Featured Books
શ્રેણી
શેયર કરો

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-2


નોંધ-ડેશિંગ સુપરસ્ટાર ભલે વોન્ટેડ લવ..સાચા લવની શોધમાં ની સ્પિન ઓફ છે પણ આ એક તદ્દન નવી વાર્તા છે.જેમણે વોન્ટેડ લવ નથી વાંચી તે પણ આ કહાનીનો આનંદ લઇ શકશે.(હા ,વધુ રસપ્રદ બને તે માટે જો આપે વોન્ટેડ લવ ના વાંચી હોય તો જરૂર વાંચજો)

પાત્રોની ઓળખ:-


વિન્સેન્ટ ડિસૌઝા-એલ્વિસનો મેનેજર અને ખાસ દોસ્ત.
રનબીર-એલ્વિસનો નવો ખાસ મિત્ર
કાયના-એલ્વિસની બોલીવુડ ડાન્સ એન્ડ ડ્રામા એકેડેમીની કોચ અને કિઆરાની પિતરાઇ બહેન.
અકીરા-ન્યુકમર અને ટેલેન્ટેડ મોડેલ.

ભાગ-૨


પોતાની આલિશાન વેનીટી વેનમાંથી ઉતરીને એલ્વિસ બહાર આવ્યો.એલ્વિસની સુચના મળતા જ અજય કુમાર અને અકીરા તૈયાર હતા.અજય કુમારના ચહેરા પર વિજયી સ્મિત હતું.તેણે અભિમાન સાથે એલ્વિસ સામે જોયું અને પોતાનો કોલર ઊંચો કર્યો.

તેની આ કરતૂત પર એલ્વિસને ખુબજ હસવું આવ્યું.થોડીક વાર પછી આ સુપરસ્ટાર અજય પોતાની સામે હાથ જોડીને ઊભો હશે તે કલ્પના તેને ખડખડાટ હસાવી ગઇ.તે અજય કુમાર પાસે ગયો અને બોલ્યો,"સોરી,સુપરસ્ટાર અજય કુમાર તૈયાર છોને?સ્ટેપ્સ તો યાદ કરી લિધાને?"

"કેમ એલ્વિસ,આવી ગયોને તારી અસલીયત પર?તારી ઓકાત સમજાઇ ગઇ તને.સમજાઇ ગયુંને કે કોણ છે અસલી સુપરસ્ટાર ?"અજય કુમારે એલ્વિસને ગળે મળતા તેના કાનમાં કહ્યું.

"હમ્મ,મને તો સમજાય છે થોડીક વારમાં તમને પણ સમજાઇ જશે."એલ્વિસે હસીને કહ્યું.તેનું આ રહસ્યમય સ્મિત અજય કુમાર સમજી ના શક્યો.

"અજય કુમાર,તને તારા સ્ટેપ્સ મારો આ આસિસ્ટન્ટ શીખવાડી દેશે અને કેમકે હવે તું આગળ ઊભો રહીને ડાન્સ કરવાનો છે તો સ્ટેપ્સ થોડા અઘરા અને વધારે હશે.આઇ હોપ યુ વોન્ટ માઇન્ડ."એલ્વિસે કહ્યું.

"તું મને જાણી જોઇને અઘરા સ્ટેપ્સ આપે છે."અજયે ગુસ્સામાં કહ્યું.

"ના ના,આ મુવી મેગા બજેટ છે.લોકોની આશા આ મુવીથી બહુ જ વધારે પડતી છે.તું સુપરસ્ટાર છે અને આવા સાદા સ્ટેપ્સ કરીશ તો લોકો સામે જે તારી સુપરડાન્સરની ઇમેજ છે ને તે ખરાબ થઇ જશે.

આમપણ મે આ કોરીયોગ્રાફી એક મહિનાની સખત મહેનત પછી ગોઠવી છે.તું મારું એટલું તો માન રાખીશને ?કે પછી તારી સુપર ડાન્સરની ઇમેજ કકડભૂસ."એલ્વિસે તેનો પ્લાન અમલમાં મુક્યો.તે અજયની ડાન્સ ના આવડવાની કમજોરીનો ફાયદો ઉઠાવવા માંગતો હતો.

