લાગવા માંડ્યું હતું....પણ. આજ એ આવશે.... પહેલા ની જેમ ખૂબ જ ધમાલ મસ્તી કરશું, સાથે લોન્ગ ડ્રાઈવ પર જશુ, આખો દિવસ એની સાથે ખૂબ ખુશ થઈ ને વિતાવવા નાં વિચારો માં ખોવાઈ ગઈ......
૧૦:૦૦ વાગ્યા ડોર બેલ વાગી.... ખૂબ ખુશ થઈ ને દોડતી દરવાજો ખોલ્યો...... કોઈ અજાણી વ્યક્તિ બોક્સ લઈ ને ઊભી હતી.મેડમ માહી માટે છે.... હું જ છું..... પોતાની સહી કરી બોક્સ ખોલ્યું.... ત્યાં જ ફોન પર મેસેજ આવ્યો. પહેલું સરપ્રાઈઝ મારા હાથે ડિઝાઇન કરેલ ડ્રેસ જેના માટે મને બે નવા કોન્ટ્રાક્ટ મળ્યા એ તારા માટે... તું ૨:૦૦ વાગ્યે તૈયાર રહેજે હું આવું છું....
અડધો દિવસ એ આવવા ની ખુશી માં પસાર થઈ ગયો....૨:૦૦ વાગ્યા ને ફરી ફોન પર મેસેજ આવ્યો.... તું તૈયાર હોય તો તારા ઘર ની બહાર ગાડી ઊભી છે બેસી ને જલ્દી અહીં પહોંચી જા.....એ ડિઝાઈનર ડ્રેસ માં ખુબ સુંદર લાગતી હતી.જાણે એ ડ્રેસ માહી માટે જ બન્યો હતો...પણ એને જોનાર હજુ એના થી ઘણો દૂર હતો.....
માહી કંઈ પણ વિચાર્યા વિના ખૂબ ખુશ થાતી ગાડી માં બેસી ગઈ.... ગાડી ચાલતી હતી...૩:૦૦ વાગ્યા..... માહી થી ન રહેવાયું એટલે એણે ડ્રાઇવર ને પૂછ્યું: મને કઈ જગ્યાએ મૂકવાનું કહ્યું છે... ડ્રાઇવર:મેડમ. બસ હમણાં પહોંચી જશું ૧૦ મીનીટ માં....... તેને કોઈ ચિંતા ન હતી કે કોઈ ઉચ્ચાટ પણ ન હતો એને તો બસ મિલન ને જોવો હતો..., ખૂબ પ્રેમ થી્...., નજીક થી... એને સ્પર્શી ને જીવંત થવું હતું...., એને તો મિલન નાં પ્રેમ ની સુગંધ નો દરિયો પોતાના શ્વાસ માં ભરવો હતો.... એને તો દરેક પળ ને જીવવી હતી... દરેક પળ માં હજાર પળ જીવી જવાય એવી યાદગાર ક્ષણો બનાવવી હતી....
મેડમ, પહોંચી ગયા... ડ્રાઇવર નો અવાજ સાંભળી તે પોતાના વિચારો માંથી બહાર નીકળી.......હમમમમ
ખુબ જ સુંદર ઘર, આગળ બગીચો,ઝુલો, ઘણા બધા ઝાડ અને પંખીઓનો કલરવ..... માહી તો એક સપનાં માંથી નીકળી બીજા સપના માં ખોવાઈ ગઈ....
મેડમ આ ઘર ની ચાવી... ફોન પર મેસેજ આવ્યો... બીજું સરપ્રાઈઝ તારું બથૅ ડે ગીફ્ટ તને જેવું ઘર જોઈતું હતું એવું જ...... તું ઘર જોઈલે હું પહોંચું જ છું......

થોડી નિરાશ થઈ પણ પોતાની પસંદગી નું ઘર જોઈ ફરીથી ખુશ થઈ...ઘર ખૂબ જ સરસ સજાવેલ હતું.એકદમ સાફ અને સ્વચ્છ,હવા-ઉજાશ વાળું.... એ તો ભવિષ્યના સપના જોવા માં ખોવાઈ ગઈ.હુ ને મિલન હંમેશા આ ઘરમાં સાથે રહેશુ ખૂબ ખુશ અને જ્યારે સાંજે તે થાક્યા પાક્યા ઘેર આવશે ત્યારે બંને બગીચામાં ઝુલા પર બેસી આખો દિવસ કેવો રહ્યો એ એકબીજાને કહેશું ને મનનો બધો થાક ઊતારશુ..અચાનક ફોન ની રીંગ વાગી.. જાણીતું નામ... ફોન ઉપાડતા જ સામે થી મિલન કહેતો હતો..... I'm sorry... હજી તો એ એનું વાક્ય પૂરું કરે એ પહેલાં જ માહી એ ફોન કટ કરી નાખ્યો....

sorry.... sorry.... sorry...... sorry......
કેટલીવાર?, ક્યાં સુધી?,કેટલા વર્ષ?,શા માટે?......
માહી ઘરની ચાવી ડ્રાઇવર ને સોંપી ચુપચાપ ત્યાંથી નીકળી ગઈ..... ફક્ત મિલનના આપેલા ઘરમાંથી નહિ પણ એના પ્રેમ નાં પરિઘ માથી બહાર જ્યાં એણે પોતાના અસ્તિત્વ હોવાનો અહેસાસ થાય.... જ્યાં પોતાનો પ્રેમ અને લાગણી નું માન રહે ત્યાં... છેલ્લા સાત વર્ષથી દર વખતે નવા વાયદા અને બહાના... દરવખતે નવા સરપ્રાઈઝ અને આંસુ... દરવખતે નવી શરૂઆત ની કોશિશ અને લાગણીઓ નું મોત....પણ હવે નહિ.... આજે એ મક્કમ હતી પોતાની જાત માટે.. પોતાના આત્મસન્માન માટે.... જેણે દરવખતે પોતાના સ્વમાન કરતાં વધારે માન આપ્યું એ સંબંધ ને તોડી મુક્ત થવા માટે.....અને સાચે જ આજે એનું સન્માન જીતી ગયું અને કેટલાંય સમયથી ડચકાં ખાતો અધૂરો અને ખોખલો સંબંધ હારી ગયો....Real...💞


બીજા રસપ્રદ વિકલ્પો