અજયે હકારમાં માથું હલાવ્યું.એલ્વિસે પોતાના આસિસ્ટન્ટને કહ્યું,"તું અજય કુમારને બરાબર ડાન્સ સ્ટેપ્સ શિખવી દે અને પછી મને બોલાવ."

આસિસ્ટન્ટ અજય કુમારને લઇને જતો હતો.તેણે અને એલ્વિસે એકબીજાને હસીને આંખ મારી.અહીં અકીરા એલ્વિસ પાસે આવી.
તેણે બે હાથ જોડ્યાં.તેની આંખોમાં ખુશીના આંસુ હતા.
"એલ્વિસ સર,થેંક યુ સો મચ.મારા જેવી ન્યુકમર હિરોઇન માટે તમે જે કર્યું તેના માટે હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભુલુ.સર,મારા નવા સ્ટેપ્સ મને કોણ શીખવાડશે?"અકીરાએ પુછ્યું.

"અકીરા,થેંક યુ કહેવાની જરૂરિયાત નથી.રહી વાત સ્ટેપ્સની તો તું આગળ ઊભી રહીને તે જ સ્ટેપ્સ કરીશ જે તે છેલ્લા એક અઠવાડિયામાં શીખ્યા છે.

અકીરા,એક વાત કહું.તું સુંદર છે,ટેલેન્ટેડ છે,એકટીંગ પણ સારી કરે છે અને ડાન્સર પણ સારી છે તો આ કોમ્પ્રોમાઇઝ કરવાની શું જરૂરિયાત હતી?"કોમ્પ્રોમાઇઝ શબ્દ પર ભાર મુકતા એલ્વિસે પુછ્યું.

જવાબ આપવાની જગ્યાએ અકીરાએ આંખો ઝુકાવી દીધી.એલ્વિસ પોતાના વેનીટીવેનમાં ગયો.અહીં વિન્સેન્ટ તેનો પ્લાન સમજી ગયો હતો.

"વાહ,મારા ડેશિંગ સુપરસ્ટાર તારો પ્લાન હું સમજી ગયો.તું ખુબજ ચાલાક છે."વિન્સેન્ટે કહ્યું.એલ્વિસે તેને હસીને તાળી આપી.તેટલાંમાં પ્રોડ્યુસર અને ડાયરેક્ટર તેને મળવા માટે આવ્યાં.

"થેંક યુ એલ,તે બચાવી લીધાં આજે અમને પણ અને અમારા રૂપિયા પણ."હર્ષવદને કહ્યું.

"હર્ષવદનજી,તમે મારા વડિલ સમાન છો.તમારે થેંક યુ ના કહેવાનું હોય.અનીલ શોટ રેડી કર થોડીક જ વારમાં શુટીંગ શરૂ થશે."એલ્વિસે અનીલને આડકતરી રીતે બહાર જવા કહ્યું.

"એલ,તું ખરેખર સુપરસ્ટાર છો.તારું ટેલેન્ટ,તારો સાચા હિરા જેવો સ્વભાવ અને તારી સ્માર્ટનેસ અદભુત છે.દિકરા,તને પોતાનો ગણું છું એટલે કહું છું.તારી આ એકલતા નથી જોવાતી મારાથી અને આ એકલતાના કારણે સતત દારૂ અને ડિપ્રેશનમાં ડુબેલું રહેવું.

તું કહે તો હું તારા માટે યોગ્ય છોકરી શોધુ?હવે પરણી જા બેટા."હર્ષવદને તેના માથે હાથ ફેરવતા કહ્યું.

એલ્વિસે આજના દિવસનો પાંચમો પેગ બનવતા કહ્યું,"અહીં પહોંચવા અને આટલું પામવા મે ઘણું ગુમાવ્યું.મારા માતાપિતા,મારી બહેન અને સીમા.સીમા મને તરછોડીને જતી રહી હતી.આ હ્રદય તેના આપેલા દગાને ભુલી નથી શક્યું અને તેના દગા આપવા છતા તેનું સ્થાન મારું હ્રદય કોઇને આપી નથી શક્યું."

તેટલાંમાં જ વેનીટીવેનનો દરવાજો ખખડ્યો.
"કોણ?"એલ્વિસે પુછ્યું.

"સર,અજય સર તમારી સાથે વાત કરવા માંગે છે."બહારથી આસિસ્ટન્ટે પુછ્યું.

"હા મોકલ.હર્ષવદનજી ફ્રીનો તમાશો જોવો છે તો તમે આ સોફા પાછળ સંતાઇ જાઓ.ખુબ મજા આવશે."એલ્વિસે કહ્યું.હર્ષવદને તેમ કર્યું.

થોડીક વારમાં લંગડાતો અજય કુમાર આવ્યો.તેણે વિન્સેન્ટ સામે જોયું અને કહ્યું,"એકલામાં વાત કરવી હતી."

"તું વિન્સેન્ટ સામે કહી શકે છે.તે મારો ભાઇ જેવો છે."એલ્વિસે કહ્યું.

"ભાઇ,આ કોરીયોગ્રાફી બદલી ના શકાય?કહેવાનો અર્થ છે કે આ ડાન્સ સ્ટેપ્સ તો કોઇ એક્સપર્ટ ડાન્સર જ કરી શકે.તારાથી શું છુપાવવાનું હું ડાન્સનો ડી પણ નથી જાણતો.તને ખબર છે આ સ્ટેપ્સ શીખવાના ચક્કરમાં માર બમ પર કેવું જોરદાર વાગ્યું અને મારા પગ તેમા મચકોડ આવી ગયો.

કોઇક રસ્તો શોધને.અથવા મને એક અઠવાડિયાનો સમય આપ."અજય કુમાર બિલકુલ એજ જગ્યાએ ઊભા હતા જ્યાં થોડા સમય પહેલા અકીરા હાથ જોડીને ઊભી હતી.

"શું વાત કરે છે?સ્ટેપ્સ બદલવા છે?તને ખબર છે કે આ સેટ બનાવવામાં કેટલો ખર્ચ થયો છે?અને આ કોરીયોગ્રાફીનું લેવલ કેટલું હાઇ છે.સોરી ડાન્સ સ્ટેપ્સ પણ આ જ રહેશે અને શુટીંગ પણ આજે જ થશે."એલ્વિસે હવે તેવર દેખાડ્યાં.

"ભાઇ,હું હાથ જોડું છું કઇંક બીજો રસ્તો કાઢને.આમા તો મારી ઇમેજ પણ ખરાબ થશે અને મારા હાડકા પણ તુટશે."અંતે અજયકુમારે હાથ જોડતા વિનંતીભર્યા સ્વરમાં કહ્યું.

"એક ઉપાય છે પણ તે તને નહી ગમે."એલ્વિસે કહ્યું.

"ઇમેજ અને હાડકા બચાવવા કઇ પણ ગમશે."અજય ચિંતામાં બોલ્યો.

"જો પેલી અકીરા છેને તે સુપર્બ ડાન્સર છે તેણે આ સ્ટેપ્સ ખુબજ સારી રીતે યાદ કર્યા છે.તો તેને આગળ નાચવા દે અને તું પાછળ ઇઝી સ્ટેપ્સ કરીને ઇમેજ અને હાડકા બચાવી લેજે."એલ્વિસે કહ્યું.

અજય તેની સામે જોયું અને વિચાર્યું પછી બોલ્યો,
"હા ઠીક છે.તું જેમ કહે એમ.થેંક યુ ભાઇ મારી ઇમેજ બચાવવા.યુ આર રિયલી માય ડેશિંગ સુપરસ્ટાર." આટલું કહીને તે જતો રહ્યો.

હર્ષવદન તેના ગયા પછી બહાર આવ્યાં.તે તાળીઓ પાડી રહ્યા હતા.
"વાહ,મારા ડેશિંગ સુપરસ્ટાર તું તો જાદુગર પણ છે.આ કેવીરીતે કર્યું?"તેમણે પુછ્યું.

"કશુંજ ખાસ નહીં.મને ખબર હતી કે મારી વર્લ્ડ ક્લાસ લેવલની કોરીયોગ્રાફીના સ્ટેપ્સ કરવા તે ચંબુના બસની વાત નથી.જેવા મારા આસિસ્ટન્ટે તે સ્ટેપ્સ બતાવ્યાં અને બે ચાર વાર તે પડ્યો અને તેના બમ ભાંગ્યા.તે લાઇન પર આવી ગયો.ચલો શુટીંગ પતાવીએ"

એલ્વિસ બહાર આવ્યો અને તેના પ્લાન કર્યા પ્રમાણે જ શુટીંગ શરૂ થયું.અકીરા ખુબજ ટેલેન્ટેડ ડાન્સર હતી.તેણે અજયકુમારને પણ ઝાંખા પાડીને અદભુત પરફોર્મન્સ આપ્યું.અજય કુમાર સહીત બધાંએ તેના ખુબજ વખાણ કર્યાં.અજય કુમાર ધ સુપરસ્ટારે આંખો ઝુકાવીને આપણા ડેશિંગ સુપરસ્ટાર એલ્વિસનો આભાર માન્યો.

"હેય એલ,ચલ થોડીક વાર બેસીએ."અજય કુમારે કહ્યું.

"ના ,સાંજનો સમય મારા માટે ખાસ છે.મારી સાધના,મારું સપનું અને મારું પેશન સમાન મારી બોલીવુડ ડાન્સ એન્ડ ડ્રામા એકેડેમી માટે મારી દરેક સાંજ બુક્ડ છે.આમપણ મારી એકેડેમી આ વખતવ વર્લ્ડ ડાન્સ ચેમ્પીયનશીપ જીતે તેવી આશા છે મને મારી ટેલેન્ટેડ કોચ કમ ડાન્સર કાયના અને તેનો પાર્ટનર કમ મારો નવો બેસ્ટ ફ્રેન્ડ રનબીર પર મને પુરી આશા છે."આટલું કહીને એલ્વિસ જતો રહ્યો.

એલ્વિસ બોલીવુડ ડાન્સ અેન્ડ ડ્રામા એકેડેમીમાં આવીને રનબીર અને કાયના સાથે રીહર્સલ કરીને બેઠેલો હતો.તેણે પોતાના નવા બનેલા ખાસ મિત્ર રનબીરને પોતાના ઘરે આવવા આમંત્રણ આપ્યું હતું.

એલ્વિસના ઘરે આવવાનું સૌભાગ્ય બહુ ઓછા લોકોને પ્રાપ્ત થયું હતું.રનબીર અને એલ્વિસ બે ડેશિંગ હિરો એલ્વિસના આલિશાન બિચ પાસેના બંગલોમાં હતા.એલ્વિસના બંગલામાં તેના પ્રાઇવેટ બિચ પર રનબીર અને એલ્વિસ બેસેલા હતા.એલ્વિસના હાથમાં ડ્રિંક હતું..

બોલીવુડનો આટલો મોટો ડેશિંગ સુપરસ્ટાર અંદરથી સાવ એકલો હતો.તે વાત રનબીર સમજી ગયો હતો.તે એલ્વિસના મનની વાત જાણવા માંગતો હતો.

શું રનબીર એલ્વિસના મનની વાત જાણી શકશે?
શું સીમાનું સ્થાન એલ્વિસનું હ્રદય કોઇને આપશે?
મળો કિઆરાને આવતા ભાગમાં અને જાણો તેના જીવનના ખાસ લોકો અને તેના જીવનના અજાણ્યા પાસાઓ વિશે.

આ ભાગ આપને કેવો લાગ્યો પ્રતિભાવ આપી જરૂર જણાવજો.આપના પ્રતિભાવ મને ખુબજ પ્રેરણા આપે છે.

આભાર.